આ વાર્તામાં માનસ્વી ડોબરીયા એ પ્રેમ અને ભાવનાઓના સંઘર્ષ વિશે વાત કરી છે. લેખિકાએ પોતાનું પરિચય આપ્યું છે, જેમાં તે વીસ વર્ષની અને બી.એસ.સી.ની વિદ્યાર્થી છે. વાર્તાનો આરંભ એક પ્રેમી પંખીડાના આંસુઓથી થાય છે, જે દર્શાવે છે કે સાચા પ્રેમમાં કોઈ પ્રસ્તાવના નથી. પ્રકરણ-૫ માં, નબીર અને શિવ વચ્ચેના સંવાદમાં, શિવ નબીરના ગુસ્સા વિશે પૂછે છે, જેમાં નબીર કશું જ સ્પષ્ટ નથી કરતો. શિવની ચિંતા અને નબીર માટેની ચાહત સ્પષ્ટ થાય છે. શિવના મનમાં નબીર સાથેના સંબંધ અને તેના લગ્નજીવન વિશેની વસ્તુઓ તેને વધુ તૂટતી બનાવે છે. શિવના મમાના સંતોષ સાથે, શિવ નબીરના પ્રેમ માટે પોતાની હિંમત દર્શાવે છે અને નબીર સાથે મળવાની આતુરતા અનુભવે છે. અહીં પ્રેમની ઊંડાઈ અને બંધનમાં રહેલ ભાવનાઓને ખૂબ સારી રીતે વર્ણવવામાં આવી છે. આ વાર્તા પ્રેમ, વિશ્વાસ અને સંઘર્ષના ઉદાહરણો સાથે એક ઊંડા સંવેદનાશીલ સંબંધને વ્યક્ત કરે છે. તારા વિનાની ઢળતી સાંજ-૫ Manasvi Dobariya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 85.1k 4.4k Downloads 11.3k Views Writen by Manasvi Dobariya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પેલા ભિખારીને બોલવું.. સાંભળતાં જ હું રડતાં રડતાં હસી પડી, તને અત્યારે એવું કેમ સૂઝે છે.. તો શું.. મને તો હવે એ ભિખારીની ઈર્ષ્યા આવે છે ચિંતા ના કર.. હું એની સાથે નહીં ભાગી જાઉં.. લાગે છે કે એ દિવસ પણ દૂર નહીં હોય.. અને અમે બન્ને હસી પડેલાં પણ એ પછીની અમારી બન્નેની હસી ગાયબ થવાની હતી. જે હજુ પણ અમેં શોધી નહોતા શક્યાં. મેં બનેલી દરેક વાત તેને કહી. તે ખુબ જ ગુસ્સે થઇ ગયો હતો. એ રાતનું એનું રૂપ મને તેના મારી પ્રત્યેના હિંસક પ્રેમ ની સાક્ષી પૂરતું હતું.. હું તો હિંસક નહીં પણ મારી ભાષામાં નોન-વેજ લવ જ કહીશ.. કેમકે એ માત્ર એટલું જ જોઈ શકતો હતો કે હવે હું એની નબીરી નથી રહી બસ.. પણ તેણે મારી હાલત જોવાની કે સમજવાની કોશિશ નહોતી કરી. એ ગમે તે રીતે મને ઈચ્છતો હતો પરન્તુ મેં આવું શા માટે કર્યું.. મારી કન્ડિશન શું હતી.. કેવી રીતે હું એ બધું મેનેજ કરી શકી હોઈશ.. એ કંઇજ વસ્તુ એના ધ્યાનમાં નહોતી આવી. હું ખુબ જ નિરાશ થઇ ચુકી હતી. તેણે મને સાથ આપવાની જગ્યાએ મારી આગળ ફરીયાદો ધરી હતી. એ રાત પછી લગભગ કંઇજ અમારી વચ્ચે ખાસ નહોતું થઇ શક્યું. મેં મારા જીવનની મોટામાં મોટી ભૂલ ત્યારે કરી નાખી જયારે મને ખબર હતી કે એક અઠવાડિયામાં નબીર લગ્ન કરવાનો છે એ છતાં પણ મેં મારા ઈગોના લીધે એની સાથે વાત કરવાનો પ્રયત્ન ના કર્યો. હું ખુબ જ ગુસ્સે થઇ ગઈ હતી અને દુઃખી પણ.. કે તેે મને પામવાની કોશિશ સુધ્ધાં મૂકીને એક બીજા સંબન્ધમાં જોડાવા માટે જઈ રહ્યો હતો.. હું સપનામાં પણ નહોતી વિચારી શકતી નબીરને કોઈ બીજી છોકરી સાથે.. એની જગ્યાએ તે તો લગ્ન કરવા જઈ રહ્યો હતો. હું ના કરી શકી એને એક ફોન.. ના કરી શકી હું તેને એક પણ મેસેજ.. જો મારો ગુસ્સો.. મારો ઈગો.. મારો એટીટ્યુડ.. બધુંજ એક બાજુએ મૂકીને મેં તેને માત્ર એક મિસ કોલ પણ કરી દીધો હોત ને, તો આજે એ માત્ર મારો હોત.. માત્ર મારો.. મારી આંખો છલકાઈ આવી. એવામાં જ નબીરે બાઇક ઉભી રાખી. Novels તારા વિનાની ઢળતી સાંજ આ એક સાચુકલા પ્રેમી પન્ખીડાના ધગધગતા આંસુ છે. તે બન્ને જેવું પણ જીવ્યા છે અને જેટલું પણ જીવ્યા છે એવું ને એવું જ તમારી આગળ મુકવાનો એક નાનો પ્રયાસ માત... More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા