રુદ્રની રુહી... - ભાગ-124 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-124

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -124

રુદ્ર ,રુહી અને આશુ તે કડિયાની મદદથી ડો.પારિતોષ અને ડો.સમૃદ્ધિને તે કોથળામાં ભરીને લઇ જતા હતા.તેન ગુંડાઓ તે કોથળા ચેક કરવા માટે તેમની પાસે આવ્યાં.તેમણે પહેલા બે કડિયાકામ કરવાવાળા માણસના કોથળા ચેક કર્યા અને ત્યારબાદ રુહી પાસે સામાન ચેક કર્યો.હવે તે રુદ્ર અને આશુ પાસે ગયા.તેમણે તે કોથળાની દોરી ખોલી.

રુદ્ર અને આશુના હ્રદય જોરજોરથી ધડકી રહ્યા  હતા.તેટલાંમાં જ તેમના બોસે તેમને કહ્યું,"છોડ ને,તેમા પણ આવો કચરો જ હશે.જવા દે."
રુહી,રુદ્ર અને આશુને રાહત થઇ.તે લોકો બહાર નિકળ્યા.

તે બોસે તેમના બે ત્રણ ગુંડાઓને તેમની પાછળ મોકલ્યાં.અહીં રુદ્ર,રુહી અને આશુ બહાર આવીનર રાહતની શ્વાસ લીધી.તેટલાંમાં રુહીનું ધ્યાન ગયું કે તેમની પાછળ બે ગુંડાઓ આવી રહ્યા  હતા.
"રુદ્ર,આપણી પાછળ બે ગુંડાઓ લાગેલા છે."રુહીએ કહ્યું.

રુદ્રએ તે બધા કોથળા ટ્રકમાં મુકાવ્યા અને તે લોકો તે માણસોની સાથે તે ટ્રકમાં બેસી ગયા.

"આશુ,હવે શું કરીશું?"રુહી ગભરાઇને બોલી.
આશુએ તે ટ્રક ડ્રાઇવરને ટ્રકને આવો કન્સ્ટ્રક્શનનો જે કચરો ઠલવાતો હોય તે ડમ્પીંગ યાર્ડ લેવા કહ્યું.

તે ટ્રકની પાછળ તે ગુંડાઓની ટ્રક પણ જઇ રહી હતી.તે ગુંડાઓ સતત તે લોકો પર નજર રાખી રહ્યા  હતા.અંતે તે ટ્રક કન્સ્ટ્રક્શનની ડમ્પીંગ સાઇટ પર આવી.ત્યાં આગળ એટલી બધી આ પ્રકારની ટ્રક હતી કે તેમાંથી તે કોનો પીછો કરી રહ્યા  હતા તે ગુંડાઓ શોધી ના શક્યાં.રુદ્ર,રુહી અને આશુ ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષને તે કોથળામાંથી બહાર કાઢીને પાછળના રસ્તેથી ભાગી ગયાં.

અહીં તે ફાર્મહાઉસ પર તે ગુંડાઓ ઊપર ચેક કરવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તે બંને ડોક્ટર ભાગી ગયા.

તે ગુંડાનો બોસ ખુબજ ગુસ્સામાં હતો,"નક્કી,તે કોથળામાં તે કડિયાઓજ લઇ ગયા હતા.પી.સી બોસને શું જવાબ આપીશું?"

તેમણે પી.સીને ફોન લગાવ્યો.અહીં પી.સી અભિષેક પાસે હતો.તેના માણસોએ તેને સમાચાર આપ્યાં કે ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષ ભાગી ગયા.
પી.સીના ચહેરા પર બાર વાગી ગયા.જે જોઇને અભિષેક સમજી ગયો કે નક્કી કઇંક ખરાબ થયું છે તે પી.સી સાથે.
"પી.સી,શું થયું ?નક્કી તારા કામમાં ગડબડ થઇ છે."અભિષેક કટાક્ષમાં બોલ્યો.
"ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષને મે કેદ કર્યા હતા.તેમણે તે જુબાની મારા કહેવા પર આપી હતી કે તે આ ફોર્મ્યુલા ચોર્યો છે.તે ભાગી ગયા."પી.સી સખત ગુસ્સામાં હતો.

અભિષેકે અટહાસ્ય કર્યું અને બોલ્યો,"મારો રુદ્ર,મારી જાન આવી ગયો.હવે તું તારા દિવસો ગણ.તારું આ ગુનાનું કાળાબજારીનું સામ્રાજ્ય હવે કકડભુસ થશે."

પી.સી ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો.તેણે અભિષેક પર ધ્યાન રાખવા માટે બે બીજા માણસો અહીં મુક્યા.અહીં આ સમાચાર સાંભળીને તેને રાહત થઇ કે ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષે આ કામ મજબુરીમાં કર્યું.તે હવે કોઇપણ ભોગે અહીંથી ભાગવા માંગતો હતો.તેણે આજે રાત્રે જ અહીંથી ભાગવાનો પ્લાન બનાવ્યો.તે કોઇપણ ભોગે અહીંથી ભાગીને રુદ્ર પાસે જવા માંગતો હતો.

સાંજના સાત વાગ્યા હતા.આજે પી.સીના હુકમથી અભિષેકને જમવાનું ‍અાપવામાં આવ્યું.અભિષેક આ જ ચાન્સની તલાશમાં હતો.તેણે જમતા જમતા તે ગુંડાઓનું વાતોમાં ધ્યાન ભટકાવીને તે ઇંજેક્શન જે બાજુના ટેબલ પરજ પડ્યાં હતા.જે તેને બેભાન કરવા માટે આપવામાં આવ્યાં  હતાં.તે લઇ લીધાં.

જમવાનું પતી જતાં તે માણસો તેને ફરીથી બાંધવા આવ્યાં.અભિષેકે લાગ જોઇને તે ઇંજેક્શન એવી રીતે આપ્યું અને તેને એક મુક્કો મારીને બેભાન કરી દીધો.

આ ગુંડાનો અવાજ સાંભળીને બીજા બે ગુંડા પણ ત્યાં આવ્યાં  તેમની પાસે બંદૂક  હતી જે તેમણે અભિષેક પર તાકી.

અભિષેકના હાથમાં હજીપણ બે ઇંજેક્શન હતા પણ તેણે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને પોતાના હાથ ઊંચા કરી દીધાં.

"તે માણસ જેણે ગન તાકી હતી તેણે બીજા માણસને અભિષેકને બાંધવા કહ્યું.તે માણસ અભિષેકને બાંધવા જેવો આવ્યો અભિષેકે તેને ઇંજેક્શન મારી દીધું અને એક મુક્કો મારીને બેભાન કર્યો.

તે માણસ તો પડી ગયો પણ પેલા માણસને સખત ગુસ્સો  આવ્યો તેણે પી.સીની સુચના અવગણીને અભિષેક તરફ ગોળી ચલાવી.અભિષેક તુરંત જ દોડ્યો અને બેભાન થયેલા માણસને પોતાની આગળ ઢાલ બનાવીને બચ્યો.તેણે જમવાની જે થાળી પડી હતી.તે તેના હાથ પર મારી.તે માણસની ગન પડી ગઈ.તે માણસ અભિષેક સાથે લડવા આવ્યો.અભિષેકે તેને પેટમાં એક ચોક્કસ જગ્યાએ લાત મારી અને તે માણસ નીચે દર્દમાં કણસતો કણસતો પડી ગયો.તેને પણ ઇંજેક્શન આપીને બેભાન કર્યો.

અભિષેક તે કોટેજમાંથી બહાર નિકળ્યો.તેને ઝટકો લાગ્યો કારણ કે તે એક ગાઢ જંગલમાં હતો.તે માણસોને મુકીને ગાડી પણ જતી રહી હતી.હવે અહીંથી ક્યાં જવું અને કેવીરીતે તે તેને સમજમાં ના આવ્યું.

"મને લાગતું જ હતું કે આ પી.સી મને આટલી સરળતાથી ના રાખે.તે મને કોઇ એવી જગ્યાએ રાખશે જ્યાં મને સરળતાથી ભાગવા ના મળે.હવે હું અહીંથી કેવીરીતે નિકળીશ?"અભિષેક વિચારવા લાગ્યો.

*****

રુદ્ર ,રુહી અને આશુ ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષને લઇને આશુના ઘરે આવ્યાં.
"રુદ્ર,આપણે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઇને પી.સી વિરુદ્ધ ફરિયાદ કેમ નથી નોંધાવતા?"રુહીએ કહ્યું.

"રુહી,કારણે કે આપણી પાસે તે પી.સી વિરુદ્ધ કોઇ સાબિતી નથી."આશુએ કહ્યું.

"તો શું આપણે હાથ પર હાથ મુકીને બેસી રહેવાનું?" રુહીએ કહ્યું.

"મારી પાસે એક આઇડિયા છે.પહેલા તો આપણા કુલ ચાર દુશ્મન છે.આદિત્ય ,હેત ગજરાલ,જબ્બારભાઇ અને પી.સી.અભિષેકના જેવા દેખાતા માણસની ગાડીનો અકસ્માત તે તિગડીએ કરાવ્યો.રુહી,પહેલા હેત ગજરાલની વિકેટ પાડી દઇએ.હવે અંતિમ યુદ્ધ શરૂ થઇ ગયું છે."રુદ્ર બોલ્યો.

"હા,બોલાવો વકીલસાહેબને."રુહીએ કહ્યું.

તેટલાંમાં જ ઘરનો બેલ વાગ્યો.આશુએ દરવાજો ખોલ્યો. બે વ્યક્તિઓ અંદર આવી.જેમને જોઇને રુદ્ર   અને રુહી આશ્ચર્ય  પામ્યાં.તે સની હતો.તેને વકીલસાહેબ લઇને આવ્યાં  હતા.
તે આવીને સીધો રુદ્રને ગળેલાગી ગયો.
"ભૈયા,હું તમારાથી બહુ જ નારાજ છું.આટલું બધું થયું અને તમે મને બોલાવ્યો પણ નહી.મે તો તમને મોટાભાઇ ગણ્યાં પણ તમે મને નાનોભાઇ ના ગણ્યો." સની રડી રહ્યો  હતો.રુદ્ર પણ તેને ગળે લાગીને રડી પડ્યો.
"પાગલ છે તું.હું તને મુસીબતમાં નહતો નાખવા માંગતો."રુદ્રે જવાબ આપ્યો.

"બસને ભૈયા,તમારો સની તમારા માટે જીવ પણ હસતા હસતા આપશે.હવે આ લડાઇમાં હું પણ તમારી સાથે છું.આપણા અભિષેકભૈયાને આપણે મળીને બચાવીશું."સનીએ મક્કમ અવાજે કહ્યું.

"વકીલસાહેબ,સારું થયું તમે આવી ગયા.તે સી.ડી દરેક મીડીયામાં પહોંચાડીને હેત ગજરાલ પર કેસ કરાવની તૈયારી કરો અને સનીએ હેત ગજરાલ વિરુદ્ધ જે પણ સાબિતી એકઠી કરી છે.તેને પણ પોલીસમાં સોંપો.આપણો પહેલો વાર હેત ગજરાલ પર થશે."રુદ્ર બોલ્યો.રુદ્રએ ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષ વાળી વાત કહી અને કેવીરીતે તે અત્યારે તેમને મુક્ત કરાવીને લાવ્યાં તે કહ્યું.

"ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષ,તમે કહ્યું  હતું ને કે અભિષેક પાસે  તે પી.સી વિરુદ્ધ કોઇ રેકોર્ડિંગ છે.તો તે ક્યાં હશે?હવે આ પી.સીને પણ સાથે સકંજામાં લઇએ.કાલે તેની વિરુદ્ધ પણ કેસ કરીએ."વકીલસાહેબે કહ્યું.

"વકીલસાહેબ રુદ્ર,મારી ઇચ્છા છે કે આપણે અભિષેકનું સ્વપ્ન પુર્ણ કરીએ.તે દવા અને થેરાપીને તેના નામ પર કરાવી અભિષેકના માથે લાગેલા આરોપ હટાવીએ." રુહીએ કહ્યું.

"હા રુહી,હવે ધીમેધીમે બધું જ ઠીક થશે.હવે આ ચારેય પાપીઓનો અંત નિશ્ચિત છે."રુદ્ર બોલ્યો.

******

આદિત્યે કહ્યું  હતું  તેમ હેત ગજરાલે બધી માહિતી કઢાવી જેના પરથી તેમને પી.સી વિશે જાણવા મળ્યું.

"આ પી.સી વચ્ચે ક્યાંથી આવી ગયો?અને અભિષેક જીવે છે તે વાત રુદ્ર રુહી જાણી ગયા છે.તે લોકો હવે બમણા જોરથી ત્રાટકશે."આદિત્ય બોલ્યો.

"તમે લોકો આમ હાથ પર હાથ રાખીને ના બેસો.તે બંનેને પકડો કઇપણ કરો.તે સીડી મેળવો."હેત ગજરાલ બોલ્યો.
"હેત ગજરાલ,આ દેશ છોડીને ભાગી જાઓ."જબ્બારભાઇ બોલ્યા.

"શું કહે છે?જબ્બાર,તું ભાનમાં છેને?"હેત ગજરાલ ડરીને બોલ્યા.

"આપણી હાલત ખુબજ ખરાબ થવાની છે.હેત ગજરાલ બચવું હોય તો ભાગી જા."જબ્બાર ફરીથી બોલ્યો.

"જબ્બારભાઇ,હવે મધદરિયે આવીને અાપણે પાછા ના ફરી શકીએ.હવે ગમે તે થાય આ લડાઇ તો લડવી જ પડશે.હેત ગજરાલ,તમે આજે ને આજે જ તે પી.સીને અહીં બોલાવો.તેમની સાથે મળીને જ હવે જીતી શકીશું."આદિત્યે કહ્યું.

"હા,તે બરાબર છે.આ જબ્બાર આટલો મોટો ડોન થઇને ડરી ગયો પણ હું  હાર નહીં માનું."હેત ગજરાલે પી.સીને ફોન કર્યો.તેને મળવા બોલાવ્યો.

"આવે છે એક કલાકમાં."હેત ગજરાલે કહ્યું.

"હવે આ લડાઇમાં તમે બંને એકલા જ છો.આવી રીતે હું વધારે સમય નહીં રહી શકું.હું આવતીકાલે જ આ દેશ છોડીને ભાગી રહ્યો  છું.મારા માણસોએ બધી વ્યવસ્થા કરી દીધી છે."જબ્બારભાઇએ કહ્યું.તેની વાત સાંભળીને આદિત્ય અને હેત ગજરાલને ધક્કો લાગ્યો.

શું જબ્બારભાઇ ભાગી જશે?
હેત ગજરાલ અને પી.સી સાથે મળીને કામ કરશે?
અભિષેક કેવીરીતે તે જંગલમાંથી બહાર નિકળશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Halimaibrahimjuneja

Halimaibrahimjuneja 6 માસ પહેલા

Neepa

Neepa 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 7 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 7 માસ પહેલા