K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર)

(87)
  • 41.4k
  • 11
  • 15.4k

યાદ મારી જિંદગીના દરેક મહત્વ પૂર્ણ કામ હું તમને યાદ કરીને કરું છું...!!! આજે પણ તમને યાદ કરીશ, મારા દરેક મહત્વ પૂર્ણ કામને આસાન બનાવનાર, મારી શ્રધ્ધા જેમના તરફ હંમેશા રહી છે એવા મારા દાદા સ્વ પોપટલાલ. આર. ગોહિલ. તેમને મેં જોયા નથી પરંતુ હંમેશા તેમને મારા અને મારા ભાઈમાં અનુભવ્યા છે..!! અર્પણ પ્રેમમાં પડેલાં દરેક લોકોને, પ્રેમમય થવા માટે...! અભાર વિશેષ.... આ કુદરત, જેને પ્રેમ કરવાનું કદી ભૂલી નાં શકાય..જો કુદરતને પ્રેમ કરવાનું ભૂલી ગયા તો તમે તમને જ ભૂલી ગયા સમજજો.!! આભાર જે તે મારી અને અમારી આસપાસ આપ્યું છે તેના માટે..ખાસ વાત જાતને

નવા એપિસોડ્સ : : Every Saturday

1

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 1

તમે કોઈને શાંત શબ્દે પ્રેમ કર્યો છે ?આપણા જીવનમાં કોઈ માણસ અથવા કોઈ વ્યક્તિત્વ એટલું વણાય જાય છે કે હાજરી આપણા સમયને ટૂંકો અને ત્વરિત કરી નાખે છે અને તેની ૫ મહિનાની ગેરહાજરીઆપણને ૫ વર્ષ જેવું વ્યતીત કરાવે છે.વિરહ મીઠો લાગે પણ વિરહ ટૂંકો હોય તો. મિલનની રાહનું માધુર્ય અલૌકિક હોય છે પણ આ વિરહ અનંતકાળ માં ફેરવાય જશે એવો ડર આપણામાં ઉત્પન્ન થાય અને એ ડર સત્યની કિનારી ઉપર ઉભો ઉભો આપણી સામે ડોકિયા કરતુ હોય, આપણને વધુ ડરાવતું હોય તો કેવું લાગે ? આ કહાની થોડી આવી વિચિત્રતાઓથી ભરેલી છે. ...વધુ વાંચો

2

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - ૨

પ્રકરણ ૧માં જોયું કે.. વિવાનનાં લગ્નમાં વર્ષો પછી ક્રિષા અને કવિથનો ભેટો થાય છે અને ક્રિષા કવિથ પર વર્ષો ભરેલો ગુસ્સો ઉતારે છે..અને બીજા દિવસે મળવાનો વાયદો કરે છે કવિથ પોતાના ઘરે આવે છે અને ડાયરી ખોલીને ભૂતકાળમાં સરી પડે છે.. પ્રકરણ ૨ આજે એ દિવસ હતો જે દિવસે કવિથે બારડોલી છોડીને પોતાની કારકિર્દી માટે અમદાવાદને પસંદ કર્યું. બારડોલી તાલુકો છોડીને એક મધ્યમવર્ગી ઘરનો મહેનતી છોકરો એશિયાની સૌથી મોટી ગણાતી અને ૧૨ સાયન્સ બી ગ્રુપનાં વિદ્યાર્થી માટે મક્કા મદીના ગણાતી મેટ્રોસિટી અમદાવાદની ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાં પ્રવેશ લે છે. કવિથે 12 સાયન્સ બી ગ્રુપમાં બારડોલી તાલુકાનાં સુરત જીલ્લામાં સેન્ટર રેન્ક ...વધુ વાંચો

3

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - ૩

પ્રકરણ ૨માં જોયું કે... કવિથ તેના કોલેજના દિવસોમાં, તેના મા-બાપ, તેને બારડોલીથી અમદાવાદ મુકવા આવેલા, ફ્રેશર પાર્ટી, તેનું મિસ્ટર તરીકે અને ક્રિષાનું મિસ ફ્રેશર તરીકે પસંદ થવું, ક્રિષાનાં ગ્રુપ સાથે, વિવાન ફેનિલનું જોડાવવું આ બધું જ યાદ કરતો કરતો સુઈ ગયો હોય છે, અડધી રાત્રે કવિથનાં રૂમનો દરવાજો પલ્લવીબહેન ખખડાવે છે અને કહે છે 'રૂમ નંબર ૧૩ નાં દર્દીની તબિયત ખરાબ છે સર...રૂમ નંબર ૧૩ સાંભળીને કવિથ સફાળો બેઠો થઇ જાય છે અને ચિંતાતુર થઇ જાય છે અને હવે આગળ... પ્રકરણ ૩ કવિથ નાઈટ ડ્રેસમાં જ ફટાફટ દાદરા ઉતરીને તેની કેબીનની બરાબર બાજુમાં રહેલા રૂમ નંબર ૧૩માં ...વધુ વાંચો

4

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - ૪

પ્રકરણ ૩માં જોયું કે.. કાવ્યાની તબિયત ખરાબ થતાં ચિંતાતુર ડો.કવિથ, કાવ્યાની પાસે આખી રાત એનો હાથ પકડીને બેસી રહે અને તેમની મુલાકાતને વાગોળતો હોય છે...કે કેવી રીતે વર્ષો પહેલાં એક સાહિત્યિક સંમેલનમાં કાવ્યાને તે પહેલીવાર મળ્યો હોય છે..! હવે આગળ.. પ્રકરણ ૪ યાદો વાગોળતા વાગોળતા લગભગ સવારના ૮ વાગી ચુક્યા હતા. કાવ્યાની હથેળી પર માથું રાખીને કવિથ શાંત મને સુઈ ગયો હતો. સવારની ડયુટીમાં રહેલા નર્સ, સુમિતાબહેન કવિથ પાસે આવ્યા અને તેને જગાડ્યો. ‘સર, તમે હવે જઈને ફ્રેશ થઇ જાવ હું આવી ગઈ છું, કાવ્યાબહેન જોડે હું બેઠી છું.’ લગભગ કવિથનાં દરેક વોર્ડમાં એક પર્સનલ બ્રધર નર્સ અને ...વધુ વાંચો

5

K Makes Confusion ( કાવ્યથી કાવ્યા સુધીની સફર) -૫

પ્રકરણ ૫ સાંજનાં ૫ વાગવા આવ્યા હતા અને કવિથ નહેરુનગર થી ઇસ્કોન તરફ આવી રહ્યો હતો અને રસ્તા પર વાહનોની ભીડમાં પોતાની હોન્ડાસિટી ભીડમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તેને લેફ્ટ ટર્ન લઈને વાઈડ એન્ગલ મોલ પહોંચવાનું હતું. ***** ક્રિષા પહેલેથી જ ઇસ્કોન ક્રોસ રોડમાં ગાંધીનગરથી સરખેજ તરફ જતા ડાબી બાજુ આવતા વાઈડ એન્ગલ મોલમાં રહેલાં (કેફે.કોફી.ડે)(સી.સી.ડી) માં પહોંચી ચુકી હતી. તે કવિથ અને તે દર વખતે મળીને જે જગ્યા બેસતાં તે જગ્યા પર પહેલેથી રિઝર્વ કરેલા ટેબલ પર બેઠેલી હતી. અને વિચારી રહી હ ...વધુ વાંચો

6

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 6

પ્રકરણ ૬ થોડા સમય પછી કવિથે પોતાની હોન્ડા સિટી વાઈડ એન્ગલ મોલમાં નીચે પાર્ક કરે છે પોતાની ડાયરી લે અને ઉપર રહેલાં સીસીડીમાં જાય છે. ક્રિષાએ ત્યાં પહેલીથી જ બેઠેલી હોય છે. મરુન કલરના ફ્રોકમાં આજે તે ખુશ લાગી રહી હતી. કવિથને જોઇને તેની એક્ષાઇટમેંટ બમણી થઇ ગઈ અને આજુબાજુ રહેલા લોકોની પરવા કર્યા વગર કવીથને ભેટી પડી. કવિ થેંક્યું ફોર કમિંગ.!! ક્રિષા ખુશ હતી. તેની ખુશી તેના ચેહરા પર દેખાઈ રહી હતી. વર્ષો પછી જાણે તે જે ઇચ્છતી હતી તે પામી લેવા માટે આજે તે આતુર હતી. કવિમય થવું હતું તેને. કવિથની કવિતામાં ફરવું હતું. કવિથની કવિતાની ...વધુ વાંચો

7

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - 7

પ્રકરણ ૭ વાઈડ એન્ગલ મોલમાં દિવાળીના સમયને લીધે ભીડ વધુ હતી. કવિથ ભીડને લીધે ક્રિષાની નજરથી ઘણો દુર જતો તે ક્રિષાની જિંદગીમાં અને ભીડ બંનેમાંથી ખોવાઈ ગયો...!! કવિથ સ્ત્રી જાતી પ્રત્યે હંમેશા આદર ભાવ રાખતો હતો. પછી તે કોઈ પણ સ્ત્રી કેમ નાં હોય. સૌમિલ સાથે નાં ઝઘડાનું કારણ ક્રિષા નહિ. કવિથનું સ્ત્રી પ્રત્યેનો આદર ભાવ, સ્ત્રી પ્રત્યેનું સન્માન હતું. તેને આજે પણ ક્રિષાની ફિકર હતી તેને ક્રિષાના સવાલ અને તેને આપવાના જવાબ ખબર હોય એમ તેણે શ્રુતિને પહેલીથી પરિસ્થિતિ વિશે વાકેફ કરતા કહ્યું હતું...!! **** ‘હેય, મોટું(શ્રુતિ) કવિથ હિઅર’ ‘હા, બોલો કવિ મહાશય કેમ આજે અમને યાદ કર્યા.’ ...વધુ વાંચો

8

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - 8

પ્રકરણ ૮ વાતને ચારેક દિવસ વીતી ગયા દિવાળીનાં તહેવારો જતા રહ્યા. કવિથની ફ્લાઈટ ઓસ્ટ્રેલીયા ઉપડી ગઈ. ક્રિષાનું બેસતું નવું પણ દર વખતની જેમ કવિથની વિશ વગર જ પૂરું થયું. આંખમાં આંસુ સાથે તે સુનમુન તેના રૂમમાં પડી રહી તેણે તેના દરેક એક્ટિંગ શેડ્યુલ પોસ્ટપોંડ કરી દીધા. તેણે કવિથની ડાયરી હાથમાં લીધી, તેના પહેલા પાના પર હાર્ટ શેપમાં ડ્રો કરેલા શોર્ટ નેમ K.K” પર તેણે ફરી હાથ ફેરવ્યો તે વિચારી રહી હોય છે કે આ નામ તેનું પોતાનું અને કવિથનું હશે. તરત જ તેની નીચે લખેલી છેલ્લી લાઈન્સ વાંચે છે કવિમય થયેલ ક્વીથે કાવ્યા માટે લખેલી કહાની..!! “કવિ બનીને કંટાળ્યો ...વધુ વાંચો

9

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 9

પ્રકરણ ૯ ત્યાં ક્રિષાના રૂમનો દરવાજો ખખડ્યો. ક્રિષા કવિથની જે ડાયરી વાંચી રહી હોય છે ત્યાં ફટાફટ બુક માર્કર આંખમાં જામી રહેલા ટીપાને રૂમાલથી લુંછીને, તેણે તે ડાયરીને પોતાના ઓશિકા નીચે છુપાવી દીધી. ‘હા, કોણ?’ કમ ઇન..!! ‘Hi..ક્રિષુ...!!’ ‘Oh..Hi..શ્રુતુ વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ’ ‘એમાં શું સરપ્રાઈઝ ? મને એક્ષ્પેકટ કરતી ન હતી? ‘નાં એવું નથી પણ તું જનરલી ફોન કરીને આવે એટલે જરા...આતો...’ ‘અચ્છા બરાબર છે, તારો ફોન ચેક કરતો કેટલા મિસકોલ્ડ છે જો...’ ‘ઓ.એમ.જી થોડી આંખ લાગી ગઈ હતી.સોરી શ્રુતુ...!!’ ‘મને ખબર છે તું મને ઉલ્લુ નાં બનાવી શકે. લુક ક્રિષ..!! જિંદગી કદી કોઈ એક વ્યક્તિ પર નથી ...વધુ વાંચો

10

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 10

પ્રકરણ ૧૦ ‘સવારના ૭.૩૦ વાગે ક્રિષાનો મોબાઈલ રણક્યો, ‘હેલ્લો.!! ક્રિષામેમ ?’ ‘હા, બોલો હર્ષદભાઈ, (હર્ષદએ ક્રિષાનો શેડ્યુલ મેનેજર હતો). આજે તમારું શુટિંગ શેડ્યુલ છે. જો આજે તમે પોસ્ટપોન્ડ કરવાની વાત કરશો તો ડીરેક્ટર તમને જ પોસ્ટપોન્ડ કરી દેશે અને પછી તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમેજ ડાઉન થઇ જશે એટલે તમે આજે આવો છો ને ?’ ‘હા, આજે હું આવું છું...મન ન હતું પણ પોતાને મળેલી આવી મહત્વની તક પણ તે ગુમાવવા માંગતી ન હતી. ‘દરેક પ્રેમમાં તૂટીને પડી ગયેલા અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયેલા માણસને એની જિંદગીમાં ફરી ઉભું થવું પડે છે, નહીતો એ મડદું થઇ જાય છે ...વધુ વાંચો

11

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 11

પ્રકરણ ૧૧ સવારે ક્રિષા તેના રૂમમાં સુતી હતી. શ્રુતિએ દરવાજો ખખડાવ્યો. ‘કમ ઇન..’ ક્રિષાએ અંદર આવવા માટે કહ્યું. ‘મારું કેમ છે ?’ ‘ઓ ડાર્લિંગ કેટલા દિવસો પછી આવી.’ ‘આવ આવ..’ તેણે ક્રિષાને હગ કર્યું અને ગાલ પર ચૂમી આપી. ‘શું કેમ આજ કાલ દેખાતી નથી બેબી.’ ‘કઈ ખાસ નહિ યાર બસ હોસ્પિટલમાં રોજ એટલા પેશન્ટ હોય છે કે થાકી જવાય છે. એટલે સમય નથી મળતો.’ ‘તું કહે ? કયું મુવી આવી રહ્યું છે તારું ?’ ‘મારી જિંદગી પર હવે મુવી બનાવવું જોઈએ એવું લાગે છે. ‘ ‘કેમ પાછુ શું થયું ?’ ‘કશુંય નથી થયું હવે.’ ‘તને ખબર છે આ ...વધુ વાંચો

12

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 12

પ્રકરણ ૧૨ શ્રુતિનાં મોબાઈલમાં ફોન આવ્યો. શ્રુતિની હોસ્પિટલથી ફોન હતો. ‘મેડમ આજે જરા થોડા વહેલા આવી જજો. અપોઈન્ટમેન્ટ વધુ ‘હા, મહેન્દ્રભાઈ આવું છું’ (મહેન્દ્રભાઈ એ શ્રુતિની જે હોસ્પીટલમાં જોબ કરતી હતી તે હોસ્પીટલમાં કામ કરતા હતા અને શ્રુતિના અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરતા હતા.) ‘ક્રિષ મારે જવું પડશે. આજે હોસ્પીટલમાં અપોઈન્ટમેન્ટ વધુ છે એટલા માટે.’ ‘તારું શું શેડ્યુલ છે ? ‘ ‘મારે પણ 12 વાગ્યાનું શૂટ છે.’ ‘કવિથની ડાયરી વાંચવા માટે આપણે સાંજે મળીએ તો કેવું રહે.? શ્રુતિએ ક્રિષાને કહ્યું. ‘પાક્કું.’ સાંજે પેલા વાઈડ એન્ગલ મોલ સાઈડ મળીએ. ત્યાં સી.સી.ડી છે ને તો શું ‘બેસીને આરામથી ડાયરી વાંચીશું.’ ‘ઓકેય. ડન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો