આ વાર્તામાં વિશ્વાસ અને શ્રધ્ધા વચ્ચેના પ્રેમની કથા રજૂ કરવામાં આવી છે. વિશ્વાસ, એક સર્જનાત્મક સોફ્ટવેર પ્રોગ્રામર, એક અકસ્માતમાં પોતાની આંખો ગુમાવે છે. છતાં, તે પોતાના પ્રોગ્રામિંગ કૌશલ્યમાં વિશ્વાસ રાખે છે અને ધીરે ધીરે ફરીથી કામ શરૂ કરે છે. શ્રધ્ધા, જે વિશ્વાસના પ્રેમમાં છે, પોતાના માતા-પિતા દ્વારા નક્કી કરેલી સગાઈના કારણે દબાણમાં છે. તેમ છતાં, વિશ્વાસની લાગણીઓ અત્યંત ઊંડી છે, અને તે શ્રધ્ધાને સમજાવે છે કે તે તેના વગર કઈ રીતે જીવતો નથી. બંને વચ્ચેની લાગણીઓ અને સંઘર્ષો આ વાર્તાનો મુખ્ય ફોકસ છે, જ્યાં પ્રેમ અને નિશ્ચય વચ્ચેની લડાઈ દર્શાવવામાં આવી છે. પ્રેમનાં પ્રયોગો - ૪ Hiren Kavad દ્વારા ગુજરાતી વાર્તા 20k 2.2k Downloads 4.6k Views Writen by Hiren Kavad Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સત્ય ક્યારેક કડવુ હોઇ શકે, ક્યારેક ક્રાંતી લાવનારૂ હોઇ શકે, એનો લાભ ચોક્કસ થતો હશે, પરંતુ એ દરેક વખતે થોડીક ચોંટ તો પહોંચાડે જ. પરંતુ શું પ્રેમ ચોંટ પહોંચાડનારો હોઇ શકે શું તમે કોઇ વ્યક્તિને પ્રેમ કરતા હશો એના વિશે ખરાબ વિચારશો વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે જ નહિ, અને વિશ્વાસ તો સ્વતંત્રતા અપાવે. વિચારોની સ્વતંત્રતા અને આચારોની સ્વતંત્રતા. વર્તમાનમાં જીવવાની સ્વતંત્રતા અને સહજ થવાની સ્વતંત્રતા. એટલે જ સત્યના પ્રયોગો અમુકવાર કઠોર હોઇ શકે, પરંતુ પ્રેમના પ્રયોગો મૃદુ જ હશે, એ છતા એના માટે જબરી હિમ્મત પણ જોઇએ. આ પુસ્તક આવા જ કેટલાંક પ્રેમના પ્રયોગોનુ સંકલન છે. નવ પ્રયોગ, નવ વાર્તા અને એક જ સત્ય પ્રેમ ! પ્રેમના પ્રયોગો એટલે યુવાનીની ઝલક અપાવતુ પુસ્તક. બધીજ વાર્તાઓ યુવાનો માટેની છે. પછી એ ઉંમરથી યુવાન હોય કે વિચારોથી. મોટાભાગના લોકો પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ માને છે. પરંતુ પ્રેમનો અર્થ આટલો ટુંકો તો ના જ હોય ! દિવસમાં કોઇનાં ચહેરા પર એકવાર સ્મિત લાવવુ એ પ્રેમ છે, બાળકના વાળમાં આંગળા ફેરવવા એ પણ પ્રેમ છે, પ્રેમ એટલે કોઇ ફુલને કારણ વિના તાકતા રહેવુ. પ્રેમ એટલે ફુલને સુંઘવુ, પ્રેમ એટલે વરસાદના પાણીના ટીપાને મહેસુસ કરવા. પ્રેમ એટલે વ્યક્તિને અપાતી પુરેપુરી સ્વતંત્રતા, પ્રેમ એટલે પોતાના ગમતા કામમાં ડુબી જવુ, પ્રેમ એટલે હિમ્મત અને સમજદારી ભર્યા પગલા. સ્ટીવ જોબ્સે એની સ્ટેન્ફોર્ડની કમેન્સમેન્ટ સ્પીચમાં કહ્યુ હતુ કે ‘ડુ વોટ યુ લવ !’, એટલે પોતાના હાર્ટને ફોલો કરવુ એ પણ પ્રેમ જ છે. આ પુસ્તક વિશ્વાસને વ્યક્ત કરતુ પુસ્તક છે. વિશ્વાસ એ પ્રેમનો પાયો છે, વિશ્વાસ વિના પ્રેમ પ્રગટે નહિ. એવો વિચાર લઇને જ આ પુસ્તક આવે છે. નવ શોર્ટ ટુંકી વાર્તાઓથી બનેલા આ પુસ્તકમાં અલગ અલગ નવ વાર્તાઓ છે. ક્યારેક એમાં પરિવારના પરસ્પર સંબંધોની વાત છે, ક્યારેક પોતાના ગમતા કામની વાત છે તો ક્યારેક કરૂણાની વાર્તા છે. ક્યારેક ભુતકાળની વાર્તા છે તો ક્યારેક વર્તમાનમાં જ જીવી લેવાની વાત છે. આ પુસ્તક મુખ્યત્વે યુવાનો માટે બન્યુ છે, પહેલા જ કહેવાયુ એમ વિચારોથી યુવાન માટે. બધી જ સ્ટોરી યુવાનીની આસપાસ છે, પેશનની આસપાસ છે, પ્રેમથી તરબતર છે, સમજણના પાયાથી બાંધેલ છે. પ્રેમના પ્રયોગો એક તણખો છે. સ્વિકારે એના માટે પ્રકાશ બની શકે અને અસમજણ ભર્યો વિરોધ કરો તો ભડકો બનીને આગ પણ લગાવી શકે. એ આગ પણ એવી કે જે પ્રેમ ઉત્પન્ન કરે ! Novels પ્રેમનાં પ્રયોગો સત્ય ક્યારેક કડવુ હોઇ શકે, ક્યારેક ક્રાંતી લાવનારૂ હોઇ શકે, એનો લાભ ચોક્કસ થતો હશે, પરંતુ એ દરેક વખતે થોડીક ચોંટ તો પહોંચાડે જ. પરંતુ શું પ્રેમ ચોંટ પ... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા