રુદ્રની રુહી... - ભાગ - 5 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ - 5

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 5

તે વિદ્વાન જ્યોતિષ રુદ્રની સામે ગંભીરતાથી જોવે છે.પહેલા તે ગંભીર થાય છે પછી તે મૃદુતાથી હસે છે.

"રુદ્રાક્ષ સીંહ.ખરેખર સીંહ જેવો જ બહાદુર અને નીડર.બધાં કદાચ ડરે છે તારાથી.તારા નામનો ડંકો વાગે છે.પણ અંદરથી સાવ ખાલી અને એકલો.પણ રુદ્રાક્ષ ટુંક જ સમયમાં બધું બદલાઇ જશે.જીવનમાં એક આંધી આવશે.સુખની આંધી અને બધું બદલાઇ જશે."

"બાબા એ બધું છોડો.એમ કહો કે આના લગ્ન થશે?"

"બે બાળકોનો પિતા ખુબ જ જલ્દી બનશે."રુદ્રને હસવુ આવે છે.તે મરોડદાર અને સ્ટાઇલીશ મુંછોને તાવ આપે છે.

"બાબા એ તો શક્ય નથી.આ જીવનમાં તો નહીં.તમે આના વીશે કહોને તે એક મોટો ડોક્ટર છે.અને રીસર્ચ કરે છે.તે સફળ તો થશેને.?"

તે વિદ્વાન જ્યોતિષ અભિષેક સામે જોવે છે.તેની કુંડળી અને હસ્તારેખાનો ફરીથી અભ્યાસ કરે છે.થોડા ગંભીર થઇ જાય છે.

"હા સફળ તો થશે.પણ."તે અટકી જાય છે.મારો સાધનાનો સમય થઇ ગયો છે."તે જ્યોતિષ ફરીથી સાધનામાં લીન થઇ જાય છે.
"યાર રુદ્ર આ તો કેવું.તારી વખતે કેટલું બધું કીધું.અને મારો સમય આવ્યો તો મારો સાધનાનો સમય થઇ ગયો છે.નોટ ફેર."

"સારું થયું તું આવી ગયો.આજથી અનુષ્ઠાન શરૂ થાય છે.હજારો શ્રધ્ધાળુઓ આવશે.તો બધી હોટેલો અને ધર્મશાળાઓ ફુલ થઇ જશે.તો મારું કામ વધશે.બધે અનાજ ,કઠોળ અને શાકભાજી પહોંચાડવાની થશે.અભિષેક એક મહિના પછી મહાપુજા છે.પ્લીઝ એ પુજા તું એટેન્ડ કરજે."

"હા હા એક મહિનો તો રોકાવાનો જ છું."

*      *       *

રુહી હાફળીફાફળી ઘરે અાવે છે.તે જોવે છે.અદિતિ અને આરુહ સોફા પર બેસેલા છે.આરુહ રડી રહ્યો છે.તેનો હાથ દાઝી ગયેલો છે.

"શું થયું? આ બધું કઇ રીતે થયું?આરુહ દાઝયો કેવીરીતે?"

આરુહ તેની મમ્મીને વળગીને રડે છે.

"અદિતિબેન ડોક્ટરને બોલાવ્યા?"

અદિતિ ના પાડે છે.

"શું કરો છો તો ક્યારના?" રુહી ડોક્ટરને ફોન કરીને બોલાવે છે.
"હવે બોલ આરુહ બેટા શું થયું?"રુહી તેને પાણી આપે છે.

"મમ્મી આજે લાસ્ટ લેકચર ભરવાનો મુડ નહતો  અને મને બહુ ભુખ પણ લાગી હતી.તો હું ઘરે આવી ગયો.મને બહુ ભુખ લાગી હતી.મે તને શોધી પણ તું મને ક્યાય ના મળી.એટલે મે ફઇને કીધું કે મને દુધ આપે ગરમ કરીને.તે ફોન પર વ્યસ્ત હતાં.

તો તે ક્યાય સુધી આવ્યા નહીં.તો મે સ્ટીલના ગ્લાસ જેમા આપણે પાણી પીએ છે.તેમાં દુધ ભર્યુ અને તેને માઇક્રોવેવમાં મુક્યો અને ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવા મુક્યું.પણ થોડીક જ વારમાં બ્લાસ્ટ થયો.હું ભાગ્યો પણ મારો હાથ દાઝી ગયો."

તે ફરીથી રડવા લાગે છે.

"રડીશ નહી બેટા ડોક્ટર આવે છે.અને જો બહુ નથી દાઝયો.તું તો સ્ટ્રોંગ બોય છે ને."
ડોક્ટર આવે છે અને આરુહને ડ્રેસિંગ કરી આપે છે.
"ચિંતા ના કરો.સામાન્ય દાઝયો છે મટી જશે."
ડોક્ટર ના જતાં જ રુહીએ માંડ કંટ્રોલ કરીને રાખેલો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટે છે.

"અદિતિબેન શું વાત થઇ આ?એક નાનકડું કામ સોંપ્યું હતું.તે પણ ના થયું તમારાથી.આટલા વ્યસ્ત મોબાઇલમાં કે તમારો ભત્રીજો પણ ધ્યાનમાં ના આવ્યો.એક નાનું કામ ના થયું.અગર મારા આરુહને કઇ થઇ ગયું હોત તો.

ગઇકાલે તમારી આટલી બધી સહેલીઓ અને તેમના બાળકોની ફરમાઇશો મે હ્રદયથી પુરી કરી.અને તમે આજે મારું એક કામના કરી શક્યા."

અદિતિને સમજાય છે કે તેની ભુલ છે.પણ અગર આ વાત આ જ રીતે તેના ભાઇ સુધી પહોંચશે તો તે તેને ગુસ્સો કરશે.

તે આદિત્યને ફોન કરીને પોતાના જ આગવા અંદાજમાં રુહીની ફરિયાદ કરતા અને આરુહ ખુબ દાઝયો છે તેમ કહીને તેને તરત જ આવવા કહે છે

"યુ નો વોટ ભાભી.હું અહીં કોઇ જવાબદારી નીભાવવા નથી આવી.મજા કરવા આવી છું.અને આ બધું તમારું કામ છે.હું તો મારા પીયરમાં મજા જ કરવાની.પણ હા મારો ભાઇ તમારી બેન્ડ જરૂરથી બજાવશે.આ તમે જે મને આટલું બધું સંભળાવ્યું છે ને તેની તમને સજા મળશે ભાભી બાય."

અદિતિ તો ડિનરનો ઓર્ડર આપીને જતી રહે છે.આદિત્ય બીજા દિવસે આવી જાય છે.અદિતીના ફોનના પરીણામ રૂપે.તે અત્યંત ગુસ્સામાં હોય છે.

" રુહી આજે તો હદ જ કરી નાખી."

"આદિત્ય એક મીનીટ મારી વાત સાંભળો."

તે આદિત્યને બધું જ વીગતવાર જણાવે છે.જે અદિતિ છેલ્લે બોલી તે પણ.

"હું તો માત્ર મારા પપ્પાને મળવા ગઇ હતી.કોઇ મોલમાં મોજમજા કરવા નહતી ગઇ.યાદ આવતી હતી તેમની.અને પરમદિવસે અદિતિબેનની આટલી સેવા કરી.તો એક નાનુ કામના કરી શકે મારું તે?"

"રુહી સ્ટોપ ઇટ.એ બધું હું કશુંજ નથી જાણતો.મને માત્ર એટલી ખબર છે કે આરુહ અને આ ઘરને સાચવવાની જવાબદારી  તારી છે.અદિતિનુ આ પીયર છે તેની જવાબદારી નથી.તારા થી એક નાનુ કામ નથી  થતું."

"આદિત્ય પણ."

"એક તો તારી ભુલ છે અને બીજું મારી જોડે ઝગડે છે.તારા કારણે મારે મારું મહત્વનું કામ છોડીને આવવું પડ્યું.યુ નો વોટ રુહી યુ આર ગુડ ફોર નથીંગ.હું તને કદીયે બોલતો નથી કઇ.તેનો મતલબ એ નથી કે તું જે ફાવે તેમ કરે.ચલ તેનો પણ વાંધો નથી.પણ આરુહનું ધ્યાન રાખવાનું તારી પહેલી ફરજ છે."

તેટલાંમાં અદિતિ આરુહને લઇને આવે છે.તે રુહી સામે જોઇને આંખ મારે છે.
"પપ્પા."અારુહ આદિત્યને ગળે મલે છે.

"યુ નો વોટ રુહી.આરુહને તારા વાંકે સજા મળી છે.તો તને પણ સજા મળશે.તું આજથી આપણા બેડરૂમમાં નહીં પણ બહાર ગેસ્ટ રૂમમાં  રહીશ."

"પણ ભુલ તો અદિતિબેનની છે."

"અદિતિ રુહીની વાત થોડી તો સાચી છે.આરુહનું ધ્યાન રાખવાની જવાબદારી તારી પણ છે.બેન."તે અદિતિ સાથે પ્રેમથી વાત કરે છે.અદિતિ નાટક ચાલુ કરે છે.તે રડવા લાગે છે.
"હા હા મારી જ ભુલ છે કે હું મારું ઘર છોડીને તમારી મદદ કરવા આવી ગઇ.હું કાલે જ પાછી જતી રહીશ.કહી દઇશ કે મારા પીયરમાં કેવું વર્તન થાય છે."
અદિતિ પગ પછાડતી જતી રહે છે.

"જા અદિતિની માફી માંગ.અને રોક તેને અહીંથી જતાં.નહીંતર ખરાબ લાગશે."

"અદિતિબેન."રુહી અદિતિની પાછળ ભાગે છે.તે બે હાથ જોડે છે.
"અદિતિબેન મારી ભુલ થઇ ગઇ.મને માફ કરી દો.પ્લીઝ રોકાઇ જાઓ."

"સારું.પણ હવે મારું અપમાન નહીં કરો તમે.જાઓ."રુહી સમસમી જાય છે.

એક દિવસ રુહી અને તેમના જુના અને વર્ષો પુરાના કામવાળાબેન રસોડામાં કામ કરી રહ્યા છે.રુહી અચાનક પડી જાય છે.તેના મોંઢામાંથી અવાજ નથી નિકળી રહ્યો.તે પોતાના હાથ પગ પણ નથી હલાવી શક્તી.રુહી બોલવા માંગે છે પણ બોલી નથી શકતી.તેમના જુના નોકરાણી તેને ઉઠાવીને તેને સોફા પર સુવાડે છે

"બેટા લે આ લીંબુનું શરબત પી લે સારું લાગશે.બેટા તને આ બીજી ત્રીજી વાર થયું તે કોઇને જણાવ્યું ઘરમાં.તો તે તને ડોક્ટર પાસે લઇ જાય."

"ના ઘરે તો મે નથી કીધું.પણ હું અાજે મારા પપ્પાને મળવા ગઇ હતી.તે કશું સાંભળવા જ નથી માંગતા.બસ બે મીનીટ માટે ખબર નહીં શું થાય છે.પછી એકદમ નોર્મલ."

"બેટા તો કોઇ બીજા ડોક્ટરને બતાવને આટલા મોટા શહેરમાં ઘણા ડોક્ટર છે.બીજાને બતાવ."

"બા કેવી વાત કરો છે.હું કોણ છું લગભગ પુરું શહેર જાણે છે.બીજા કોઇ ડોક્ટર પાસે જઉં તો પુરા પરિવારની ઇજ્જત પાણીમાં મળી જાય."

"બેન તમે આજે આરામ કરો કામ હું પતાવી દઉં છું.હું વાત કરું આદિત્યબાબાને વાત?"

"ના.તમે જાઓ હું આવું છું થોડીવારમાં."

લગભગ વીસથી પચ્ચીસ દિવસ વીતી જાય છે.આરુહ ,અદિતિ અને આદિત્ય રુહી સાથે માત્ર કામ પુરતી જ વાત કરે છે.અદિતિની આળસ અને  ઓર્ડર ઓછા નથી થતાં.

"ભાભી.આપણે કાલે રાત્રે હરિદ્વાર જવા ટ્રેનમાં જવાનું છે.તમારી પુરી ફેમિલી ,મારી પુરી ફેમિલી અને આપણે બધાં છીએ.તો બધાંનો નાસ્તો અને જમવાનું બાની મદદ લઇને બનાવી લેજો."

ફાઇનલી તેમના નીકળવાનો સમય આવી જાય છે.રુહીના મમ્મી પપ્પા અને ભાઇ પણ રુહીના ઘરે આવે છે.
રુહી તેના મમ્મી પપ્પાને ગળે મલે છે.

"સોરી સ્વીટહાર્ટ તે દિવસે તારા પર થોડો ગુસ્સો કર્યો હતો.તને રૂમમાં પણ ના આવવા દીધી.મે મમ્મી પપ્પાને પણ વાત કરી."

"હા બેટા આદિત્યએ અમને બધું કહ્યું.તું મન પર ના લઇશ."

"હા મમ્મી."રુહી હસે છે.તે મંદિરમાં દીવો કરે છે.પુરા ઘરમાં એક વાર ફરીને જોઇલે છે.છેલ્લે તે તેના રૂમમાં જાય છે.એક અલગ જ લાગણી તેને અનુભવાય છે.ફાઇનલી તે લોકો ટ્રેનમાં બેસે છે.

બરાબર તે જ સમયે હરિદ્વારમાં રુદ્રની હવેલી પર રુદ્ર નારાજ છે અભિષેકથી.
"અભિષેક રોકાઇ જાને.તે કીધું હતું.પરમદિવસથી મહાપુજા શરૂ થાય છે.તે કીધું હતું કે તું રોકાઇશ."

"રુદ્ર માફ કરી દે દોસ્ત.પણ મારું રીસર્ચ તેમા એક અર્જન્ટ અપડેટ આવ્યું છે.મારે જવું પડશે નહીં ચાલે.પણ હું જલ્દી આવીશ."

અભિષેક હરિદ્વારથી મુંબઇ આવવા નિકળે છે અને રુહી મુંબઇથી હરિદ્વાર જવા નીકળે છે.
શું રુદ્ર અને રુહી મળી શકશે?
કેવી હશે તેમની પહેલી મુલાકાત?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Bhimji

Bhimji 7 માસ પહેલા

Gopika Patel

Gopika Patel 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Neesha Patel

Neesha Patel 8 માસ પહેલા