મહાભારત ના રહસ્યો

(372)
  • 111.3k
  • 54
  • 51.6k

દાંગવ આખ્યાન. (૧) મહાભારત એક મહાન ગ્રંથ છે. એક વિરાટ વહેતી નદી જેવા એના કથા પ્રવાહમાંથી છુટા પડીને કોઈ આડ રસ્તે વહેતા નાના ઝરણાં જેવી અમુક કથાઓ ખાસ પ્રચલિત થઈ નથી. અનેક લેખકો દ્વારા આ કથાસરિતામાં આપણને વિહાર કરવા મળે છે. પરંતુ કેટલાક આવા ઝરણાંઓ જેવી કથાઓ પણ છે. જે પૈકીની એક કથા છે દાંગવ આખ્યાન..! મહાભારતના રહસ્યોની ત્રણ કડીને વાચકોનો જે બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે એ જોઈને હું આ ચોથી કદી ઉમેરવા જઈ રહ્યોં છું ત્યારે ઘણો આનંદ અનુભવું છું.આ ત્રણ કડી પ્રતિલિપિ અને શોપિંઝન પર આપ વાંચી શકો છો.માતૃ

નવા એપિસોડ્સ : : Every Thursday

1

મહાભારત ના રહસ્યો - 1

દાંગવ આખ્યાન. (૧) મહાભારત એક મહાન ગ્રંથ છે. એક વિરાટ વહેતી નદી જેવા એના કથા પ્રવાહમાંથી છુટા પડીને આડ રસ્તે વહેતા નાના ઝરણાં જેવી અમુક કથાઓ ખાસ પ્રચલિત થઈ નથી. અનેક લેખકો દ્વારા આ કથાસરિતામાં આપણને વિહાર કરવા મળે છે. પરંતુ કેટલાક આવા ઝરણાંઓ જેવી કથાઓ પણ છે. જે પૈકીની એક કથા છે દાંગવ આખ્યાન..! મહાભારતના રહસ્યોની ત્રણ કડીને વાચકોનો જે બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે એ જોઈને હું આ ચોથી કદી ઉમેરવા જઈ રહ્યોં છું ત્યારે ઘણો આનંદ અનુભવું છું.આ ત્રણ કડી પ્રતિલિપિ અને શોપિંઝન પર આપ વાંચી શકો છો.માતૃભારતી પર પણ પછીથી મુકીશ. આશા છે કે મહાભારત ...વધુ વાંચો

2

મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (2)

દાંગવ આખ્યાન (2) નારદજીએ વીણાના તાર બજાવી પૃથ્વીલોક તરફ પ્રયાણ કર્યું. દ્વારકા નગરીમાં સભા બેઠેલા શ્રીકૃષ્ણના દરબારમાં જઈ ફરી વીણા બજાવી, "નારાયણ....નારાયણ..'' નારદમુનિને આવેલા જોઈ પ્રભુ શ્રી કૃષ્ણના પેટમાં ફાળ પડી. "નક્કી ક્યાંક લડાવવાની યોજના કરીને આવ્યાં હશે..!" "પધારો પધારો...ધન્ય ઘડી ધન્ય ભાગ્ય..હે નારદજી આપના દર્શન પામીને અમે ધન્ય થઈ ગયા..." ભગવાને ઉભા થઈ આદર સત્કાર કર્યો.બલભદ્રે પણ નારદમુનિને પ્રણામ કર્યા. "પ્રભુ, આ બાજુથી નીકળ્યો'તો તે થયું કે લાવ દર્શન કરતો જાઉં.તમે તો બાકી જમાવટ કરી દીધી છે ને કાંઈ...નારાયણ નારાયણ..!'' "બહુ સારું કર્યું..હવે આવ્યા જ છો તો થોડા દિવસ સેવા કરવાનો લાભ આપજો..'' ...વધુ વાંચો

3

મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (3)

દાંગવ આખ્યાન (3) દાંગવરાજાએ ઘોડી આપવાની માથામાં વાગે એવી ના પાડી હતી. એ જાણીને બલભદ્રના ગુસ્સાનો પાર નહીં.. "એ દાંગવો એના મનમાં સમજે છે શું..? આપણું આવુ ઘોર અપમાન ? સેનાપતિને કહો.. ચડાઈ માટે તૈયારી કરે.. બળજબરી તો બળજબરી...એ ઘોડી તો હવે એને કોઈ પણ હિસાબે આપવી જ પડશે..!" બલભદ્રે યુદ્ધ કરવાની ધમકી આપી. "દાઉ..એમ કોઈ નિર્બળ ઉપર આપણે બળજબરી કરી શકીએ નહીં. કોઈની વસ્તુ આપણને માગવાનો કોઈ અધિકાર નથી.હું યુદ્ધ કરવાના પક્ષમાં નથી.એ ઘોડી વગર આપણું કોઈ કામ અટકી પડે તેમ નથી. છોકરું ન સમજે પણ તમે તો વડીલ છો.." કૃષ્ણએ કહ્યુ. પ્રદ્યુમને જીદ કરી ...વધુ વાંચો

4

મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (4)

દાંગવ આખ્યાન (4) દાંગવની ઘોડી માટે હવે યુદ્ધ અનિવાર્ય હતું. બે મહાન રાષ્ટ્રો વચ્ચે..! કદાચ ક્યારેય ન થઈ શકે મહાયુદ્ધ એક નાની અમથી વાતમાંથી આવી પડ્યું હતું.એ ભગવાન શ્રી કૃષ્ણને ગમતી વાત ન હતી. પોતાનો એક ગુલામ રાજા અપમાન કરીને એક ઘોડી આપવાની ના કહે..અને અન્ય રાજ્યના શરણે જાય..એ રાજ્ય એટલે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રષ્થ.. સગી ફોઈના દીકરા પાંડવોએ એ દાંગવને શરણે રાખ્યો એ વાત બલભદ્રને બિલકુલ ગમી ન હતી. ક્ષત્રિય ધર્મનું પાલન કરવા માટે પાંડવોને ના છૂટકે આ યુદ્ધ કરવું પડે તેમ હતું એ પણ એક વાસ્તવિકતા હતી..! ભીષ્મપિતાએ આ યુદ્ધની આગેવાની લીધી. ભગવાન શ્રીકૃષ્ણ અને બલભદ્ર ...વધુ વાંચો

5

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (5)

સુરેખા હરણ. (1) પાંડવો,જુગારમાં પોતાનું રાજપાટ હારી બેઠા હતા. તેર વરસનો વનવાસ ભોગવી રહ્યાં હતાં. બલભદ્રે પોતાની પાલક સુરેખાનું વેવિશાળ અભિમન્યુ સાથે કર્યું હતું. અભિમન્યુ, સુભદ્રા અને કુંતામાતા એ વખતે વિદુરજીના ઘેર રહેતાં હતાં. બલભદ્રે વિચાર્યું કે 'પાંડવો તો હવે કંગાળ થઈ ગયા છે. તેર વર્ષ સુધી હું રાહ જોઉં અને ત્યાર પછી પણ દુર્યોધન એમને ઇન્દ્રપ્રસ્થ પાછું આપશે કે નહીં એ કોણ જાણે ? એના કરતાં લાવને આ વિવાહ ફોક કરી નાખું. મારી દીકરીને હસ્તિનાપુર નરેશ દુર્યોધનના પુત્ર સાથે જ પરણાવી દઉં...! મારી દીકરી તો સુખમાં જશે અને મને એક મોટો સગો મળશે...!' એમ વિચારીને બલભદ્રે કૃષ્ણને બોલાવ્યા અને ...વધુ વાંચો

6

મહાભારત ના રહસ્યો - સુરેખાહરણ (6)

સુરેખા હરણ (3) હસ્તિનાપુરમાં એ વખતે શરણાઈના શૂર અને ઢોલનગારાં બાજી રહ્યાં હતાં. દુર્યોધન લક્ષમણાની જોડીને દ્વારકા જઈ રહ્યો હતો. બલભદ્રએ આગ્રહ કરીને લાવલશ્કર સાથે ખૂબ મોટી જાન લઈ આવવા કહ્યું હતું. એટલે કૌરવ સો ભાઈઓ, મામા શકુનિ, અંગરાજ કર્ણ સહિત બીજા ચાર કારભારીઓ, ભીષ્મપિતા, ગુરુ દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુપુત્ર અશ્વસ્થામા અને મહામંત્રી વિદુર સહિત જાડેરી જાન જોડવામાં આવી હતી. શણગારેલા હાથી,ઘોડા અને ઊંટની હરોળ ચાલી રહી હતી. કુંવર લક્ષમણો પણ સોનાના આભૂષણો અને રેશમી વસ્ત્રોથી પરાણે શોભતો રથ પર સવાર થયો હતો. "જુઓ મામા..કેવી મોટી જાન જોડીને આપણે જઈ રહ્યાં છીએ.દ્વારકાવાળા તો આપણી જાન જોઈને જ આભા ...વધુ વાંચો

7

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (7)

સુરેખા હરણ (4) ગટોરગચ્છની વેપારી છાવણીમાં બંધક બનેલા ચારેય જણને માર મારવાનો હુકમ ગટોરગચ્છે આપ્યો એટલે શકુનિએ કહ્યું, ભાઈ સોદાગર...તું અમારામાંથી એકને છોડ.. તો નગરમાં જઈને તારા રૂપિયાની વ્યવસ્થા કરીએ." "ઠીક છે, તમને છોડું છું...જાવ, સાંજ સુધીમાં રૂપિયા લઈને આવજો નહીંતર આ ત્રણેયને માર પડશે." કહી ગટોરગચ્છે શકુનિને છોડ્યો. શકુનિ દ્વારકાના શ્રોફ પાસે જઈ ઊંચા વ્યાજે રૂપિયા લઈને સાંજે આવ્યો એટલે ગટોરગચ્છે એ નાણાં ગણી લઈ જનાવર છોડી આપ્યાં. તમામ જનાવરોને કૌરવોના ઉતારા પર લાવીને મેદાનમાં બાંધવામાં આવ્યાં. બલભદ્રે ભગવાનને કહ્યું, "જોયું...મારો વેવાઈ કંઈ જેમતેમ નથી." "હા.. હો હવે તમારા વેવાઈ સાચા." કહી ભગવાન હસ્યા. "કેમ હસે છે ? ""ખુશી થઈ... ...વધુ વાંચો

8

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (8)

સુરેખાહરણ (5) ત્રીજા દિવસે સવારે વિવિધ પ્રકારના શાકભાજી લઈને એક કાછીયો દ્વારકાની બજારમાં આવ્યો છે. તાજા અને જોતાં ગમી જાય એવા અનેક પ્રકારના નવીન શાકભાજી જોઈ દ્વારકાવાસીઓ ખરીદવા લલચાય છે. પરંતુ એ કાછીયો શાકભાજીના ખૂબ ઊંચા ભાવ કહે છે એટલે કોઈ યાદવ શાકભાજી ખરીદી શકતા નથી. એવામાં ભગવાનની નજર એ કાછીયા પર પડી. બંને પરસ્પર હસી પડ્યા. "કેમ અલ્યા કાછીયા....આટલા ઊંચા ભાવ લેવા બેઠો છો...?" ભગવાન છણકો કરીને હસ્યા."પ્રભુ આ શાકભાજી તો હું જાન માટે ખાસ લાવ્યો છું. કોઈ સારા રસોઈયા પાસે શાક બનાવડાવીને જાનૈયાને જમાડો. બધા આંગળા કરડી ન જાય તો ફટ કહેજો મને." કહી કાછીયાએ પ્રભુ સામે આંખ મિચકારીને ...વધુ વાંચો

9

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (9)

સુરેખા હરણ (6)બલભદ્રના મહેલની અગાશીમાં ઉતરીને ગટોરગચ્છે સુરેખાનું રૂપ ધારણ કર્યું અને પોતાની માયા સંકેલી લીધી.એ સાથે જ છાબ આવેલી વેવાણો અદ્રશ્ય થઈ ગઈ. મંડપમાં માત્ર પ્રભુની રાણીઓ અને બલભદ્રની રાણી જ રહ્યાં. એકાએક આવું કૌતુક જોઈ સૌ ભય પામ્યાં.અવન્તિકાજી દોડીને મહેલમાં સુરેખાને શોધવા દોડ્યાં. કોઈ માયાવીએ માયા રચી હોવાના સમાચાર બલભદ્રને અને પ્રભુને પહોંચાડવામાં આવ્યા. અવન્તિકાજી ચોથે માળે પહોંચ્યાં ત્યારે સુરેખા એમને રડતી રડતી સામી મળી. દીકરીને સલામત જોઈ અવન્તિકાજીના જીવમાં જીવ આવ્યો. "અરે...માતા મને તો ખૂબ ડર લાગે છે...મારી સાસુ તો કોણ જાણે હવામાં જ ઓગળી ગયાં. મને છેક અગાશીમાં લઈ ગયા અને પછી ઓગળી ગયા... હું તો ...વધુ વાંચો

10

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (10)

સુરેખા હરણ (7) મંડપમાં લક્ષમણો રૂપાળી સુરેખાને જોઈને રાજી થઈ હસી રહ્યો હતો. કૃષ્ણ પ્રભુએ સાન કરીને પ્રદ્યુમનને બનીને પરણવા બેઠેલા ગટોરગચ્છ પાસેથી બોલાવી લીધો હતો. જેથી ગટોરગચ્છ માયા રચીને લક્ષમણાને એનો પરચો બતાવી શકે...! ગોર મહારાજ ગર્ગાચાર્યે હસ્તમેળાપ કરાવ્યો એટલે શકુનિએ લક્ષમણાને કન્યાનો હાથ દબાવીને પુરુષાતનનો પરિચય આપવા કહ્યું. લક્ષમણાએ સુરેખાનો કોમળ હાથ દબાવ્યો અને એની હથેળીમાં નખ માર્યો.ગટોરગચ્છ એ જોઈ ખુશ થયો.."અહો.. વરરાજા તો અમને પ્રેમ કરે છે...ચાલો આપણે પણ પ્રેમનો પરિચય કરાવીએ...''એમ જાણીને ગટોરગચ્છે પણ સામો હાથ દબાવ્યો...'"ઓય...માડી... રે...મરી ગયો..."એમ રાડ પાડીને લક્ષમણાએ હાથ છોડાવ્યો અને ઉભો થઇ ગયો.ગટોરગચ્છે બિચારાની હથેળીના હાડકા ભાંગી જાય એટલા જોરથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો