વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, જેમને વી.ઝેડ. પટેલ તરીકે ઓળખવામાં આવે છે, ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ના રોજ મધ્ય ગુજરાતના નડિયાદમાં જન્મ્યા. તેમણે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં મેળવ્યું. ૧૮મા વર્ષની વયે તેમનું લગ્ન થયું અને ૨૨મા વર્ષે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. તેને વકીલાતમાં પ્રવેશ કર્યો અને ગોધરા અને બોરસદ કોર્ટમાં કાર્ય કર્યું, જ્યાં તેઓ અન્યાય સામે લડનાર તરીકે પ્રસિદ્ધ થયા. વલ્લભભાઈએ બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ જવાનું ઇચ્છ્યું, પરંતુ તેમના મોટા ભાઇને મોકલવા માટે તેમણે પોતાનો સમય ટાળ્યો. ૧૯૦૯માં તેમની પત્નીનું અવસાન થયું, પરંતુ તેમણે કેસ લડવાનું ચાલુ રાખ્યું. ૧૯૧૦માં તેમણે ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર તરીકે અભ્યાસ કર્યો અને ૧૯૧૩માં અમદાવાદમાં ફોજદારી વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી. આગળ વધતા, તેમણે ૧૯૧૫માં ગુજરાત સભાના સભ્ય તરીકે રાજકીય પ્રવૃત્તીમાં પ્રવેશ કર્યો. ૧૯૧૭માં, તેઓ અમદાવાદના કોર્પોરેટર બન્યા અને ભ્રષ્ટાચારી કમિશ્નર સામે લડ્યા, જ્યાં તેમણે એક બ્રિટીશ અધિકારીને સરકારી પદેથી દૂર કરાવ્યો. આ રીતે, વલ્લભભાઈએ તેમના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવ્યા અને જાહેર જીવનમાં પ્રવેશ કર્યો.
રુદ્રવીણાના સુરસંગાથી... સરદાર
VIJAY THAKKAR
દ્વારા
ગુજરાતી બાયોગ્રાફી
1.8k Downloads
7.4k Views
વર્ણન
ચરોતરની સોનવર્ણી ધરાએ ૧૮૭૫ની ૩૧મી ઓક્ટોબરે એક સપૂતને જન્મ આપ્યો .... ખેડા જીલ્લાના નડીયાદની કસદાર ભૂમિએ એની ગોદમા એક વજ્ર જેવું મનોબળ ધરાવતું એક પુષ્પ ખીલવ્યું... તેજ વલ્લભ.. વલ્લભ માંથી વલ્લભભાઈ અને એમાંથી સરદાર વલ્લભભાઈની યાત્રા ઘણાંજ ઉતાર ચડાવ વાળી હતી. આ ચરોતરનો પાટીદાર ગાંધીની સેનામાં જોડાયો એ પહેલાં ગાંધી વિચાર કે ગાંધીજીના વ્યક્તિત્વથી જરાય પ્રભાવિત ન હતા.ક્યારેક ઠઠ્ઠો પણ કરતા. ગાંધી માટે તેઓ કટાક્ષમાં કહેતા આપણા દેશમાં મહાત્માઓનો પાર નથી. બ્રહ્નચર્ય અને સંડાસ સાફ કરવાની વાતોથી કે પોત્તડી પહેરી લેવાથી આઝાદી મળી જતી હશે ... હા, પ્રસિદ્ધી જરૂર મલી જાય. માવલંકરનાં પ્રયત્નોથી તેઓ ગાંધીજીના સમ્પર્કમાં આવ્યા અને સેવાપ્રવૃત્તિઓમાં જોતરાયા અને સાંસારિક આપદાઓ વચ્ચે પણ દ્રઢ નિર્ધાર કરી લીધો એકબાજુ દેશની સેવા કરવી છે તો બીજીબાજુ સાંસારિક જવાબદારી છે... એકબાજુ લાખ્ખો ખેડૂતો- મારા બાંધવોનું હિત છે અને બીજીબાજુ મારા નમાયાં સંતાનો છે.. ખેડા જીલ્લામાં અન્યાયી જમીન મહેસૂલનો સામનો કરવાની લડત માટે ગાંધીજી જેવા મહાત્માએ મારામાં વિશ્વાસ મૂક્યો છે... એકબાજુ મારી ફરજ છે તો બીજીબાજુ મારું કર્તવ્ય છે... હવે તો આ પાર કે પેલે પાર નિર્ણય કરવોજ પડશે ... ગાંધીજી દેશબન્ધુઓના હિતમાં છેક બિહારમાં ચંપારણ સુધી દોડી ગયા છે જ્યારે હું મારા સ્વાર્થ ખાતર ...મારી લાગણીઓ ખાતર ઘરના ખૂણામાં ભરાઈ જાઉં.. નાં હવે કોઈજ અવઢવ નહિ.. હું મહાત્મા ગાંધીના દેશસેવાના આ યજ્ઞમાં આહુતિ આપીશ...જોડાઇશજ આ હતો વલ્લભભાઇના જીવનનો ટર્નીંગ પોઈન્ટ...નિર્ણાયક તબક્કો.. અને એમ બન્યા સરદાર... સરદારને થયેલા અન્યાય તેમ છતાં સ્વહિતને કોરાણે મુકીને સંયમપૂર્વક એમને સોંપાયેલ ભૂમિકાને સર્વોપરી રીતે નિભાવનાર એ કર્મઠ મહામાનવ અને યુગપુરુષ..એ જ્વાળામુખી ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ શાંત થઇ ગયો... બરફમાં જ્વાળામુખી ઠરી ગયો...અને રુદ્રવીણાના સુરની સંગાથે એ પવિત્ર આત્મા ચાલી નીકળ્યો અનંતની યાત્રાએ....
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા