Paay laagan books and stories free download online pdf in Gujarati

પાય લાગણ

"ઝીલ, કેવો રહી આજની પરીક્ષા??"
 "સારી રહી." 
"દાદા, દાદીને પગે લાગી હતી, સવારે??" 
ઝીલ ઉભી થઈને જતી રહી. આ રોજનું થયું . દરરોજ કૈક બાબતે નીરવ ઝીલને ટોકે તો દસ વર્ષની ઝીલ ઉભી થઈને જતી રહે. રાત્રે નીરવ જમતો હતો પત્ની રાવી પરાઠા શેકતી હતી ત્યાં દાદા અને દીકરીને ટીવી જોવા બાબતે રકઝક થઈ. 
'દાદા, મારો ટીવી જોવાનો ટાઈમ છે.' 
'પણ મારી મેચ ચાલે છે.'
 'તમારે તો દરરોજ મેચ ચાલતી જ હોય છે. મમ્મા એ મને થોડીકવાર જ ટીવી જોવાની હ પડી છે. પ્લીઝ, મને રીમોટ આપોને!' 
'ના, આ ઈંનિંગ પુરી થવા દે પછી આપીશ.' 
ઝીલ ગુસ્સામાં હાથમાંથી રીમોટ ઝુટવે છે ત્યાંતો નીરવ ની ત્રાડ સંભળાય છે. 'ઝીલ, આ શું માંડ્યું છે?' ઝીલ પાછી ઉભી થઈને પોતાના રૂમ માં જતી રહે છે.
 રાવી, જલ્દીથી એની પાછળ જાય છે. ઝીલ ઓશિકામાં મોં છુપાવીને રડતી હોય છે. રાવી એને ગળે લગાડે છે. 
'મમ્મા, પાપા કેમ હંમેશા મારી પર જ ગુસ્સો કરે છે? દાદા તો આખો દિવસ નવરા જ હોય ક્યારેય પણ ટીવી જોઈ શકે. મારે તો કલાસીસ, સ્કૂલ બધું હોય. મારી પાસે અત્યારે જ થોડો ટાઈમ હોય તો સમજવાનું દાદાએ હોય કે મારે?'
રાવી એને સમજાવે છે કે તારે ગુસ્સો નહોતો કરવો જોઈતો. પરંતુ પોતે પણ જાણતી હતી કે ઝીલ ક્યારેય ખોટું સહન કરી શકતી નથી. પહેલા તો સામે બોલી પણ દેતી જેને કારણે બધાની અળખામણી બનતી જતી હતી. એટલે એણે જ કહ્યું હતું કે તને ના ગમે તો સામો જવાબ દેવાને બદલે તારે તારા રૂમ માં જતા રહેવું.
ધીમે, ધીમે, નીરવ અને ઝીલ વચ્ચે વધતા અંતરથી રાવી સારી રીતે માહિતગાર હતી પરંતુ લાચાર હતી. બંને બાપદીકરી ના સ્વભાવ એકસરખા ગુસ્સા વાળા હતા. વધુમાં ઝીલ ધીમેંધીમે ટીનએજ તરફ વધી રહી હતી એટલે એને સંભાળવી બહુ મુશ્કેલ હતી. 
ઘણીવખત રાવી નીરવને સમજાવતી કે તમે એઇ સાથે શાંતિથી વાત કરો પરંતુ નીરવ કશું સમજવા જ ન માંગતો. અને ઉલટાનું રાવીને જ સંભળાવતો કે તે જ બગાડી છે એને. મને એ નાપાસ થશે તો ચાલશે પરંતુ મોટા નું માન રાખતા તો આવડવું જ જોઈએ. એવું નહોતું કે પોતે બહુ માન આપતો પોતાના માં-બાપને. પોતે તો આખો દિવસ એમને ઉતારી પાડતો હોય અથવા ખિજાતો જ રહેતો હોય. એટલે સુધી કે દાદા દાદીને કઈ પણ નાનું કામ હોય ચાહે એ નવા સ્માર્ટફોન માં રિંગટોન સેટ કરવાનું હોય કે સાંજે નવા મંદિરે જવામાટેનો રસ્તો સમજવો હોય, પાસે બેઠેલા નીરવને પૂછવા કરતા રાવી નવરી પડે એની રાહ જોવાય. કેમકે એ અપમાન નહીં કરે એની ખાતરી હોય.
આજે, ઝીલનું રિઝલ્ટ આવવાનું હતું. નીરવ ઓફિસે થી ઘરે આવ્યો કે તરત જ પૂછ્યું, 
"શું આવ્યું રિઝલ્ટ?"
"પાપા, હું ફર્સ્ટ આવી." ઝીલ દોડીને નીરવને વળગી પડી. નીરવે એને પૂછ્યું, "દાદા દાદીને પગે લાગી?"
"ના." કહી ઝીલ એનાથી અળગી થયી. 
"કેમ, તને કહ્યું છેને કે આવા સમયે દાદા દાદીને પગે લાગવું જોઈએ." જરા ઊંચા અવાજે નીરવે કહ્યું. 
"પ્લીઝ, આજે તો એને ના ખિજાવ. કેટલી હરખથી એ તમારી પાસે આવી હતી." આજે રાવીથી ના રહેવાયું.
"મેં તને કહ્યું છેને કે મને એના સંસ્કાર સારા જોઈએ. માર્ક્સ નહીં હોય તો ચાલશે. તું એને એટલું ય નથી શીખવી શકતી?"
"પ્લીઝ, એના સંસ્કાર સારા જ છે. બાળક છે ક્યારેક ગુસ્સો કરી બેસે અને પગે લાગવાથી સંસ્કાર સારા નથી થયી જતા." આજે રાવી બોલી જ ગયી કેમકે હવે એનું , એના અત્યાર સુધી ઝીલ પાછળ આપેલા ત્યાગ નું મૂલ્યાંકન થઈ રહ્યું હતું.
"હા, મને ખબર છે તારા ઘરમાં બધા વારેઘડીએ પગે નથી લાગતા પણ અહીં મારા ઘરની એ પ્રણાલી છે કે મોટાને પગે લાગવું જોઈએ."
"પછી ભલે તમે એને હડધૂત કરો, અપમાન કરો કે નફરત કરો કેમ?"
"તો સાંભળો, હા મારા પાપા ના ઘરે કોઈ પગે નથી લાગતું. સ્પેશ્યલી દીકરી અને વહુ કેમકે એ લક્ષ્મી કહેવાય અને એ ક્યારેય પગમાં ના હોય. પરંતુ મારા માં બાપે મને વડીલોને માન આપતા જરૂર શીખવ્યું છે. કોઈ વડીલ આવે તો એના હાથમાંથી વજન લઈ લેતા પણ શીખવ્યું છે. આપણાથી થઈ શકતું કોઈ કામ વડીલને ના સોંપાય એ પણ શીખવ્યું છે. ખેર, હું પણ એ જ શીખવતી હતી ઝીલને પણ ખોટી મહેનત કરતી હતી. અહીંતો માત્ર એકવાર પગે લાગી લો એટલે પૂરું. તમને છૂટ છે કે સાથે જતા હોઈએ તો 70 વરસની માં થેલો ઉપાડી ને ફરે પણ 35 વરસના દીકરાના પેટનું પાણી ન હલે. ટીવી જોતા જોતા 70 વરસની માં પાસે પાણી માંગી શકાય ભલે એને પગની તકલીફ હોય. અને હા સંસ્કાર, તો આપણા લગ્ન સંસ્કાર પ્રમાણે તો આ જ મારું ઘર છે એવું મને કહી કહીને પિયરમાં ઓછું રોકાવાનું કહો છો તો પ્લીઝ આજે સ્પષ્ટતા કરી જ લો કે મારું ઘર કયું છે જેથી મને ખબર પડે કે હું ક્યાં કોની સાથે રહું."
આજે રાવી તૂટી ગઈ હતી. ત્યાં જ ફસડાઈ પડી. નીરવ એને અવાક બની જોતો રહ્યો. આજે એને આયનો બતાવી દીધો રાવીએ. 

બીજા રસપ્રદ વિકલ્પો