અંજાન રાહીનો સંગાથ - 1 vansh Prajapati .....,vishesh . દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અંજાન રાહીનો સંગાથ - 1

આ વાત છે રુદ્ર ની અને તેની અધૂરી પ્રેમ કહાની પાછલ્ ના રહસ્ય ની ,


રુદ્ર હમણાં થોડા દિવાસો પહેલા જ્ પોતાનુ 12 th પૂરું કરી ને B. com કરવા કોલેજ માં એડમિશન લીધું છે,


રુદ્ર આમ તો શાંત અને લાગણી શીલ સ્વભાવ વાળો ,કોઈ થી પણ મિત્રતા કરી શકે એવો એનો સ્વાભાવ જે લોકો એને પસંદ ના કરે એમને પણ એ માંન્ થી જ્ બોલાવે ,


એ collage માં પણ બધાથી અલગ્ તરી આવે ,અને બધા જ્ એના એ મોહક સ્વભાવથિ પ્રેરિત થાય ,collage ના પ્રોફેસરો પણ એને ખૂબ માન આપે અને રુદ્ર ને દરેક બાબત માં આગળ‌ વધવા પ્રેરિત કરે ,કારણ કે એ collage માં પણ પ્રથમ જ્ આવે એની સાથે સાથે બીજા કર્યો માં પણ સેવા ભાવિરુદ્ર ને એનિ બહેનો નો ખૂબ સપોર્ટ એને બે બહેનો ને એ તેમનો એકલો ભાઈ એટલે ઘર માં સૌથી નાનો રુદ્ર અને થોડી મજાક મસ્તી કરતો એનો સ્વભાવ ઘર માં બધા ને વહાલો લાગે હા અમુક વાર પપ્પા અને મમ્મી ગુસ્સામાં બોલે આટલી મજાક જ્યારે ચાર આંખો થશે ત્યારે બેનો ને ના ભૂલી જતો , રુદ્ર હંમેશા કહે ના એવું કયારેય નહીં બને ,કહેવાય છે ને કે જ્યારે આપણે બધે જ્ આપણી જીત થતી હોય પણ અમુક વાર આપણી વધુ પડતો લાગણી શીલ સ્વભાવ જ્ આપણ ને ઠેસ પહોંચાડી જાય છે ,


એક દિવસે રુદ્ર અને તેનો અત્યંત નિકટ નો મિત્ર ધ્યાન જે તેનો મિત્ર પછી પણ ભાઈ પહેલા છે એવો ખાસ સબંધ એમનો ,આ બંને collage થી ઘરે આવવા નિકળ્યા અને બસ માં બેઠા બસ હજી તો થોડી જ્ આગળ ચાલી હશે એ. એક છોકરિ આગળ ની સીટ માથિ ઉભી થઈ અને રુદ્ર ની બાજુ ની સીટ માં આવી ને બેસી ગઈ ,


રુદ્ર નું ધ્યાન તો એ તરફ ન્ હતું એ એના ફોન માં વેબસાઈટ ઉપર્ એક સ્ટોરી વાંચતો હતો ,તેજ સમયે એ છોકરિ એ કહ્યું ઓય તારું નામ રુદ્ર છે ને topper રુદ્ર તારી તો ચર્ચા આખી collage માં છે રુદ્ર આશ્ચર્ય થી બોલ્યો તમે કોણ ? એ છોકરિ એ કહ્યું મારુ નામ સૌમ્યા અને હા તું મને તમે નહીં તું કહી ને બોલાવ હા તું fy માં છે ને હું ty માં છું ,તું મને ના ઓળખે પણ તને આખી collage ઓળખે તેમની આ વાત પૂરી થતાં બસ સ્ટેશન ઉપર ઉભિ રહી અને રુદ્ર અને ધ્યાન ઉભા થઈ ને નીચે ઉતર્યા પણ બસ માંથી એક અવાજ આવ્યો ઓય topper ફરી મળીશું હા
આ બધી વાત ઉપર ધ્યાન કઈ ના બોલ્યો પણ બસ ચાલ્યા ગયા પછિ એ ખૂબ હસ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ topper 😂 પણ આ ખૂબ જ્ ખુલ્લા મિજાજ્ ની છે કોઈ થી પહેલી વાર કઈ રીતે વાત કરવી એ પણ એને નથી ખબર પડતી હો, પણ એ પણ એના ક્લાસ ની topper છે ભાઈ અને એના કામ પણ તારી જેવા જ્ છે સેમ મળતા આવે છે પણ તું ઓછું બોલે ને એ ખૂબ જ્ વધુ બોલે 😅


રુદ્ર ચાલ ને યાર જવાદે આવા માણસો ખૂબ જ્ મળશે આગલ આપણે આપણું કામ કરવાનું ચાલ સાંજે મારે બ્લડ ડોનેટ કેમ્પ્ માં કાકાની સાથે જવાનું છે હા ,ત્યાં આજે ઘણા યુવાનો આવવાના છે પોતાનુ રક્ત બીજા ની હેલ્પ માટે વપરાય એ માટે તું પણ આવજે હા , ધ્યાન એ કહ્યું હા ભાઈ હું જરૂર આવીશ ચાલ હવે ઘરે જઈએ
બંને ઘરે જાય છે ને સાંજ પડતાં એ બંને રૂદ્ર ના કાકા ની સાથે બ્લડ ડોનેટ કેમ્પ માં જાય છે અને બંને રક્ત દાન કરે છે ,


રુદ્ર રક્ત દાન કર્યા પછી ત્યાં આવેલ બીજા યુવાનો ને રક્ત ના મહત્વ વિશે બે શબ્દો બોલવા તેના કાકા કહે છે અને તે કાકા ના કહ્યા ઉપર્ રક્ત વિશે કહે છે કે ,આ જીવ. સંજીવનિ છે તેનો ઉપયોગ બીજા ની માટે ના થાય તો શું કામનું આ રક્ત અને હા આપણે યુવાન છિએ આપણે આટલી આટલિ તો મદદ જરૂર કરી શકીએ જેથી કોઈ ને નવ જીવન પ્રદાન થાય ,


રુદ્ર ની આટલી વાત સાંભળતા બધા જ્ યુવાનોએ તાળીઓ થી એને વધાવિ લીધો અને પાછ્ળ થી એના ખભા ઉપર તેના કાકા એ હાથ મૂકી ને શાબાશિ આપતા કહ્યું મારી તારી પાસે થી આજ આશા હતી ,રુદ્ર અને ધ્યાન તેના કાકા સાથે ઘરે જવા નીકળ્યા જતા સમયે તેના કાકા એ થોડા ફૂટ બજાર માથિ કરિદ્યા અને રૂદ્ર ને ધ્યાન ને વ્રુધ્રાશ્રમ્ માં આપવા નું કહી તે દવાખાને પેસન્ટ ને જોવા ગયા ને બંને જાણ આશ્રમ માં ગયા ,


આશ્રમ્ માં પ્રવેશ કરતા જ્ તેમને ત્યાંના ટ્રસ્ટી ને કહ્યું આ અમારા તરફથી દાદા અને દદિઓ માટે ભેટ છે ટ્રસ્ટી એ કહ્યું કે ત્યાં સોમુ ને આપી દો તે સભા ગૃહ માં હશે , તે બંને ત્યાં સોમુ ને આપવા ગયા ને કહ્યું સોમુ ભાઈ આ ફળ લો દાદા દાદી ને ભેટ છે અમારી તરફ થી ,ત્યાં જ્ અચાનક્ તેમની ડાભી તરફ થી અવાજ આવ્યો topper તમે અહીંયા ?.........હવે આ અવાજ કોનો છે એ તો તમે સમજી ગયા હશો પણ શા માટે અહીં જોવા મળ્યો એનું રહસ્ય જાણવા જોડાયેલા રહો મારી આ નવીન સ્ટોરી સાથે ................................


જાણી ને કે અજાણતા ?
✍️ Vansh prajapati ( વિશુ,વિશેષ )💗💚


રેટ કરો અને રિવ્યુ આપો

Daksha Gala

Daksha Gala 2 માસ પહેલા

Dipti Desai

Dipti Desai 2 માસ પહેલા

Patidaar Milan patel

Patidaar Milan patel 2 માસ પહેલા

vansh Prajapati .....,vishesh .

vansh Prajapati .....,vishesh . માતૃભારતી ચકાસાયેલ 2 માસ પહેલા

શેયર કરો