એક ગરમ દિવસે, એક કાર્યકર્તા ઓફિસથી બહાર નીકળે છે અને બસ સ્ટોપ સુધી પહોંચવા માટે કડી મહેનત કરે છે. બસમાં ધક્કામુક્કી કરીને ચડી જતાં, તેને એક યુવતી બેસવાની જગ્યા આપે છે. તે યુવતી મ્યુઝિકમાં મસ્ત છે, જ્યારે કાર્યકર્તા પોતાને થાકેલો અનુભવતો હોય છે. બસમાં મુસાફરી દરમ્યાન, તે યુવતીના રૂપ-રંગ અને આકર્ષણમાં વ્યસ્ત રહે છે. જ્યારે તે ઉતરવાનું સ્ટોપ આવે છે, ત્યારે તે યુવતીને પુનઃ જોયા વિના બહાર નીકળી જાય છે. આખરે, તે ઓટો શોધવા માટે સંઘર્ષ કરે છે, કારણ કે તે થાકેલો અને કંટાળેલો અનુભવ કરે છે. ઝાંઝવામાં ડૂબી નાવ... Saumya Joshi દ્વારા ગુજરાતી વાર્તા 15 1.3k Downloads 4.2k Views Writen by Saumya Joshi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘મારે જવું જ જોઈએ...આવી તક બીજી વાર મળે ન મળે.... જિંદગીમાં પહેલી વાર કોઈ મનગમતી છોકરીને એકાંતમાં મળવાનો, એને મારા મનની વાત કહેવા નો મોકો પછી ક્યારેય ન પણ મળે...’ મનમાં ઉઠતા વિચારોના ઘોડાપૂરને નાથવાનો પ્રયાસ કરતા મેં ઊંડો શ્વાસ ભર્યો. હાથમાં મીઠાઈ અને ચોકલેટના બોક્સ ની થેલી લઈને મેં ચાલવા માંડ્યું. કૈંક વિચાર આવતા મારા પગ ફરી થંભી ગયા. થોડું પાછળ ચાલીને એક હેર કટિંગ સલૂન માં હું ચઢ્યો. હજુ ગયા અઠવાડિયે જ વાળ કપાવેલા ત્યારે મારા હજામે મને ફેસિયલ કરાવવા આગ્રહ કર્યો હતો. એ દિવસે તો મારા કરકસરિયા જીવે ફેસિયલના પૈસા ખરચવા દીધા ન હતા. પણ આજે ચાલે એમ ન હતું! સલૂન ની આરામદાયક ખુરશીની પીઠ પર માથું ઢાળીને હું બેસી ગયો. વીસેક મિનિટ મારા ચહેરા પર પોતાની આંગળી નું કૌશલ્ય અજમાવીને એણે મને સીધો બેસાડીને બંને તરફ ઝગારા મારતી લાઈટ ના અજવાળામાં અરીસામાં ચમકતો મારો ચહેરો બતાવ્યો ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ‘બત્રીસ નો લાગુ છું...!’ હું અસ્ફૂટ જ બબડ્યો પણ પેલા ચાલાક કસબીએ મારા શબ્દો મારા ચહેરા પર વાંચી લીધા હોય એમ એ મારા કાનમાં બોલતો હોય એ રીતે મારી નજીક મોં લાવી ને બોલ્યો. ‘બાવીસના દેખાશો, સાહેબ... નિરાંતે આવો!’ More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા