જ્યારે એણે આંખ ખોલી ત્યારે એ હોસ્પિટલમાં હતો. મશીનના 'બીપ.. બીપ..' અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી. એણે બાજુમાં નજર કરી તો એનીજ ઉંમર ની એક સુંદર છોકરી સોફા પર બેઠી હતી. એની આંખોમાં છવાયેલી ભય,ચિંતા ની મીશ્રીત લાગણી એ જોય શકતો હતો. એણે બેઠા થવાની કોશિશ કરી પણ એનું આખું શરીર દુખતું હતું. એ બેઠો થઇ શકતો ન હતો. ફરી પાછી એની આંખ બંધ થવા લાગી અને એ એના ભૂતકાળમાં ખોવાય ગયો. ******************** એક સત્તર વર્ષનો છોકરો ખુબજ ગુસ્સામાં પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. સાથે સાથે એ રડી પણ રહ્યો હતો. એણે

Full Novel

1

હિયાન - ૧

જ્યારે એણે આંખ ખોલી ત્યારે એ હોસ્પિટલમાં હતો. મશીનના 'બીપ.. બીપ..' અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી. એણે નજર કરી તો એનીજ ઉંમર ની એક સુંદર છોકરી સોફા પર બેઠી હતી. એની આંખોમાં છવાયેલી ભય,ચિંતા ની મીશ્રીત લાગણી એ જોય શકતો હતો. એણે બેઠા થવાની કોશિશ કરી પણ એનું આખું શરીર દુખતું હતું. એ બેઠો થઇ શકતો ન હતો. ફરી પાછી એની આંખ બંધ થવા લાગી અને એ એના ભૂતકાળમાં ખોવાય ગયો. ******************** એક સત્તર વર્ષનો છોકરો ખુબજ ગુસ્સામાં પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. સાથે સાથે એ રડી પણ રહ્યો હતો. એણે ખબર પણ ન હતી કે તે ...વધુ વાંચો

2

હિયાન - ૨

(ગાર્ડનમાં) એક છોકરો અને એક છોકરી એકબીજાના આલિંગનમાં હોય છે. આયાન આ જુએ છે તો એને ખુબજ ગુસ્સો આવે અને દુઃખ પણ થાય છે. એને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય એવું લાગે છે. એને આ વાત પર વિશ્વાસ ન હતો કે આ વ્યક્તિ તેની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તેને આજુબાજુનું કંઈજ ભાન રહેતું નથી. તેનું દિલ તૂટી જાય છે. તે બંને વ્યક્તિ તેની ખુબજ નજીકના હોય છે અને આ રીતે પ્રેમીઓ ની જેમ એકબીજા સાથે વિટાયેલા હોય છે. અને તેઓ કઈક વાતચીત કરતા હોય છે. જે તે બરાબર સાંભળી શકતો નથી. તે ત્યાંથી ગુસ્સામાં નીકળી જાય છે. તે ...વધુ વાંચો

3

હિયાન - ૩

મિત્રો ઘણા વાચક મિત્રો મારી રચના વાંચે છે પણ તેમનો કોઈ પ્રતિભાવ આવતો નથી. પ્લીઝ તમને જેવી લાગી હોય મને જણાવો. જો તમને વાર્તા ન ગમી હોય તો પણ કહો હું વધુ ઇન્ટરેસ્ટિંગ લખવાની કોશિશ કરીશ. ??? ******************************************* આયાન અમદાવાદ જતી ટ્રેન માં બેઠો હોય છે. તે ખૂબ જ ઉદાસ હોય છે. તે વિચારે છે, "આરવી અને રાહુલ એ આ રીતે મને દગો આપ્યો અને દિદુ પણ ગઈ કાલે હકીકત જાણ્યા વિના મારા પર ગુસ્સે થઇ ગયા." તે પોતાના વિચારોમાં એકદમ મશગુલ હતો. તેને આજુબાજુનું કશું જ ભાન ન હતું. આરવી અને રાહુલ એક બીજાને પ્રેમ કરે છે ...વધુ વાંચો

4

હિયાન - ૪

મિત્રો વાર્તા નો પ્લોટ તો મારી પાસે ખૂબ જ સરસ છે. પણ મારી લેખાનકલા ને અભાવે હું વાર્તા વધુ બનાવી શકતો નથી. જેનું મને ખુબજ દુઃખ છે. પણ હું વધુ સારૂ લખવા પ્રયત્ન કરીશ. અને મારા અનુભવી મિત્રો ને વિનંતી છે કે મને આ બાબત માં આપનું માર્ગદર્શન આપે.******************************* "બોલો તમે, શું થયું હતું ગઈ કાલે? મને બધી વાત કહો બેટા." સુનિલભાઈ તે બંને ને પ્રેમથી પૂછે છે. તે બંને એક બીજા બાજુ જુએ છે. પછી આરવી મક્કમ બની ધ્રુહીનો હાથ પકડી તેને આખી વાત જણાવવાનું કહી દે છે. ત્યારબાદ ધ્રુહી ગઈકાલ સવારથી બનેલી બધીજ ...વધુ વાંચો

5

હિયાન - ૫

સાંજે આરવીની આંખ ખુલે છે. તે પુરા ૫-૬ કલાક થી બેહોશ હોય છે. તે જુએ છે કે તેની સામે મમ્મી-પપ્પા, ધ્રુહી, રાહુલ અને રાહુલના મમ્મી-પપ્પા હોય છે. તે ફરી ખુબજ દુઃખી થઈ જાય છે. તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે જોય ને શાલીનીબેન તેના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે. શાલીનીબેન : દીકરા ચિંતા ન કર. હમેં તારાથી બિલકુલ ગુસ્સે નથી. અમને પણ રાહુલ ગમે છે એટલે તારા અને રાહુલ ના સંબંધ નો અમને કોઈ જ વાંધો નથી. અને રાહુલ ના મમ્મી-પપ્પા ને પણ અમેં વાત કરી તો એમને પણ કોઈ વાંધો નથી. આટલું સાંભળીને આરવીની ચિંતા હળવી ...વધુ વાંચો

6

હિયાન - ૬

અનસુયાબેન નો કોલ આવી ને પણ 3 4 કલાક થયા હતા. હજી સુધી આયાનના કોઈ ખબર હતા નહિ. બધા હોલમાં ભેગા થયા હતા. સુનિલભાઈ, રાહુલના પિતાજી, રાહુલ એમ બધા એ આયાનને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આરવીને હોશ આવી ગયો હતો. તે ખુબજ દુઃખી જણાતી હતી. ******************************************* અહી હોસ્પિટલમાં આયાન પેલી છોકરીને બોલાવે છે. અાયાન : સાંભળો હું ઘરે આજે થયેલી ઘટના વિશે કહેવા માંગતો નથી. એ લોકો ખોટા ચિંતામાં મુકાઇ જશે. તમે મને રાહુલને કોલ લગાવી આપો. એ બધું સંભાળી લેશે. છોકરી : સારું! તમારા મિત્ર નો નંબર આપો મને. હું કોલ કરી આપું. અાયાન તે છોકરી ...વધુ વાંચો

7

હિયાન - ૭

આ તરફ હિયા ને પણ ઘરે જઈને ચેન પડતું નથી. તે સમજી શકતી નથી કે તેને શું થાય છે? વિચારે છે કે આયાન ઘરે જઈને મને કોલ તો કરશેને? મને ભૂલી તો ન જાય ને? પણ તે તેના મન ને સમજાવે છે કે મારે શું? મારે ક્યાં કંઈ એની સાથે જાણ પહેચાન છે? ***************************************** આ તરફ આયાન લોકો તેમના ઘરે પહોંચી જાય છે. ગાડી નો અવાજ સાંભળતાંં જ બધા બહાર આવી જાય છે. આરવી દોડીને આયાનને ગળે વળગી ને રડવા લાગે છે. આરવી : ભાઇલું સોરી! ભૂલ થઈ ગઈ મારી. હવે બીજી વાર એવું નહિ કરીશ. જો તને પસંદ ...વધુ વાંચો

8

હિયાન - ૮

ધ્રુહી ગુસ્સામાં આવીને આયાનને થપ્પડ મારે છે. અને તે આવીને આયાનને ગળે વળગીને રડવા લાગે છે. તે રડતી રડતી છે."બીજીવાર મારાથી નારાજ હોય તો આવીને કહેજે. પણ આવી રીતે જતો ન રહેતો."" હા દીદી. હવે એવું નઈ કરું. પણ મને માર્યું કેમ?""એ તો તું આવી રીતે જતો રહ્યો તેની સજા છે. તને ખબર છે અમે કેટલા ચિંતામાં હતા જ્યારે માસીનો ફોન આવ્યો કે તું એ લોકોના ઘરે હજી નથી પહોંચ્યો? ભઈલું બીજી વાર આવું નઈ કરતો.""હા દીદી હવે એવું નઈ કરું. આ તો બધું અચાનક થઈ ગયું. મને કંઈ સમજ પડતી ન હતી કે શું કરું. રાહુલ અને આરવી ...વધુ વાંચો

9

હિયાન - ૯

હિયા હજી પણ કોલ કરવાનો પ્રયત્ન કરતી રહે છે. પણ આયાન કોઈ ફોન ઊંચકતો નથી. થોડીવાર પછી સામેથી કોઈ ઉચકે છે."હેલ્લો!" સામે વાળી વ્યક્તિ જવાબ આપે છે. હિયા તરતજ સામે વાળી વ્યક્તિનો અવાજ ઓળખી જાય છે. "અરે તમે? તમે ત્યાં શું કરો છો? તમે કેમ કોલ ઊચક્યો? આયાન ક્યાં છે? શું તમે આયાનને કહી દીધું બધું? એ હવે વાત કરવાની ના પાડે છે. હવે શું કરું? દીદી તમે કેમ કહી કીધું આયાનને?" હા સામે વાળી વ્યક્તિ માલવિકા હતી."અરે બસ કર રડે કેમ છે? હું એક કેસ ને લગતા કામ માટે સુરત આવી હતી. તો મને ત્યાં આયાન મળી ગયો. તો ...વધુ વાંચો

10

હિયાન - ૧૦

"હું કંઈ જાણતો નથી. છોકરી એકવાર મને પસંદ આવી ગઈ એટલે ફાઈનલ. તારે એ જ છોકરી સાથે લગ્ન કરવા સુનિલભાઈ કડક અવાજમાં કહેતા હતા."પણ પપ્પા મારી વાત તો સાંભળો.""બસ મારે કશું જ સાંભળવું નથી. પરમ દિવસે એ છોકરી એના ઘરવાળા સાથે આવે છે તો તારે એમને મળવાનું છે. હવે મને આ વાત પર કોઈ ચર્ચા જોઈએ નઈ." સુનિલભાઈ પોતાની વાત કહીને જતા રહે છે."મમ્મી તું તો પપ્પાને સમજાવ. પપ્પા આજે કેમ આવું કરે છે? દરવખતે તો તેઓ અમારી પૂરી વાત સાંભળ્યા પછી જ કોઈ નિર્ણય લે છે અને આજે કેમ આવું કર્યું?" આયાન દુઃખી ભર્યા અવાજે કહે છે."બસ હવે ...વધુ વાંચો

11

હિયાન - ૧૧

આયાન અને તે છોકરીને એક રૂમમાં વાત કરવા માટે મોકલવામાં આવે છે. આયાન રૂમમાં આવતાં જ ગુસ્સાથી તે છોકરીને છે."હવે મને થયું બે દિવસથી મેડમનો ફોન કેમ ન આવતો હતો. મને ભૂલીને બીજા છોકરાને જોવા તૈયાર થઈ ગઈ એમ. તે દિવસે ફોન પર બધું કીધું તે જૂઠું હતું?" આયાન કટાક્ષમાં કહે છે. ફરી આયાન તેની વાતો ચાલુ રાખે છે. "મને એક પણ વાર ફોન કરીને કહેવાની કોશિશ ન કરી? મને કહેવું તો જોઈએ. તારી આંખો પરથી ખબર પડે છે કે તું ખુબજ રડી છે."તે છોકરી બીજું કોઈ નઇ પણ હિયા જ હતી."જે રીતે તું બીજી છોકરીને જોવા તૈયાર થયો તે ...વધુ વાંચો

12

હિયાન - ૧૨

આમ જ હિયા અને આયાન ની કોલેજ શરૂ થાય છે. તેઓ સાથે જ કોલેજ જાય છે. અને તેમના કોલેજ ગોલ્ડન સમય પસાર કરે છે. કોલેજના ત્રણ વર્ષ દરમિયાન તેઓનો પ્રેમ ખુબજ વધતો જાય છે. જેમ દરેક પ્રેમીઓ કરે તેમ તેઓ પણ કોલેજ બંક કરી મૂવી જોવા જવું, ફરવા જવું વગેરે કરે છે. પણ આ સમય દરમિયાન તેઓ ભણવા પર પણ ખુબજ ધ્યાન આપે છે. આમજ કોલેજનું છેલ્લું વર્ષ પૂર્ણ થવાના આરે હોય છે."આયાન હવે તો આપણી કોલેજ પૂરી થઈ જશે પછી તો મારે મારા ઘરે જતા રહેવું પડશે. પછી આપણે કેવી રીતે મળીશું?" હિયા અને આયાન ગાર્ડન માં બેઠા હોય ...વધુ વાંચો

13

હિયાન - ૧૩

"શું કહ્યું તમે મમ્મી? શું તે માં બનવાની છે? એવું ના હોય. કહી દો તમે કે આ ખોટું છે." પૂછે છે. શાલીનીબેનને લાગે છે કે ખોટા સમયે ના બોલવાનું બોલાય ગયું. તેઓ વાત ફેરવવાનો પ્રયત્ન કરે છે. "બેટા એ વાતને મુક. તને ખબર છે આજે આરવી શું કરતી હતી? એ આંખો બંધ કરીને પુસ્તક વાંચતી હતી. હાહાહાહા.." શાલીનીબેન ખોટું ખોટું હસાવવાનો પ્રયત્ન કરે છે. "મમ્મી તમે વાત બદલવાનો પ્રયત્ન ના કરો. મને જે સાચું હોય તે કહો." "બેટા તું એ વાત પર ધ્યાન ના આપ. તું જ વધુ દુઃખી થશે." "ના હવે હું દુઃખી ન થાવ. બસ હવે જે ...વધુ વાંચો

14

હિયાન - ૧૪

હિયા બધા ઘરવાળાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તે દુઃખી નથી. તે ખુશ છે એવું બતાવે છે પણ બધા હસી પાછળનું દુઃખ ઓળખી ગયેલા હોય છે. જ્યારથી આયાન એ બીજી છોકરી સાથે લગ્ન કર્યા ત્યારથી હિયા આયાનના ઘરવાળા સાથે જ રહે છે. અને આયાન એની પત્ની સાથે બીજા શહેરમાં જતો રહે છે. અને આ લગ્નને એક વર્ષ થવા આવ્યું હોય છે. હિયા આયાનને મળવા જવા માટે જીદ કરતી હોય છે અને બાકીના ઘરવાળા તેને ન જવા માટે મનાવતા હોય છે."પપ્પા મમ્મી હું તમારું કશું નથી સાંભળવાની. હું આજે આયાનના ઘરે જઈ રહી છું. અને સાચું કહું તો તમારે હવે ...વધુ વાંચો

15

હિયાન - ૧૫

હિયા તે બંને ને સવાલો કરતી હોય છે પણ બે માંથી એકપણ વ્યક્તિ જવાબ આપતી નથી. "હિયા એ લોકો બોલવાના? તને હકીકત દેખાતી નથી? આવા માણસ પર આટલો પણ ભરોસો ના કરાય. તદ્દન શરમ વિનાના છે. ચાલ અહીંયાથી હવે અહીંયા રોકાવું પણ મરવા જેવું લાગશે." હિયાની મામી વચ્ચે જવાબ આપે છે."મામી તમે પ્લીઝ જરા શાંતિ રાખશો? હું આ લોકો સાથે વાત કરી રહી છું ને? તમે હવે વચમાં બોલશો નહિ." હિયા થોડા ગુસ્સા સાથે બોલે છે. "વાહ. એક તો આ લોકોએ ખરાબ કામ કર્યું અને ઉપરથી મારા પર ગુસ્સો કરે છે. યાદ રાખજે હવે તારું અહીંયા કોઈ નથી. તારે અમારી પાસે ...વધુ વાંચો

16

હિયાન - ૧૬

હિયા, આયાન અને માલવિકા લોકો ઘરે પહોંચે છે. ત્યાં બધા જ હાજર હોય છે પણ માલવિકા અને આયાન તરફ જોતુ નથી. હિયા આયાન અને માલવિકાને દરવાજે થોભાવી રાખે છે અને જાતે જ આરતીની થાળી લાવીને એમની આરતી કરે છે પછી એમને ઘરમાં પ્રવેશ આપે છે. ઘરના બીજા બધા આ બધું જોતાં જ રહી જાય છે. હિયા શું કરી રહી છે તે તેઓને કશું ખબર પડતી નથી. પછી હિયા આયાનના રૂમ તરફ બંનેનો સમાન લઈ જવા લાગે છે પણ આયાન તેમ કરવાની ના પાડે છે. "થોભ હિયા. હું મારો સામાન મારા રૂમમાં જાતે જ લઈ જાવ છું અને માલવિકાને ઉપર ચડવામાં ...વધુ વાંચો

17

હિયાન - ૧૭

અઠવાડિયું થઈ ગયું હોય છે. ખુબજ શોધવા છતાં પણ હિયા કોઈ પણ જગ્યાએ મળતી નથી. માલવિકાએ પોતાના તમામ કોન્ટેક્ટનો કરીને હિયાને તમામ જગ્યાએ શોધી હોય છે. જાણે આ બધું ઓછું હોય તેમ તેણે એક અલગ ટીમ બનાવી હોય છે અને આવી અવસ્થામાં પણ તે જાતે ટીમ સાથે જોડાઈને હિયાને શોધવાની કોશિશ કરે છે. આયાન, સુનિલભાઈ અને રાહુલ પણ તેમના તમામ સંપર્કોનો ઉપયોગ કરી હિયાને શોધતા હોય છે. પણ જાણે એને આકાશ ગળી ગયું કે પાતાળ? તેનો કોઈ જગ્યાએ પતો લાગતો નથી. આટલા દિવસમાં આયાન અને માલવિકાની હિયા પ્રત્યેની ચિંતા જોઈને ઘરમાં પણ બધાને ખ્યાલ આવી ગયો હોય છે કે ...વધુ વાંચો

18

હિયાન - ૧૮

આયાન પત્ર વાંચે છે. એ પત્ર હિયાએ લખ્યો હોય છે. અંદર હિયા એ આ મુજબ લખ્યું હોય છે.(હિયાના શબ્દોમાં)"મમ્મી, અને બાકીના તમામ..મેં કહ્યું હતું કે મને શોધવાની કોશિશ ના કરતા. તો પણ તમે મને છેલ્લા એક અઠવાડિયાથી શોધી રહ્યા છો. આ વાત મને પસંદ આવી નથી. હું હવે તમને છેલ્લી વાર કહું છું મને શોધવાનો પ્રયત્ન છોડી દો. સમય આવ્યે હું જાતે જ પાછી આવી જઈશ.દીદી તમારે આ સમયે આરામ કરવાનો છે તો તેની જગ્યાએ તમે મને શોધવામાં લાગી ગયા છો. આયાન તું પણ કેમ એમને બહાર આ રીતે જવા દે છે? એમને હવે બિલકુલ પણ સ્ટ્રેસ ના પહોંચે ...વધુ વાંચો

19

હિયાન - ૧૯

હિયાનો પત્ર વાંચીને ઘરમાં બધાને શાંતિ થઈ જાય છે. બધાને એક વાતની રાહત થાય છે કે એ જ્યાં હશે સુરક્ષિત હશે. બધા પોત પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. પણ હા હિયાને રોજ યાદ કરતા જ હોય છે. હવે તો આયાન અને માલવિકા ને પણ તેમણે સંપૂર્ણપણે માફ કરી દીધા હોય છે. "કેવું કહેવાય નહિ. એ છોકરી આપણો પરિવાર ભેગો કરીને પોતે એકલી રહી ગઈ. એને ખબર હતી કે એની હાજરીમાં આપણે આયાન અને માલવિકા ને સ્વીકારી શકીશું નહિ એટલે એ પોતે જતી રહી." સુનિલભાઈ નાસ્તાના ટેબલ પર બેઠા બેઠા વાતો કરતા હોય છે."હા, એનું દિલ ખરેખર સોનાનું છે. ...વધુ વાંચો

20

હિયાન - ૨૦

ત્યાં અંદર જતા જ હિમાની જુએ છે કે બહારથી ભંગાર લાગતી ફેકટરી અંદર એકદમ આલીશાન હોય છે. આખી ફેકટરી અંદરથી ખુબજ સરસ ઓફિસ જેવી બનાવી હોય છે. ત્યાં એક મોટો હોલ હોય છે જેમાં સોફા અને ટેબલ પડેલા હોય છે અને આગળ જતાં બે રૂમ હોય છે. જેમાં એક રૂમમાં કમ્પ્યૂટર અને બીજા યંત્રો હોય છે જ્યારે બીજો રૂમ બેડરૂમ જેવો બનાવ્યો હોય છે. હિમાની આ બધું જોવામાં જ વ્યસ્ત હોય છે. ત્યાં જ અનુજ બોલી ઊઠે છે. "બેટા અંદર આવ. આ મારી સિક્રેટ ઓફિસ છે. જે કોઈને પણ નથી ખબર. મારા બાકીના તમામ કામ હું અહીંયાથી સંભાળું છું. મને ...વધુ વાંચો

21

હિયાન - ૨૧

બીજે દિવસે ન્યૂઝ ચેનલ માં એક લાશ મળી આવે છે તે સમાચાર આવતા હોય છે. પણ તે પહેલાં પણ સમાચાર આવ્યા હતા જેનાથી આખો દેશ ખળભળી ઉઠ્યો હતો. આખા દેશમાં એના વિશે જ ચર્ચા થતી હતી. દેશના ગૃહમંત્રી દેશ વિરૂદ્ધ ખુબજ મોટું કાવતરું ઘડી રહ્યા હોય છે એ માહિતી સમાચાર માં આવતી હતી. તેમાં હિમાની એ રેકોર્ડ કરેલો વિડીઓ પ્રસારિત થતો હોય છે. એ વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું અને અનુજના શબ્દો સ્પષ્ટ સંભળાતા હતા કે એણે પ્રધાનમંત્રી બનવા માટે આખું કાવતરું ઘડ્યું હોય છે. પણ એમાં આયાન, માલવિકા અને હિયા વિશે ની વાત એડિટ કરીને કાઢી નાખી હોય છે. અને ...વધુ વાંચો

22

હિયાન - ૨૨ - છેલ્લો ભાગ

"એની પાછળ પણ એક કારણ હતું જે હવે માલવિકા દીદી જણાવશે.""એક દિવસ આયાન બહાર જતો હતો ત્યારે એણે ઘરની એક માણસને જોયો હતો. પણ તેણે ધ્યાન પર લીધું ના હતું. પણ પછી બીજા બે ત્રણ દિવસ એ જ વ્યક્તિ જોવા મળ્યો એટલે આયાન એ મને વાત કરી. અમે એ વ્યક્તિને પકડીને એની પાસે માહિતી કઢાવી તેમાં ખબર પડી કે અનુજ એ તને મારવા માટે એ વ્યક્તિને પાછળ લગાડ્યો છે. પહેલા તો અમને થયું કે અમારી કોઈ ભૂલ થતી હશે. કારણકે દેશના ગૃહમંત્રી ને હિયા સાથે શું લેવા દેવા? પણ પછી અમને રેલવે સ્ટેશન વાળી ઘટના યાદ આવી. કદાચ એમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો