અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી

(874)
  • 41.7k
  • 58
  • 16.2k

હોરર, સસ્પેન્સ, મિસ્ટ્રી, રોમાન્સ, અને ક્રાઇમ જોનર્સની આ વાર્તા તમને અંત સુધી વાંચવા મજબૂર કરી રાખે એવી છે. વાસ્તવિક ઘટના પરથી કથાબીજ લઈ, કલ્પનાના રંગોથી રંગેલી આ હોરર સ્ટોરીમાં બધા જ ઇમોશન્સ વણી લીધા છે.

Full Novel

1

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી

હોરર, સસ્પેન્સ, મિસ્ટ્રી, રોમાન્સ, અને ક્રાઇમ જોનર્સની આ વાર્તા તમને અંત સુધી વાંચવા મજબૂર કરી રાખે એવી છે. વાસ્તવિક પરથી કથાબીજ લઈ, કલ્પનાના રંગોથી રંગેલી આ હોરર સ્ટોરીમાં બધા જ ઇમોશન્સ વણી લીધા છે. ...વધુ વાંચો

2

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 2

(આગળના ભાગમાં તમે વાંચ્યું કે, રાતના દસેક વાગ્યે નિતિન તેના મિત્રના ઘરેથી ગાડી લઈને ઘરે જવા નીકળે છે. સુમસાન પર ગાડી ડ્રાઈવ કરતી વખતે તેને ડિવાઇડર પર કોઈક બેઠેલું દેખાય છે. તે ગાડી ધીમી કરી સાઇડમાં ઊભી રાખે છે. સફેદ સાડીમાં સજ્જ એક સ્ત્રી ગાંડાની જેમ વિચિત્ર મુદ્રામાં ડિવાઇડર પર બેઠેલી હોય છે. તેની આંખો રોડની વચ્ચોવચ એકીટસે તાકી રહી હતી. નિતિન તે સ્ત્રીને મદદ કરવાની ભાવનાથી દરવાજો ખોલે છે અને... તે સ્ત્રીની ધારદાર નજર નિતિનને વીંટળાઇ વળે છે. એ સ્ત્રીનું વિચિત્ર રૂપ નજીકથી દેખીને તેના શરીરમાં ભયથી કંપારી પ્રસરી જાય છે. અજાણતા જ હાથથી થયેલો ઈશારો તેને મોટા સંકટમાં ધકેલી મૂકે છે. એ સ્ત્રી ગાડીનો દરવાજો ખોલી તેની બાજુમાં બેસી જાય છે. તેના બેસવાથી વિચિત્ર સુવાસ ગાડીમાં પ્રસરી ગઈ હોય એવું નિતિન નોટિસ કરે છે. એ સ્ત્રીનું શરીર પણ કંઈક અલૌકિક હોય એવું તેને લાગે છે. ગાડીમાં મૂકેલા આઇફોનને નજરથી કંટ્રોલ કરી તેમાં તે શું કહેવા ઇચ્છતી હતી હવે વાંચો આગળ...) ...વધુ વાંચો

3

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 3

(નિતિન રિલાયન્સ પેટ્રોલ પંપ આગળ ગાડી ઊભી રાખે છે. પેટ્રોલની ટાંકીનું ઢાકણ ખોલવા તે દરવાજો ખોલે છે તો એ ત્યાંથી ગાયબ થઈ ગઇ હોય છે. નિતિન પેટ્રોલ અટેન્ડન્ટને એ સ્ત્રી વિશે પૂછતાજ કરે છે. તે કહે છે કે તેણે કોઈ સ્ત્રીને ગાડીમાં બેઠેલી જોઈ જ નહતી. બંનેની વાતચીત દરમ્યાન ચંદન નામની એક વ્યક્તિ ત્યાં આવે છે. અચાનક ગાયબ થઈ ગયેલી સ્ત્રીનો દેખાવ, સ્થિતિ અને જગ્યાનું વર્ણન તેના મોઢેથી સાંભળીને નિતિન આશ્ચર્યમાં મુકાઇ જાય છે. ચંદન એ સ્ત્રી સાથે બનેલી ઘટના કહેવાનું શરૂ કરે છે... હવે આગળ...,) ...વધુ વાંચો

4

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 4

(ગયા ભાગમાં તમે વાંચ્યું, ચંદન એ સ્ત્રી સાથે બનેલી આખી ઘટના નિતિનને જણાવે છે. નિતિન ત્યાંથી ઘરે નિકળે છે ગાડીમાં આઇફોનની રિંગ વાગે છે... હવે આગળ....,) ...વધુ વાંચો

5

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 5

(નિતિન એ રાત્રે પેટ્રોલ પુરાવીને ઘરે નીકળ્યો. ગાડીમાં બેસતા જ મોબાઈલની રિગ વાગી. તેજલ સાથે થોડીક લવી-ડવી વાત થઈ. બાદ નિતિનના મોબાઇલમાં UNKNOWN નંબર પરથી એક મેસેજ આવે છે. થોડીક ક્ષણ બાદ નિતિન ગાડીના રિયર મિરરમાં દેખે છે તો.... પાછળની સીટ પર એ સ્ત્રીનું ભટકતું પ્રેત બેઠેલું દેખાય છે. તે ઘોઘરા ફાટેલા અવાજમાં “મુક્તિ અપાવ...!! છૂટવું છે મારે અહીંથી...!!” કહી ચાલુ ગાડીમાંથી એ પ્રેત બહાર નીકળી જાય છે. નિતિન એ અલૌકિક દ્રશ્ય દેખીને ગાડી ફૂલ સ્પીડમાં મારી મૂકે છે. બીજે દિવસે તે તેના મોબાઈલમાં UNKNOWN નંબર પરથી આવેલા મેસેજમાં લખેલા નંબર પર ફોન કરે છે. મેસેજમાં લખેલા નામનો જ વ્યક્તિ, વિક્રમ ચૌહાણ ફોન ઉપાડે છે. નિતિન તેના સાથે ગઇકાલ રાત્રે બનેલી ઘટના કહી સંભળાવે છે. વિક્રમ નિતિનની વાત સાંભળી તેને રૂબરૂ મળવાનું કહે છે. નિતિન વિક્રમને મળવા તેના ઘરે જાય છે. હવે આગળ.... ) ...વધુ વાંચો

6

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 6

(ગયા ભાગમાં તમે વાંચ્યું, નિતિન ગાડી લઈને વિક્રમના ઘરે જાય છે. ત્યાં વિક્રમ તેની દીકરી, શ્વેતાને રાત્રે આવતા એકના સપનાઓ વિશે કહે છે. પત્નીના મૃત્યુથી ડિપ્રેસ થઈ ગયેલા વિક્રમે ક્યારેય એ સ્થળે ન જવાનું નક્કી કર્યું હતું. નિતિન તેને સાંત્વનાભર્યા શબ્દો કહી લાઈફ વિશેની હળવી ફિલોસોફી કહે છે. એ સાંભળીને વિક્રમ તેની પત્નીની અધૂરી ઈચ્છા પૂરી કરવા અકસ્માત સ્થળે તેની દીકરી સાથે મળવા જવાનું નક્કી કરે છે. નિતિન પણ તેમની સાથે જવાની ‘હા’ કહે છે. તે ઘરે તેજલને આખી ઘટના કહે છે. પોતે વિક્રમની સાથે ત્યાં જવાનો છે એની જાણ થતાં જ તેજલ તરત જ તેને ત્યાં જવાની ના પાડી દે છે. નિતિન તેજલને મનાવી લેવા થોડીક રોમેન્ટીક વાતચીતનું અત્તર છાંટી તેને મનાવી લે છે. નિતિન ત્યાંથી ગાડી લઈ વિક્રમના ઘરે જવા નીકળે છે. હવે આગળ...) ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો