જીંદગી થી બધું હારી ને ફરીથી જુનુંન સાથે લડવા માટે પ્રેરિત કરતી એક અજય નામના યુવાન ની કથા, કે જેમણે એક આંના થી લઈને મોટું સામ્રાજ્ય ઉભું કર્યું , પ્રેમ ભીખ માંગવાથી નથી મળતો કે નથી પૈસા ખર્ચવાની . પ્રેમ જીંદગી ના એવા તબ્બકા માં તમારી સામે આવીને ઊભો રહે છે કે જ્યારે તમને કંઈ સુજતું નથી , તમારી પાસે એમને આપવા માટે કંઇજ નથી છતાં પણ તમે એને જબરદસ્તી થી નિભાવો છો અને એ પ્રેમ તમને ક્યાં લઇ જાય છે એની કોઈને ખબર નથી હોતી . માણસ ના રૂપમાં એક દોહરી જીંદગી

નવા એપિસોડ્સ : : Every Monday

1

સંઘર્ષ - 1

જીંદગી થી બધું હારી ને ફરીથી જુનુંન સાથે લડવા માટે પ્રેરિત કરતી એક અજય નામના યુવાન ની કથા, કે એક આંના થી લઈને મોટું સામ્રાજ્ય ઉભું કર્યું , પ્રેમ ભીખ માંગવાથી નથી મળતો કે નથી પૈસા ખર્ચવાની . પ્રેમ જીંદગી ના એવા તબ્બકા માં તમારી સામે આવીને ઊભો રહે છે કે જ્યારે તમને કંઈ સુજતું નથી , તમારી પાસે એમને આપવા માટે કંઇજ નથી છતાં પણ તમે એને જબરદસ્તી થી નિભાવો છો અને એ પ્રેમ તમને ક્યાં લઇ જાય છે એની કોઈને ખબર નથી હોતી . ...વધુ વાંચો

2

સંઘર્ષ - 2

હું અજય..અજય દીવાન.આ ઉંધા પડેલા અને લોહી થી ખરડાયેલા મડદા નો એક નો એક માલિક.આ ત્રીસ વર્ષ ના ટૂંકા ને જીવ્યા બાદ હવે પાછું આ મળદા માં જવાનું મન નથી થતું.ફરીથી જીવવાની ઈછ નથી,મડદું પોકારે છે,તેને ઊભું થવું છે,ચાલવું છે,દોડવું છે,ખાવું છે ,પીવું છે,હસવું છે ,રડવું છે.તેના વહી જતાં લોહિના એક એક કણ માં હજુ જુનુન છે,તેનામાં ફરીથી જીવવાની તમમાન્ના છે.પણ નહીં ...હું હવે પાછું જીવવા નથી માંગતો.આ ત્રીસ વર્ષ ની આયુથી મને સંતોષ છે.એ વિતેલા પાત્રીસ વર્ષ માં મે ઘણું બધુ જીવી લીધું છે,ઘણું બધુ. ...વધુ વાંચો

3

સંઘર્ષ - 3

નહોતું મારૂ કોઈ ઘર બાર કે નોહતું કોઈ સગુ-વહાલું જે મારી વાત જોઈને બેસી રહ્યું હોય.આટલી બધી ભીડ માં હોવું એનથી મોટું કોઈ દુખ નથી.પરીક્ષા માં એકલા ફેઇલ થઈએ તો દુખ થાય પણ સાથે આપણા બીજા બે ચાર મિત્રો ફેઇલ થયા હોય તો એટલું બધુ દુખ ના થાય.એકલતા જીવતા જીવજ માણસ ને મારી નાખે છે, ફક્ત હલતું ચાલતું મળદુ બનાવી દે છે. હું પણ એક મડદું જ બની ને રહી ગયો હતો. ફક્ત હાડ-માસ નું પૂતળું, કોઈ તો એવી જગ્યા હોય જ્યાં મારે પહોંચવાનું હોય, કોઈ તો એવું હોય જે ક્યાક મારી રાહ જોઈને બેઠું હોય.આજે હું બધુ જ ...વધુ વાંચો

4

સંઘર્ષ - ૪

મે હવે ધીરે ધીરે દોડવાનું શરૂ કર્યું.અસહ્ય વેદના થતી હતી. પગ મારૂ કીધું કરતાં જ નોહતા. હું વીસેક મીટર ગયો હોઈશ ત્યાં મને પાછડ કોઈ અવાજ થયાનો ભ્રમ થયો. મારી પાસે હવે એટલો સમય પણ નોહતો કે હું એક વાર પાછળ ડોકું ફેરવી ને નક્કી કરું કે તે ભ્રમ હતો યા પછી ખરેખર કોઈ હતું. હું ખરાબ ડરી ગયો હતો. જિંદગી માં મે પહેલી વાર કોઇની ખૂન થયેલી લાશ જોઈ હતી, અરે લાઈવ મર્ડર જોયું હતું. હું હવે તે બાજુ જોવા પણ નોહતો માંગતો. અવાજ ને લીધે મારી ગતિ થોડી વધી. પગ લંગડાતા હતા, દર્દ થતું હતું પણ મારે અત્યારે અહીથી દૂર.. ...વધુ વાંચો

5

સંઘર્ષ - ૫

સવારે નવ વાગ્યે મારી આંખો ઉઘડી. મે ઉઠતાની સાથે જ પહેલા તેની તરફ નજર દોડાવી. તે જમીન ઉપર આડી હતી. તે ત્યાની ત્યાજ સૂઈ ગઈ હતી. તેને પણ ખબર નોહતી રહી કે તે ક્યારે સૂઈ ગઈ હશે. તેના ચહેરા ઉપર નાના બાળક ની જેમ માસૂમિયત જળકતી હતી. હું હળવેકથી ઊભો થયો. હું તેની નીંદર માં જરા પણ ખલેલ પહુચાડવા નોહતો માંગતો. રૂમ ઘણો મોટો હતો. તેમાં અમે પાંચ જણા રહેતા હતા. આ રૂમ સાથે ઘણી સારી યાદો જોડાયેલી હતી.જેમાં અમે અમારું છેલ્લું કોલેજ નું વર્ષ કાઢ્યું હતું. બધીજ જાતની મસ્તી , પાર્ટી , ક્રિકેટ , કેરમ, ...વધુ વાંચો

6

સંઘર્ષ - ૬

સવારે મારી આંખો ઊઘડી. સામેની દીવાલ પર ઘડિયાળ હતી. નાનો કાટો દસ પર પહોચવાની તૈયારી માં હતો. મે બીજી સેકેંડે સોફીના તરફ નજર કરી. પણ તે ત્યાં ન હતી. રસોડામાંથી પણ કંઈ અવાજ નોહતો આવતો. ફક્ત સીલિંગ પર લાગેલા ફેન નો અવાજ સંભળાતો હતો. મે આખી રૂમ માં ફરી નજર દોડાવી. કંઇક બદલાઈ બદલાઈ ગયેલું લાગતું હતું. રૂમ એકદમ સાફ હતી. કચરા પોતું લગાવેલું હતું અને બીજી નાની મોટી ચીજ વસ્તુ જે આમ તેમ રજળતી હતી તે બરોબર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. હું આ રૂમ હવે સાફ કરવાનો ન હતો કેમકે મારે થોડા દિવસ પછી ગામડે જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો