સતીનું બલિદાન Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સતીનું બલિદાન

" માથું મૂક્યું સતીના હાથમાં
અને ઈ ધડ ધીંગાણે જાય
આવા નરબંકા પુરુષો પાક્યા
અમ ધીંગી ધરાની માય.... "

સૌરાષ્ટ્રમાં તળજા નજીક જ્યાં ‌ શેત્રુંજી ઉતાવળી અને દાત્રડી નદીઓનો સંગમ રચાય છે. તેને કાંઠે આવેલું ટીમાણા ગામ ઐતિહાસિક અવશેષો જાળવી બેઠેલું છે.

ટીમાણા જવાંમર્દો અને શૂરવીરોની ભૂમિ છે.ગૌબ્રાહ્મણ પ્રતિપાલ મુઠ્ઠીમાં મોતને લઈને ભમનારા રાજપૂતોએ પોતાના લીલુડા માથા ઓળઘોળ કર્યા છે એની યાદ આપતાં શૂરવીરોના અનેક પાળીયા ઉભા છે. એવો જ એક પાળીયો આજે પણ ટીમાણાને સીમાડે વીરતાની વાત વાગોળતો ઉભો છે.

આ વાતને આજે અઢીસો વર્ષ થયાં. તળાવની પાળે ગામનો ગોંદરો છે. ગોંદરે ગાયોનું ધણ ભેગું થાય છે. રાશવા દિ માથે આવ્યો. ગોર સીમના માથા ભણી આઢ્યુ ત્યાં તો ખેતરમાં અડફેટા આવતા ચાળીસ પચાસ હથિયારધારીએ ગોર આતર્યુ, ગાયો વાળી. લુંટારુની સામે ટક્કર લેવાનું ગજું ન જોતાં ગોવાળીયા ગામ ભણી લપાટી કાઢી, ગામમાં દેકારો થયો બુગીચો ઢોલ શરૂ કર્યો. દોડો લુંટારા એ આપડુ ધણ વાળી જાય છે. લુંટારુનું નામ સાંભળતા રાજપૂતોના હાથમાં હથિયાર રમવા માંડ્યા, ગામ લોકો હાથ પડ્યું હથિયાર લઇ વારે ચડ્યા.

એ વખતે ટીમાણામા પોપટ નામનો જુવાન રહે. ઘી,દૂધ ખાધેલો નરવી કાયા, જુવાની ભરડો લઈ ગયેલી, તલવાર ફેરવવામાં એની તોલે કોઈ ન આવે. એને કાને વાત પહોંચતાં ભીંતે લટકતી તલવાર લેતાં ઘોડીને ચાકડુ ચડાવ્યું. તંગ તાણી ઘોડામાં પગ ઘાલી સવાર થયો. ખડકીમાં ઊભેલા રાજપૂતાણીએ ચોકડુ ઝાલ્યું. હ...હ..આ શું વીરને મોતીનો ડર નથી લાગતો મને જવા દો દુશ્મનોને મારે છેટુ પડી જાય છે.તમે અબોલ પશુની વહારે ચડો એનાથી વધારે શું હોય..?? તમે દુશ્મનનો દાટ વાળીને વિજય થશો તો હું ઉન્નત મસ્તકે મારા સ્વામીની વિરતાને વધામણાં આપીશ, સત્યને ખાતર તમે લડતાં તમે વીરગતિને વરશો તો હું પાછળ સતી થઈશ, સ્વામીનો કેડો સ્વર્ગેય નહીં મૂકું નાથ પણ...

પણ શું પણ નો કર્યું ને તમે વીરગતિને પામો તો હું તમારૂં માથું ક્યાં ગોતું દુશ્મનો સાથે લઈ જાય તો સતી કેવી રીતે થાવ મારી પ્રતિજ્ઞા અધૂરી રહી જાય સ્વામી ?

અરે તું માથાની ચિંતા શીદને કરે છે. સાધુને સંપત્તિની અને વીરને વળી માથાની શી ચિંતા કહેતાં કહેતાં પોપટે ઘોડી પરથી માટીનો પીંડ ઉતારે તેમ તલવારના એક જ ઝાટકે પોતાનુંં માથું ઉતારી દીધું ને રાજપુતાણીને સોંપી દીધું. સતી અવાચક બનીને જોતાં રહ્યાં અરેરે.. મને આ કમત ક્યાંથી સૂઝી.

પોપટના માથાં વિનાના ધડે હાથમાં તલવાર સાથે સીમ ભણી હાલી નીકળે છે.
સીધું રાગ સોહામણા
શુર મન હરખ ન માય
શિર પડે ને ધડ લડે એનાં
વધામણાં વૈકુંઠ જાય

સીમમાં ધાડપાડુઓનો ભેટો થતાં વેંત પોપટના ધડે માંડી તલવાર વીંઝવા એક ઘા ને બે કટકા શુકન જોયા વિના નિકળેલા લુટારાના ગામ લોકોએ ઢીમ ઢાળવા માંડ્યા, લોહીની શેડ્યો વછૂટી..પણ પોપટનું ધડ લુટારુઓનો કેડો મૂકતું નથી. એક જણને યાદ આવતાં ગળીનો દોરો ધડ ઉપર ફેંક્યો શૌર્યના ધોધ વહાવતુ ધડ ધરતી માથે પડ્યું. લુંટારા ભાગ્યા ગામના લોકો ધણ ભેગું કરી ગામ ભણી હાલી નીકળે છે.

પોપટના ખોળિયામાં જીવ રુંધાવા કરતો હતો, કેમે કરીને જીવ જાય નહીં એનું માથું મંગાવો ગામના અનુભવીએ ઉપાય બતાવ્યો.

ધડને ઉંચુ કરી તેના ઉપર માથું મૂકતાં પોપટનો દેહ નિશ્ચેતન થઈને ધરણી પર ઢળી પડ્યો. રાજપૂતાણીએ સતી થવાની તૈયારી કરી સૌ સગાંવહાલાંની ભાવભીની વિદાય લીધી. વીરગતિને વરેલા સ્વામીનું માથું ખોળામાં લઈને રાજપૂતાણી ચિતા પર ચડી સ્વર્ગ સંચરી.

આ નરવીર બલિદાનની સ્મૃતિને તાજી કરાવતો પોપટનો પાળીયો આજે પણ ટીમાણાની સીમમાં ઉભો છે.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ


રેટ કરો અને રિવ્યુ આપો

Jasmina Shah

Jasmina Shah માતૃભારતી ચકાસાયેલ 6 માસ પહેલા

Amritlal Patel

Amritlal Patel 6 માસ પહેલા

Sharda

Sharda 6 માસ પહેલા

MHP

MHP 6 માસ પહેલા

Ckshah

Ckshah 7 માસ પહેલા