Ae kon hashe books and stories free download online pdf in Gujarati

એ કોણ હશે

'એ કોણ હશે?'

આ એક સત્યઘટના છે, પણ એવી આશ્ચ્રર્યજનક વાત બની છે કે નવલિકાની જેમ 'એ કોણ હશે ?'ના વિચારમાં ગુલ થઈ જઈએ.

જીંદગીમાં ક્યારેક એવું બને છે કે શબ્દો નો અંત આવી જાયછે અમુક ઘટના બન્યા પછી માત્ર મૌંન, એક પ્રકારનો આઘાત લાગે છે. પણ એન્તરમાં એવો આનદ થાય છે કે જાણે મૂગાએ ગોળ ખાધો.

રેખા મારી કોલેજની સખી હતી. અમારી જોડી એટલે રેખા ફેશનેબલ અને ફૂલફટાક અને હું સાદી સીધી.

અમે નડિયાદની સી.. બી. આર્ટ્સ કોલેજમાં ભણતાં હતાં. સુરેશ સામેની ડી. ડી. આઈ ટી. કોલેજમાં એન્જીન્યરીગરના છેલ્લા વર્ષમા હતો.

સૌને નવાઈ લાગતી. હું શાંત અને શરમાળ હતી. . જયારે રેખા સ્વભાવની સ્વતંત્ર અને બિન્દાસ.

કોલેજમાં તેના ઘણા મિત્રો હતા, સુરેશ સાથે પણ ફરતી હતી. સુરેશની સગાઈ જયા સાથે થઈ હતી. સુરેશ અને જયાના કુટુંબોનો સારો મનમેળ હતો. તેમના લગ્નની કંકોત્રીઓ તેયાર થઈ ગઈ હતી. સુરેશની સાથે રેખાનું ફરવું હરવું બધાંની આંખમાં આવતું. મેં પણ ટકોર કરેલી કે એક સગાઈ થયેલા છોકરાથી દૂર રહેવું.

સુરેશ અને રેખાના પ્રેમ સબંધ પછી જયા આપમેળે જ ખસી ગઈ. રેખા અને સુરેશે કોર્ટમાં લગ્ન નોઘાવી દીધા. તેમના લગ્ન કોઈને પસંદ નહોતા, કોલેજમાં સોને નવાઇ લાગી હતી. ત્યારપછી જયા ચૂપચાપ અમદાવાદથી દૂર એની ફોઇને ત્યાં પોંડીચેરી જતી રહી.

રેખા અને સુરેશ એમના પ્રેમમાં મસ્ત હતાં. દુનિયામાં કોઈની પરવા ન હોય તેમ લગ્ન પછી દુ.. ર કોઈ પહાડી પ્રદેશના હિલસ્ટેશન પર હનીમૂન કરવા ઉપડી ગયાં. એક મહિના સુધી તેમના વિષે ઘરના અને બહારના સૌ અજાણ રહ્યાં.

તે દરમ્યાન જયાના કુટુંબ અને સુરેશના કુટુંબ વચ્ચે વિખવાદ થયો. દોષનો ટોપલો સુરેશના પિતા પર આવ્યો. તેઓએ છાપામાં જાહેરાત આપી દીધી કે તેમના દીકરા સુરેશ સાથે તેમને કોઈ સબંધ નથી, કોઈએ એની સાથે લેવડદેવડ કરવી નહિ. સુરેશ માટે એનું પિતાનું ઘર કાયમ માટે બંધ છે.

રેખા અને સુરેશ અમેર્રિકામાં સ્થાયી થયાં.

દશેક વર્ષ પછી હું અને મારા પતિ વિનય ભારતથી બાલ્ટીમોરમાં આવ્યાં ત્યારે રેખા અને સુરેશ સાથે અમારી મેત્રી જામી. પાર્ટીમાં ખૂબ આનદ કરતા, કોલેજની જૂની વાતો યાદ કરી મજાક કરતા. બંને જણા એવા ખુશખુશાલ અને પ્રેમમાં મસ્ત કે અમને બે ઘડી ઈર્ષા થતી.

અમારે ત્યાં પાર્ટીમાં રેખા સુરેશને અમે અચૂક બોલાવતા. વાઈન, બીયર, વિસ્કીના માદક માહોલમાં અને ગરમ ચીઝ પકોડાની સંગતમાં મહેમાનો ઝૂમતા હોય ત્યારે રેખા સુરેશની મઝાક -મશ્કરીથી પાર્ટીમાં રંગ આવતો.

ખરી મઝા તો જેવું ડી. જે નું મ્યુઝિક શરૂ થતું કે રેખા -સુરેશ ડાન્સ ફ્લોર પર આવી જતા. એવાં રોમેન્ટિક મૂડમાં ડાન્સ કરતાં કે જાણે જનમ જનમના પ્રેમી. બેમાંથી કોણ કોને વધારે ચાહે છે, તે અંગે જોનારા અનુમાન કરતા રહી જતા!! રેખા મને બેઠેલી જોઈ મારા પતિ વિનયના હાથમાં મારો હાથ પકડાવી ડાન્સ માટે લઈ જતી. ઘડીક જોડીની અદલાબદલી થતી. હું સુરેશ સાથે ડાન્સ કરતાં સંકોચાતી પણ સુરેશ મુક્તપણે મને ગોળ ફેરવતો. રેખા વિનયને ડાન્સમાં થકવી દેતી. મોડી રાત્રે બીજા મહેમાનો વિદાય લેતાં પણ અમે ચાર ગપાટા મારતા ઉઠવાનું નામ લેતાં નહિ. અમારા આગ્રહથી રાતવાસો અમારે ત્યાં કરતાં. એમનો એક દીકરો અને મારા બે દીકરા હાઈસ્કૂલમાં આગળપાછળ હતા. છોકરાઓને નીચે બેઝમેન્ટમાં રમવાની મઝા આવતી.

સમયની પાંખે ઉડી અમારા બાળકો કોલેજમાં ભણવા ગયાં, રેખાનો દીકરો ભારતની માંનીપાલની મેડીકલ કોલેજમાં ગયો. રેખા અને સુરેશ કંપનીના કામે પાંચ વર્ષ માટે અમદાવાદ ગયાં.

વચ્ચેના ગાળામાં અમારો સમ્પર્ક ઓછો થયો. શરૂઆતમાં વાર તહેવારે સંદેશા મોકલતા પણ રેખા સાથે વિગતે વાતો થતી નહિ. હું માનતી રેખા એનાં સગાવહાલાંનાં વ્યવહારમાં બીઝી થઈ હશે.

રેખાએ એના આગમનની તારીખ મને જણાવી ત્યારે અમે એરપોર્ટ પર લેવાં ગયાં હતા.

પાંચ વર્ષમાં રેખા -સુરેશ એમની વય કરતાં વધુ વુધ્ધ દેખાતાં હતા, તેમના ચહેરા પર તાજગીને સ્થાને નિરાશા અને થાક ડોકાતાં હતાં, લાંબી મુસાફરીને કારણે હશે એમ મેં માનેલું.

ભારતથી આવ્યા પછી રેખા ખૂબ બદલાયેલી હતી. જાણે એણે કઈક મહામૂલું ગુમાવી દીધું હતું, સુરેશ પણ પહેલા જેવો નહોતો, એમ લાગતું હતું કે એ લાચાર હતો. એક દિવસ અમે એમને જમવા બોલાવ્યાં

જમવાનું પતાવી અમે બેઠકરૂમમાં ગયાં, વિનયે મજાક કરતા કહ્યું", તમે બંને દાદા-દાદી જેવાં બની ગયાં", મેં રેખાને હસીને કહ્યું" તારે હજી દીકરાને પરણાવવાનો છે". રેખા બોલી "એનું નસીબ હશે તેમ થશે"મને વિસ્મય થયું. પ્રેમલગ્નથી સુખી રેખા શું નસીબમાં માનતી થઈ ગઈ? રેખા સુરેશ પાસેથી ઉઠી મારી પાસે આવીને બેઠી, પણ મને થયુ કે એ બીજી જ દુનિયામાં ખોવાઈ ગઈ છે મેં એનો હાથ મારા હાથમાં રાખી વાત ચાલુ રાખી 'રેખા ભારત રહેવાનું કેવું લાગ્યું?તમારા બનેની તબિયત કેવી રહી હતી?

રેખાના મનની સ્થીતિ તોફાનમાં ફસાયેલી નાવ જેવી હતી. એ કંપતા અને ડૂબતા ઘીરા અવાજે બોલી મારી સમજણ બહારનું બની ગયું, હું મૂરખ અને સ્વાર્થી હતી, સાચું કહું તો સુરેશ ઉપર મારો કોઈ અઘિકાર નથી

સુરેશનો અવાજ ભાવભીનો થઈ ગયો 'રેખા તેં મારે માટે કેટલો ભોગ આપ્યોછે'

રેખાનું મન ડંખતું હતું એના કહેવામાં. ઉંડી વેદના ઊભરાઇ આવી તે મનોમન કોસતી હોઈ તેમ બોલી:

'હું તો ધૂળ છું'.

અમે વિસ્મય અને દુ;ખથી તેઓની વાત સાંભળતા હતાં મેં કહ્યું 'પ્લીજ, અમને દિલખોલીને વાત કરો.,

રેખા એની અંદરના ધરતીકંપથી મારા ખભે તૂટી પડી, મેં એની પીઠે હાથ ફેરવ્યા કર્યો,

કોઈ આઘાતની કળ વળી હોઈ તેમબોલી, ' અમે ભારત ગયા પછી સુરેશની અમદાવાદની ઓફિસનું કામ વઘી ગયું, ઓફિસના કામે બહારગામ જવાનું થતું, એને ડાયાબીટીશ ઘણા વખતથી હતો, કામનો બોજો ત્યાંની બદલાયેલી દવા અને ખોરાકમાં ફેરફારથી સુગરનું પ્રમાણ લોહીમાં વઘી ગયું, એ ઓફીસનાં કામે મુબઈ ગયેલો ત્યારે બેભાન થઈ ગયેલો. એને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યો, ચારેક દિવસ પછી નડિયાદની કીડની હોસ્પીટલમાં લાવ્યા. અનેક ટેસ્ટ થયા, અંતે નિદાન થયું કે ડાયાબીટીસ અને કિડનીના ઇન્ફેકશન ને કારણે બન્ને કીડની કામ કરતી નથી. '

સુરેશ રેખાને કહેં 'મેં તને સમજાવેલું કે અમેરિકા પાછા પહોચી જઈએ, તું માની નહિ. '

રેખા મક્કમપણે બોલી, 'આપણાં દીકરા સમીરે ભારપૂર્વક કહ્યું હતું કે અમેરિકામાં કીડની નહિ મળે. '.

મેં પૂછ્યું, સુરેશને કેટલો વખત કીડની માટે રાહ જોવી પડી?'

રેખાના અવાજમાં હતાશા ઉભરાઈ, તે બોલી 'ચાર મહિના સુરેશને ડાયાલીસીસ પર રાખ્યો, કીડની મળે પણ મેચ થાય નહી.

હું અને મારા પતિ અધ્ધ્રસ્વાસે રેખાની વાત સાંભળી રહ્યા.

એક દિવસ રાત્રે હોસ્પીટલમાં સુરેશના બેડ પાસેની ખુરશીમાં ડોક્ટરની રાહ જોતી હતી. મારા માથાની નસોમાં વિચારોના વીંછી કરડતા હતા. સુરેશનો માંદલો, ફિક્કો ચહેરો જોઈ થયું 'હું જીવનમાં હારી ગઈ, મારો પ્રેમ સુરેશને નહી બચાવી શકે, બધી સફળતા, કમાણી પાણીમાં ગયું,

ડોકટર કયારે રૂમમાં આવ્યા તેની મને જાણ થઇ નહી, તેમણે મારે ખભે હળવેથી હાથ મૂકી કહ્યું 'રેખાબેન, ખુશખબર છે કીડની મળી ગઈ છે, ચાર દિવસ પછી ટ્રાન્સપ્લાટ થઇ જશે. કીડની દાતા માટે દશ લાખ રૂપિઆની સગવડ રાખશો.

સુરેશને સારું થયું પછી દાતાનો ચેક અને આભારનું કાર્ડ લઇ અમે ડોકટરની ઓફિસમાં ગયાં ડોકટરે અમને આવકારી કહ્યું,

‘તમે નસીબદાર છો દાતાએ મૂલ્ય લેવાની ના પાડી છે, આવું તો સગપણ વગર બને તેવું અમે જોયું નથી, તમારી ભાવના હોઈ તો કીડની હોસ્પિટલને દાન કરી શકો છો. આભારનું કાર્ડ અમે રવાના કરી દેશું. ’

મેં કહ્યું 'અમારે તેમને મળવું છે, નામ અને એમની વિગત આપો. '

'તમે કાર્ડ મૂકી જાવ, અમે મોકલી આપીશું, દાતાએ બઘું ખાનગી રાખવા જણાવ્યું છે, દાતાની ઈચ્છા અમારે રાખવી પડે. ’

ડોકટરને ચેક અને કાર્ડ આપી ઓફિસની બહર આવ્યા ત્યારે લઘુતા મહેસૂસ કરી, એમ થયું કે દાતાની ઉદારતા અને ભાવના આગળ અમે ધુળ જેવાં હતાં, એવું કોણ હશે?

હોસ્પીટલના દરવાજે ગયાં, પછી યાદ આવ્યું કે સુરેશનો મેડીકલનો રીપોર્ટ ડોકટરના ટેબલ પર ભૂલી ગયાં

અમે ઓફિસમાં ગયાં, ડોકટર અંદર જતા રહ્યા હતા, પણ એમનો અવાજ અમે સાંભળ્યો,

‘આ ચેક દાતાની યાદીમાં રાખજો, અને કાર્ડ જયાબેનના સરનામે મોકલી દેશો’

રેખા અને સુરેશની વાત પૂરી થઇ.

અમે શબ્દો; સમય; સ્થળની બહારના પ્રેમ એટલે પ્રેમ. … ભાવમાં ડૂબી ગયા. .

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED