એક અનામી વાત ડુંગરો તો દુરથી જ રળિયામણા પાસે જઈ જુઓ તો ફક્ત પત્થર ... નિર્જિવ , નિસ્તેજ અને નિષ્પ્રાણ. પલાશ બોલ્યો. હા, તે નિષ્પ્રાણ છે, નિસ્તેજ પણ છે. પણ એ જ નિષ્પ્રાણ ડુંગરોમાં અદ્ભુત ચેતનતા વસેછે, પ્રાણ તો તેના પ્રત્યેક ઢાળે હિલોળા લે છે. જોતો તેના પ્રત્યેક પથ પર વીંટળાઈને ઉગી નીકળેલી એ નાની -નાની ઝાડી,એ ઝાડી માં ચારો ચારતા,ચરતા મૂંગા અં... નાં કદાચ અભાષ્ય ભાષા બોલનારા પ્રાણીઓ ,અને એજ ઝાંખરાની વચે ક્યાંક સતત તડકી છાયડી ની રમત રમતી પેલી કાળી-ભૂરી, નાની-મોટી વાદળીઓ એ બધાજ તેને જીવંત બનાવે છે. અને એટલેજ કદાચ પ્રકૃતિ અહી મનભરીને મહેકી ઉઠે છે,પવનની સાથે

નવા એપિસોડ્સ : : Every Thursday

1

એક અનામી વાત

એક અનામી વાત ડુંગરો તો દુરથી જ રળિયામણા પાસે જઈ જુઓ તો ફક્ત પત્થર ... નિર્જિવ , નિસ્તેજ અને પલાશ બોલ્યો. હા, તે નિષ્પ્રાણ છે, નિસ્તેજ પણ છે. પણ એ જ નિષ્પ્રાણ ડુંગરોમાં અદ્ભુત ચેતનતા વસેછે, પ્રાણ તો તેના પ્રત્યેક ઢાળે હિલોળા લે છે. જોતો તેના પ્રત્યેક પથ પર વીંટળાઈને ઉગી નીકળેલી એ નાની -નાની ઝાડી,એ ઝાડી માં ચારો ચારતા,ચરતા મૂંગા અં... નાં કદાચ અભાષ્ય ભાષા બોલનારા પ્રાણીઓ ,અને એજ ઝાંખરાની વચે ક્યાંક સતત તડકી છાયડી ની રમત રમતી પેલી કાળી-ભૂરી, નાની-મોટી વાદળીઓ એ બધાજ તેને જીવંત બનાવે છે. અને એટલેજ કદાચ પ્રકૃતિ અહી મનભરીને મહેકી ઉઠે છે,પવનની સાથે ...વધુ વાંચો

2

એક અનામી વાત - 2

એક અનામી વાત -૨ જિંદગીનું નવું સ્વરૂપ. તો આગળ ના ભાગમાં આપને જોયું કે પલાશ, પ્રાશાને શોધતો એક એવી આવ્યો છે જે શહેરથી ઘણી દુર છે. એક એવી જગ્યાએ જે ચારે તરફથી ડુંગરોથી ગેરાયેલી છે. પણ પ્રાષા માટે તે સ્વર્ગ કરતા પણ વધારે સુંદર છે. અને કેમ છે તે તો ત્યારે જ ખબર પડે જ્યારે તમે પ્રાશાને જાણો તેના ભૂતકાળ ને જાણો અને તેનો વર્તમાન જાણો . તો હવે હું તમારી સમક્ષ લઈને આવી રહી છુ આપણી આ અનોખી ‘ અનામી વાર્તા’ નો બીજો ભાગ. વિચાર માત્ર એ જ નહોતો કરવાનો કે પ્રાશાને ફરી પોતાની જીંદગીમાં કેવી ...વધુ વાંચો

3

એક અનામી વાત - ૩

એક અનામી વાત -૩ એ એક રાત મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે પલાશ શહેરથી એક ચોક્કસ સાથે પ્રાષાની શોધમાં નીકળ્યો છે. પ્રાષાને મનાવવા, પણ શું પ્રાષા માનશે? શું છે આખર એ બંનેનો ભૂતકાળ જાણવા માટે વાંચતા રહો એક અનામી વાત મારી સાથે. અને તમારા પ્રતિભાવ આપવાનું નાં ચૂકશો પ્લીઝ. ગામમાંથી વચ્ચે નીકળતી શેરીની ડાબી બાજુ એક નાનકડી સ્કૂલ હતી. પ્રાષા તેને સીધો ત્યાં લઈ ગઈ, સ્કૂલે ગયા તો ત્યાં બધા બાળકો પ્રાષા ને જોઇને જાણે જોશમાં આવી ગયા. અને અત્યાર સુધી ધીરગંભીર રહેલી પ્રાષા પણ એ બાળકોને જોઇને થોડા વ્હાલ ભરેલા ગુસ્સા સાથે બોલી, એય.... અત્યારે અહી ...વધુ વાંચો

4

એક અનામી વાત - 4

એક અનામી વાત ભાગ–૪ નવી સવાર તો મિત્રો આગળ ના ભાગોમાં આપણે જોયું કે પ્રાષા અને પલાશ હવે એકબીજાની એકબીજાના અતીત સાથે આવી ઉભા છે. પલાશને એ નથી ખબર કે તે જે કામ માટે અહી આવ્યો હતો શું તે પૂરું કરી શકશે? પ્રાષા અહી એક અલગ જીંદગી જીવી રહી હતી, એવી જીંદગી જેની કલ્પના પણ તેણે કદાચ નહિ કરી હોય. પલાશની પૂરી રાત પ્રાષાના ઘરમાં સખત અજંપા સાથે વિતિ. ના તે સુઈ શક્યો હતો નાં તો પ્રાષા...બંને જાણે પોત પોતાના ભૂતકાળમાં ખોવાયેલા હતા. કોઈકે કહ્યું છે કે ભૂતકાળની ભૂલોને ભૂલી ના જાઓ પણ એમાંથી સબક લઈને તમારી વર્તમાનની કેડી ...વધુ વાંચો

5

એક અનામી વાત - 5 - એક નિરુત્તર પ્રશ્ન

એક અનામી વાત ભાગ -૫ જો કદમ ઉઠા રહી હું વો કદમ બહક રહા હે, મિલી તુમસે નિગાહે ,મેરા દિલ ધડક રહા હે. -જાનીસાર અખ્તર આજ સવારથી લઈને સાંજના છ થવા આવ્યા હતા પણ હજી સુધી ક્યાય પલાશને પ્રાષાનો પત્તો નહોતો મળતો. તે બે-એક કલાક સુધી પેલી સ્કૂલ પર પણ બેસીને રાહ જોઈ આવ્યો પણ તે નાં ત્યાં હતી નાં તો બીજે ક્યાય, તેને રીતસરની ચિંતા થવા લાગી હતી કે ક્યાંક ફરી તે પ્રાષાને ખોઈ નાબેસે. તે જ્યારે પણ ભદ્રુને આ વિષે પૂછતો ત્યારે તેની કેસેટ માત્ર એક જ વાત પર અટકેલી, કે ક્યાંક બારે ...વધુ વાંચો

6

એક અનામી વાત - 6

એક અનામી વાત પાર્ટ -૬ પ્રાષા.... પ્રાષા... બહાર ઉભો ઉભો પલાશ તેને બોલાવી રહ્યો છે. પણ છતાં તે જાણે નામ સાથે કોઈપણ રીતે જોડાયેલી ના હોય અને તે કોઈ બીજાને બોલાવી રહ્યો હોય તેમ પ્રાષા ત્યાં ઉભી જ રહી. પ્રાષા...પ્રાષા ....પ્લિઝ લિસન યાર મને એક વાર બોલવાનો મોકો તો આપ. મારી વાત તો સાંભળ.. પ્લીઝ. હું તું જે સજા આપીશ તે ભોગવવા તૈયાર છું. ફક્ત એકવાર... એકવાર મને તારા બધા સવાલોનો જવાબ આપવાનો મોકો તો આપ. પ્લીઝ... પલાશ લગભગ આંખોમાં આંસુ સાથે જમીન પર ઘૂંટણ પર પાડીને બે હાથ જોડીને તેને રડમસ અવાજે ...વધુ વાંચો

7

એક અનામી વાત - 7

ગમ કા ખજાના તેરાભી હે.....મેરાભી.... ધીમાં-ધીમાં કોયલના ટહુકાએ અચાનક પ્રાષાની આંખ ખોલી સવારનો મંદ ઠંડો પવન અને સાથે સંભળાતો પૂજાના ડોકના ઘંટનો રણકાર રોજ આ અવાજો સાંભળીને પ્ર્રાષાનું મન એક નવી ઉર્જાથી ભરાઈ જતું, પણ આજે વાત કૈક અલગ હતી આજે દિવસ હતો પલાશ પાસેથી જવાબો લેવાનો. બેન....બેન આ તમારો મહેમાન ક્યા ગયો..? પલાશ ... પ્રાષાનું હૃદય થડકાર ચુકી ગયું, શું તે ફરીથી... નાં... નાં.. તે ફરી આવું... હે ભગવાન.. શા માટે?...શા માટે મેં તેની પર વિશ્વાસ મુક્યો? ધિક્કાર છે મારી પર. પ્રાષાના મનની ગડમથલને જાણે ભદ્રું પારખી ગયો હોય એમ બોલ્યો, બેન એનો થેલો અને બીજો સામાન ...વધુ વાંચો

8

એક અનામી વાત - 8

S.R.D. Institute. એક અનામી વાત ભાગ -૮ સવારનો લગભગ સાડા અગિયારનો સમય થયો હશે. એસ.આર.ડી. ગેટ નં .૬ની કેબીનમાં લાખો પંજાબી બેઠો-બેઠો પોતાના કાન ખોતરી રહ્યો છે, આમે હવે ૫ વાગ્યા સુધી નાતો તે અહીંથી હલવાનો હતો નાતો કોઈ તેને હલાવી શકવાનું હતું. સાંજ સુધી તેણે બસ આમજ કાન ખોતરવાનું કે કાનમાં પૂમડા ભરાવીને બેસવાનું હતું.કારણકે એક વખત ગેટ બંધ થાય પછી તે માત્ર શિખા મેડમની પરમિશનથી જ ખૂલતો નહીતર બંધ. છેલ્લા સાત વર્ષથી લાખો અહી નોકરી કરતો હતો અને છેલ્લા સાત વર્ષોમાં કઈ કેટલીયે રૂપકડી છોકરીઓને તેમના બોયફ્રેન્ડ સાથે મળતા રોકવાનું કામ લાખાએ કર્યું હતું. ફક્ત છોકરીઓ ...વધુ વાંચો

9

એક અનામી વાત - 9

એક અનામી વાત ભાગ-૯ એક સફરની શરૂઆત... મૂમ્બાઇનો પાલીહિલ વિસ્તાર જે ધનાઢ્ય લોકોનો વિસ્તાર કહેવાય છે, અને જ્યાં સવારના કોઈજ શોરગુલ આવી શકતો નથી ત્યાં એક શરીરે સપ્રમાણ અને થોડો ધૂની જેવો લાગતો એક યુવાન હાથમાં જુના જમાનાના રેડિયોને પકડીને ચાલી રહ્યો છે. સાથે-સાથે તેમાંથી વાગતા જુના ગીતોને પણ ગણગણી રહ્યોછે. ત્યાજ તેના ફોનની રીંગ વાગે છે, સ્ક્રીન પર પલાશ નામ વાંચતાજ તે જટકા સાથે ફોન ઉઠાવે છે. હેલ્લો, પલાશ પ્રાષા મળી ગઈ? How’s she? I mean is she alright? Where is she? Yaar I’m waiting for your call. રીલેક્સ રવિ. રીલેક્સ... પ્રાષા મળી ગઈ છે અને... અને બીજું ...વધુ વાંચો

10

એક અનામી વાત - 10

એક અનામી વાત ભાગ ૧૦ હમસફર બનકે હમ જાને કયું આજભી , હે યે સફર અજનબી...અજનબી. મુંબઈ પર આજે સવારથી થોડી ચહલ પહલ વધુ હતી અને એ કારણે આજે મુસાફરોને લેન્ડીંગ પછી પણ બહાર નીકળવામાં સમય લાગી રહ્યો હતો. ક્યુમાં ત્યારનો ઉભેલો મેક્સ આજે અધીરાઈમાં ગડીમાં પોતાની ઘડિયાળ સામે ગડીમાં આગળ લાંબી થયેલી લાઈન સામે જોતો આજે તે એટલો રઘવાયો હતોકે આજે તે સવારે ચેન્નાઈથી સીધો ફ્લાઈટમાં નહાયા વગર બેઠેલો અને ઉતાવળમાં તે પોતાની સાથે પોતાનો ફોન લાવવાનો પણ ભૂલી ગયેલો. તેને ચિંતા હતીકે ક્યાંક પેલો રવલો એને લીધા વગર પ્રાષાને મળવા ના ઉપડી જાય. કેટલો સમય થયો ...વધુ વાંચો

11

એક અનામી વાત - 11

એક અનામી વાત ભાગ ૧૧ ભૂતકાળની યાદો. ... પુરપાટ દોડતી કારની સાથે સાથે દરેકના મન પણ જાણે તિવ્ર સાથે દોડી રહ્યાં હતા. દરેક એ દિવસને યાદ કરી રહ્યું હતું જ્યારે પ્રાશાએ પહેલીવાર કોલેજમાં પગ મુકેલો. પગ મુકતા જ ભૂકંપ આવેલો . અમસ્તાજ આ વાત યાદ આવતા હેલી અને પ્રિયંકાના હોઠ મલકી ઉઠ્યા જે સહેજેય મેક્સ અને રવિથી અછાનું ના રહ્યું. મેક્સ બોલ્યો પ્રાષાના પરાક્રમો યાદ કરે છેને? હા.. એકસાથે પ્રીંકા અને હેલી બોલ્યા. હું પણ. મેક્સ અને રવિ પણ અજાણતાજ એક સાથે બોલ્યા અને દરેકના મોપર એક હાસ્યની લહેરખી પ્રસરી ગઈ. જોયું ખાલી તેની યાદ પણ આપણને આટલા સમયે ...વધુ વાંચો

12

એક અનામી વાત - 12

એક અનામી વાત ભાગ-12 ચસ્કેલ ગાંડી છોકરી? તે દિવસે પ્રિન્સીપાલ ઓફિસની બહાર ઘણી ભીડ જમા થયેલી હતી વિદ્યાર્થીઓ ભેગા થઈને એ છોકરીને જોવા આવ્યા હતા જેને શિખામેડમે કોલેજના પહેલા જ દિવસે આઠ દિવસ માટે બરતરફ કરી હતી. આખરે છેલ્લા અઠવાડીયાથી સતત લાખા પાસેથી બધા તેના જ પરાક્રમો સાંભળતા આવ્યા હતા. આખરે કોણ હતી એ ગાંડી છોકરી જે સ્ટુપીડ લેક્ચર્સ ભરવા માટે કોલેજમાં આવવા માંગતી હતી? નક્કી ચસ્કેલ જ હશે. આજે તે ફરી પાછી કોલેજમાં આવી હતી અને પ્રીન્સીપાલસરે તેને પોતાની કેબીનમાં મળવા માટે બોલાવી હતી. આ વાતની ખબર પડતાજ બધા વિદ્યાર્થીઓ આજે ઓફીસ બહાર તે છોકરીની રાહ જોવા લાગ્યા ...વધુ વાંચો

13

એક અનામી વાત - 13

એક અનામી વાત ભાગ નિકલે થે છુને આસ્માનકા ચમન, નહીથા માલુમ કે કાંટે તો તકદીરને વહાભી બિછાયેથે. પુરપાટ જતી ગાડીમાં દરેક વ્યક્તિ જો અત્યારે કોઈના વિચારો કરી રહ્યું હોય તો તે પ્રાષા હતી. તેનું બાલિશ વર્તન, તેનું નિર્દોષ હાસ્ય, તેની વિચિત્ર અને કૈક અંશે ચસ્કેલ હરકતોને કારણે તે બધાને ગમવા લાગેલી તો કોઈકને વળી તેનાથી સુગ પણ ચડતી. અને તેમાંથી એક હતો પલાશ. પલાશનાં પિતા પ્રાષાના દાદાજીના ખાસ હતા, કહીએ કે ડાબો હાથ. તેના પિતા પર દાદાજી કઈક વધુંજ ભરોસો કરતા જે શિખાને નહોતું ગમતું. પણ કઈ કહી નહોતી શકતી. કરે પણ શું પલાશના પિતા જેટલા દાદાજીની સાથે સૌમ્ય ...વધુ વાંચો

14

એક અનામી વાત - 14

એક અનામી વાત ભાગ ૧૪ દિલકે હાલાત કુછ નાસાજ હે, પતા નહિ કિસકી તલાશ હે. લગભગ આઠ થવા આવ્યા હશે અકળાયેલી પ્રીન્કા બોલી યાર પ્લીસ સ્ટોપ ધ કાર, આઈ મસ્ટ હેવ ટુ ટેક સમ રેસ્ટ. હવે મારાથી આગળ નહિ જવાય યાર કમરના કટકા થઇ ગયા. હા યાર હજી કેટલું દુર છે? મેક્સ બોલ્યો. અકોર્ડીંગ ટુ લોકેશન હવે પ્રાષા માત્ર એશી કિલોમીટર દુર છે, રવિ ફોન તપાસતા બોલ્યો. યાર હજી એઈટી કિલોમીટર ! કંટાળેલા અવાજે હેલી બોલી. હું તો ત્યાં જઈને બિન્દાસ ઊંઘી જવાનીછુ. તો અમે બધા જાગતા રહીશું? મેક્સ બોલ્યો. હું પણ મસ્ત ઘોરી જઈશ. ત્યાં જઈને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો