ચાંદની - પાર્ટ 23 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 23

અનુરાગ પોતાના પ્રેમનો પ્રસ્તાવ ચાંદની સમક્ષ મૂકે છે ત્યાં જાણે ઈશ્વર પણ તેના પ્રેમના સાક્ષી બનવા માંગતા હોય તેમ વાદળોમાં ગડગડાટ થવા લાગ્યો..ચારે બાજુ વાદળો જાણે વરસવા થનગની રહ્યા હોય તેમ ઘનઘોર છવાવા લાગ્યું..જાણે વર્ષા રાણી ખુદ બંનેને પ્રેમરસ થી તરબોળ કરવા આવી પહોંચ્યા .

હવે આગળ....

અનુરાગનો આમ અચાનક પ્રેમનો ઈઝહાર સાંભળી ચાંદનીના દિલની ધડકનો તેઝ થઈ ગઈ. તેના ગુલાબી મખમલી ગાલ શરમના માર્યા વધુ ગુલાબી અને મોહક બની ગયા.તેના હોઠના ખૂણે છુપાયેલું કાતિલ સ્મિત તેના ચહેરાને મલકાવવા લાગ્યું. તેની નશીલી આંખો અનુરાગની વાત સાંભળી શરમની મારી નીચે જુકી ગઈ.અનુરાગના શબ્દો ચાંદનીના તનમનમાં ખુશી અને રોમાંચનો, અનેરો અહેસાસ ભરતા દિલના દ્વાર પર ટકોરા મારી રહ્યાં હતા. ત્યાંજ અનુરાગ બોલ્યો,

"ઓ મારી ચાંદ, બોલને..! તું મારી જીવનસંગિની બનીશને? તારા આ રતુમડા ગાલે તો ઘણું બધું કહી દીધું. પણ મારે મારા દિલની તસલ્લી માટે તારા સુરીલા સુરથી તારા સ્પંદનોનો ધબકાર સાંભળવો છે. તારી ખામોશી હવે મારા મનના તારને ઝણઝણાવી રહી છે."

ત્યાં જ વર્ષા રાણી વાદળોના ગડગડાટ અને બારીશની બુંદો લઈ ધરતી પર આવી પહોંચી. ચાંદની તો આ ગડગડાટ સાંભળી ડરની મારી દોડીને અનુરાગની બાહોમાં સમાઈ ગઈ. અને બોલી,

"અનુ, હું તો ક્યારની તારી દિવાની થઈ ચૂકી છું. મારું આ દિલ તો ફક્ત તારા નામે જ ધડકે છે. મારા શ્વાસની સરગમ રાત દિવસ બસ તારું જ નામ પુકારે છે. મારા ગીતોના ગુંજનમાં ફક્ત તું અને તું જ છે. હું તારા વગર એક પલભી જીવવા નથી માંગતી. બસ તું આ પ્રેમને ક્યારેય ભૂલતો નહિ. મને કદી તારાથી અલગ ના કરતો.હું તને અનહદ ચાહું છું."

ધોધમાર વરસાદમાં બંને એક વૃક્ષ નીચે એક બીજાને ભેટી કેટલીય વાર સુધી ઊભા રહ્યા. જાણે સમય પણ થંભી ગયો હતો. બે પ્રેમભર્યા હૈયા એક બીજાના આલિંગનમાં દુનિયાથી દુર પોતાની નવી દુનિયામાં ખોવાઈ ગયા હતા.

થોડીવારમાં વરસાદ બંધ થયો.બંને હવે ઘરે જવાનું વિચાર્યું.એમ પણ બંને વધારે ભીના ના હતા.એટલે ઘરે પહોંચતા સુધીમાં તો કપડાં સુકાઈ જશે એમ વિચારી તેઓ નીકળ્યા.

અનુરાગે બાઈક ચાલુ કરી.

ચાંદની ધીરેથી તેના ખભે હાથ રાખી બેસી ગઈ.હવે બંને વચ્ચે પ્રેમની એક નાજુક ડોર બંધાઈ ગઈ હતી..એટલે મૌનની દીવાલ અચાનક અદ્ર્શ્ય થઈ ગઈ..આખા રસ્તે બંને વચ્ચે પ્રેમભરી વાતોની વણઝાર ચાલુ રહી.હસી મજાક કરતા બંને ક્યારે અનુરાગના ઘરે પહોચી ગયા તેની ખબર જ ન રહી...

બન્નેનો ઇન્તજાર કરતા અંજલી બહાર જ ઉભી હતી..

બંનેની આંખોમાં એક નવી ચમક જોઈ અંજલિને સમજતા વાર ના લાગી તે બોલી..

"આખરે મારો પ્લાન કામિયાબ થઈ ગયો..લાગે છે હૈયાની વાતો હોઠ પર આવી જ ગઈ...પ્રેમી યુગલની ચોરી પકડાઈ ગઈ..હું તો હમણાં જ મમ્મી ને કહું છું..."

અને તરત જ અનુરાગે અંજલી ની સામે કાન પકડ્યા..અને બોલ્યો..

".મારી નાનકડી બહેન..મારી સખી..તારા લીધે તો અમે એક થયા અને તું જ હવે ઢંઢેરો પિટિશ..?. "

ચાંદની શરમની મારી કાઇ બોલી જ નહોતી શકતી..તેતો પોતાની સખીને વળગી પડી... અંજલિએ તેની કમર પર ચુંટલી ખણતા આંખ મિચકારી...જે અનુરાગે પણ જોયું..ચાંદની દોડી ને અંદર જવા જતી હતી ત્યાં જ અંજલિના મમ્મી રીના બેન કે જે અનુરાગના સગા માસી હતા તે આવ્યા..તેની અનુભવી આંખો એ એક પળમાં બધું અનુમાન બાંધી લીધું.. તેણે ચાંદની અને અનુરાગના પ્રેમને વધાવ્યા..અને બંનેના માથા પર હાથ મુકતા બોલ્યા...

"ભગવાન તમને ખુશી રાખે.. અનુરાગ તારી પસંદ લાખોમાં એક છે. પણ !"

અનુરાગે માસીને આંખથી ઈશારો કર્યો..એટલે તે ત્યાં જ અટકી ગયા...રેણુકાબેનના ચહેરા પર ખુશી કરતા ડર અને ચિંતાના કારણે વધુ હતા..

શુ ભય છે રેણુકાબેનને..?
આ ચાંદનીની નવી જિંદગીની શરૂઆત છે કે પછી તેની બરબાદીની..?
જાણવા માટે વાંચતા રહો ચાંદની..

ક્રમશઃ.
Bhumi Joshi "સ્પંદન"


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 5 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 7 માસ પહેલા

Anish Padhiyar

Anish Padhiyar 7 માસ પહેલા

Nalini

Nalini 7 માસ પહેલા

Vishwa

Vishwa 8 માસ પહેલા