રુદ્રની રુહી... - ભાગ-51 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-51

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -51

રુદ્ર અને રુહી નીચે આવ્યાં ,તેમને જોઇને બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હતી.આ જોડી જાણે કે સ્વર્ગથી ઊતરી હોય તેવી સુંદર લાગતી હતી.મેઇડ ફોર ઇચ અધર.જેમના તન અને મન બન્ને સુંદર  હતાં.

શાઇનીંગ વ્હાઇટ કલરના ડિઝાઇનર કુરતામાં ઓફ વ્હાઇટ કલરના દોરાથી એમ્બ્રોડરી કરવામાં આવેલી હતી અને બ્લેક કલરના સુંદર ડિઝાઇન વાળા બટન હતા.મુંછો અને હળવી દાઢી એકદમ સરસ રીતે ટ્રીમ કરેલી હતી.તેના ચહેરા પર સુંદર હાસ્ય.નીચે ચુડીદાર પાયજામો અને ઓફ વ્હાઇટ કલરની મોજડી.રુદ્રાક્ષ સિંહ સોહામણો રાજકુમાર......

વ્હાઇટ કલરના એકદમ ધેરવાળા ચણીયામાં ચમકદાર જરદોશીથી નાની ટિલડીઓ બનાવવામાં આવી હતી.બ્લાઉસ આખી બાયનું વ્હાઇટ કલરનું જેમા સેઇમ જરદોશીથી કરાયેલું વર્ક અને થોડા વધુ ડીપ અને ખુલ્લા ગળામાં વ્હાઇટ રીયલ જડતરનો મોંઘો અને મોટો હાર ,હાથમાં રુદ્રનીમાઁ ના કડા અને કાનમાં તે જ હારના મેચીંગ લાંબા બુટીયા.કપાળમાં નાનકડી ડાયમંડની બિંદી,પાથી પાળીને વાળવામાં આવેલો ઢીલો અંબોળો જેમા તાજા સફેદ મોગરાના અને સફેદ ગુલાબના ફુલો સજેલા હતા.કપાળમાં સીંદુર પુરેલો સેંથો અને તે જ હાર અને બુટીયાના મેંચિગનો માંગટીકો જે તેના વિશાળ કપાળ પર શોભતો હતો.વ્હાઇટ કલરની ચુંદડી એકબાજુએ ગુજરાતી સાડીની સ્ટાઇલમાં પહેરી હતી જેનો બીજો છેડો અંબોડામાં પીનઅપ કરેલો હતો.સફેદ ચુંદડીમાં પાતળી અને સુંદર કમર સાફ દેખાતી હતી  રુહી.....

"વાઉ....!!!"બધાનાં મોંમાંથી એક જ ઉદગાર નિકળ્યો.

શ્યામ ત્રિવેદી  અને રાધિકા ત્રિવેદીની આંખોમાં ખુશીના આંસુ હતા.પોતાની દિકરી માટે ફાઇનલી તેમને સુયોગ્ય પાત્ર મળી  ગયું  હતું.રુહીના માતાએ તેની અને રુદ્રની નજર ઉતારી.રુદ્ર ભાવુક થઇ ગયો એક સમય હતો જ્યારે આ હવેલીમાં તેને તેના જ અવાજ અને ગુસ્સાનો પડધો સંભળાતો.ત્યાં આજે ખુશીઓની કલબલાટ હતી.

અભિષેક આગળ આવ્યો અને બોલ્યો
" ચલો જઇશું મહેમાન પણ આવવાના શરૂ થઇ ગયા હશે.આપણે જ મોડા જઇશું તો ખરાબ લાગશે."

બધા પાર્ટીમાં જવા નિકળી  ગયાં,માત્ર પંદર મીનીટના સમયમાં તેઓ કાકાસાહેબના ઘરે પહોંચી ગયા.કાકાસાહેબને જાણ થતા તે અને શોર્ય  તેમનું સ્વાગત કરવા દોડી આવ્યા.

રુદ્ર -રુહી અને સાથે આવેલા બધાનું ભવ્ય સ્વાગત થયું.રુદ્ર,અભિષેક અને રિતુ સર્તક હતા.કાકીમાઁ ના દેખાતા તેમની શંકા પ્રબળ થઇ ગઇ કે આજે પાર્ટીમાં કઇંક ગડબડ જરૂર થશે.

"કાકાસાહેબ,કાકીમાઁ નથી દેખાતા?"અભિષેકે પુછ્યું.

"અભિષેક,બેટા તારા કાકીમાઁની તબિયત થોડી નરમ છે તો સુતા છે.તેમને ઠીક લાગશે એટલે આવી જશે નીચે."કાકાસાહેબ બોલ્યા.

"મારે મળવું છે તેમને."રુદ્રે કહ્યું.કાકાસાહેબ અને શોર્યના કપાળ પર પરસેવો આવી ગયો.

"ના બેટા દવા લઇને સુતા છે તેમને આરામ કરવા દે.આમપણ પાર્ટીમાં મહેમાનો આવી ગયા છે.મોટા મોટા લોકો ,મીડિયા ,સેલિબ્રીટી અને રાજનેતાઓ આવેલા  છે તેમને મળવાનું છોડીને તું કાકીમાઁને મળવા જઇશ તો સારું નહીં લાગે.ચલ."કાકાસાહેબે વાત સંભાળી લીધી.શોર્યની નજર તો માત્ર રુહી પર અટકેલી હતી.રુહીની અપાર સુંદરતા તેને  પાગલ કરી રહી હતી.

"રુહી હું તને પામીને જ રહીશ" શોર્યે મનોમન નિશ્ચય કર્યો.રુદ્રએ કાકાસાહેબને રુહીના માતાપિતા અને સહેલીની ઓળખ આપી.શોર્યની પોતાની દિકરી પર ખરાબ નજર રાધિકા ત્રિવેદી તુરંત જ જાણી ગયાં.

અંતે તે લોકો અંદર ગયાં.કાકાસાહેબે એક સુંદર સ્ટેજ બનાવ્યું  હતું.તે રુદ્ર અને રુહીને સ્ટેજ પર લઇ ગયાં.સ્ટેજ ખુબ જ સુંદર રીતે સફેદ અને ગુલાબી ફુલોથી સજાવેલ હતું.ત્યાં રુદ્ર અને રુહીનો એક સુંદર મોટો ફોટો પણ લાગેલો હતો.કાકાસાહેબે માઇક હાથમાં લીધું અને બોલવાનું શરૂ  કર્યું.

"નમસ્કાર આપ સૌને,આપ સૌનો અહીં આવવા માટે ખુબ ખુબ આભાર.આજે આ પાર્ટી આપવાનું એક જ કારણ હતું કઇંક સ્વિકારવું હતું અને કઇંક કહેવું હતું.

મારા મોટાભાઇના ગયા પછી કોઇક કારણોસર મારા અને રુદ્રના સંબંધ ખરાબ થઇ ગયા હતા.જે લગભગ પુરું હરિદ્વાર જાણે છે.જે સમય સાથે વણસતા જ ગયા પણ અાજે આ સંબંધ સુધારવા માટે હું એક પગલું રુદ્ર તરફ વધારું છું.

રુહી,રુદ્રની પત્ની તેનું રુદ્રના જીવનમાં આગમન અમારા નવા સંબંધોને મજબુત કરશે.રુદ્ર મારા દિકરા તારા કાકાને આગલી બધી ભુલો માફ કરીને ગળે લગાવી દે."આટલું કહીને કાકાસાહેબે હાથ જોડ્યા.રુદ્ર સમજી શકતો હતો કે આ નાટક છે જે તેઓ બધાની આગળ કરી રહ્યા હતા પણ તે અગર કઇંક ઊંધુ બોલે તો તેનું જ ખરાબ દેખાઇ શકે.તો તેણે પણ નાટક કરવાનું નક્કી કર્યું.

રુદ્રએ કાકાસાહેબને ગળે લગાવ્યા અને રુદ્ર -રુહીએ તેમને પગે લાગીને આશિર્વાદ લીધાં.

"વાહ,તારો ખુબ ખુબ આભાર રુદ્ર દિકરા.રુહી બેટા તારો તો આભાર હું જેટલો માનું તેટલો ઓછો છે.તે જ મને યોગ્ય સમજ આપી."આટલું કહીને કાકાસાહેબે ધીમેથી દાંત ભીસ્યાં.

"તમારા માટે રાખવામાં આવેલી આ પાર્ટીમાં મે રંગારંગ કાર્યક્રમ યોજ્યાં છે.ડાન્સ શો,કોમેડી શો અને છેલ્લે કેક કટીંગ અને એક સરપ્રાઇઝ ગિફ્ટ. તો આવો બેસીને કાર્યક્રમનો આનંદ માણીએ." કાકાસાહેબ આટલું કહીને મનોમન ખુશ થયાં.

બધાં પોતાના સ્થાન પર ગોઠવાયા.એક પછી એક કાર્યક્રમ શરૂ થયાં.પહેલા ડાન્સના અદભુત પરફોર્મન્સ,ત્યારબાદ દેશના પ્રખ્યાત કોમેડિયન દ્રારા કોમેડી શો.બધા કાર્યક્રમ ખુબ જ સારી થયાં.કાકાસાહેબે રુદ્ર -રુહી,અભિષેક ,શોર્ય અને રુહીના માતાપિતાને સ્ટેજ પર બોલાવ્યાં.

"એક વધુ વાત હું કહેવા માંગીશ કે રુદ્ર અને રુહીને આશિર્વાદ આપવા તેમના કાકીમાઁ અને મે આ વીંટીઓ તેમના માટે ખરીદી હતી.તેમના કાકીમાઁ તો અહીં હાજર નથી તેમની તબિયત ખરાબ હોવાના કારણે પણ તેમનો આશિર્વાદ આ વીંટી સ્વરૂપે અહીં હાજર છે.જે હું ઇચ્છું છું કે તે એકબીજાને પહેરાવીને આ કેક કટ કરે."કાકાસાહેબે કહ્યું.રુદ્ર અને રુહીએ પહેલા એકબીજાની સામે પછી રુહીના માતાપિતા સામે જોયું.તેમણે ઇશારાથી હા પાડી.

રુદ્ર અને રુહીએ હીરાજડિત વીંટીઓ એકબીજાને પહેરાવી,ત્યારબાદ કેક કટ કરી અને પહેલા એકબીજાને પછી બીજા બધાને ખવડાવી.રુદ્ર અને રુહી એકબીજાને જ જોયા કરતા હતા.તેટલાંમાં હોસ્ટ આવ્યો અને બોલ્યો,

"હું આ  મોસ્ટ બ્યુટીફુલ કપલને રિકવેસ્ટ કરીશ કે તે ડાન્સ કરે.પ્લીઝ રુદ્રસર પ્લીઝ રુહીમેમ..."

રુદ્ર અને રુહી ડાન્સ ફ્લોર પર આવ્યાં,લાઇટો ડીમ થઇ ગઇ અને ફોકસ લાઇટ તેમના પર આવી ડીજઐ લેટેસ્ટ રોમેન્ટિક સોન્ગ વગાડ્યું.

અહેસાસકી જો જુબાન બન ગયે,
અહેસાસકી જો જુબાન બન ગયે,
દિલમે મેરે મહેમાન બન ગયે,
આપકી તારીફ મેં ક્યાં કહે?
આપ હમારી જાન બન ગયે.
આપ હમારી  જાન બન ગયે.

કિસ્મત સે હમેં આપ હમદમ મિલ ગયે,
જેસે કી દુઆકો અલ્ફાઝ મિલ ગયે.
સોચા જો નહી વો હાસીલ હો ગયા,
ચાહુઁ ઔર ક્યા કી ખુદા દે અબ મુજે.

આપકી તારીફ મેં ક્યાં કહે?
આપ હમારી જાન બન ગયે.
આપ હમારી  જાન બન ગયે.

રુદ્ર અને રુહી એકબીજાની આંખોમાં જોઇને ડાન્સ કરી રહ્યા હતાં.રુહીએ રુદ્રના ખભા પર પોતાનું માથું ટેકાવી દીધું  હતું.ગીત પતી ગયું ડાન્સ પણ પતી ગયો
હાજર બધાં લોકો મંત્રમુગ્ધ  થઇ ગયાં  હતાં આ સુંદર જોડીનો  ડાન્સ જોઇને.

અભિષેક અને રિતુ બધે ફરી ફરીને ચેક કરી રહ્યા  હતાં.અંતે તે લોકો એકબીજાને મળ્યાં.
"અભિષેક,મને તો કશુંજ ના દેખાયું શંકાસ્પદ જેવું.ઇવન રુદ્ર અને રુહીને આપવા માટે જે ભોજન તૈયાર કરેલું છે તે પણ મે ટેસ્ટ કરાવ્યું.તેમા કોઇ જ ભેળસેળ એમ કે ઝેર કે  કઇ નાખ્યું હોય તેમ ના લાગ્યું."રિતુએ તેનો આંખો દેખ્યો અહેવાલ આપ્યો.

"હા રિતુ,મે પણ જોયું કે બધે પોલીસની ટાઇટ સિક્યુરિટી છે એટલે કોઇ રુદ્ર અને રુહી પર ગોળી ચલાવે તે પણ મને નથી લાગતું.ખબર નથી પડતી શું થવાનું છે?એક વાત મને કાકાસાહેબ  અને શોર્યની સ્માઇલ પરથી સમજાઇ ગયું કે કઇંક તો ગડબડ નક્કી થવાની છે."અભિષેકે  ચિંતા ના સ્વરમાં કહ્યું.તેટલાંમાં જ કિરન દોડતી દોડતી આવી.

"એય રિતુ,આમ જો પેલી બાજુએ,પેલી લેડી."કિરને આંગળી ચીંધીને બતાવ્યું.
અભિષેક અને રિતુએ તે બાજુમાં જોયું અને બન્ને ચમક્યા.

" આ અહીં શું  કરે છે? ઓહ માય ગોડ આ અહીં શું કરે છે?શું કાકાસાહેબે તેને પૈસા આપીને અહીં બોલાવી હશે?હે ભગવાન,થોડું થોડું મને સમજાઇ રહ્યું છે કે કાકાસાહેબ શું કરશે?"રિતુ બોલી.

"આને તો હું પણ ઓળખું છું.શી ઈઝ ડેન્જરસ.હવે મને પણ સમજાઇ રહ્યું છે કે કાકાસાહેબ શું કરવા માંગી રહ્યા છે."અભિષેક બોલ્યો.

"આપણે જલ્દી રુદ્ર અને રુહીને તેના વિશે જણાવવું જોઇએ."રિતુ બોલી.

તે લોકો દોડીને રુદ્ર અને રુહી પાસે ગયાં પણ તેમની સાથે વાત કરવી લગભગ અશક્ય હતી કેમકે મોટા મોટા લોકો,સેલિબ્રીટી અને રાજનેતા તેમને અભિનંદન આપી રહ્યા હતાં.રિતુ અને અભિષેક તેમને એકલામાં લઇ જઇને વાત કરવા કહ્યું.થોડીક વાર પછી તે જ્યારે  એકલામાં આવીને વાત કરવા તૈયાર થયા પણ જેવા અભિષેક કે રિતુ કઇંક કહે.કાકાસાહેબ ત્યાં આવી ગયાં.

"રુદ્ર અને રુહી,હવે મારા સરપ્રાઇઝની એટલે કે મારા અને શોર્ય તરફથી તમને મળવાવાળી સરપ્રાઇઝ ગિફ્ટનો સમય."કાકાસાહેબે આટલું કહીને રુદ્રનો હાથ પકડી લીધો અને માત્ર રુદ્ર સાંભળી શકે તેમ કાનમાં કહ્યું,

" રુદ્ર,હવે થશે ચેક એન્ડ મેટ."આટલું કહીને તેમણે આંખ મારી અને હસ્યા.રુદ્ર થોડો ગુસ્સે થયો અને ગુસ્સામાં દાંત ભીસ્યાં.

તે રુદ્ર અને રુહીને એક સ્ટેજ પર લઇ ગયાં.ત્યાં ત્રણ થી ચાર ખુરશીઓ મુકેલી હતી.રુદ્ર -રુહી અને કાકાસાહેબ તેમાં બેસ્યા.સામે ખુરશીઓ રાખેલી હતી જેમા મીડિયાના લોકો બેસેલા હતાં.કાકાસાહેબે માઇક હાથમાં લીધું અને બોલવાનું શરૂ કર્યું.


અહીં આદિત્ય અને રુચિ તેમની લંચ ડેટ પતાવીને પોતપોતાના ઘરે આવ્યાં હતાં.તે બન્ને ખુબ જ ગુસ્સામાં હતા.

શું કાકાસાહેબની આ વખતની ચાલ રુદ્ર અને રુહીને માત કરી દેશે?રિતુ,અભિષેક ,કિરન ,રુહીના માતાપિતા અને ભાઇનો સપોર્ટ તેમને બચાવી લેશે?
રુચિ અને આદિત્યની લંચ ડેટમાં શું થયું  હતું?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Mp Mpnanda

Mp Mpnanda 6 માસ પહેલા

Halimaibrahimjuneja

Halimaibrahimjuneja 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા