ચાંદની - પાર્ટ 19 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 19

રાજે ચાંદનીને પોતાની વાત સમજાવી તેના રૂમમાં સુવા મોકલી દીધી..પછી પોતે સુવાની કોશિશ કરી પરંતુ એક નામ તેના ઝહેન માં સતત ફરતું હતું ..."અનુરાગ".. તેણે રાત્રે જ directive મિસ્ટર વાગ્લે ને મેસેજ કર્યો....
હવે આગળ...

સૂરજ દાદા ધરતી પર પોતાના સોનેરી કિરણો લઈ આવી ગયા હતા..પક્ષીઓ પણ પોતાના મધુર કલરવ થી સૂરજ દાદાની લાલીમાને વધાવી રહ્યા હતા...

રાજ બંગ્લોની બહાર આવેલા વિશાળ બગીચામાં ચાંદની ફૂલો ચુંટી રહી હતી..આ તેનો નિત્ય ક્રમ હતો..સવારે વહેલી ઉઠી તૈયાર થઈ માસીબા પૂજામાં બેસે એ પહેલા બગીચામાંથી સુંદર , તાજા,મઘમઘતા અવનવા ગુલાબ ,મોગરા માંથી સુંદર હાર અને બીજા પૂજાના થોડા ફૂલ નો થાળ તૈયાર રાખતી..

આજે પણ માસીબા પૂજા રૂમમાં આવતા હતા ત્યાંજ ચાંદની હાર અને ફૂલોનો થાળ લઈ સામે આવી... એટલે માસીબા બોલ્યા..

"ચાંદ બેટા રોજ તું મારી પહેલા ઉઠી તૈયાર થઈ મારી પૂજાનું બધું જ તૈયાર કરી મંદિરમાં રાખી દે છે...તું આ ઘરમાં આવી ત્યારથી એક પણ દિવસ એવો નથી કે તે આ બધું ના કર્યું હોય...દીકરા પછી તું જ્યારે તારા સ્ટેજ શો માટે બહાર જાય છે ત્યારે મને બવ અઘરું લાગે છે..તું લંડન ગઈ તી ત્યારે મારી એજ હાલત થતી હતી..આપડા ઘરમાં બવ બધા નોકરો છે ..મારા એકવાર કહેવાથી બધું તરત તૈયાર થઈ જાય..પણ જે ભાવના અને સ્નેહ થી તું કરે તેની વાત જ અલગ હોય..અને સાચું કહું હો તો મને પણ હવે તારી આદત પડી ગઈ છે.. તારા વગર જાણે મારું બધું કામ અધૂરું લાગે.."

"માસીબા સાચું કહું તો હું આ બધું તમારા માટે નહિ પણ મારી ખુશી માટે કરું છું..અને મારા રાધા કૃષ્ણ માટે .."

"ચાલો હવે જલ્દી પૂજા નું મોડું થાય છે.. જલ્દી કરો હમણાં રાજ આવી પ્રસાદી માંગશે... "

"હા ચાંદ બેટા એ બાબત માટે હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.. રાજ ક્યારેય મંદિરમાં પગ પણ નહોતો મૂકતો..એને હંમેશ ભગવાન માટે શિકાયત રહેતી..કે હું તેની આટલી પૂજા કરું છું તો પણ ભગવાને તેના પિતાને પોતાની પાસે બોલાવી લીધા ...બસ એટલે હંમેશ પ્રસાદ,પૂજા,આ બધું તેને વ્યર્થ લાગતું હતું. પણ તારા આવ્યા પછી તેના માં મે ઘણો બદલાવ જોયો છે.. એ બાબતે મને તું કલ્પી ના શકે એટલી ખુશી છે.."

થોડીવારમાં માસીબા પૂજા કરીને બહાર આવ્યા.. ત્યાં ચાંદની એ ટેબલ પર નાસ્તો રેડી કર્યો હતો..આજે તેણે રાજની પસંદની કચોરીઓ બનાવી હતી..તે રાજને બોલાવવા જતી હતી ત્યાં જ રાજ નીચે આવ્યો... તેણે માસીબા ને બૂમ મારી..

"મમ્મી મારે આજે એક જરૂરી કામ છે એટલે જલ્દી જવું પડશે..હું નાસ્તો પણ બહાર કરી લઈશ.."

"રાજ તારે જે કામ હોય તે પણ..નાસ્તો કર્યા પછી ચાલ હું આવું છું.."

બધા ટેબલ પર નાસ્તા માટે બેઠા..

"ઓહ..શું વાત છે...આજે તો મહારાજે ( રસોઈયા કાકા) મારા માટે મારી મનપસંદ કચોરી બનાવી છે. ..
લાવો જલ્દી જોઈને મોમાં પાણી આવી ગયું.."

માસીબા ચાંદની સામે જોઈ બોલ્યા..

"રાજ કચોરી મહારાજે નહિ પણ ચાંદની એ બનાવી છે... એ પણ તારા માટે.."

રાજે ચાંદની સામે જોઈ મુસ્કુરાઈ એક કચોરી પોતાના હાથમાં લઈ બોલ્યો..

"તો તો..આ કચોરી મારા પહેલા હું ચાંદની ને મારા હાથથી ખવડાવિશ..."

એક કચોરી ચાંદનીના મોમાં મૂકી..અને એક માસીબાના..પછી પોતે ખાધી...

વાહ..ચાંદની...જોરદાર...આવી કચોરી તો મે પેલા ક્યારેય નથી ખાધી..તારા અવાજ ની સાથે સાથે તારા હાથમાં પણ ગઝબ ની મીઠાશ છે ...

"તું એ તો કે તે આ બધું ક્યારે બનાવી દીધું..શું સવારની કિચન માં જ હતી..અને તેને કેમ ખબર આ મારો મનપસંદ નાસ્તો છે..!!"

"રાજ તું મારી પસંદ જાણી લે તો હું પણ જાણી જ લવ ને...આટલા વર્ષોથી તારી સાથે જો રહું છું..મને તો ડર હતો કે તને ભાવશે કે નઈ...પણ બસ તને સ્વાદ ગમ્યો એટલે મને નિરાંત થઈ.."

બધા કચોરી ની લિજ્જત માણી રહ્યા હતા ત્યાં રાજ ના મોબાઈલ વાઈબ્રેટ થયો.. તેણે મોબાઈલ કાઢી જોયું તો મિસ્ટર વાગ્લે નો હતો..

તે ઝડપથી ઉભો થઇ ગયો..અને બોલ્યો...

"મમ્મી હું હવે નીકળું છું મારે બવ લેટ થઈ રહ્યું છે..આટલા સરસ નાસ્તા માટે thank you so much ચાંદની..*

*પણ રાજ તું જા છો તો ચાંદની ને પણ લેતો જા ને .."

"ના મમ્મી મારે એક જરૂરી કામ છે..એટલે હું અત્યારે જ નીકળું છું ..હું ચાંદનીને સાંજે લઈ જઈશ.."

કોઈ કાઇ બોલે તે પહેલાં રાજ સડસડાટ રવાના થઈ ગયો...

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

આશ્રમ રોડ પર આવેલ એક કાફે માં મિસ્ટર વાગ્લે એક કોર્નર ટેબલ પર બેઠા હતા... છ ફૂટ ઊંચાઈ, સહેજ શ્યામ રંગ પણ આકર્ષક ચહેરો, વાંકડિયાવાળ,આંખો પર મોટા ચશ્મા.. ૪૫ વર્ષની ઉંમરે પણ એક નવયુવાન જેવી તાજગી તેના ચહેરા પર નીતરતી હતી.. પોતાની એક ditectiv એજન્સી હતી..જેમાં ઘણા લોકો કામ કરતા હતા.. તેવો ક્યારેય ફક્ત પૈસા માટે કોઈ કેસ હાથમાં લેતા ના હતા...સચ્ચાઈ અને શિસ્ત ના આગ્રહી હતા.. સાથે સાથે ચુસ્ત સમય પાલનમાં માનતા...

મિટિંગ નો સમય ૧૧ ના બદલે ૮:૩૦ નો કરવાનો મેસેજ રાતે રાજે તેને કર્યો હતો..અને અત્યારે ૮:૪૦ થવા આવ્યા તોય રાજનો ક્યાંય અતો પતો નહોતો..તેનું ધ્યાન સતત ઘડિયાળ માં હતું..

તે મનોમન બબડ્યા..

"જે માણસ ને સમય ની કિંમત નથી તેની સાથે હું કદી કામ ના કરી શકું..બસ હવે હું રાહ નઈ જોવ..."

તે જેવા ઊભા થઈ પાછળ ફર્યા કે સામે રાજ ઉભો હતો...

"મિસ્ટર રાજ તમે પૂરા ૧૨ મિનિટ લેટ છો..અને જે લોકો સમય નું પાલન નથી કરતાં તેની સાથે હું કામ નથી કરતો..આ તો વીણા બહેને ના લીધે મે તમને હા પાડી છે.."

"Really very very sorry મિસ્ટર વાગ્લે..હું પણ સમય પાલનમાં માનું છું પણ એક કારણ સર મારે થોડું મોડું થઈ ગયું..ફરી કદી આવું નઈ થાય.."

"Ok રાજ..હવે કામની વાત કરીએ.."

"સર તમે શું લેશો ચા કે કોફી.."

"કોફી.."

રાજે ૨ કોફી નો ઓર્ડર કર્યો..
રાજે પોતાના મોબાઈલ માંથી એક ફોટો અને એક કવર મિસ્ટર વાગલે ને આપ્યું..જેમાં કઈક હતું.... બેરર આવી કોફી મૂકી ગયો..

"મિસ્ટર રાજ તમે જે કામ આપ્યું છે તે માટે સમય લાગશે ... કેટલો તે ના કહી શકું પણ હું જેવી માહિતી મળશે કે તરત હું તમને કોલ કરીશ.."

"Ok મિસ્ટર વાગલે..પણ પ્લીઝ આ વિશે મમ્મી ને કે ઘરના બીજા કોઈને કંઈ પણ ખબર ના પડે તે ધ્યાન રાખજો..અને એક વીક પછી હું તમને સામે થી કોલ કરીશ તમે ના કરતાં.. ત્યાં સુધીમાં હું મારે જે કરવાનું છે તે કામ પતાવી દવ.."

Ok bye ...

બંને કોફી પી છુટા પડ્યા..

રાજે હોટેલ બ્લુ ડાઈન માં એક ટેબલ બુક કરાવ્યું..અને ફૂલો વાળા પાસેથી એક સુંદર બુકે બનાવડાવ્યો ..

ક્રમશઃ
Bhumi Joshi.
19/1/2021

રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 5 માસ પહેલા

sonal

sonal 8 માસ પહેલા

Amritlal Patel

Amritlal Patel 10 માસ પહેલા

Very good

Dimple Vakharia

Dimple Vakharia 11 માસ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા