ચાંદની - પાર્ટ 8 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 8

અનુરાગની નજરો બાથરૂમમાંથી બહાર નીકળી ચાંદની ને શોધી રહી હતી...
નાનો અમથો હોલ મહેમાનોથી ખીચોખીચ ભરેલો હતો તેણે આમ તેમ નજર દોડાવી પણ વ્યર્થ. તે બહાર આવી અંજલી અને તેની ફ્રેન્ડ સાથે બેઠો.

ચાંદની રસોડામાં તેની મમ્મીને મહેમાનો ની મહેમાન ગતિ અને નાસ્તાની વ્યવસ્થા માં હતી.. આખી પાર્ટી નો ભાર ચાંદની એ પોતે જ ઊંચકી લીધો હતો.તેની મમ્મીને વધારે કંઈ ન કરવું પડે તે માટે પહેલેથી જ તેણે બધું સંભાળી લીધું હતું .કોઈ વ્યક્તિને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે માટે તે પૂરેપૂરો ખ્યાલ રાખતી હતી.

ઘરે આવેલ દરેક વ્યક્તિના મુખ માં એક જ નામ હતું ચાંદની.ઘરે આવેલા મહેમાનો નું ચાંદની જે રીતે સ્વાગત કરી રહી હતી તે જોઈ હરકોઈ તેના પ્રતિભાશાળી વ્યક્તિત્વ ને બિરદાવી રહ્યા હતા. ઘણા સમય બાદ અનુરાગ નો ઇંતજાર આખરે પૂરો થયો. ચાંદની મહેમાનોની આગતાસ્વાગતા માંથી પરવારી ને સહેલીઓ પાસે આવી ત્યાં અનુરાગ પણ હતો.

તેને નજીક આવેલી જોઈ અનુરાગનું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું હતું. તેને ચાંદની સાથે વાત કરવી હતી પણ સમજાતું ન હતું કે ક્યાંથી વાત શરુ કરવી? શબ્દો જાણે ઓઝલ થઇ ગયા હતા...

❣️નિહાળ્યો તારો ચહેરો ને...
ભુલ્યો હું ખુદને...
વાચા બધી હણાઈ ગઈને ...
ઢઢોળું હું ખુદ ને...!!❣️

ચાંદનીના રૂપ, ગુણ અને ટેલેન્ટ ની સાથે તેનો મીઠો રણકો તેના સૌંદર્યને ચાર ચાંદ લગાવી રહ્યો હતો. શાળામાં થતી સિંગિંગ કોમ્પિટિશન માં દર વર્ષ ચાંદની ફર્સ્ટ આવતી. એટલે તેની બધી સહેલીઓ તેના અવાજથી પ્રભાવિત હતી...

વળી ઘરે આવેલા મોટાભાગના મહેમાનો પણ આ વાતથી વાકેફ હતા એટલે બધાની ઈચ્છા હતી કે ચાંદની આજે પણ કોઈ ગીત ગાય.નાસ્તાની લિજ્જત માણી બધા બેઠા હતા ત્યાં ચાંદનીના પપ્પાના ખાસ મિત્ર નવીન અંકલ બોલ્યા.

"ચાંદની બેટા અહીંયા આવ."

"અમારા બધાની ઈચ્છા છે કે અહીંયા થી છુટા પડતા પહેલા અમે બધા તારા મધુર અવાજ નું રસપાન કરીએ. તને ગમે તું કોઈપણ ગીત સંભળાવ."

નવીન કાકા ની આ વાતને બધાએ એકસાથે જીલી સૂર પુરાવ્યો.

". હા ચાંદની આજે તો તારે કંઈ ગાવું જ પડશે."

ચાંદની એ તેના પપ્પાની સામે જોયું તેમણે નજરોથી હામી ભરી. ચાંદનીના ભાઈને ગિટાર વગાડતા સારું આવડતું હતું. તે તરત જ ઘરમાંથી નાનકડું ગિટાર લઈને આવ્યો.

અને ચાંદની એ સૂર છેડ્યા...

🌺 શ્યામ તારી વાસળીના સુર તો રેલાવ...
મારે ગોપી બની રાસે રમવું છે...
વનરાવનની કુંજ ગલીમાં નિત્ય મારે મહાલવું...
વૃંદાવનના વૃક્ષે વૃક્ષે તુજને પોકારવું...
આંખનો ઈશારો કરી મુજને બોલાવ...
હો તારી શામળતા મન મારું મોહ્યું છે...
ઓ શ્યામ તારી વાંસળી નાં સુર તો રેલાવ...!!🌺

ચાંદીના ગીતના સૂર રેલાત જ બધા મંત્રમુગ્ધ થઈ તેના મીઠા સ્વરમાં જાણે ખોવાઈ ગયા હતા..

અને અનુરાગ તો તેનો કર્ણપ્રિય અવાજ સાંભળી પોતાનું દિલ તો શું પોતાનું સર્વસ્વ ચાંદની પર હારી બેઠો.

ગીત પૂરું થઈ જતા બધાએ ચાંદનીને તાળીના ગડગડાટથી વધાવી લીધી. પણ અનુરાગ મૂર્તિ બની જાણે ચાંદનીમાં ખોવાઈ ગયો હતો ..હવે ધીમે ધીમે બધા ઘરે જઈ રહ્યા હતા..

અનુરાગની તન્મયતા તોડતા અંજલી બોલી..

"ક્યાં ખોવાઈ ગયો અનુરાગ.. ? મેં તને બે વાર બોલાવ્યો ..ચાલ ઊભો થા.. હવે આપણે પણ જઈશું ને..?"

અનુરાગની તંદ્રાવસ્થા તૂટતા તે સફાળો ઉભો થયો..

અને બોલ્યો ..

"અરે હા ચાલો ચાલો.."

અનુરાગ અને અંજલી બધા ઉભા થઈને જતા હતા.. ત્યાં ચાંદીના મમ્મી આવ્યા..

" તમે લોકો કેમ જવાની ઉતાવળ કરો છો ..?"

" બધાની મહેમાન ગતિમાં ચાંદની તો તમારી સાથે બેસી ના શકી એવું કરો અંદરના રૂમમાં તમે બધી સહેલીઓ થોડી વાર બેસી વાતો કરો .."

ત્યાં ચાંદનીના ના પપ્પા પણ આવ્યા અને તે બોલ્યા ..

"બેટા તમે લોકો બેસો મારે પણ તમારી સાથે અગત્યની વાત કરવી છે આવો બેસો.."

"ચાંદની બેટા તારી આ બધી સહેલીઓની તો સારી રીતે ઓળખું છું પણ નવ યુવાન કોણ છે..?"

ચાંદની ના પપ્પા ની વાત સાંભળી અનુરાગ બોલ્યો.

ક્રમશઃ

Bhumi Joshi
20/10/2020


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 4 માસ પહેલા

Vishwa

Vishwa 6 માસ પહેલા

sonal

sonal 6 માસ પહેલા

Reena

Reena 8 માસ પહેલા

Minal Sevak

Minal Sevak 12 માસ પહેલા