Cafeaesta Jindagi - 2 book and story is written by Hitakshi Buch in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Cafeaesta Jindagi - 2 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કેફિએસ્ટા ઝિંદગી - 2 Hitakshi Buch દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1 674 Downloads 2.8k Views Writen by Hitakshi Buch Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ - ૨ પુનિતની પરિસ્થિતિથી અજાણ પલાશીએ બોલવાનું ચાલુ રાખ્યું, "દોસ્ત... અરે હા હું તો તમને પૂછતાં જ ભૂલી ગઈ.. તમને વાંધો ન હોયતો દોસ્ત કહી શકુને ?"દલાતરવાડીની જેમ સ્વમનન કરતા સ્મિત સાથે બોલી ઉઠી, "લે વળી એમાં તમને શું વાંધો હોઈ શકે ખરુંને... ભઈ આ તો પૂછી લેવું સારું. આજના જમાનામાં કોને ક્યારે શું લાગી આવે એ ખબર નથી પડતી હો." મીઠું હસતી એ તો એની જ ધૂનમાં મગ્ન બોલ્યા જ કરતી હતી. ક્યા જાણતી હતી કે જેની સાથે વાતોની ગૂંથણી કરી રહી છે એ ગાંઠો તો ક્યારની છૂટી ગઈ છે. સામેથી પુનિતનો કોઈ પ્રત્યુત્તર ના આવતા પલાશી ને અજુગતું લાગ્યું. પુનિત સામે પોતાનો ચહેરો ફેરવતા બોલી, "લાગે છે આજે જનાબનેમારી વાતમાં રસ નથી."એવું હોય તો..... પલાશી એ પુનિત તરફ આક્રોશથી જોયું, પરંતુ ક્ષણભરમાં તો આક્રોશ સમીને આંખમાંથી આંસુ સ્વરૂપે વહેવા લાગ્યો. પુનિતને સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં બેઠેલો જોઈ પલાશીના મનમાં હજારો વિચારો વિજળીવેગે દોડી ગયા. તેને પુનિતનો હાથ પોતાના હાથમાંથીછોડ્યો અને.... તેને સમજાઈ ગયું. વસંતની પુર બહારમાં જાણે અચાનક પતજડની મોસમનો અહેસાસ થઈ આવ્યો. પુનિત... દોસ્ત.. મજાક ના કરો પ્લીઝ. ખબર નહી આપણા વચ્ચે ક્યું તો એવું બંધન છે કે મારાથી છૂટે નથી છૂટતું કે ક્યારેય ભૂલે પણ નહી ભૂલાય એટલેજો તમે આ રીતે મને દૂર કરવાનો કોઈ નવો પેંતરો કરતા હોવ તો મહેરબાની કરીને ના કરશો. કોઈ ફરક નહી પડે. તમે શા માટે આ રીતે શૂન્યમનસ્ક મારી સામે ટકટકી લગાવી બેસી રહ્યા છો. બોલોને કઈક... આટલું બોલતાની સાથે પલાશી એ પુનિતનાખભા પર હાથ મુક્યો... અને... કોથળાની જેમ પુનિતનો નશ્વર દેહ જમીન પર પડ્યો.પલાશીના હદયમાંથી એક ટીસ નીકળી ગઈ.. એનો આક્રંદ દિલના એક ખૂણા માંથી બહાર આવવા મથી રહ્યો હતો. છતાં પોતાની જાતનેહિંમત આપતી, આશ્વાસન આપતી એ પુનિતના દેહ પાસે જઈ બેઠી. ક્યાંકને હમણાં પુનિત ફરી આખો ખોલે. પરંતુ એ કુદરતને મંજુર નહોતું. તેણે વેરવિખેર થયેલી હિંમત એકત્ર કરી એમ્બ્યુલન્સ નેતાબડતોડ આવવા ફોન કર્યો. પોતે જાણતી હતી કે મોડું થઈ ગયું છે છતાં... આંખો સામે હસતો ચેહરો વારંવાર ડોકિયા કરી રહ્યો હતો. મનમાં એક ખોટી પણ સંતોષ આપે એવી આશ હજી બાકી હતી. તેણે પુનિતની સામે જોતા કહ્યું, આમ તો તમે મારા પિતાની ઉંમરના છોપરંતુ તમને પહેલીવાર મળીને ત્યારથી દોસ્ત જ કહેવાનું મન થયું હતું. હજી તો આપણી દોસ્તીનો રંગ પાક્કો થાય એ પહેલા તો... ધીસઈઝ નોટ ફેર ડુડ... તમે જ કહ્યું હતું ને કે તમને મારી સાથે ખુબ જ ગમે છે તો પછી આ રીતે... પ્લીઝ બડી શું થઈ ગયું તમને આમઅચાનક. ચાલો ને ઉઠો આપણે હજી તો ઘણી વાતો કરવાની છે, વિચારોની ધીંગામસ્તી કરવાની છે, તમે કહેતા હતા તેમ મારે તમારીસાથે ગ્રાન્ટરોડની માર્કેટ જોવા આવવાનું છે. યુ નો મે મારા પપ્પાને ક્યારેય જોયા નથી પણ તમને જોઈને લાગતું કે જો મારા જીવનમાં કોઈ પુરુષ આવશે તો એ તમારા જેવો જ હશે. મારેતમને પ્રેમ આપવો છે અને તમારો પ્રેમ જોઈએ છે. દુનિયાને જે સમજવું એ સમજે મને પરવાહ નથી. મારે પ્રેમના પ્રકારમાં નથી પડવું. દોસ્તમને તમે ગમો છો બસ. મને ખબર છે તમને મારું બિદાસ્તપણું ક્યારેક ખટકતું પણ શું કરૂ હું તો આવી જ છું. જેણે છો ને તમે ? આપણી ઓળખાણ થઈ ત્યારથીહું આવી જ તો છું. અને આજે પણ હું વાત પુરી કરૂ એ પહેલા તો... ચાલો હવે ઉઠો... હું પ્રોમિસ કરૂ છું કે હવે થી સિગારેટને હાથ નહીલગાડું. પલાશીની આંખોમાં હજી આશાનું કિરણ ટકટકીયા કરતું હતું. એમ્બ્યુલન્સ ભાટિયા હોસ્પિટલના દરવાજે આવી ઉભી રહી. તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત થઈ. સીપીઆર તથા મસાજઆપી તેનું હદય ફરી ચાલુ થાય એવા પ્રયત્નો ડોકટરો દ્વારા કરવામાં આવ્યાં. થોડીવાર પછી ડો. શાહે આવી કહ્યું, " વી આર સોરી.. હીઈઝ નો મોર" પાલશીએ પોતાના ખુબજ અંગત મિત્રને ગુમાવ્યો હતો, આ પીડાથી વધુ જાણે એના જવનમાં ખાલીપણાનો અહેસાસ પલાશી ને કદાચવધુ હતો. શા માટે આટલી બેચેની અને દુઃખ એ પલાશી માટે આ સમયે સમજવું ખૂબ જ અઘરું હતું. કદાચ દિલના એક ખૂણામાં પુનિત માટે કુણી લાગણીના અંકુર ફૂટવા લાગ્યા હતા તેનો એહસાસ આજે પલાશી ને પુનિતના ગયા પછીથઈ રહ્યો હતો. પોતાના વિચારોમાં ડૂબેલી પલાશી ને ઊંડે ઉંડેથી કોઈક બોલાવી રહ્યું હોય એવું લાગ્યું. પાછળ વળી જોયું તો વોર્ડ બોયહાથમાં કેટલીક વસ્તુઓ લઈને ઉભો હતો. "મેડમ આ વસ્તુઓ મૃતક પાસેથી મળી છે." મૃતક શબ્દથી પલાશીને મનમાં ઊંડે પીડા થઈ હોય હોય એવું લાગ્યું. પરંતુ પોતાની જાતનેસંભાળવાની મહાપરાણે કોશિશ કરતી તેણે વસ્તુઓ હાથમાં લીધી અને ખૂણા માં એક બેન્ચ પર જઈ બેઠી. વોલેટ ખોલતાની સાથે તેનીસામે મનમોહક, આકર્ષક ચહેરો ધરાવતી સ્ત્રીનો ફોટો આવ્યો. ચોક્કસ આ એજ હશે.. પલાશી હજી તો કેવી રીતે નામ, સરનામું મેળવેની અવઢવમાં હતી ને ફોનમાં રિંગ વાગી... તેણે હાથમાં ફોન લીધો અને જોયું તો સ્ક્રીન પરલખ્યું હતું... છાયા કોલિંગ.... ક્રમશ : Novels કેફિએસ્ટા ઝિંદગી મુંબઈ... હા આમચી મુંબઈ.. સપના દેખાડતી દુનિયા. માત્ર 2 થી 3 કલાક નિદ્રાધીન થતું હશે આ શહેર. જેટલી ઉંચી અહીંની ઇમારતો એટલા જ ખુશમિજાજ લોકો. સામાન્ય રીત... More Likes This રાય કરણ ઘેલો - ભાગ 1 દ્વારા Dhumketu રેડ સુરત - 1 દ્વારા Chintan Madhu રાણીની હવેલી - 5 દ્વારા jigeesh prajapati નિલક્રિષ્ના - ભાગ 13 દ્વારા કૃષ્ણપ્રિયા સંઘર્ષ - પ્રકરણ 1 દ્વારા Siddharth Chhaya સ્વપ્ન્સમ - ભાગ 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ ફરે તે ફરફરે - 1 દ્વારા Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા