ચાંદની - પાર્ટ 17 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 17


ચાદનીની ડાયરી તેના શબ્દોમાં...

રાજ ચાંદની ની ડાયરી વાંચતો હતો હવે આગળ...

અનુરાગ ચાંદની પાસે આવ્યો અને બોલ્યો..
" ચાંદની હું તારી સાથે બેસી થોડી વાર વાત કરી શકું?"

"અરે અનુરાગ તમારે મારી સાથે વાત કરવા મટે મારી પરવાનગીની જરૂર નથી..તમે ગમે ત્યારે ..વાત કરી શકો છો infact હું તમારી સાથે વાત કરી ..તમને ધન્યવાદ કહેવા આવવાની હતી..તમારા લીધે આટલી સરળતાથી મને આટલી મોટી અને ખ્યાતનામ કોલેજમાં એડમિશન મળી ગયું.. પપ્પાને કે મને કોઈ જ તકલીફ ના પડી બધી જવાબદારી તમે ઉપાડી લીધી.."

"ચાંદની ફર્સ્ટ તો તારે મને તમે કહેવાની કોઈ જરૂર નથી તું મને અનુરાગ કહીને બોલાવીશ તો મને વધુ ખુશી થશે..અને રહી વાત એડમિશન ની તો એમાં મે કશું નથી કર્યું તારા જેવી બ્રિલ્યન્ટ સ્ટુડન્ટ ને તો આ શું ..આનાથી પણ મોટી કોલેજમાં કોઈના પણ સીફારિશ વગર એડમિશન મળી જાય.. મારા માટે બવ ખુશી ની વાત છે કે હવે તું પણ આ કોલેજ ની વિદ્યાર્થિની છે.."

"અંજલિ પાસે થી તારા વિશે ઘણું સાંભળ્યું હતું ..પણ તને મળ્યા પછી લાગ્યું કે અંજલિ કહેતી હતી તેના કરતાં પણ વધુ સારો nature છે તારો...તું મારી ફ્રેન્ડ બનીશ તો મારા માટે ગર્વ ની વાત થશે.."

"ચાંદની be my friend..?"

"અનુરાગ ખરેખર તો મારો કોઈ બોય ફ્રેન્ડ નથી ...હું આ બધી બાબતો થી દુર રહેવાનું પસંદ કરું છું પણ તને મળીને લાગ્યું કે જાણે તને ઘણા સમય થી ઓળખું છું..મને પણ તારી દોસ્ત બનવું ગમશે.."

ચાંદની મનમાં કંઇક વિચારતા મજાક ના મૂડમાં...બોલી..

"અનુરાગ જોજે મને તારી ફ્રેન્ડ બનાવવામાં ક્યાંક તારી જૂની ગર્લ ફ્રેન્ડ નારાજ ના થઈ જાય..તું તો મારા કરતા સિનિયર છે..એક વર્ષ આ કોલેજમાં કાઢ્યું તારી તો અનેક ગર્લ ફ્રેન્ડ હશે. "

અનુરાગ ચાંદની સામે જોઈ મંદ મંદ હસ્યો...તેના હાવભાવ અને નજરો એ ચાંદની ને શરમાવી દીધી..

"ચાંદની તું માને કે ન માને પણ સાચું કહું તો મારી પણ તું ફર્સ્ટ ગર્લ ફ્રેન્ડ છો..હું ભલે કોલેજમાં ૨ વર્ષથી છું પણ મારા પુસ્તકો જ મારી દુનિયા છે...તને વિશ્વાસ ના આવે તો થોડા સમયમાં મને જાણી જઈશ.."

તો મને કેમ ફ્રેન્ડ બનાવી?

"એ સવાલ તો હું ખુદ ને પૂછું છું બસ દિલ તને જોતા જ તારામય બની ગયું.."

ચાંદની ફરી શરમાય ગઈ.. બંને એક મેક ને એકનજરે નિહાળવા લાગ્યા... ત્યાં જ એક પ્રોફેસર અનુરાગ ને બોલાવતા તે ત્યાંથી ક્લાસ તરફ ગયો..ચાંદની ક્યાંય સુધી તેને જતા જોઈ રહી..

ચાંદની એ પોતાની ડાયરીમાં પોતાની અને અનુરાગની વાતચીતની શરૂઆતની આ પ્રથમ ઘટના વિશે આગળ લખ્યું હતું...

કોલેજ નો આ દિવસ મારી જિંદગીનો સવ થી યાદગાર દિવસ બની ગયો હતો..અનુરાગ ના રૂપમાં એક સાચો મિત્ર મને મળી ગયો...હું જાતને જે સવાલ કરવા લાગી બસ મિત્ર કે તેનાથી વધુ..??

અનુરાગની એ નજર જાણે મારી આંખોમાં વસી ગઈ હતી..દિલ બસ હરેક પલ તેની સાથે વાત કરવા બેચેન બનવા લાગ્યું હતું..જાણે ચારેય બાજુ થી અનુરાગના નામના સ્પંદનો ધબકવા લાગ્યા હતા..

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

રાજ હજુ આગળ વાચવા માટે ડાયરી નું પેજ ફેરવવા જતો હતો ત્યાં તેના રૂમનો દરવાજો કોઈ ખખડાવ્યો હોય તેવું લાગ્યું...એક પળ માટે તે વિચારવા લાગ્યો આટલી મોડી રાતે કોણ આવ્યું..?? મમ્મી કે ચાંદની..?.

ચાંદની હશે અને ડાયરી વિશે જાણશે તો શું થશે..?

પોતે ઝડપથી ઉભો થયો..ધ્રુજતા પગલે દરવાજા સુધી માંડ આવ્યો..આવી તેણે આઈ હોલ માંથી જોયું....
બહાર ઊભેલી વ્યક્તિ જોઈ રાજ ડર થી થર થર કાંપવા લાગ્યો..

રાજે ધીરે થી રૂમનો દરવાજો ખોલ્યો...સામે ચાંદની ઉભી હતી..રાજને કશું સૂજતું ન હતું શું કરવું..? શું કહેવું..?
તે ખૂબ જ ગભરાઈ ગયો હતો..જાણે મોઢામાંથી અવાજ જ નીકળતો ના હતો..

ચાંદની ચહેરો ગુસ્સા થી લાલ ચોળ હતો તે તાડૂકી..

"રાજ પર્સનલ વસ્તુને મને પૂછ્યા વગર અડવાનો અધિકાર મે તને હજુ નથી આપ્યો..તે મારો વિશ્વાસ તોડ્યો છે.. તારી હિંમત કેમ થઈ મારી પર્સનલ ડાયરી મને પૂછ્યા વગર લેવાની.. ક્યાં છે મારી ડાયરી..??"

"મે તને મારો દોસ્ત ,હમદર્દ માન્યો હતો..અને તું..?? આવું કરતા પહેલા એક વાર પણ કશું વિચાર્યું નહિ ..કે જાણી મને કેટલું દુઃખ પહોંચશે..હું હમણાં જ માસીબા ને ઉઠાડતી..પણ તેમને જાણી બવ દુઃખ થશે..તે વિચારી ચૂપ છું.."

"પણ હવે ક્યારેય તારા પર વિશ્વાસ ની કરી શકું..
લાવ મારી ડાયરી.."

ક્રમશઃ
Bhumi Joshi


રેટ કરો અને રિવ્યુ આપો

Vishwa

Vishwa 8 માસ પહેલા

Reena

Reena 10 માસ પહેલા

Vadhavana Ramesh

Vadhavana Ramesh 1 વર્ષ પહેલા

jalpa

jalpa 1 વર્ષ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા