અધુરો પ્રેમ, મારો કે પછી અમિષાનો ? પાર્ટ - 1 Gujarati Shayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અધુરો પ્રેમ, મારો કે પછી અમિષાનો ? પાર્ટ - 1

આજ ની રાત બહુ અલગ હતી. 

ભર ચોમાસે પુર આવ્યા પછી જે રીતે થોડા દિવસ માં બધા પાણીનો નિકાલ થઈ જાય એ રીતે આશુ પણ હવે ધીમે ધીમે સુકાઈ રહ્યા હતા. આરામ ખુરશીમાં બેઠા બેઠા મેં જ્યારે મોબાઈલની સ્ક્રીન માં જોયું ત્યારે ખબર પડી કે રાત ના ત્રણ વાગી ચુક્યા હતા. છતાં પણ ના તો અમિષા ની સાથે વિતાવેલી યાદો બંધ થવાનું નામ લેતી છે અને ના આ કમબખ્ત સિગારેટ. બંને એક પુરી થાય ત્યાં બીજી ચાલુ થઈ જ જાય છે. 

કહેવાય જ છેને કે તુટેલા દિલનો સહારો કોઈ ના આપે ત્યારે છેલ્લે એ વ્યસનના રવાડે ચડી જાય.

યાદો સાથે આવી રહેલા પસીના ને ઓછો કરવા મેં 26 પર રાખેલું ac 22 પર કર્યું અને ફરીથી ફોનની સ્ક્રીન ઓન કરી જોયું તો 3:04 થઈ હતી, સાથે બેકગ્રાઉન્ડમાં રાખેલો મારો અને અમિષાનો દિવ ફોર્ટ પર પડેલો ફોટો પણ ચમક્યો અને દિવ સાથે જોડાયેલી એ યાદ. મારી એ પહેલી કિસ, પહેલી વાર drink, બધું એને જ તો શીખવાડ્યું હતું. 

એના એ રેસમ જેવા સિલ્કી વાળ, કાજળ કરેલી એ કાળી ભમર જેવી આંખો, ગુલાબી રસીલા હોઠ, પતળી બાર્બી ગર્લ જેવી કમર અને હીરણી જેવી મદમસ્ત ચાલ.. ❤️
કોલેજના પેહલા જ દિવસે એણે બધા છોકરાના દિલમાં જગ્યા તો બનાવી જ લીધી હતી. જ્યારે મેં એને જોઈ હતી ત્યારે હું તો એવો ઘાયલ થયો કે ના પુછો વાત,
પછી મારી એની સાથે દોસ્તી અને પ્રેમ બધુ આ 4 વરસમાં જ થયું અને 3 દિવસ પછી કોલેજ પુરી થવાની હતી એ પેહલા બ્રેક અપ. શા માટે ?

કદાચ એને મારા પાપા ની ધનદોલત જોઈને પ્રેમનું નાટક તો નહીં કર્યું હોઈને? 

'ના ના એ એવી છોકરી નહોતી, બાકી રાજ અને એનું ગ્રુપ તો દરરોજ luxury કાર લઇને કોલેજ આવતા એમની સાથે જ જાયને.'' મેં મનને nagative વિચાર તરફથી વળ્યું અને એક સિગરેટ જગાવી.

સિગારેટના પેહલા જ puff નો ધુમાડો બાર કાઢતા જ મારી અમિષા સાથેની પહેલી મુલાકાતની એ યાદ તાજી થઈ,

હા 9 August 2014, મને આજે પણ એ તારીખ યાદ છે, કેમ કે મને લાસ્ટ રાઉન્ડમાં government engineering collage મા admission મળેલું, હું જ્યારે પહેલી વાર કોલેજ ગયો ત્યારે તો ત્યાં બધા ના ગ્રુપ પણ બની ગયા હતા. હું નોટિસ બોર્ડ પરથી મારા ક્લાસનું નામ જોઈને મારા ક્લાસમા ગયો અને મારી આદત મુજબ લાસ્ટ બેંચ પર જયને બેઠો. થોડીવારમાં મેડમ આવ્યા અને maths 1 subject ચાલુ કર્યો. 'હે ભગવાન પેહલા જ દિવસનો પહેલો જ lecture maths?' હું ધીમેથી બોલ્યો અને બારીની બાર જોઈને time પાસ કરવા લાગ્યો..

 ત્યાં તો કોયલને પણ એના કંઠ પર શરમ અપાવે એવો અવાજ મારા કાન પર પડ્યો "may i come in mam?" મેં તરત જ અવાજ આવ્યો એ દિશામાં જોયું તો જાણે કોઈ અપ્સરા જ આવીને રૂમના દરવાજે ઉભી હોઈ એવું લાગ્યું, એના ખુલ્લા વાળ હવામાં ઉડતા હતા અને એની સાથે મારુ દિલ પણ ઉડવા લાગ્યું. કાળી મોટી મોટી આંખો અને ઉપર થી એને લગાવેલું eyeliner આંખોને વધુ કાતિલ બનાવતું હતું, ગુલાબી રસીલા હોઠ જાણે ભમરો પણ એને ફુલ સમજીને ચુસવા લાગે, છાતી પરના ઉભાર, ઘઉંવર્ણ ચામડી, red crop, બ્લુ જિન્સ.. એને એની મોહક અદા!!  બધું જ પરફેક્ટ.. આવું રૂપ તો મેં આના પેહલા રીયલ lifeમાં ક્યારેય નતુ જોયેલું.
 
 મેડમ એ હા પાડી એટલે એ પહેલી બેન્ચ પર જઈને બેસી. મારુ ધ્યાન તો હજુ એના પર જ હતું, ''બ્રો સિર્ફ ક્લાસ હી નહીં પુરે ડિપાર્ટમેન્ટ કા ક્રશ હે વો, કોલેજ સ્ટાર્ટ હુઈ ઉસકે 14 દિન હી હુએ ઔર 6 પ્રપોસલ કો રિજેક્ટ કર ચુકી હે વો.'' મારી બાજુમાં બેઠેલા અંકિતે હિન્દીમાં કહ્યું.
 "અરે યાર સારી છોકરી જોઈ નથી અને ચાલુ થઈ ગયા ડાયરેક્ટ પ્રોપોઝ કરવા, એમ થોડી કોઈ હા પાડી દે." મેં મારું જ્ઞાન બટતા ધીમેથી ગુજરાતીમાં કહ્યું.

પછી તો આવી જ રીતે 1-2 week ચાલ્યા ગયા, ના તો મારી વાત થઈ એની સાથે અને ના ક્યારેય એને મારી સામે જોયું. પણ અત્યાર સુધીમાં  મેં એનું નામ અને થોડી information જાણી લીધી હતી. નામ હતું અમિષા પટેલ ❤️. અહીંયા PG માં રહેતી હતી અને Daily રિક્ષામાં જ આવતી હતી.

પછી જાણે ભગવાન એ મારી પ્રાથના સાંભળી લીધી હોય એવો ચમત્કાર થયો.

કોલેજ માંથી અમારા સીનીયર્સ અમારા ક્લાસમાં આવીને ફ્રેશર પાર્ટીનું announcement કર્યું, અને ફર્સ્ટ rule એ હતો કે ત્યાં પાર્ટી માં ડાન્સ કરવા માટે ફરજીયાત બધા એ કોઈ એક ડાન્સ પાર્ટનર ગોતવાનું હતું. જ્યારે આ announcement થયું ત્યારે ખબર નહીં કેમ પણ મારી નજર તરત જ બાજુના પાર્ટની પહેલી બેન્ચ પર જતી રહી જ્યાં અમિષા બેઠી હતી. એનો એ માસૂમ ચેહરો જોઈને મને તો દર વખતે પ્રેમ થઈ જતો હતો.❤️
મારા મનમાં તો અમિષાને મારી ડાન્સ પાર્ટનર બની પણ ગઈ હતી અને જાણે "ankhon mein teri...
ajab si, ajab si, adaayein hain" સોન્ગ પર કપલ ડાન્સ કરવા લાગ્યા હોઈ એવું થયું.
 પછી કલાસમાં બધા ની ચિચિયારીઓથી મારુ સપનું ભાંગ્યું અને રીઆલિટીમાં પાછો ફર્યો. અમિષા તરફ જોયું, આજે એને તેલ નાખેલા વાળ અને પોની કરેલી હતી. અને એનો ચહેરો થોડો ફિક્કો લાગ્યો, ખીલેલા ફૂલ ઉપર માળી એ સરખું પાણી ન છાંટયું હોઈ અને સવારમા જ એ કરમાઈ ગયું હોય એવો નઝારો હતો એ. બધા ફ્રેશર પાર્ટીનું નામ સાંભળીને ખૂબ જ ખુશ હતા અને  એકબીજા સાથે હસીમજાક કરતા હતા. પણ એમિષા પહેલી બેન્ચ પર ખૂણામાં એકલી બેઠી હતી. એનું ધ્યાન જ કલાસમાં ના હોઈ એવું લાગ્યું. અને મારું ધ્યાન ફક્ત એના પર હતું.

મેં તો નક્કી કરી લીધું કે આજે આ ઉતરી ગયેલી કઢી જેવુ મોઢાનું કારણ પુછી લઈશ અને પછી ડાન્સ પાર્ટનરની પણ વાત કરી જ લઇસ.

અમારો ક્લાસ ઉપરના ફ્લોર પર હતો એટલે બ્રેક પડ્યો ત્યારે એ નીચે ઉતરીને HOD ની ઓફિસ તરફ જવા લાગી. હું પાછળ જ જતો હતો અને એને વાત કરવાનો મોકો ગોતતો હતો. એ ઓફીસ માં અંદર ગઈ અને હું બહાર wait કરવા લાગ્યો. 

જ્યારે આપડે કોઈ ખાસ વ્યક્તિમાટે બેચેનીથી wait કરતા હોય ત્યારે સમય પણ જાણે wait કરવા ઉભો રહી ગયો હોય હોઈ એવું લાગે નઇ?
 એક તો મારા પેટ માં પહેલાથી જ જાણે પતંગીયા ઉડતા હોઈ એવું feel થતું હતું.? 
 5 મિનિટ થઈ તો પણ એ બહાર ન આવી. હવે તો મારાથી રહેવાતું નતું, એવું મન થતું હતું કે અંદર જાઉં અને સરને બહાર કાઢીને હું અમિષાને પુછી લઉં કે તું મારી ડાન્સ પાર્ટનર બનીશ? 

 પણ એ પોસીબલ ન હતું એટલે ફરીથી એ બહાર આવે એની રાહ જોવા લાગ્યો. 10 મીનીટ થઈ તો પણ એ બહાર ના આવી. હવે તો બ્રેક પુરો થવાને ફક્ત 5 જ મિનીટ ની વાર હતી. હવે તો મનમાં મેં હાર માની લીધી હતી. કે આજે મારા નસીબમાં એની સાથે વાત કરવાનું લખ્યું જ નથી. છતાં પણ હું ત્યાં જ ઉભો હતો. 
 
 છેલ્લી 3 મિનિટ ની વાર હશે કદાચ ત્યારે એ ઓફીસ માંથી બાર નીકળી. અને ફટાફટ  બહારના gate તરફ ચાલવા લાગી.
 
 "હેલો miss patel", મેં જેટલી હતી એટલી હિંમત ભેગી કરીને પાછળથી એને બોલાવી.
 
પેહલીવારમાં અમિષાને કઈ સંભળાયું જ નહીં. એ પોતાના વિચારમાં ખોવાયેલી હતી કે પછી હું નર્વસ હોવાથી ધીમે બોલ્યો હઇસ કઈ ખબર ના પડી.

" hey અમિષા, હેલો.." મેં થોડું જોર થી કહ્યું.

આ વખતે મારો અવાજ એના કાન સુધી પહોંચી ગયો. એણે અજાણી રીતે પાછળ ફરીને જોયું. આટલી નજીકથી મેં એને પહેલી વાર જોઈ હતી. એની આંખોને જોઈને મને બધા બોલિવૂડના સોન્ગ યાદ આવી ગયા 'tere naina bade katil maar hi dalenge...'  'Aankhon Ki Gustakhiyan Maaf Ho. ..' થોડીવાર તો આવા સોન્ગ ની દુનિયામાં હું ખોવાઈ ગયો..

"હા બોલો!?" એને ખુબજ વિનમ્રતાથી કહ્યું.
હું જબકી ને રિયાલિટીમાં પાછો ફર્યો..
 "હું પાર્થ.. આપડે એક જ ક્લાસ માં છીએ કદાચ તેમે મને જોયો હશે..." મેં કહ્યું.

"ના કોણ કોણ ક્લાસમાં આવે છે એ જાણવા હું કોલેજ નથી આવતી એટલે નથી ખબર.. સોરી"  એણે attitude વાળા tone માં કહ્યું.

હું તો વિચારવા લાગ્યો હવે આની સાથે વાત કેમ સ્ટાર્ટ કરવી આતો બીરબલની જેમ હાજરજવાબી છે.

એણે ફરીથી પુછ્યું "તો ઓળખાણ કરવા જ આવ્યા હોઈ તો હું નીકળું."

"ના ના એક કામ હતું તમારું. મેં લાસ્ટ રાઉન્ડમાં એડમિશન લીધું તો મેથ્સ 1 ની notes મારે જોતી હતી. એકચુલી એમાં મારે આગળનું ચેપટર miss થઈ ગયું છે એટલે." મેં ધીમે થી જવાબ આપ્યો.

"તો આખા ક્લાસમા હું એક જ મળી એમ!? બીજા બધા એ પણ લાસ્ટ રાઉન્ડમાં એડમિશન લીધું છે ?" ફરીથી એને મારી વાત નો જવાબ એવો જ આપ્યો.

"હું આવ્યો ત્યારે થી જોવ છું તમે ફર્સ્ટ બેન્ચ પર daily બેસતા હોવ છો એન્ડ ભણવામાં પર પુરુ ધ્યાન હોઈ છે એટલે મને થયું તમારી પાસેથી બુક લેવી જ યોગ્ય રહેશે" મેં થોડા flirt કરતા કહ્યું.

"અચ્છા અને તમારું ધ્યાન મારા પરથી હટાવીને બોર્ડ પર રાખો તો પાસ થશો બાકી next year પણ મેથ્સ 1 ની બુક લેવા આવું પડશે ?" એણે હળવી મજાક કરતા કહ્યું." Anyways આ લો બુક" એણે બેગ માંથી બુક કાઢીને મને આપી.

"Thanks હાં, હું કાલે તમને આપી દઈશ રીટર્ન same કન્ડિશન માં." મેં કહ્યું.

"ના એની કોઈ જરૂર નથી. હું કાલથી કોલેજ નઈ આવું." આખું વાક્ય બોલતા એનો અવાજ ધીમો અને ભીનાશ વાળો થતો ગયો. ફરીથી એનું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ ગયું.

શા માટે એ કોલેજ નહિ આવે? શુ થયું હશે એની સાથે? શુ કોઈ ગેરકાંનુની કામ માં પકડાઈ હશે? કોલેજ વાળા બહાર કાઢી મુકવાના હશે? કે પછી એના ઘરની કોઈ મેટર હશે? જેમ તમારા મગજમા આ સવાલો ઘૂમી રહ્યા છે એમ ત્યારે મારા મગજમાં પણ આ જ સવાલો ચાલી રહ્યા હતા. 

(વધુ આવતા અંકે)

કેવો લાગ્યો પહેલો પાર્ટ? તમારા રિવ્યૂ અચૂક આપજો.? હું એ વાંચવા આતુર રહીશ.