વર્ણન
પ્રેમ ને ધર્મ કરતા પણ ઉચ્ચ માનવામાં આવ્યો છે અને એમાં કોઈ ઉમર ને પ્રાધાન્ય આપવામાં આવ્યું જ નથી, પ્રેમ માં કોઈ પણ પ્રકારનીબાધા કે તેના નિયમો નું વર્ચસ્વ આલેખવામાં આવતુંજ નથી, પ્રેમ એ સબંધ માં નિસ્વાર્થ ભાવથી ઉદ્દભવતો એક જીવનદોરો છે, કે એનીમાત્રા નથી કે કોઈ સામયિકતા ની જરૂર નથી, વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી, કે પ્રકૃતિ હોય બધાને પ્રેમ કરી શકીયે એમાં કોઈ બંધન કુદરતકે માનવી દ્વારા બનાવવામાં આવ્યુજ જ નથી, સબંધો અનુસાર પ્રેમની વ્યાખ્યા અને કામના માં ફેરફાર થતો હોય છે.મૂળભૂત રીતે પ્રેમ સ્વાર્થ અને નિસ્વાર્થ બે ભાવથી જ હોય છે પણ પ્રેમ ના અનેક પ્રકાર દર્શાવવામાં આવ્યા છે, સંપૂર્ણ ધરતી ના ધર્મોમાંપ્રેમ નો જ મહત્તમ ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ નજીવી જિંદગીમાં પ્રેમને ક્ષણિક હથિયાર બનાવીને તેનો દુરુપયોગ પણ આખેપાટા બાંધીને થઇ જ જાય છે, દુનિયામાં માણસો સિવાય ના બધા પશુ-પંખી, જીવ-જંતુ, પ્રકૃતિ નિસ્વાર્થ ભાવેજ પ્રેમ નું આદાન પ્રદાન કરેછે, યુગ બદલાતા પ્રેમ માં પરિવર્તન ખાલી માણસો માંજ આવ્યું પણ પ્રકૃતિ કે પશુ -પંખી, જીવ-જંતુ માં એની અનુભૂતિ બદલવા નથીદીધી.શાસ્ત્રો માં સાચા પ્રેમની વ્યાખ્યા આત્મા થી પરમાત્મા ના મિલન ને ગણવામાં આવી છે, મનુષ્ય જીવન માં પ્રેમ નેજ મોટી મુળી ગણવામાંઆવી છે, કોઈપણ વ્યક્તિ ને જીતવામાં પ્રેમ સૌથી મોટું મહત્વ ધરાવે છે અને હથિયાર પણ સૌથી મોટું બની પણ જાય છે, जो दिशा हीन करदे।दूनिया महसूस ना करवाए॥वो नही बल्कि...सही दिशा बताए ।या अपना जीवन दुनियामे पवित्र करदे वो ॥ " प्रेम "પ્રેમ એક મોહ છે કે એક લાગણી, એ પ્રેમ કરવા વાળા સિવાય બીજા કોઈ સમજી સકતા નથી અને એના જુદા જુદા તારણો કાઢતા હોયછે, પણ વ્યક્તિ ના હાવભાવ કે બોલી ઉપરથી અમુક સાચા તારણો નીકળી શકતા હોય છે, સૌથી વધારે પ્રેમમાં પેલીનજર નો પ્રેમ વધારેથતો જોવા મળે છે, એ પ્રેમ કાંતો શરીર જોઈને થાય છે કા એના કામ, એનું વર્તન,એનો ઈમ્પ્રેસ કરવાનો આઈડિયા જોઈને થાય છે, એ પ્રેમમાં પણ મોહ અને લાગણી બંનેનો સમાવેશ હોય છેજ પણ અમુક જ વ્યક્તિ ને લાગણીનો પેલી નજરમાં પ્રેમ જોવા મળે છે,જયારે બીજી વાર મુલાકાત થાય ત્યારે બને ની નજર, એક બીજાનું અંતર અને વાત કરવાની રીત પ્રેમ માં આકર્ષણ નું કેન્દ્ર વધારે મજબૂતબનાવે છે,બને ની પહેરવેશ ની પસંદગી, અને આજના જમાનામાં ઘણા ખરા નજરો માં આવતા નુસખાથી મોહી જાય છે,હમેશા સાચો પ્રેમક્યારેય એક સરખા સ્વભાવ સાથે થતોજ હોતો નથી.મોહ નો પ્રેમ એક સ્વાર્થ ભર્યો કહેવામાં આવેછે, તેમાં તે મારોજ છે કે મારીજ છે, કે એક તરફીજ લાગણી રાખવાની બને ને વધારે નજીકરેવાની ભાવના વ્યક્તિ વચ્ચેના માનસિક, આર્થિક કે શારીરિક સબંધ ને બનાવીને જાળવી રાખવાની ભાવના અતૂટ બંધાતી જાય છે ને એકોઈ પણ લાગણી બીજા જોડે બાંધવામાં અસહમતી રખાવે છે, અમુક સમયાંતરે સકીલો સ્વભાવ ને શંતોષ વગર નો સબંધ બની જાયછે, એટલે એ મોહ ના પ્રેમ માં વિશ્વાસ અમુક સુખ માણ્યા પછી ઓછો અને નહિવત પ્રમાણમાં થઇ જાય છે, આવા સબંધો માં પવિત્રતા નેસમજવામાં કે એનું પાલન જોવામાં આવતુંજ નથી, ગમેતે વ્યક્તિ ગમેતે બીજી વ્યક્તિ ને પણ પ્રેમ કરતી હોય એ ઘણા ખરા અંશે સ્વાભાવિક બનેજ છે પણ તે મોહ માં અવિસ્વસ્નીય તરીકેજોવાની વૃત્તિ રાખે છે, જયારે પણ સંજોગો અનુસાર દૂર થવાનું આવે છે ત્યારે કા એ પ્રેમ ભુલાઈ જાય છે કા એના ઘાતક પરિબળ રૂપેપ્રવર્તે છે, પણ એમાં એકબીજાની લાગણી કે સંજોગો સમજવામાં ઘણીખરી અનાવડત રેતી હોય છે, અંતે એ પ્રેમ જરૂરિયાત સંતોસવા નોહિસ્સો હતો એમ મોહજ બની જાય છે. જરૂરી નથી બને બાજુથી મોહજ હોય પણ તોજ આવા વાક્યો બને પણ એકતરફી મોહ ના કારણેપણ આવા વાક્યો બને એને વધારે પડતા એક તરફીજ જ મોહ વાળા પ્રેમ હોય છે. ક્રમશઃ ...