સ્વામી વિવેકાનંદ ભારતના આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ છે, જેમણે ભારતીય તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિકતા અને ધર્મને વૈશ્વિક સ્તરે રજૂ કર્યો. ૩૦ જુલાઈ, ૧૮૯૩ના રોજ શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં તેમના વક્તવ્ય દ્વારા તેમણે હિંદુ ધર્મનું નવસર્જન કર્યું. સ્વામી વિવેકાનંદના વિચારો અને ઉદબોધનોએ ભારતીય સંસ્કૃતિની શક્તિને યથાવત રાખ્યું છે, જે ૪૪ સંસ્કૃતિઓના વિધ્વંસ છતાં આજે પણ જીવંત છે. તેમણે જીવનમાં મુશ્કેલીઓ, બુદ્ધિ, ખુશી, સંપત્તિ અને શાંતિ માટેની યાત્રાને સમજાવી છે, જે લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. તેમના વિચારો અને પ્રવૃત્તિઓ આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે અને ભારતીય સંસ્કૃતિના મહત્ત્વને જીવંત રાખે છે. સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ (Swami Vivekanand) Kandarp Patel દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 28.7k 2.9k Downloads 11.3k Views Writen by Kandarp Patel Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભારતીય તત્વજ્ઞાન, અલૌકિક વિચારસરણી, આધ્યાત્મિકતા અને ધર્મ વિશેની તાર્કિક સમજણનો સીમાસ્તંભ રોપનાર ભારતના આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ એટલે સ્વામી વિવેકાનંદ. ‘બ્રાન્ડ વેલ્યુ’ મોટી હોય તો જ યુવાધન એમનાથી આકર્ષાયું હોય. સ્વામી વિવેકાનંદ એટલે ‘વિવેક + આનંદ’ નો એવો તે સુભગ સમન્વય જે ભારતકાળમાં રામ-કૃષ્ણ જેવા અવતારના વર્ષો પછી જોવા મળ્યો હોય. ભારતીય વિચારધારાને તેના મૂળ રૂપે દુનિયાની સમક્ષ લઇ જઈને ૩૦ જુલાઈ, ૧૮૯૩,શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં એવો તે પરચમ લહેરાવ્યો કે દુનિયા આજે પણ તેમને ગર્વાન્વિત નજરેથી જુએ છે. ‘હિંદુઓના ધાર્મિક વિચારો’ વિષય પર બોલવાનું શરુ કર્યું અને એ પૂરું થતા જ હિંદુ ધર્મનું નવસર્જન થઇ ચુક્યું હતું એમાં કોઈ અવકાશને સ્થાન નથી. “પ્રાચીન ધર્મ એવું કહેતો કે જેને ઈશ્વર પર વિશ્વાસ નથી તે નાસ્તિક છે. અર્વાચીન ધર્મ એવું કહે છે કે જેને પોતાના પર વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” – સ્વામી વિવેકાનંદ. More Likes This આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt આરતીનું મહત્ત્વ દ્વારા Dada Bhagwan માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 18 દ્વારા Sahil Patel મેઘરાજા ઉત્સવ દ્વારા Tr. Mrs. Snehal Jani આપણા શક્તિપીઠ - 1 હિંગળાજ માતા મંદિર દ્વારા Jaypandya Pandyajay સ્વયંને કેવી રીતે ઓળખવું? દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા