કેપ્ટન અનુજ નય્યર પર આધારિત આ વાર્તા કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાના શૌર્યને ઉજાગર કરે છે. કારગીલ યુદ્ધ, જે પાકિસ્તાન સામેનું એક મહત્વપૂર્ણ યુદ્ધ હતું, ભારતના શહીદ સૈનિકોની હિંમત અને બલિદાનની કથાઓને યાદ કરે છે. ૨૪ વર્ષની ઉંમરે કેપ્ટન અનુજ નય્યરે દેશ માટે પોતાનું જીવ કુરબાન કર્યું અને આ યુદ્ધમાં સેવા આપતાં તેમને 'મહાવીર ચક્ર'થી સન્માનિત કરવામાં આવ્યા. અનુજનો જન્મ ૨૮ ઓગષ્ટ, ૧૯૯૫ના રોજ દિલ્હી ખાતે થયો હતો. તેમના પિતા અને માતા શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત હતા, જેના કારણે તેમને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ મળ્યું. અનુજ મસ્તી અને ઉર્જાનો પેકેટ હતા, જેમણે ધોલાકુવાની આર્મી પબ્લિક સ્કુલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમની શૈક્ષણિક જિંદગીમાં તેમનું ધ્યાન અને મસ્તી જળવાઈ રહી. આ વાર્તા દેશ માટે શહીદ થયેલા સૈનિકોની આત્માને અને તેમને યાદ કરવાની મહત્વતા દર્શાવે છે, ખાસ કરીને કેપ્ટન અનુજ નય્યર જેવા યુવાનો માટે, જેમણે પોતાના જીવનને દેશ માટે સમર્પિત કર્યું.
પ્રેરણાનો ધોધ : કેપ્ટન અનુજ નય્યર
Bhavik Radadiya
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
1.2k Downloads
5.2k Views
વર્ણન
પાકિસ્તાન સાથે સૌથી ભિષણ અને એક તરફથી ઇતિહાસમાં ઘટેલું સૌથી મુશ્કેલ યુદ્ધોમાં કારગીલનું યુદ્ધ પોતાની પાછળ ભારતીય સેનાના અવર્ણનીય શોર્યની એવી અનેક કથાઓ મુકીને ગયું છે, જેનું ઋણ કદાચ કોઈ ક્યારેય પણ ચૂકવી નહી શકે. આજથી બરોબર ૧૯ વર્ષ પહેલાં ભારતીય સેનાએ અદ્વિતિય શૌર્ય અને સાહસનો પરિચય આપતા ૬૦ દિવસ લાંબી ચાલેલી આ લડાઈમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પરમાણુ તાકાત હાંસલ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં કારગિલ યુદ્ધ (ઓપરેશન વિજય) માં શહીદ થયેલાં સૈનિકોની હિંમતનાં ગૌરવપૂર્ણ કિસ્સા આજે સન્માનથી યાદ કરવામાં આવે છે. દેશ માટે, પોતાની મા ભોમકા ના રક્ષણ કાજે પોતાનો જીવ સમર્પીત કરી દેનારા વીરોની ગાથા આજે પણ સમગ્ર દુનિયામાં કહેવા અને સાંભળવામાં આવે છે. કારગીલના આ યુદ્ધમાં પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સેનાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે એમના સૈનિક રણક્ષેત્ર છોડીને ભાગી ગયા. આ જીત ભારતને ઘણા બધા બહાદુર સૈનિકોના બલીદાન પછી મળી છે. દેશને સૌથી પહેલું સ્થાન અપાવવા વાળા શહીદોની જેટલી પણ ચર્ચા કરવામાં આવે એટલી ઓછી છે. દેશ માટે જીવ કુરબાન કરી દેતા આ વીર સપૂતોની વીર ગાથાઓ આજે પણ લોકોની છાતી ગર્વથી પહોળી કરી દે છે. એમાંના જ એક વીર સિપાહી હતા શ્રી કેપ્ટન અનુજ નય્યર. જેમણે માત્ર ૨૪ વર્ષની ઉમરમાં જ પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દીધી! કારગીલના યુદ્ધ પછી ઔશ્રીમાન કેપ્ટન અનુજને મહાવીર ચક્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા