ચાંદની - પાર્ટ 37 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 37

બંને વાત કરતા હતા ત્યાં અનુરાગનો દરવાજો કોઈ નોક કરી રહ્યું હતુ. એટલે તેણે જલ્દીથી  રેણુકાને કહી ફોન મૂકી દીધો .અનુરાગે જેવો ફોન મૂક્યો કે તેણે જોયું તો ચાંદનીના  ૨  મિસ કોલ હતા.અનુરાગ વિચારતો હતો હવે શું કરવું? દરવાજો ખોલવો કે પછી ચાંદનીને ફોન કરવો?

હવે આગળ...

અનુરાગ કોઈ નિર્ણય પર પહોંચે એ પહેલા આર.કે.નો અવાજ બહારથી કાને અથડાયો," અનુરાગ કેટલી વાર? જલ્દી દરવાજો ખોલ મારે તને કઈક આપવું છે."

અનુરાગે ફટાફટ ફોનને બંધ કરી પોતાના પોકેટમાં નાખ્યો પછી કંઇક વિચારતા તેણે જલ્દીથી દરવાજો ખોલ્યો,દરવાજા સામે આર.કે. હાથમાં એક ખૂબ સુંદર કોટ લઈને ઊભો હતો. અનુરાગને જોતા તે બોલ્યો,"અરે અનુ, હજી તું તૈયાર નથી થયો? શું કરતો હતો? એની પ્રોબ્લેમ? તે બ્રેકફાસ્ટ કર્યો?"

આર.કે.ના મુખ પર પોતાના માટે કાળજી જોઈ અનુરાગ વિચારતો હતો શું આ સાચી દરકાર છે? કે પછી કોઈ ચાલ! તે બોલ્યો,"હું બસ થોડી એકસરસાઇઝ કરતો હતો બસ હમણાં જ રેડી થઈને નીચે આવું.આ કોટ ?"

"હા અનુ, આ  કોટ અને સૂટ તારા માટે છે.મે સ્પેશ્યલ ડિઝાઇનર પાસે કરાવડાવ્યો.આજની પાર્ટી માટે. "આર.કે. એ કહ્યું.

"પણ, તમને મારું માપ કેવી રીતે ખબર પડી?" અનુરાગે આતુરતાથી પૂછ્યું.

"લાગે છે તું હજુ તારા બાપને ઓળખતો નથી.આર.કે.માટે કંઈ અશક્ય નથી. એ બધું છોડ તું રેડી થઈને આવીજા તક્ષવી તારી રાહ જોવે છે." આર.કે. હસતા હસતા બોલ્યો.

આટલી વાત કરી આર.કે.તે સુટ અનુરાગને આપી જતો રહ્યો. અનુરાગ ફટાફટ તૈયાર થયો અને નીચે આવ્યો આવતા પહેલા તેણે ચાંદનીને ફોન કરવાને બદલે એક લાંબો મેસેજ કર્યો.હવે તેને એ વાતની રાહત હતી કે ચાંદની પોતાના વિશે બધું જાણે છે.અને પોતાનો સાથ કદી નહિ છોડે.

અનુરાગ હજુ નીચે આવતો દેખાયો કે તરત જ તક્ષ્વી તેનો હાથ પકડી તેને બ્રેકફાસ્ટ ટેબલ પર લઈ ગઈ.અનુરાગ તો બ્રેકફાસ્ટ જોઈ અચંબિત થઈ ગયો.દરેક વસ્તુ તેની મનપસંદ !  અને તેમાં પણ એક વાનગી કે જે તેના માના ગયા પછી તેણે કદી ખાધી જ ન હતી! મગના પુડા એ પણ તદન તેની માં જે રીતે બનાવતી તે જ દેખાવ.અનુરાગના આંખના ખૂણે ભીનાશ બાઝી ગઈ.  તક્ષવીએ તે જોઈ કશું બોલ્યા વગર અનુરાગના કપાળને પ્રેમથી ચૂમી લીધું.

અનુરાગને આજે તેનો જન્મ  દિવસ હોવાથી એમ પણ તેની માં ખૂબ યાદ આવતી હતી.અને આ નાસ્તો જોઈ તે લગભગ રડી પડ્યો. તક્ષવી અનુરાગની બાજુમાં જ ઊભી હતી.તે અનુરાગને આ હાલતમાં જોઈ અનુરાગને વીંટળાઈ વળી.આ બધા પોઝને દૂરથી કોઈ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યું હતું જેનાથી અનુરાગ સાવ અજાણ હતો.તેને તો બસ આ હાલતમાં તક્ષવીમાં એક સહારો દેખાયો.

થોડીવાર બાદ અનુરાગ સ્વસ્થ થતાં બોલ્યો,"તક્ષવી તને કેમ ખબર મારી દરેક પસંદ? હું તો તારા વિશે ખાસ કશું નથી જાણતો.અને આ પૂડા ... કોણે બનાવ્યા? આ તને કેમ ખબર? "

અનુરાગ હજુ તેની વાત પૂરી કરે એ પહેલા તક્ષવી એ પોતાનો હાથ અનુરાગના હોઠ પર રાખી તેને ચૂપ કરી દીધો. અને તેની નજર સાથે નજર મિલાવતા તે બોલી,

"બસ અનુ,કેટલા પ્રશ્નો? તારી પસંદ હું નહી જાણું તો કોણ જાણશે? પૂરી દુનિયામાં એવું કોઈ નથી જે તને મારાથી વધુ પ્રેમ કરતુ હોય! તારી પસંદ તો શું હું તો તારા દિલની હર ધડકનને મહેસૂસ કરી શકું છું. અને આ તો કંઈ નથી હજુ આગળ તો તને ઘણા સરપ્રાઈઝ મળવાના છે.હું ચાહું છું કે આજનો દિન એટલો યાદગાર બને કે ,તું ચાહે તો પણ ના ભૂલી શકે."

અનુરાગે જોયું તો તક્ષવીની આંખોમાં અનુરાગ માટે બેપનાહ મુહાબ્બત છલકાતી હતી.

ઘણી વાર માણસ એવી રાહ પર આવીને ઊભો રહી જાય છે કે પોતે શું કરવું ? શું ન કરવું ? તે સમજી નથી શકતો.તે જેટલો આ ચક્રવ્યૂહને તોડવાની કોશિશ કરે છે. એટલો જ તેમાં ઊંડે ને ઊંડે સપડાતો જાય છે. આસપાસ હકીકત અને ભ્રમની એવી ભેદી દીવાલ રચાઈ જાય છે કે લાખ ચાહ હોવા છતાં રાહ નથી દેખાતી.

અનુરાગની પણ કઈક આવી જ હાલત હતી.તે સમજી નહોતો શકતો કે આ તેના માટેનો પ્રેમ છે કે પાગલપન? તે વિચારતો હતો કે શું કરે ? તક્ષવીને ચાંદની વિશે,પોતાના પ્રેમ વિશે જણાવે કે નહી.તે ખૂબ અસમંજસમા હતો.બે દિવસમાં જાણે તેની પૂરી દુનિયા પલટાઈ ગઈ.

મન જ્યારે બેતાબ હોય ત્યારે લાખ પકવાન સામે હોય તો પણ મોમાં મૂકવાની ઈચ્છા નથી થતી તેમ અનુરાગને પણ કઈ ખાવાનું મન નહોતું થતું છતાં તક્ષવીના આગ્રહથી તેણે તે પુડા અને અન્ય નાસ્તો થોડો ખાધો.

બંને પર જ હતા ત્યાં આર.કે.આવ્યો અને  બ્રેકફાસ્ટ ટેબલબોલ્યો, "અનુ તારા માટે એક ખુશ ખબર છે.તું મારી વાત સાંભળી ખુશીથી ઝૂમી  ઉઠીશ."

આર.કે.ની વાત સાંભળી અનુરાગનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું,

શું છે આજે મોસમનો મિજાજ?
કેમ છે આજે કિસ્મત પણ નારાજ?
દિલમાં છે એક અજીબ ખળભળાટ
તલસે છે રૂહ મારી સાંભળવા બસ તારો અવાજ...!

ક્રમશઃ
Bhumi Joshi  "સ્પંદન "
11/5/2021

શું છે એ ખબર?
અનુરાગ શુ કરશે ? પોતાના પ્રેમની વાત તક્ષવીને કહી શકશે?
શું અનુરાગ જાણી શકશે પોતાની પીઠ પાછળ ચાલી રહેલા એક મોટા યડયંત્રને?

જાણવા માટે વાંચતા રહો..


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 5 દિવસ પહેલા

Neepa

Neepa 3 અઠવાડિયા પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Reena

Reena 3 માસ પહેલા