Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક! (નોંધ : આ લેખ પણ આ જ શ્રેણીના અગાઉના લેખની જેમ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. ચીનમાં શોધાયેલી પત્રકારોના બદલે મેટર લખી આપતી ટેકનોલોજી દ્વારા લખાયેલો છે. તુષાર દવે નામના કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ નથી. માટે જો આ લેખ વાંચીને કોઈ ભૂવા-ભારાડીઓની ધાર્મિક કે જાતિય લાગણીઓ ‘દુ’ભાય તો મંતર, તંતર, મૂઠ, સૂંઠ કે હાથીની સૂંઢ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મારવી. દેશનું કંઈક ભલું થશે. તમારી શક્તિઓને દેશભક્તિમાં લગાવો. હોવ…હમ્બો…હમ્બો…!) નાગપુરમાં કમાલ થઈ ગઈ. ના, આ કમાલ સંઘ કે ભાજપે નથી કરી. નાગપુરનું નામ પડતા જ તમે નાગપુરી સંતરા જેવો ભળતો

નવા એપિસોડ્સ : : Every Wednesday & Friday

1

Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!

Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક! (નોંધ : આ લેખ પણ આ જ શ્રેણીના લેખની જેમ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. ચીનમાં શોધાયેલી પત્રકારોના બદલે મેટર લખી આપતી ટેકનોલોજી દ્વારા લખાયેલો છે. તુષાર દવે નામના કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ નથી. માટે જો આ લેખ વાંચીને કોઈ ભૂવા-ભારાડીઓની ધાર્મિક કે જાતિય લાગણીઓ ‘દુ’ભાય તો મંતર, તંતર, મૂઠ, સૂંઠ કે હાથીની સૂંઢ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મારવી. દેશનું કંઈક ભલું થશે. તમારી શક્તિઓને દેશભક્તિમાં લગાવો. હોવ…હમ્બો…હમ્બો…!) નાગપુરમાં કમાલ થઈ ગઈ. ના, આ કમાલ સંઘ કે ભાજપે નથી કરી. નાગપુરનું નામ પડતા જ તમે નાગપુરી સંતરા જેવો ભળતો ...વધુ વાંચો

2

TIK TOK અને હસ્તમૈથુન : સપનામાં જ સપના પૂરા કરવાની કળા...! (A)

TIK TOK અને હસ્તમૈથુન : સપનામાં જ સપના પૂરા કરવાની કળા...! (A) ભારતમાં દર નવ્વાણુમાંથી સો છોકરા-છોકરીઓએ બાળપણમાં એકાદી તો હિરો કે હિરોઈન બનવાનું સપનું જોયુ જ હોય છે. જોકે, એ વાત અલગ છે કે છોકરાઓ થોડાં મોટાં થાય એટલે એ પૈકીના અડધોઅડધનું સપનું એક્ટરમાંથી ક્રિકેટર બનવા તરફ વળી જાય છે અને 'મેં માધુરી દિક્ષિત બનના ચાહતી હું' ટાઈપની યુવતીઓ અંતે પોતાની તમામ કળા મોબાઈલના ફોટોઝ કે વીડિયોઝમાં ઝીંકા ઝીંક થાય છે. ટીકટોકે આ તમામને મોટી નહીં તો એટલિસ્ટ નાની (એટલે કે મોબાઈલની) સ્ક્રિન પર પોતાની જાતને પર્ફોર્મ કરતા જોવાની તક પૂરી પાડી છે. એકચ્યુલી, ટીકટોક એ વોન્ના બી ...વધુ વાંચો

3

એએએ...ટોળું આયુઉઉઉ...: એ હુલ્લડના દિવસો ને કર્ફ્યૂની રાતો...!

એએએ...ટોળું આયુઉઉઉ...: એ હુલ્લડના દિવસો ને કર્ફ્યૂની રાતો...! મારું મૂળ વતન વિરમગામ. હા, એ જ ગામ જ્યાંથી હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર આવે છે. અમારું ગામ હુલ્લડ માટે કુખ્યાત. જોકે, છેલ્લા એક દાયકામાં અમારા ગામે હાર્દિક અને અલ્પેશ નામની જે બે પ્રોડક્ટ આપી છે એ જોઈને એ અલગથી કહેવાની જરૂર નહોતી કે વિરમગામ હુલ્લડ માટે કુખ્યાત છે. એ તો તમે આ બન્નેના પરાક્રમો પરથી પણ સમજી જ ગયા હશો. ગુજરાતમાં એક આખો સમય હતો કે ક્યારેક કુદરતી કારણોસર નેટ બંધ થઈ જાય તો પણ આમઆદમીને ફાળ પડતી કે હાર્દિક જેલમાંથી બહાર તો નહીં આવ્યો હોય ને? હોવ...હમ્બો...હમ્બો! કહે છે કે ...વધુ વાંચો

4

એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે...!

એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે...! (નોંધ : લેખકે લેખમાં પોતાના ભૂતના વિશે સ્પષ્ટતા કરી દીધી છે અને તેમના પ્રેમના અનુભવો વિશે કોઈએ કંઈ પૂછવું નહીં. એમાં તો સાલું ભરાઈ પડાય એવું છે. હોવ...હમ્બો...હમ્બો!) બાળપણમાં એક જોક સાંભળેલો કે બે ભૂત વાતો કરતા હતા. એક ભૂતે બીજાને કહ્યું કે, 'જો માણસ જાય.' બીજાએ કહ્યું કે, 'માણસ જેવું કશું હોતું નથી. એ બધો આપણા મનનો વહેમ છે.' મને ભૂતોનો કોઈ ખાસ અનુભવ નથી, પણ નાનપણમાં હું વાળ ઓળ્યા વિના લઘરવઘર ફરતો ત્યારે દાદી કહેતા કે, 'આ શું ભૂતની જેમ ભટકે છે?' એ રીતે ...વધુ વાંચો

5

ચલો, આપણે ચિંતા કરીએ, મોદીસાહેબ બિચાકડા એકલા કેટલુંક કરે?

ચલો, આપણે ચિંતા કરીએ, મોદીસાહેબ બિચાકડા એકલા કેટલુંક કરે? કેટલાક લોકોને સતત ભયંકર વિચારો જ આવે રાખતા હોય. રોપ બેઠા હોય તો એમને વિચાર આવે કે અબઘડી જ આ રોપ વેનો તાર તૂટી જશે તો શું થશે? હિમાચલ પ્રદેશમાં પહાડોની કરાડો પરના સર્પાકાર રસ્તાઓ પરથી પસાર થતા હોય તો વિચાર આવે કે ડ્રાઈવરને ઝોકું આવી જશે તો શું થશે? અગિયાર માળની બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પર હોય અને વિચાર આવે કે સાલો અત્યારે ભૂકંપ આવી જાય તો શું થશે? ચણી બોર ખાવા જતા હોય અને વિચાર આવે અંદરથી ઈયળ નીકળશે તો શું થશે? ઈવન ટોઈલેટ સીટ પર બેઠા હોય અને ...વધુ વાંચો

6

કરી ગઝલના બંધારણની ઐસી કી તૈસી - શેર કેવા જન્મ્યા આ મીંદડાં જેવાં!

કરી ગઝલના બંધારણની ઐસી કી તૈસી, 'શેર' કેવા જન્મ્યા આ મીંદડાં જેવાં! (નોંધ : અહીં કેટલાંક જાણીતા શેર અને સર્જકના નામોની પેરોડી કરવામાં આવી છે. મેં મારા પોતાના નામની પણ મજાક બનાવી છે. જેનો હેતુ માત્રને માત્ર મનોરંજનનો જ છે. કોઈના સર્જન કે નામને ખરડવાનો હેતુ બિલકુલ નથી. હું વ્યક્તિગત રીતે માનું છું કે આ તમામ પેરોડીના ઓરિજિનલ શેર ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જનો પૈકીના છે અને તમામ સર્જકો સન્માનનિય છે. આમ છતાં આનાથી કોઈની લાગણી દુભાય તો હું અહીં આગોતરી માફી માગુ છું.) દિલ્હી જતાં એવું લાગ્યા કરે છે, કે હજુ ક્યાંક કેજરીવાલ ખાંસ્યા કરે છે. - કનોજ ઈમારતિયા ...વધુ વાંચો

7

કષ્ટમર કેર સેન્ટર પાર્ટ 2 : આયજ તો તારા કૂયતરાંને ભડાકે દેવું...!

'કષ્ટ'મર કેર સેન્ટર પાર્ટ 2 : આયજ તો તારા કૂયતરાંને ભડાકે દેવું...! હેલ્લો, કૂયત્રાંવાળા બોલે? હેં? શું હેં? વેખલીની... ડુ યુ મિન સર? હવે ડુ યુ મિનની ક્યાં કરે સો... કંઈ સમજાઈ નથી રહ્યું સર... એ તો મને ય નથી સમજાતું. મન તો થાય છે કે તમારાં કૂયત્રાને ભડાકે દઉં. કાં મારા જ લમણે ભડાકો કરું. કોનું કૂતરું? શેનો ભડાકો? તમે કસ્ટમર કેરમાં ફોન કર્યો છે સર. હા, તે તમે પેલાં કૂયત્રાંવાળા જ ને... તમારી જાહેરાતમાં નથ કેતાં કે અમે જ્યાં જાહુ ન્યા તમારું કૂયતરું ય ભેળું આવશે... છે ક્યાં ઈ નાગીનુ...? એને તો ભડવાને ભડાકે દેવું આજે... અં... ...વધુ વાંચો

8

ગઠીયા નહીં પણ સાગઠીયા: કષ્ટથી મર - કેર સેન્ટર!

ગઠીયા નહીં, પણ સાગઠીયા: 'કષ્ટથી મર' કેર સેન્ટર! કસ્ટમર કેરમાં તમારું સ્વાગત છે. નમસ્કાર, શું મારી વાત મિસ્ટર કરુણ સાથે થઈ રહી છે? (તરડાઈ ગયેલા અવાજમાં) હેંએએએએ...? ઓ બેન... કરુણ ગઠીયા નહીં, તરુણ સાગઠીયાઆ. (પેલાના તરડાતા અવાજની કોઈ અસર ન થઈ હોય એ રીતે) આમાં તો કરુણ ગઠીયા જ લખ્યું છે. નામ સુધરાવી લેજો કરુણ સર. (થોડી ચીડ સાથે) પણ મેં તમને સાચુ નામ કહ્યું ને હવે તો મને કરુણ ન કહો. પ્લીઝ. (ઠંડકભર્યા અવાજમાં) ઓકે, તો મિસ્ટર ગઠીયા... (ઉશ્કેરાટભર્યા અવાજમાં) અરે, ગઠીયા નહીં સાગઠીયા... (વધુ ઠંડક સાથે) ઓકે, મિસ્ટર સાગ ગઠીયા... (ગુસ્સામાં) એ તારી સાસુનું શાક દાઝે...શાક ગઠીયા ...વધુ વાંચો

9

જ્યોતિષમાં હવે ચંદ્રની સાથે લેન્ડર વિક્રમે ય નડશે કે કેમ?

જ્યોતિષમાં હવે ચંદ્રની સાથે લેન્ડર વિક્રમે ય નડશે કે કેમ? (નોંધ : આ લેખ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. થોડા પહેલા ચીનમાં પત્રકારોની બદલે ન્યૂઝ લખી આપે તેવી ટેકનોલોજીનું જે સંશોધન થયું તેના દ્વારા જ આ લેખ શક્ય બન્યો છે. આનો લખનાર કોઈ માણસ છે જ નહીં. માટે આ વાંચીને જો કોઈની ધાર્મિક-જાતિય લાગણીઓ દુભાય તો ઘરમાં (હોય તો) રહેલું કોમ્પ્યૂટર અને ચાઈનિઝ મોબાઈલ ફોડી નાંખવો અને ચીનને ગાળો દેવી. હોવ…હમ્બો…હમ્બો…!) તમને યાદ હોય તો વર્ષો પહેલા ગણપતિ દાદાએ દૂધ પીધેલું. (જયદેવ…જયદેવ…) એવી જ રીતે થોડા સમય પહેલા ચાંદા મામામાં એક સંપ્રદાયના સાધુ દેખાયેલાં, અને ભક્તો મામા બની ગયેલાં. (ચાંદા)મામાએ ...વધુ વાંચો

10

ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં...!

ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં...! વિશ્વના સૌથી વધુ મેડિકલ એક્સપર્ટ્સ આપણી હોસ્પિટલ્સમાં મળે. ના, ડોક્ટર્સ કે નર્સિંગ સ્ટાફની નહીં, પણ દર્દીઓની આસ-પાસ મધમાખીની જેમ બણબણતા સગાઓ પૈકીની એક પ્રજાતિની વાત છે. ભારતીયોમાં દરેક રોગ અંગેની અદ્દભૂત એક્સપર્ટાઈઝ જોવા મળે છે. બશર્તે કે એ રોગ એમને પોતાને ન થયો હોવો જોઈએ. આ પ્રજાતિ હોસ્પિટલના ખાટલે પડેલા ડોહાને પૂછશે કે, 'કાકા, ગળફો કેવા કલરનો હતો?' કાકો કહે - પીળો - તો કહેશે કે, 'નક્કી ટી.બી. હોવાનો... રિપોર્ટ કરાવો રિપોર્ટ... આજ-કાલ તો ટી.બી. સારવારથી મટી જાય છે. પહેલા જેવું નહીં.' એને વિના તપાસે ગળફાના રંગ ...વધુ વાંચો

11

તો અફવા અચ્છી હૈ... કેટલાંક ફેલાવવા જેવા પડીકાં...!

તો અફવા અચ્છી હૈ...: કેટલાંક ફેલાવવા જેવા 'પડીકાં'...! અફવાને હાથ કે પગ નથી હોતા. એ ઈશ્વર જેવી હોય છે અદ્રશ્ય અને નિરાકાર. મજાની વાત એ છે કે ઈશ્વરની જેમ એ પણ નરી આંખે દેખાતી ન હોવા છતાં કેટલાંક લોકો તેના પર ઈશ્વર જેવો જ ભરોસો કરતાં હોય છે. જોકે, અફવા તો એવી હોય છે કે એ ઈશ્વરને પણ બક્ષતી નથી હોતી ને એના કારણે ઈશ્વર પણ રાતોરાત 'દૂધ પીતાં' થઈ જાય છે. કેટલાક નાસ્તિકોના મતે તો ઈશ્વર પણ એક અફવા છે. ખેર, આવી જ એક અફવાના કારણે એકવાર કેરળમાં જોવા જેવી થઈ. 2 ઓગસ્ટ 2019ના ગુરુવારે સવારે કેરળના મુન્નારની ...વધુ વાંચો

12

થાઈલેન્ડ: ગુજરાતી બોલતી થઈ ગયેલી બેંગકોકની એ બાળાઓ...!

થાઈલેન્ડ: ગુજરાતી બોલતી થઈ ગયેલી બેંગકોકની એ બાળાઓ...! ગુજરાતીઓ વૈશ્વિક પ્રજા છે. સાહસિક પ્રજા છે. એ વિશ્વપ્રવાસી છે. એ ફરી વળી છે અને અનેક દેશોમાં તેણે સફળતા મેળવી છે, પણ થાઈલેન્ડમાં તો તેણે સફળતાના કંઈક અલગ જ 'ઝંડા ખોડ્યા' છે. કહે છે કે, બેંગકોકની તો કેટલીક બાળાઓ પણ હવે ગુજરાતી બોલવા માંડી છે. આ જ તો છે ખરું સાંસ્કૃતિક આદાન-પ્રદાન. જોકે, આ આખી ઘટનામાં 'આદાન' કોણે કેટલું અને શેનું કર્યું અને કોણે શું 'પ્રદાન' આપ્યું? એવા અઘરા સવાલો કોઈએ કરવા નહીં. ગમે તે હોય, પણ દાન તો થયું જ ને? હોવ...હમ્બો...હમ્બો...! એની વે, પણ જો થાઈલેન્ડ સાથેના ગુજરાતના સાંસ્કૃતિક ...વધુ વાંચો

13

ન દિન કો ચૈન હૈ ન રાતો કો સુકુન: યે PUBGવાલા હૈ ક્યા?

ન દિન કો ચૈન હૈ ન રાતો કો સુકુન: યે PUBGવાલા હૈ ક્યા? પબ અને પબજી યંગસ્ટર્સને આઇપીએલ અને જેવી જ કિક આપે છે! જોકે, આઇપીલ એ કિક વાગ્યા પછીની ઘટના છે...! હોવ...હમ્બો...હમ્બો...! અગાઉના છોકરાઓ બે આંગળીની બંદૂક બનાવી મોઢેથી એના ફૂટવાના અવાજો કાઢીને ફિલ્મી ઢબે ફાઇટિંગ ફાઇટિંગ રમતાં અને આજના છોકરાઓ પબજી રમે છે. પબજીએ બીજું કંઈ નહીં, પણ પેલી નાનપણની રમતનું આધુનિક વર્ઝન છે. દરેક ઇતિહાસ કાયમ પોતાને રિપીટ કરતો હોય છે યુ નો...! આપણી સરકારે આવી પબજી પર પ્રતિબંધ મૂકીને પોતાની ટૂંકી બુદ્ધીનું લાંબુ પ્રદર્શન કર્યું છે! મીડલ ઇસ્ટના દેશોના યુવાનો હાથમાં ખરેખરી બંદૂકો લઈને રસ્તા ...વધુ વાંચો

14

પતંગ લૂંટવાની કળા: ધાબાથી ગલી અને ગલીથી ધાબા સુધી!

પતંગ લૂંટવાની કળા: ધાબાથી ગલી અને ગલીથી ધાબા સુધી! બેંકો હોય કે દેશ, કહે છે કે લૂંટવાની લગભગ તમામ ભારતીયોની માસ્ટરી છે! લૂંટવાની વાત નીકળી છે તો કહી જ દઉં કે હિન્દી ફિલ્મોના ગીતોને શિદ્દતથી ફોલો કરીએ તો લાગે કે આપણે ત્યાં સૌથી વધુ લૂંટાયેલી ચીજ દિલ જ હશે. દિલની લૂંટ એ એવી ઘટના છે જેની ક્યાંય એફઆરઆઈ થતી નથી કે નથી એના માટે કોઈ તપાસપંચ રચાતા. દિલ લૂંટાવાની ઘટના તો ‘મૂંગી... મનમાં જાણે’ જેવી હોય છે. ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર... હોઓઓઓ....! હોવ...હમ્બો...હમ્બો! વાત કરીએ પતંગ લૂંટવાની કળાની તો પતંગ ચગાવવાના માસ્ટર્સ તો વિશ્વના ...વધુ વાંચો

15

પતિને ઘડિયાળ ગિફ્ટ કરવાથી એને સમયસર ઘરે આવવાની પ્રેરણા મળે ખરી?

પતિને ઘડિયાળ ગિફ્ટ કરવાથી એને સમયસર ઘરે આવવાની પ્રેરણા મળે ખરી? કેટલાંક ગુજરાતી અખબારોની અપવાદરૂપ પૂર્તિઓ અને અપવાદ કોલમોને કરીએ તો આપણાં અખબારોની 'નારી પૂર્તિ' જોતાં એવું જ લાગે કે એ કાઢનારાઓ નારીઓને સદંતર બેવકૂફ જ સમજતાં હશે. આજની નારીની દુનિયા 'લાલી, લિપસ્ટિક અને લસણ'થી આગળ ક્યાંય દૂર વિસ્તરી ગઈ હોવા છતાં આ પૂર્તિઓ મોટેભાગે એવા વિષયોની આસ-પાસ જ ત્રણ તાલી લઈને ગરબે ઘુમતી હોય છે. એનાથી થોડું આગળ વધશે તો ઓફિસમાં અને અલગ અલગ પ્રસંગે પહેરવાના વસ્ત્રો અને કોર્પોરેટ એટીકેટ્સ પર આવીને અટકી જશે. કેમ જાણે આજની યુવતીઓ એ બાબતે અબુધ હોય! અપવાદો બાદ કરતા આપણી નારીપૂર્તિઓ એ ...વધુ વાંચો

16

ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ...!

ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ...! એક વખત એવું બન્યું ચંદિગઢની ફાઈવ સ્ટાર હોટેલ જે.ડબલ્યૂ. મેરિયોટ રોકાયેલા બોલિવૂડ એક્ટર રાહુલ બોઝે રૂમમાં પોતાના માટે બે કેળાં મંગાવ્યા. એની સાથે આવેલુ બિલ જોઈને તેમના અંતરઆત્માને પણ હેડકી અને મગજમાં ખાલી ચડી ગઈ. બિલ હતું પૂરા ચારસો બેંતાલિસ રૂપિયા અને પચાસ પૈસાનું. રાહુલે મનોમન વિચારી પણ લીધું હશે કે સારું થયું કે ડઝન કેળાં ન મંગાવ્યાં. રાહુલ બોઝને બિલકુલ એવી લાગણી થઈ આવી જેવી આજે પણ મારા જેવા મધ્યમવર્ગીય માણસને મલ્ટિપ્લેક્સમાં ધરાર એમના ફૂડ કાઉન્ટર પરથી જ દસ રૂપિયાની ધાણી માટે દોઢસો-બસો ...વધુ વાંચો

17

‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!

‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો! (નોંધ: આ લેખના ઉપદેશો પર અમલ કરવા જતા જે કંઈ પણ ‘હાર-જીત’ થાય તેની જવાબદારી રહેશે નહીં. આ લેખના વિચારો સાથે તંત્રી તો ઠીક ખુદ લેખક પણ સહમત નથી. આ લેખ અંગેના વિચારો ગાળો સિવાયના કોઈ પણ ખાદ્યપદાર્થ સાથે લખી મોકલવા!) મહાન લેખકો એટલા માટે મહાન હોય છે કારણ કે તેમને વિશ્વમાં ચકલીના ચરકવાથી માંડીને ઉરાંગઉટાંગના કૂદવા સુધીની ઘટનાઓમાં મહાન ફિલોસોફીઓ કે મેનેજમેન્ટના સિદ્ધાંતો સુઝી આવતા હોય છે. તે જ તર્જ પર અમને શ્રાવણમાસે રમાતો જુગાર એક પવિત્ર ઘટના લાગી રહી છે. પવિત્ર શ્રાવણ માસે ‘બાવન પાનાની ગીતા’નું અધ્યયન એ એક મહાન ધાર્મિક-આધ્યાત્મિક ઘટના છે. ...વધુ વાંચો

18

બાવા-સાધુ-સ્વામીઓ

બાવા-સાધુ-સ્વામીઓ ત્યાગનો ઉપદેશ આપનારા કેટલાંકની પોતાની વિમલ નથી છૂટતી હોતી! આ ઘનઘોર નિંદનિય અને ધર્મવિરોધી આર્ટિકલ સંપૂર્ણપણે કાલ્પનિક અને જનરેટેડ છે. જે ચીનમાં શોધાયેલી પત્રકારના બદલે મેટર લખી આપતી અત્યાધુનિક ટેકનિક વડે જનરેટ કરાયો છે. જે ધર્મ-સંપ્રદાય માટે જે બાવા-સાધુ-સ્વામી પૂજનિય અને પ્રેરક છે એમની આપણે વાત જ નથી કરી રહ્યાં. આ તો એ પૂજનિય અને પ્રેરક વ્યક્તિત્વો સિવાયનાઓની વાત છે. લેખમાં જેમનો ઉલ્લેખ આવે છે કે એવા કોઈ બાવા-સાધુ કે સ્વામી આ પૃથ્વી પર વિચરણ કરતાં જ નથી. હા, જમીનથી સહેજ અદ્ધર હોય તો ખબર નહીં! હું જેના જેના જે પણ શ્રદ્ધેય કે પૂજનિય બાવા-સાધુ-ગુરુ કે સ્વામીઓ છે ...વધુ વાંચો

19

ભારતમાં વિકાસ શ્રદ્ધાનો અને ભ્રષ્ટાચાર અંધશ્રદ્ધાનો વિષય છે!

ભારતમાં વિકાસ શ્રદ્ધાનો અને ભ્રષ્ટાચાર અંધશ્રદ્ધાનો વિષય છે! વિકાસ ઈશ્વર જેવો હોય છે. એ શ્રદ્ધાનો વિષય છે. એનું ખાતુ માનો તો ભગવાન હૈ ના માનો તો પાષાણ - જેવું છે. જો માનો તો એ અત્ર, તત્ર, સર્વત્ર, કણ કણમાં વ્યાપ્ત છે અને ન માનો તો એનું અસ્તિત્ત્વ જ નથી. શ્રદ્ધાળુંઓ માટે એ છે અને નાસ્તિકો માટે એ માત્ર અફવા છે. વળી, ઈશ્વરના કે વિકાસના વિરોધીઓ માટે તો એ એક ગોરખધંધો જ છે. હોવ...હમ્બો...હમ્બો...! જે રીતે આસ્થાવાનોને ફૂલ, ઝાડ-પાન, પથ્થર અને સમગ્ર પ્રકૃતિમાં ઈશ્વરનો વાસ લાગતો હોય છે કે વાસનો આભાસ થતો હોય છે, એ જ રીતે વિકાસ પણ રોડ-રસ્તાં, ...વધુ વાંચો

20

ભીના ટુવાલની ગાંઠ : કહાની ઘર ઘર કી...!

ભીના ટુવાલની ગાંઠ : કહાની ઘર ઘર કી...! પહેલા એવું સાંભળેલું કે ત્રીજું વિશ્વયુદ્ધ ખનિજતેલના મુદ્દે થશે. પછી કોઈ હતું કે પાણી માટે થશે. ક્યારેક ફેસબુક જોઈને મને થતું કે કવિતા મુદ્દે થશે. છેલ્લે સૌરાષ્ટ્ર વર્સીસ અમદાવાદની બબાલો જોઈને થતું કે ત્રીજું વિશ્વયુદ્ધ નક્કી ગોલા-ગાંઠિયા કે વણેલા-નળિયાંના મુદ્દે થશે. જોકે, ફેસબુક પર તો એવા એવા નંગ પડ્યા છે કે અમુકની વિષપાયેલી પોસ્ટ્સ જોઈને થાય કે નક્કી આ ઠોબારો જ ત્રીજું વિશ્વયુદ્ધ કરાવશે. એક સમયે ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનો પેલો બાઠિયો કિમ જોન ઉંગ પણ માની જશે, પણ આ ઉંબેટ નહીં માને અને યુદ્ધ કરાવીને જ જંપશે! એની વે, પણ ...વધુ વાંચો

21

મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..!

મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..! થોડાં દિવસ પહેલા એક મંદિરની મુલાકાતે જવાનું થયું. સામાન્ય રીતે મુલાકાતો માટે દર્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પણ પરમ તત્ત્વ પ્રત્યેની મારી આંતરિક આસ્થા સાબૂત હોવા છતાં મને ત્યાં મંદિર જેવી ઓછી અને કોઈ શોપિંગ મોલ જેવી ફિલિંગ વધુ આવી. મોલ્સમાં પણ એક સાથે અનેક સ્કિમો ચાલતી હોય છે અને અહીં પણ અનેક 'સ્કિમો' નજરે ચડી! હોવ...હમ્બો...હમ્બો...! કેટલાક ધાર્મિક સ્થળો અને મોલ વચ્ચે ફરક માત્ર એટલો હોય છે કે મોલમાં આપણને ખબર હોય છે કે ત્યાં વેપાર ચાલી રહ્યો છે! તમે બહુ ફ્રસ્ટ્રેટ હોવ ત્યારે ઘણીવાર શોપિંગ રાહત આપે ...વધુ વાંચો

22

વઘારેલા ભાત: રસોડાનું અર્થશાસ્ત્ર અને સ્ત્રીઓનું મેનેજમેન્ટ!

વઘારેલા ભાત: રસોડાનું અર્થશાસ્ત્ર અને સ્ત્રીઓનું મેનેજમેન્ટ!બપોરના વધેલા ભાત રાત્રે વઘારી નાંખવાની પ્રક્રિયા એ ગુજરાતી સ્ત્રીઓએ શોધી કાઢેલી એક રિસાઈકલ પ્રોસેસ છે! કોઈ મહાકવિ તો કહી પણ ગયા છે કે જો તમારા ઘરમાં બપોરના વધેલા ભાત રાત્રે વઘારી ન નાંખવામાં આવે તો તમે ગુજરાતી નથી! ભાત વઘારવાની પ્રક્રિયા એ પાકશાસ્ત્રનો એક આખો અલાયદો અધ્યાય છે. એક આખું અર્થશાસ્ત્ર છે. મોંઘા ભાવના ભાત એમ ફેંકી થોડા દેવાય છે? વઘારાતા ભાતની સુગંધ પાછળ સ્ત્રીઓનું મેનેજમેન્ટ છુપાયેલું છે. બગાડ અટકાવવાનું મેનેજમેન્ટ. કુટુંબને કંઈક ગરમાગરમ અને ટેસ્ટફૂલ ખાવા પણ મળે અને વધેલા ભાત ફેંકી પણ ન દેવા પડે. જોકે, નામ ન જણાવવાની શરતે ...વધુ વાંચો

23

વન નેશન, વન કાર્ડ : હવે તો રામો પીર રક્ષા કરે...!

વન નેશન, વન કાર્ડ : હવે તો રામો પીર રક્ષા કરે...! સરકાર કોઈપણ હોય, પણ ભારતની એ પરંપરા રહી કે દેશની દરેક સમસ્યાનો ઈલાજ એ રીતે કરવો કે પછી એ ઇલાજનો પણ ઈલાજ કરવો પડે! આપણી સરકારો પબ્લિકને ખસ થઈ હોય તો એ ટાઢા પાણીએ કાઢવાના બદલે ખંજવાળ વધે તેવો ઉપાય કરે અને પબ્લિક બિચાકડી વલૂરી વલૂરીને ગાંડી થઈ જાય. નોટબંધી અને જીએસટી આવા જ ઈલાજ હતા. એક કાળાં નાણાનો ઈલાજ અને બીજો જલેબીના ગુંચળા જેવા કરમાળખાનો ઈલાજ. આ 'વન નેશન વન કાર્ડ' પણ એવો જ ઈલાજ છે, જેનો ફરીથી ઈલાજ કરવો પડશે. ના, એકચ્યુલી એ આધાર કાર્ડ નામના ...વધુ વાંચો

24

બાબુમોશાય એ કોઈ બંગાળી મીઠાઈનું નામ છે? ડાયાબિટીસનો EXCLUSIVE ઈન્ટરવ્યુ!

'બાબુમોશાય એ કોઈ બંગાળી મીઠાઈનું નામ છે?' : ડાયાબિટીસનો EXCLUSIVE ઈન્ટરવ્યુ! તમે નહીં માનો, પણ આપણા દેશમાં ડાયાબિટીસ આજ-કાલ કરતાં વધારે સોશિયલ સ્ટેટ્સ બનતો જાય છે! બે યાર..., જબરા રોલા હોય ડાયાબિટીસવાળાઓના. જમતા પહેલાં ત્રણ જણા ગોળી યાદ કરાવે. બે-ચાર જણા 'એમને ગોળી લેવાની હોય. એમને જલદી જમવા આપી દો'ની ટાપસી પણ પુરાવે. જોકે, ડાયાબિટીસવાળાઓને એ ટાપસી પૂરતો જ ફાયદો થાય. લાપસી બની હોય તો ન મળે! જમવામાં આ રીતે 'અનામત' મળે એટલે કે વહેલો વારો આવી જાય. જમવાનું મોડું થાય અને ભૂખના માર્યા દેકારો કરે તો ઘરવાળી સાચવી પણ લે કે, 'એમને ડાયાબિટીસ છે એટલે જલદી ધખી જાય.' ...વધુ વાંચો

25

દૂધમાંથી સોનું ને આંસુમાંથી મોનું દે દામોદર દાળમાં પાણી...!

દૂધમાંથી સોનું ને આંસુમાંથી 'મોનું' : દે દામોદર દાળમાં પાણી...! આ ભાજપમાં આવા નેતાઓ જાતે જ પાકે છે કે કોઈ ખાસ કોર્સ કરાવવામાં આવે છે? પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું છે કે, 'ભારતીય ગાયોના દૂધમાં સોનું હોવાથી તેમના દૂધનો રંગ થોડો પીળાશ પડતો હોય છે. આપણી ગાયોમાં એક નાડી હોય છે જે સૂર્યપ્રકાશની મદદથી સોનું ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.' - તેમના આ નિવેદન બાદ કેટલાક પશુપાલકો મુંઝવણમાં છે કે હવે દૂધ ડેરીએ લઈ જઈને એમાંનું ફેટ મપાવડાવવું કે પછી સોનીબજારમાં જઈ બીઆઈએસ સર્ટિફાઈડ ટેસ્ટિંગ સેન્ટરમાં તેમાં રહેલા સોનાનું પ્રમાણ ચેક કરાવવું? મતલબ કે દૂધનો ભાવ હવે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો