રુદ્રની રુહી... - ભાગ -75 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ -75

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -75

" અગર સાચા હ્રદયથી કઇ માંગો તો જાદુ થાય છે."રુચિ કાકાસાહેબના ઘરમાં પોતાનો પહેલો પગ અંદર મુકતા બોલી.તે ખુબ જ રોમાંચિત હતી.શોર્યે દરવાજા સામે જોયું અને આંખો પર વિશ્વાસ ના આવતા આંખો ચોળી.કાકાસાહેબને ખબર નહતી પડી રહી કે શું થઇ રહ્યું હતું.
"કોણ છો તમે?"કાકાસાહેબે પુછ્યું.
"રુચિ હેત ગજરાલ,પપ્પા."રુચિના બદલે શોર્યે જવાબ આપ્યો.કાકાસાહેબ આઘાત પામ્યાં.શોર્યને હજી વિશ્વાસ નહતો આવતો કે અંતે તેનો પ્લાન સફળ થયો અને રુચિ અહીં હતી.તે રુચિ પાસે દોડીને ગયો અને પોતાના પિતાની હાજરી અવગણીને રુચિને ગળે લાગી ગયો.રુચિ પણ શોર્યના આલિંગનમાં દુનિયા ભુલાવી બેસી,તેની આંખમાં ખુશીના અને સફળતાના આંસુ હતા.
"રુચિ ,તું કેવી રીતે આવી? આજે તારા લગ્ન હતાં ને આદિત્ય સાથે?"શોર્યે રુચિથી અળગા થઇને પુછ્યું.

રુચિને રસ્તામાં રુદ્ર સાથે થયેલી વાત યાદ આવી.
"રુચિ ,કોઇ તમને પુછે કે તમે કઇ રીતે અહીં આવ્યા.તો તમે બિલકુલ મારું નામ નહીં આપો.જુવો તમે અગર કહેશો કે હું રુદ્ર સાથે આવી છું તો કાકાસાહેબ અને શોર્ય ગુસ્સે થશે.તે મને નફરત કરે છે અને કદાચ તમને સ્વિકારવાની નાપાડી દે." રુદ્રે કહ્યું.

"ચિંતા ના કરો રુદ્ર.હું કોઇને નહીં કહું કે તમે મારી મદદ કરી છે અહીં ભગાડીને લાવવામાં.તમે મારા પર ખુબ મોટો ઉપકાર કર્યો છે.આ અહેસાનનો બદલો હું તમને એક દિવસ જરૂર ચુકવીશ."
અત્યારે તે વાત યાદ આવતાં.
"શોર્ય,હું મારી રીતે અહીં આવી છું,તે ઘર હંમેશાં માટે છોડીને.હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.શું તું મારી સાથે લગ્ન કરીશ?"રુચિ ઘુંટણીયે બેસીને શોર્યને પ્રપોઝ કર્યું.તેટલાંમાં જ આ બધું છુપાઇને જોઇ રહેલા કાકીમાઁ નીચે આવ્યાં.રુચિએ જીન્સ અને તેની પર શોર્ટ કુરતી પહેરી હતી.રુચિ સુંદર હતી.પોતાના દિકરાને આટલી સુંદર પત્ની મળશે તે વાતનો કાકીમાઁને વિશ્વાસ નહતો.શોર્ય દેખાવમાં ખુબ જ હેન્ડસમ હતો,તેનું શરીર એકદમ કસાયેલું,તેની લંબાઇ પણ સપ્રમાણ પણ તેની હરકતો પુરા હરિદ્વારમાં લગભગ બધાને ખબર હતી.અહીં હરિદ્વારમાં આટલી સુંદર છોકરી તેને હા પાડે તે શક્ય નહતું.અંદરખાને કાકીમાઁ ખુશ હતાં પણ અચાનક તેમને રુદ્ર અને તેમનો પ્લાન યાદ આવ્યો.

"ના શોર્ય તારી સાથે લગ્ન નહીં કરે રુચિ.જેવી તું આવી છો એવી જ રીતે પાછી જતી રહે."કાકીમાઁ સીડીઓ ઉતરતા બોલ્યા.આજે તેમના અવાજમાં એક રૂવાબ ,ઠસ્સો અને ગુસ્સો હતો.શોર્ય,કાકાસાહેબ અને રુચિ આઘાત પામ્યાં.રુચિ ડરી ગઇ કેમ કે અગર શોર્યના માઁ તેનો અસ્વિકાર કરે તો તેના માટે મરવા જેવી સ્થિતિ થઇ શકે.
કાકાસાહેબ અને શોર્ય કાકીમાઁ પર ગુસ્સે હતા કેમકે રુચિ તેમની અબજોની લોટરી હતી.જેને કાકીમાઁ ઠુકરાવી રહ્યા હતાં.
"મમ્મી,હું રુચિને અને રુચિ મને પ્રેમ કરીએ છીએ અને હા એકવાત સાંભળી લે હું રુચિ સિવાય કોઇની પણ સાથે લગ્ન નહીં કરું."શોર્યે પોતાની માઁને ધમકી આપી.
"હા તો રહેજે આજીવન કુંવારો,અગર હું ખોટી નથી તો તું એ જ રુચિ છેને જેના રુહીના પુર્વ પતિ સાથે લગ્નેત્તર આડા સંબંધો હતા?પતિ પત્ની અને વોહ...."કાકીમાઁના સવાલ પર રુચિ નીચું જોઇ ગઇ.
"આવી છોકરી સાથે લગ્ન કરાવવા માંગશો તમારા એકમાત્ર દિકરાના,શોર્યના પપ્પા?અને શોર્ય , આવી ચારિત્રહીન છોકરીને હું ક્યારેય નહીં સ્વિકારું.અગર આ લગ્ન થશે તો એક તરફ દુલ્હન ઘરમાં આવશે અને બીજી તરફ મારી અરથી ઉઠશે."કાકીમાઁ આટલું ગુસ્સામાં બોલીને અંદર જતાં રહ્યા.તે ત્રણેય ડરી ગયાં.


"રુચિ દિકરી,શોર્યની માઁની વાતનું ખરાબ ના લગાડીશ.શોર્ય તેમનો જીવ છે.તું એક વાર અંદર જઇને તેમના પગ પકડ અને તેમને વિનંતી કર તે માની જશે.તે ખુબ જ મૃદુ સ્વભાવના છે."કાકાસાહેબ બોલ્યા.
રુચિ ખુબ જ ડરેલી અને નિસહાય અનુભવી રહી હતી.તેને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો.આજ જેવું અપમાન તેનું પહેલા ક્યારેય નહતું થયું.રુદ્રના શબ્દો તેના કાને ફરીથી અથડાયા.
"સારો ખરાબ જે પણ છે હવે આ જ તમારો પરિવાર છે.તમારા ડેડી હવે તમને કદાચ થોડા સમય પછી જ અપનાવે કે ના પણ અપનાવે.પાછા જવાનું તમારી પાસે આદિત્ય સિવાય કોઇજ ઓપ્શન નથી.
તો અહીં જેવા પણ લોકો છે જેવાપણ તેમના સ્વભાવ છે તમારે તેની સાથે એડજેસ્ટ કરવાનું છે."

રુચિએ પોતાના થવાવાળા સાસુને મનાવવાનો નિર્ણય કર્યો,ભલે તેને તેના માટે કઇપણ કરવું પડે.અહીં કાકીમાઁ ડરેલા હતા આજ પહેલા આ રીતે વાત તેમણે ક્યારેય નહતી કરી કોઇની પણ સાથે.તેમને ડર હતો કે રુચિ અગર જતી રહી તો શોર્યને આટલી સુંદર છોકરી નહી મળે પણ આ બધો તેમના અને રુદ્રના પ્લાનનો ભાગ હતો.
રુચિ અંદર આવી,કાકીમાઁ એ મોઢું ફેરવી લીધું.રુચિ સીધા તેમના પગે પડી ગઇ અને રીતસરની ભીખ માંગવા લાગી.
"પ્લીઝ માઁ,મને અપનાવી લો અગર શોર્ય સાથે મારા લગ્ન ના થયા તો મરવા સિવાય મારી પાસે કોઇ રસ્તો નથી.હું તમને વચન આપું છું.આજથી શોર્ય સિવાયના તમામ પુરુષો મારા માટે પિતા અને ભાઇ સમાન છે.તમે જેમકહેશો તેમ હું કરીશ અને રાખશો તેમ રહીશ.મને સ્વિકારી લો."અબજો રૂપિયાની એકમાત્ર વારસદાર આજે ભીખારીની જેમકાકીમાઁ ના પગે પડીને રડતા રડતા આજીજી કરી રહી હતી.કાકીમાઁ એ તેને હડસેલી અને બહાર બધા સામે આવીને બોલ્યા,
"ઠીક છે શોર્ય અને રુચિના લગ્ન માટે હું તૈયાર છું પણ મારી એક શરત છે.લગ્ન પછી આ ઘરની વહુ તરીકે હું જેમ કહું તેમ રહેવું પડશે.આ ઘરની વહુ બહાર નોકરી કે કામ કરવા નહીં જાય,રુહીના પગે નાક ધસીને તેની માફી માંગીશ અને તારા બાપના રૂપિયાની અકડ મને નહીં બતાવે.બીજું દરેક માઁની જેમ મને પણ આશા છે કે હું મારા પૌત્ર કે પૌત્રીનું મોઢું જલ્દી જોઉં.બોલ મંજૂર છે?"કાકીમાઁ કડક અવાજમાં બોલ્યો ,બધાંજ અત્યંત આઘાતમાં હતા.કાકીમાઁનુ આ રૂપ આઘાતજનક હતું.રુચિ જે વાતથી ડરીને આદિત્ય સાથે લગ્ન ના કરી શકી તે બધી વાત આજે શોર્ય માટે થઇને તેણે ના છુટકે માની.તેણે હકારમાં માથું હલાવ્યું.
"ઠીક છે તો આ બધી બાબતો તું મને લેખીતમાં આપીશ અને પછી કાલે સવારે વહેલા જ અહીં આ ઘરમાં તમારા લગ્ન થશે.શોર્યના પપ્પા અગર તમે ઇચ્છો છો કે આ લગ્ન શાંતિથી થાય તો માન સમેત રુદ્ર અને તેના પરિવારને તમે જાતે અહીં તેડીને લાવશો."કાકીમાઁનો આ કડક અંદાજ અને રૂવાબ જોવાલાયક હતો.માથું ઊંચું રાખીને તે સુવા જતાં રહ્યા.શોર્ય અને કાકાસાહેબ કાલે સવારે લગ્નની તૈયારીમાં લાગ્યાં.રુચિને કાકીમાઁ પોતાની સાથે સુવા લઇ ગયાં.

********
અહીં રુદ્ર પોતાના બેડરૂમ તરફ ગયો,દરવાજો અંદરથી બંધ હતો.રુદ્રે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો અને અંદર ગયો.રજાઇ ગળાસુધી ઓઢીને નિરાંતે સુતેલી રુહી જેના ચહેરા પર સ્માઇલ હતી.તેને જોઇને રુદ્રને ખુબ જ રાહત અને ખુશી થઇ.
"ઓહો,લાગે છે મેડમે મને બિલકુલ મીસ નથી કર્યો એટલે જ તો જુવોને કેવા ધસધસાટ અને નિરાંતે ઊંઘે છે." રુદ્ર આટલું સ્વગત બોલીને સ્નાન કરવા ગયો.સ્નાન કરીને તે રોજના તેના શોર્ટ્સ પહેરીને સુવા માટે બેડ પર આવ્યો.રુહીના ઊંઘમાં પણ હસતા ચહેરાને જોઇને તેને તેના પર ખુબ જ વ્હાલ આવતું હતું.તેણે રુહીના ગાલ પર કીસ કરી.
રુહીની આંખો અચાનક ખુલી ગઇ રુદ્રને જોઇને તેના ચહેરા પર મોટું સ્માઇલ આવ્યું.રુદ્રે જોયું કે રુહીએ તેનું શર્ટ પહેરેલું હતું.હવે રુદ્રના ચહેરા પર સ્માઇલ આવી.
"ઓહો,કોઇ તો બહુ મોટું ચોર છે.પહેલા હ્રદય ચોરે,પછી ચેન ચોરી લે,પછી તમારા દિમાગ પર કબ્જો કરી લે સાલુ તમને તેમના સિવાય કોઇના વિચાર ના આવે અને હવે મારો શર્ટ પણ ચોરી લે."રુદ્ર શરારતી સ્મિત સાથે કહ્યું .
"હા તો ?કોઇ પોતાની આટલી સુંદર નવલીનવેલી દુલ્હનને લગ્નના બીજા દિવસે આમ મુકીને જાય?તો તે બિચારી શું કરે?અગર તેને તેના પતિની યાદ આવે તો?" રુહીએ પણ સામે શરારતી અંદાજમાં જવાબ આપ્યો.
"એય ચોર,ચોરેલો સમાન પાછો આપ."રુદ્રે રુહીને નજીક ખેંચીને બોલ્યો.
"મારી સરપ્રાઇઝ જેના માટે મને મુકીને ગયા હતા." ખોટું ખોટું રીસાયેલી રુહી બોલી.
"એ કાલે સવારે પણ અત્યારે આ મારો ફેવરિટ શર્ટ તો હું લઇને જ રહીશ."રુદ્ર શરારતી સ્મિત સાથે બોલ્યો.
"તાકાત હોય તો લઇને બતાવો."રુહીએ ચેલેન્જ આપી.
"એમ?"આટલું કહીને રુદ્રે પોતાની રુહીને પોતાની નજીક ખેંચીને તેના હોઠ પર પોતાના હોઠ મુકી દીધાં ,આખા દિવસના વિરહ પછી રુદ્ર અને રુહી ફરીથી રુદ્રહી અને રુહાક્ષ બની ગયાં..

વહેલા સવારે રુદ્રના રૂમનું બારણું જોરજોરથી ખખડ્યું.રુદ્રની આંખો થાક અને ઉજાગરાના કારણે માંડ માંડ ખુલી.રુહી પણ ઊભી થઇ.રુદ્રને થયું કે કાકાસાહેબ જ હશે.તેણે રુહીને નાહીને તૈયાર થઇને નીચે આવવા કહ્યું.
"ડાર્લિંગ,તારી સરપ્રાઇઝ નીચે રાહ જોવે છે.સુંદર રીતે તૈયાર થઇને નીચે આવ."રુદ્ર પણ કપડાં બદલીને નીચે ગયો.તેણે જતાં જતાં અભિષેક અને રિતુને પણ તૈયાર થઇને જલ્દી આવવા કહ્યું.

રુદ્ર નીચે આવ્યો.કાકાસાહેબના ચહેરા પર આખી રાતના ઉજાગરાનો થાક અને રુદ્ર આગળ નમવું પડશે તેનો અફસોસ હતો.રુદ્રના ચહેરા પર સ્મિત હતું.
"અરે કાકાસાહેબ,શું વાત છે?આટલી વહેલી સવારે આવવાનું થયું?"બધું જાણતા હોવા છતા અજાણ બનવાનું નાટક કરીને રુદ્ર બોલ્યો.
"પહેલા અભિષેક અને રુહીને આવી જવા દે પછી કહું."કાકાસાહેબ બોલ્યા.
થોડીવારમાં રુહી નીચે આવી,લાલ સિલ્કની બાંધણીની સાડી,ગળામાં મંગળસુત્ર,હાથમાં રુદ્રની માઁના કડા અને સેંથામાં સિંદુર,ના કોઇ મેકઅપ કે ના કોઇ ઠઠારો પણ તે અદભુત લાગી રહી હતી.અભિષેક અને રિતુ પણ આવ્યાં.
"બોલો કાકાસાહેબ,હવે રુહી અને અભિષેક આવી ગયાં." રુદ્રે કહ્યું.
"તમારે બધાએ અત્યારે જ મારી સાથે તૈયાર થઇને આવવાનું છે."કાકાસાહેબ બોલ્યા.
"પણ કેમ આમ અચાનક શું થયું ?કાકીમાઁ ઠીક છેને?"રુહી ડરીને બોલી.
"હા તે ઠીક છે.વાત એમ છે કે શોર્યના લગ્ન છે અત્યારે જ."કાકાસાહેબ બોલ્યા.
"પણ કોની સાથે ?"આઘાત પામેલી રુહી બોલી.
"રુચિ સાથે."કાકાસાહેબની વાત પર રુહીની આંખો પહોળી થઇ ગઇ અત્યંત આઘાત સાથે.

રુચિનું હરિદ્વારમાં આગમન રુહી પર શું અસર કરશે?હેત ગજરાલ અને આદિત્ય રુચિ અને શોર્યના લગ્ન રોકી શકશે?શું પ્રતિક્રિયા હશે રુહીની જ્યારે તે જાણશે કે રુદ્ર રુચિને ભગાવીને લાવ્યો છે?

જાણવા વાંચતા રહો

રેટ કરો અને રિવ્યુ આપો

maya shelat

maya shelat 3 માસ પહેલા

Gadhvi Aaspar

Gadhvi Aaspar 8 માસ પહેલા

sandip dudani

sandip dudani 8 માસ પહેલા

Jinu Kapuriya

Jinu Kapuriya 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા