વર્ણન
ભાગ - ૨૧આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,તેજપૂરગામનાં સરપંચના ખૂન, અને રૂપિયા પચાસ લાખની થયેલ ચોરીનાં અનુસંધાનમાં, મળેલ બાતમીના આધારે, ઈન્સ્પેકટર ACP, શહેરની એક નવી બની રહેલ બિલ્ડિંગમાં, આ કેસમાં શંકાસ્પદ એવા, અશોક કોન્ટ્રાક્ટરને શોધવા, ને જો મળે તો, પૂછપરછ કરવા માટે, આવ્યાં છે, ને એમનાં બિલ્ડર મિત્ર દ્વારા, AC નો, અશોકભાઈ કોન્ટ્રાકટર વિષેનો શક, દૂર થાય છે, ને પછી AC બિલ્ડર મિત્રની રજા લઈને, ચાર ડગલાં ચાલી, વળી પાછા આવે છે, અને એમનાં બિલ્ડર મિત્રને કહે છે કે.......AC :- તમારી અશોકભાઈ વિષેની વાત તો, વિશ્વાસ કરવા જેવી, અને સાચી, બાકી એની સાથે જે મજૂરો હોય છે, તે બદલાતા હોય છે,