ચાંદની - પાર્ટ 5 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 5

કાગળ પર મેં મારી જિંદગી લખી દીધી...
આંસુઓથી સીંચીને ખુશી લખી દીધી..
દર્દ જ્યારે ઊભર્યું , મારા હોઠો પર...
લોકો બોલ્યા ... વાહ શું ગઝલ લખી દીધી...!!💞

રાજની નજરથી બેખબર ચાંદની હોટલની બાલ્કનીમાં ઊભી ઊભી કવિતા ગાઈ રહી હતી..

સામેની બાલ્કનીમાં શાંત ચિત્તે ઉભો રાજ ચાંદનીના ખુશીથી છલકાતા ચહેરાને અને તેની કવિતા ની મીઠાશ ને જોઈ અને સાંભળી રહ્યો હતો.. ત્યાંજ રાજ ના ફોનની ઘંટડી રણકી...

"મિસ્ટર રાજ આર યુ રેડી ..મારો ડ્રાઇવર કાર લઇ તમને પીકપ કરવા આવે છે... તમે ચાંદની સાથે રિસેપ્શન કાઉન્ટર પર આવી જાવ..."

મિસ્ટર મિતલ ની વાત સાંભળી રાજ બોલ્યો" ઓકે વી વિલ રેડી..."

રાજ પોતાના વિચારોને ખંખેરી ચાંદની ને લેવા તેના સ્યુટમાં ગયો.. સ્યુટ નો દરવાજો ખુલ્લો જ હતો.. ચાંદની હજી પણ બાલ્કનીમાં ઊભી હતી...

"ચાંદની આર યુ રેડી...?" મિસ્ટર મિત્તલ નો હમણાં જ કોલ આવ્યો.. તે ગાડી મોકલે છે.. અને કવિતાને પણ જાણ કરી દીધી છે.. તે રીસેપ્શન કાઉંટર પર પહોંચે છે..

ચાંદની બોલી.."રાજ આઇ એમ રેડી.. લેટ્સ ગો.. જસ્ટ મિનિટ. મારા રાધાકૃષ્ણને જોડે લઈ લવ.. " મૂર્તિને પર્સમાં નાખી તે બહાર આવી...

આસમાની રંગનો શોર્ટ ડિઝાઈનર કુર્તો , બ્લેક ડેનિમ જિન્સ, કાનમાં લાંબી મેચિંગ ઇયરિંગ, ગળામાં લોકેટ વાળી પતલી ચેન, હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં ડાયમંડ બ્રેસલેટ ...ઉંચી હિલ ના સેન્ડલ...ચહેરા પર લાઈટ મેકઅપ.. ડાર્ક આઇશેડો... રેડ કલરની લિપસ્ટિક.. વાળમાં સાઈડમાં એક નાનકડું બ્રોચ ભરાવી બાકીના વાળને ખુલ્લા છોડ્યા હતા...

પહેલી નજરમાં કોઈને પણ પ્રેમ થઈ જાય, એટલી ચાંદની મનમોહક લાગી રહી હતી... તેની ખરી સુંદરતા તેની આંખો હતી.. એની આંખોમાં હંમેશા કાજલ રહેતું ..કાજલ ભરેલી આંખોમાં કામણ સાથે સાથે એટલી જ ખુમારી હતી .. કોઈપણ વ્યક્તિ તેની નજીક જવાનો પ્રયાસ ન કરી શકે તેવી ધારદાર તેની નજર હતી... સાથે સાથે આંખોમાં નિર્દોષતા પણ એટલી જ ...આટલી મોટી સ્ટાર હોવા છતાં તેનામાં કોઈ જ અભિમાન ન હતું ..ખૂબ જ લાગણીશીલ અને સરળ સ્વભાવની હતી... અને તેની આ જ વાત પર રાજ ફિદા હતો...

ચાંદની, રાજ અને સેક્રેટરી કવિતા ત્રણે જણ રિસેપ્શન પર પહોંચ્યા... ત્યાં હોટેલના ગેટ પર મિસ્ટર મિત્તલની ગાડી ડ્રાઇવર સાથે આવીને ઊભી હતી... ત્રણેય ગાડીમાં બેઠા.. ગાડી સ્ટેડિયમ તરફ રવાના થઈ... સ્ટેડિયમ વાળા આખા રોડ પર ચાંદનીના મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા.. તેઓ પહોંચ્યા ત્યારે શો શરૂ થવામાં દસ મિનિટ બાકી હતી...

લંડન ના વેમ્બલી સ્ટેડિયમ પર અવનવી લાઈટ સાથે વિવિધ પોઝ વાળા ચાંદનીના મોટા મોટા હોર્ડિંગ્સ ...ચારે તરફ ઝળહળી રહ્યા હતા... લન્ડન નું વેમ્બલી સ્ટેડિયમ કે જે લન્ડન નું સૌથી મોટું સ્ટેડિયમ ગણાય છે ..(અને આ વેમ્બલી વિસ્તાર એટલે લંડન માં ઇન્ડિયન લોકોથી ખીચોખીચ ભરેલો વિસ્તાર)..

વેમ્બલી સ્ટેડિયમ ચાંદનીના શો ને નિહાળવા ઓડિયન્સ થી ખીચોખીચ ભરેલું હતું .. સપ્તરંગી lights.. મોટા મોટા હેલોજન .. અને બે અલગ અલગ સંગીતકાર ની પાર્ટીઓ..

સ્ટેડિયમની રોનક અને પોતાના અસંખ્ય ફેનસ જોઈ ચાંદની અવાચક રહી ગઈ.. સ્ટેડિયમમાં ઇન્ડિયન્સ લોકોની સાથે સાથે ગોરાઓ ,યંગસ્ટર્સ , વડીલો અને બાળકો ઉભા થઇ ચિચિયારીઓ કરતાં હતા.. ચાંદની ...ચાંદની... ચાંદની.. બૂમો પાડતા હતા..

ચાંદની અને રાજે વિચાર્યું હતું તેના કરતાં અનેકગણી વધુ જનમેદનીની હતી... સ્ટેડિયમ આખું housefull હતું.. જેને સ્ટેડિયમમાં ટિકિટ નથી મળી તે બંને સાઈડની ગેલેરીમાં ઉભા ઉભા શો ને નિહાળવા આવ્યા હતા...

"રાજ,ચાંદની કેવું લાગ્યું શો નું આયોજન..?? ઍવરીથીંગ પરફેક્ટ..??"

"ઓહ મિસ્ટર મિત્તલ વન્ડરફુલ જેટલું વિચાર્યું હતું તેના કરતાં અનેકગણું ઓડિયન્સ છે આ શો ને હિટ થતાં હવે કોઈ રોકી નહીં શકે ." રાજ બોલ્યો...

રાજ અને મિસ્ટર મિત્તલ ખન્નાએ ચાંદનીને ઓલ ધ બેસ્ટ વિશ કર્યું.. ચાંદની રાધાકૃષ્ણને વંદન કરી સ્ટેજ પર આવી...

સ્ટેજ પર એક લાઈટ ચાંદીના ચહેરા પર અને એક લાઈટ તેની આગળ ફોકસ કરી રહી હતી.. ચાંદીના ના સ્ટેજ પર આગમન થતાં સ્ટેડિયમ સીટીઓ અને તેના નામ થી ગુંજી ઉઠ્યું.. ચાંદની એ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરી...

જેવી ગણેશ વંદના ચાલુ થઈ... સ્ટેડિયમમાં થોડીવાર પહેલા ઉઠેલી ગુંજ નીરવ શાંતિમાં પરિવર્તિત થઈ ગઈ ...લોકો હાથ જોડી મંત્રમુગ્ધ થઈ, ચાંદનીને સાંભળી રહ્યા... ગણેશ વંદના પૂર્ણ થતા ચાંદની એ સૌપ્રથમ એક ગઝલ ગાઇ...

💕હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો...
સાવરીયો રે મારો... સાવરીયો...
કોઈ પૂછે મને ઘર તારું કેવડું...
હો.. ઓ ... કોઈ પૂછે મને ઘર તારું કેવડું..
હો.. ઓ... મારા વલામજી બાથ ભરે એવડું ...
સાવરીયો રે મારો... સાવરીયો....💕

આ ગઝલ થકી ચાંદની એ લન્ડન માં બેઠેલા હર ભારતીય ના દિલને જીતી લીધા... ત્યારબાદ હિન્દી અંગ્રેજી સોંગ ના ફ્યુઝને સ્ટેડિયમમાં બેઠેલા હરેક ઓડિયન્સના મનને મોહી લીધા...

હર કોઈ ચાંદનીના તાલે નાચવા અને ઝુમવા લાગ્યા... એક કલાકના આ શોમાં આખું સ્ટેડિયમ જાણે ચાંદનીના રંગમાં રંગાઈ ચાંદનીમય બની ગયું ...

ચાંદનીનો મધુર સૂર ..સંગીતકારોના ટીમનું આહલાદક સંગીત.. સ્ટેડિયમ ની અદભુત સજાવટ... સ્ટેડિયમમાં બેઠેલા ચાંદનીના અઢળક ફેન્સ ....શો સુપરહિટ થઈ ગયો...

સ્ટેડિયમમાં મૂકેલી મોટી મોટી L.e.d.સ્ક્રીનમાં ચાંદીના આજના આ શોનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું... જેથી ઘરે બેસેલા હર ભારતીયો પણ આ શોની નિહાળી શકે...

જેવો શો પૂર્ણ થયો ..ઓડિયન્સમાં રહેલા ફેન્સ ચાંદનીના ઓટોગ્રાફ માટે પડાપડી કરવા લાગ્યા ..ઘણી બધી સિકયોરિટી વચ્ચે પણ એક ટોળું ચાંદનીના સ્ટેજ પર ધસી આવ્યું હતું...

દરેક ચાંદની સાથે એક ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ માટે તલપાપડ હતા... પણ ચાંદનીની નજર એ ટોળા થી દુર સ્ટેડિયમની પ્રથમ રોમાં બેસેલ એક વ્યક્તિ પર હતી... ચાંદની તેને ધારી ધારીને જોતી હતી... એટલે જ શો પતી ગયા ને ૫ મિનિટ થઈ ગઈ હોવા છતાં ચાંદની હજુ સ્ટેજ પર હતી...

ક્રમશઃ
ચાંદની વિસ્મય ભરી નજરે સ્ટેડિયમ માં કોને જોઈ રહી છે?
શું છે ચાંદની નો ભૂતકાળ??
ચાંદની સ્ટાર કેવી રીતે બની?
જાણવા માટે વાચતા રહો...

વાચકમિત્રો મારી આ વાર્તા ને વાંચી આપનો અમૂલ્ય અભિપ્રાય જરૂર આપશો.


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 4 માસ પહેલા

Anish Padhiyar

Anish Padhiyar 6 માસ પહેલા

Nalini

Nalini 6 માસ પહેલા

Vishwa

Vishwa 6 માસ પહેલા

sonal

sonal 6 માસ પહેલા