અંધારી રાતના ઓછાયા

(1.6k)
  • 137k
  • 92
  • 50.1k

એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા રહસ્યનાં પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન રાખે એક નવતર પ્રયોગ કે જેમાં ગૂઢ વિધ્યાના જોરે પ્રાણીઓને માનવદેહે રજુ કરવાં અને એમની વચ્ચે પેમની અદભૂત અભિવ્યક્તિ આલેખવી જેમાં હુ સફળ છુ એવુ તમે સાબીત કરી દીધુ જ્યારે અંધારી રાત્રે ધાતકી હત્યાઓનુ તાંડવ ખેલાય છે ત્યારે..

Full Novel

1

અંધારી રાતના ઓછાયા-1

એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન રાખે એક નવતર પ્રયોગ કે જેમાં ગૂઢ વિધ્યાના જોરે પ્રાણીઓને માનવદેહે રજુ કરવાં અને એમની વચ્ચે પેમની અદભૂત અભિવ્યક્તિ આલેખવી જેમાં હુ સફળ છુ એવુ તમે સાબીત કરી દીધુ જ્યારે અંધારી રાત્રે ધાતકી હત્યાઓનુ તાંડવ ખેલાય છે ત્યારે.. ...વધુ વાંચો

2

અંધારી રાતના ઓછાયા-2

વિધ્યાની સાથે એવો શ્રાપ લઈને આવ્યા ત્રણ મિત્રો કે જેનાથી એમની જિંદગી બદલાઈ ગઇ.. એક અદભૂત રોમોંચક સફરમાં જતી હરએક પ્રકરણે તમને ડરાવમા જરા પણ ઉણી ના ઉતરતી અંધારી રાતના ઓછાયા ને માણતા રહો.. એટલુ જરુર કહીશ વાર્તા તમારા ધબકારા આગળ વધતી જશે તેમ ન વધારે તો કેહવુ ...વધુ વાંચો

3

અંધારી રાતના ઓછાયા-3

આજે મેરુ અને મોહન ઘણા ખુશ લાગતા હતા. એમણે પહેલી વાર વિદ્યાનો ટેસ્ટ કર્યો હતો. અને માનવનું રક્ત પીધું એક અદ્ભુત અનુભૂતિ સાથે એમણે શેતાની લાલસા પરિપૂર્ણ કરી હતી. તૃપ્ત થયેલા બંને જણા હોઠોમાં મલકાતા ગાડીના દરવાજા આગળ આવી રહ્યા હતા. ...વધુ વાંચો

4

અંધારી રાતના ઓછાયા-4

એકાએક શ્રીની નજર મીરર પર પડી. પાણીમાં પ્રતિબિંબ જેવા બે ચહેરા માણસના ન હતા. એ કોઇ પિશાચના ચહેરા વધુ હતા. ચહેરા પરથી જગ્યા જગ્યાએથી તરડાઈને ચામડીના લીરેલીરા લટકવા લાગ્યા હતા. જેથી બંને ચહેરા બદસુરત લાગતા હતા. એમની આંખોમાં હજાર વોલ્ટના બલ્બની જેમ ચળકાટ હતો. ...વધુ વાંચો

5

અંધારી રાતના ઓછાયા-5

બેઠક ખંડમાં કુલદીપ અને કુમારની વાતોનું ધીમો ગણગણાટ સંભળાતો હતો. એેણે કિચનમાં ફરતે એક નજર નાખી ક્યાંય કશી ચેષ્ટા નહોત ફરી વાર એની દ્રષ્ટિ ખીડકી પર ચોટી ગઈ. તો શ્રીના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ. શ્રીની ચીસ સાંભળી સફાળા કુમાર, કુલદિપ અને મોહન દોડી આવ્યા. પગના બંને ઢીંચણ ઉપર માથું મૂકી શ્રી રડતાં રડતાં ધ્રુજતી હતી. કુમારના પેટમાં ફાળ પડી. આખરે શું થઈ ગયું એણે શ્રીને ખભેથી પકડી આખી હલબલાવી નાખી. ...વધુ વાંચો

6

અંધારી રાતના ઓછાયા-6

મધ્યરાત્રીએ અંધકારના મોજાંથી ઘૂઘવતી હતી. અંધકારના ઓળાઓને હેડલાઇટથી અજવાળતી ખરબચડા અને ધોળીયા માર્ગ ઉપર કાર આગળ વધતી હતી કાર કરતા કુલદીપને દ્રષ્ટિ સામે રહેલા મિરરમાં નજરે પડતા મેરું અને મોહનના ચહેરા ઉપર વારંવાર સ્થિર થઈ જતી હતી. લાલઘૂમ આંખો વાળા બંને ચહેરા પળે-પળે રંગ બદલતા હતા. ઘડીમાં એમના ચહેરા ફિક્કા શ્વેત બની જતા હતા, ...વધુ વાંચો

7

અંધારી રાતના ઓછાયા-7

અને એ ઘાવ પર કીડી-મકોડા ટોળે વળ્યા હતા. મચ્છરોનો બણબણાટ પણ વધ્યો હતો. એના તન મનમાં ભય વ્યાપી ગયો હતો. એકાએક ચહેરા પર એની નજર પડતાં એનાથી ચીસ પડાઈ ગઈ. બહાદુરના લિબાસમાં કોઈ શેતાનને પડેલો જોઈ એ હોશો હવાસ ખોઈ બેઠી ...વધુ વાંચો

8

અંધારી રાતના ઓછાયા-8

આ આખી ઘટના એની સામે કયાંથી આરંભવી.. જ્યારે કુમારના મનમાં ભયંકર ઉથલપાથલ હતી. જરૂર કોઈ ષડયંત્ર રચાયું હતું પછી કોઈ રહસ્યમય મેલી માયાવી શક્તિએ ગૃહપ્રવેશ કરી લીધો હતો. ...વધુ વાંચો

9

અંધારી રાતના ઓછાયા-9

આ આખી ઘટના એની સામે કયાંથી આરંભવી.. જ્યારે કુમારના મનમાં ભયંકર ઉથલપાથલ હતી. જરૂર કોઈ ષડયંત્ર રચાયું હતું પછી કોઈ રહસ્યમય મેલી માયાવી શક્તિએ ગૃહપ્રવેશ કરી લીધો હતો. ...વધુ વાંચો

10

અંધારી રાતના ઓછાયા-10

પહેલાં તો એને લાગ્યું. ગલીની મધ્યમાં પડેલી માનવ-આકૃતિ ઊભી થઈ હતી. એમને બેટરી બંધ રાખવાનું મુનાસિબ માન્યું. બધાએ ધ્યાનથી એ સફેદ આકૃતિ કોઇ સ્ત્રીની લાગતી હતી. અરે આ તો કોઇ બીજી જ સ્ત્રી લાગે છે...! પેલો કમલતો કોકડું વળી જમીન પર પડ્યો લાગે છે. ઈસ્પેકટર સ્વગત બબડ્યા. ...વધુ વાંચો

11

અંધારી રાતના ઓછાયા-11

બાજી હવે પોતાના હાથમાં જ હતી. એ ઊભી થઈ ગુરુનું સ્મરણ કર્યું. આગળના હાથ દ્વારા નતમસ્તકે બંધ આંખો કરી મંત્રોચ્ચાર અને ક્ષણાર્ધમાં એક ધૂમ્રસેર તેના શરીરની આસપાસ વીંટળાઈ ગઈ. તેનું શરીર અદ્રશ્ય થઈ ગયું. અને જોતજોતામાં ધુમાડો પવન સાથે વહ્યો ગયો. ત્યાં એક સુંદર પરી જેવી ...વધુ વાંચો

12

અંધારી રાતના ઓછાયા-12

મોહનનો પંજો ફર્શ પર પટકાયો, કે તરત જ પાછળથી મિન્નીએ જોરથી પ્રહાર કર્યો. અને એક સામટું બધા જ જખમોનું વાળી લીધું. તેણે ધાર્યું નિશાન પાર પાડ્યું હતું. મોહનની આંખ ફૂટી ગઈ હતી. એક આંખ લોહીથી પુરાઈ ગઈ. જ્યારે બીજી આંખ બહાર આવી ગઈ હતી. બિલાડાના મુખ પર પડેલા ડૉક્ટરના ખૂન સાથે એની આંખનું લોહી ભળી ગયું. ...વધુ વાંચો

13

અંધારી રાતના ઓછાયા-13

ઉત્કંઠાની તીણી ચીસ ફોનમાંથી સીધી ડોક્ટર પત્ની સુધાના કાનમાં ઘૂસી ગઇ. ઉત્કંઠા શબ્દો લથડાયા હતા. એનું ભેજુ બહેર મારી આજે પોતાની સાથે આ બધુ શું બની રહ્યું હતું... શું આજે બધાનાં ઘરે ભૂત ભરાયાં હતાં. હે રામ..! લાગે છે કે ડોક્ટર પત્ની ઉત્કંઠા પણ તકલીફમાં છે. હવે શું કરવું.. કમરામાં પથરાયેલું અજવાળું એની હાંસી ઉડાવતું હોય એમ હસી રહ્યું ...વધુ વાંચો

14

અંધારી રાતના ઓછાયા-14

ડો.ઠકકરને પિશાચો ઝડપી લે છે અને એમની પત્ની ઉત્કઠા બેહોશ બની જાય છે.. શુ આ ખૌફનાક ધાતકી પિશાચોની ચુંગલમાંથી ખરેખર બચી ગઇ હતી.. કે પછી કોઈ નવુ જ ચરિતર પિશાચ મુકતો ગયેલો જાણવા.. વાંચતા રહો.. અંધારી રાતના ઓછાયા.. ...વધુ વાંચો

15

અંધારી રાતના ઓછાયા-15

કુલદીપે શોર્ટકટ માં ઘટેલી ઘટનાની વિગત જણાવી. ઇન્દ્રનીલે પણ કમલની હત્યાની વાત કરીને કુલદીપને એક વધુ આંચકો આપ્યો. ઉતાવળ હતી. વળી સાહેબને આ સમયે એમના વાઈફ પર થયેલા હૂમલાની વાત કરાય એમ ના લાગતાં કુલદીપ એટલું જ બોલ્યો. સાહેબ તમારી ગાડી ઝડપી સ્ટાર્ટ કરો. તમારા ઘરે જવાનું છે..! લાશોને ઠેકાણે પાડવા કરતાં તમારા ઘરે પહોંચવું અગત્યનું છે. ઇન્સ્પેક્ટર પૂરી વાત સમજે એ પહેલાં કુલદીપ બાઈક પર બેસી ગયો. અને સુધીરે બાઈક ભગાવી મૂકી. કશુંક અશુભ બનવાની શંકા જતાં ઈન્દ્રનું મન ધ્રૂજી ઉઠ્યુ. તરત જ પોલીસવાન સ્ટાર્ટ કરી પોતાના સ્ટાફ સાથે બાઈક પાછળ જ તેઓ ભાગ્યા ગિરધારી કાકાને હવે વધુ કશું જોવાની હિંમત રહી નહોતી. તેઓ દરવાજો ખોલી પોતાના ઘરમાં ભરાઈ ગયા. ચંદ્રમા ક્યારનોય નમી ગયો હતો. ...વધુ વાંચો

16

અંધારી રાતના ઓછાયા-16

પ્રભાતે સૂરજનુ પહેલુ કિરણ નજરે પડ્યુ પણ નહોતુ ને અંધકાર ભાગી ગયેલો. વહેલાં ઉઠી નિત્યક્રમ માટે જોડાઈ જનારાં લોકોની ચહલ-પહલ હતી. દૂધ કઢાવ્યા પછી પોતાનાં વાછરડાં માટે ભાંભરી રહેલી ગાયો-ભેસોની લાંબી બાંગો કૂલદિપના ધરમાં ચા પી રહેલાં સુધા ઠક્કર, કુલદિપનાં મમ્મી-પપ્પા, સુધીર અને ખુદ કુલદિપને પણ સંભળાતી હતી. ક્યાંક આળસુ કૂકડાની કૂક પણ એમને કાને પડી જતી હતી. વહેલાં-વહેલા સુધાઠક્કરે કૂલદિપનાં મમ્મી-પપ્પાને જે વાત કરી, તેનાથી એમની બેચેની વધી ગયેલી. શુ ખરેખર આવુ બન્યુ હશે.. પોતાના દિકરાએ ખરેખર પ્રેત સામે બાથ ભીડી હશે.. ઓહ..મા..! પરોપકાર કરવા જતાં વારંવાર બહાર ધસી જતા પૂત્ર પર નિયંત્રણ નહી રાખે તો પોતે દિકરો ઘુમાવી નાખશે..! એવી ભીતિથી કુલદિપનાં મમ્મીનુ અંતર ભરાઈ આવ્યુ. પોતાના દિકરાને કિચનમાં બોલાવી એમને સંભળાવી દિધુ. બસ ધણો થયો પરોપકાર.. હવે મને પૂછ્યા વિના તારે ક્યાંય ડગ માંડવાનુ નથી. તારી પરોપકારી ભાવનાથી હું મારો દિકરો.! કુલદિપે મમ્મીના મોઢા પર હાથ દાબી દિધો. મમ્મીના ભાવભીના શબ્દો એના સીનામાં ઉતરી ગયા. મમ્મીનો ડર એ સમજી ગયો. મમ્મીને સમજાવવાનો પ્રયાસ એણે કર્યો. ઓહ.. મમ્મા..! હું જાણતો હતો...! તુ કંઈક આવુ કહીશ..! પરંતુ મારા જેવા ભોળાજીવનુ પ્રભુ હમેશાં રક્ષણ કરે છે. મને કંઈ નહી થાય મમા..! આ.. જો..! કુલદિપે પોતાના જમણા હાથની ઉંગલીમાં રહેલી મુદ્રા બતાવી.. આ મુદ્રા ધણી પવિત્ર છે.! એક મહાન તપસ્વી બાબા એ તે આપેલી. એ મારુ રક્ષણ કરે છે પગલી.. ! મા, દિકરાના જિદ્દી સ્વભાવને સારી પેઠે જાણતી હતી. તેથી એ કશુ ના બોલી. કુલદિપ પેલી મુદ્રાને પસવારતો સુધિર અને સુધા ઠક્કર જોડે આવ્યો. રાતની નિષ્ક્રિયતાથી આ મુદ્રા પર કુલદિપને ધણી ખીજ ચડી. સુધીર દિગ્મૂઢ હતો. પોતાના મિત્રએ પિશાચ સામે બાથ કેવી રીતે ભરેલી.. શુ કુલદિપ જાણતો હતો કે પિશાચ એને કશી ઈજા નહી કરે.. કે પછી કુલદિપ જોડે પિશાચને મહાત કરે એવી કોઈ ચમત્કારી શક્તિ તો નહી હોયને.. સુધીરને પોતાનો મિત્ર હવે ખૂબ રહસ્યમય લાગ્યો. કુલદિપ એની પડખે આવી બેઠો એટલે હિમ્મત કરી એને પૂછી નાખ્યુ. યાર મને એક વાત સમજાતી નથી આજના દિ એ બનેલી ત્રણેય કમનસીબ ધટનાઓ જુદા-જુદા સમયે સ્થળે બને છે. પ્રથમ ધટનામાં કમલની હત્યા સાડાબારના સમય ગાળા દરમ્યાન થાય છે. ઈન્દ્રનિલના કહેવા પ્રમાણે ,એ સમયે બે બિલાડા નજરે પડે છે. ત્યાર બાદ દોઢથી બે વાગ્યાના સમયગાળામાં બે દુર્ધટના બીજી ઘટે છે. ત્રણેય હૂમલા દરમ્યાન કમલ અને મલ્હાર ઠક્કરનુ શૈતાનો ઢીમ ઢાળી દે છે.. ઉત્કંઠા અને સુધા ઠક્કર સદનસિબે બચી જાય છે. બન્ને બિલાડા પરસ્પર જુદા પડી હત્યાઓ આરંભે છે એતો સમજ્યા.. પણ કુલદિપ મને એક વાત નથી સમજાતી. જો આવી આત્માઓ ધંમાડાના ગોટાઓમાં પરિવર્તિત થઈ ઉડી જતી હોય, તો પછી એમને બિલાડા સ્વરુપે ભાગવાની શી જરુર પડે.. અને નવાઈની વાત એ છે કે ભૂત-પિશાચના હૂમલામાં મરનારનો ચહેરો પણ પિશાચ જેવો થઈ ગયો હોય. એવુ આજતક બન્યુ નથી. ...વધુ વાંચો

17

અંધારી રાતના ઓછાયા-17

એકાએક મારા કાને કોઇની ચીસ સંભળાઇ. મારા પગ થંભી ગયા. સાથે-સાથે મેરુ અને મોહનના ધબકારા પણ વધી ગયા. અમે શ્વાસો રોકી બાજુની ઝાળી-ઝાંખરાંમાંથી આવતા અવાજને સાંભળી રહ્યા હતા. કોઈ સ્ત્રીના રુદનનો અવાજ આવતો હતો. સાથે-સાથે બેએક સ્ત્રીઓનું અટહાસ્ય પણ સંભળાતું હતું. રાતના બાર પછીનો સમયગાળો.. વેરાન જંગલ.. અને એમાં વળી સ્ત્રીનું રૂદન અને અટહાસ્ય ક્યાંથી .. ત્રણેના મનમાં આ એકજ સવાલ ભોંકાતો હતો. ત્યાં કોણ હોવું જોઈએ.. જિજ્ઞાસા રોકી ન શકાતાં નજીકના ઘમઘોટ કાંટાળા બાવળની પાછળ જ્યાંથી અવાજ આવી રહ્યો હતો એ તરફ મારા પગ ઊપડયા. ...વધુ વાંચો

18

અંધારી રાતના ઓછાયા-18

હું તમને લઈ જાઉં છું..! ઊભા-ઊભા મૂંઝાવ છો શું કામ.. રૂપાની ઘંટડી જેવો રણકાર સાંભળી ત્રણે જણા દિગ્મૂઢ અવાજની દિશામાં આંખો ફાડી-ફાડીને જોતા જ રહ્યા. હરણી જેવી ગભરુ માસૂમ આંખો હતી એની..! વાળ ખુલ્લા હતા. ...વધુ વાંચો

19

અંધારી રાતના ઓછાયા-19

કુમાર જો મિન્ની ખરેખર બિલાડીનું સ્વરૂપ લઈ શકતી હોય તો પછી મારી સખી મિન્ની એ તમારી મિન્ની હશે.. એ વાતમાં સંદેહ નથી... અને હા, કેટલાય દિવસથી એક બિલાડી પણ મારી સાથે ઘરોંબો કેળવીને રહે છે..! કુમાર ચુપ હતો. કુલદીપનું સાહસ પ્રસંશનીય અને નિંદનીય પણ હતું. ...વધુ વાંચો

20

અંધારી રાતના ઓછાયા-20

ગૂગલ અને ચંદનના કાષ્ઠનો ધૂપ સૂંઘતાં તમે 11 વાર મંત્રજાપ કરશો, એટલે તમારું સ્વરૂપ પરિવર્તિત થઈ જશે. પણ યાદ રહે ગમે ત્યારે કસોટીની એરણ પર નહિ ચડાવાય. ...વધુ વાંચો

21

અંધારી રાતના ઓછાયા-21

વાત આડે પાટે ચડી ગઈ. મારે મુખ્ય વાત તો કહેવાની રહી જાય છે..! હા મિન્ની ઝટ કહેને..! શું થવાનું ઉત્કંઠા ભાભીને.. શ્રીએ કંપતા અવાજે પૂછ્યું. મારી વાત ધ્યાનથી સાંભળો. મિન્નીએ વાતનો ઉઘાડ પાડતાં કહ્યું. મોહન હવે સંપૂર્ણ પિશાચના રૂપમાં આવી ગયો છે. એને ઉત્કંઠા સાથે રેપ કરી પોતાના મલિન ઝહેરને ઉત્કંઠાના શરીરમાં મુક્યું છે. ...વધુ વાંચો

22

અંધારી રાતના ઓછાયા-22

અરે..! સામે જ રોડની બાજુ પર ઊંધા મસ્તકે લોહીથી તરબતર હાલતમાં કોઈ છોકરો પડેલો દેખાયો. ઇન્દ્રજીતની નજર હવે જ એના ગઈ હતી. ઇન્દ્રનીલે નીચે ઉતરી આજુબાજુ નજર કરી. ડાબી બાજુ પોતાનાથી વિસેક મીટર દૂર સિમેન્ટના ચાર થાંભલા દેખાતા હતા. લાગતું હતું પોતે નંદપુરાના સ્મશાનગૃહ જોડે છે. બાજુ પર સુકાઈ ગયેલી મોટી વિશાળકાય આમલી રાક્ષસના હાડપિંજર જેવી લાગતી ઉભી હતી. એની ડાળીઓ પર મોટી સમડીઓ લડાતી હતી. એમની ચીસોથી વાતાવરણ રાત્રીની ભયાનકતાનો અણસાર આપી જતું હતું. આમલી પર લટકતા મરેલા માણસની નાખી દીધેલા કપડાં ધજા પેટે ફરફરતાં હતાં. દૂર-દૂર શિયાળવા રડતાં હતાં. પોતાની આજુબાજુ નજીક આવીને ચામાચીડિયા હવાની ઝાપટ મારી જતાં હતાં. ...વધુ વાંચો

23

અંધારી રાતના ઓછાયા-23

એને જ એ પિશાચ પર તરાપ મારી અને પછી પિશાચ થોડો દોડ્યો અને અદૃશ્ય થઈ ગયો સાથે બિલાડી પણ..! સમજી ગઈ. મહામાયા આવી ગઈ હતી. મૃણાલે નાની બહેનની લાશને ભીની આંખે જીપમાં નાખી. કોઈ ગાડી આવવાનો અવાજ થયો. બન્નેએ પાછળ નજર કરી. એક કાર આવીને જીપ અને સ્કૂટરની પાછળ ઉભી રહી. સુધીર અને મૃણાલ જોતાં જ રહ્યાં. એમાંથી કુમાર શ્રી અને કુલદીપ ઊતર્યાં. આ લોકોને કોણે નિમંત્ર્યા હશે.. સુધીરનું આશ્ચર્ય શમ્યુ નહોતુ. પણ મૃણાલ બધું સમજી ગઈ હતી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો