Andhari raatna ochhaya - 16 book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Andhari raatna ochhaya - 16 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંધારી રાતના ઓછાયા-16 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 58 1.6k Downloads 5.5k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રભાતે સૂરજનુ પહેલુ કિરણ નજરે પડ્યુ પણ નહોતુ ને અંધકાર ભાગી ગયેલો. વહેલાં ઉઠી નિત્યક્રમ માટે જોડાઈ જનારાં લોકોની આછી ચહલ-પહલ હતી. દૂધ કઢાવ્યા પછી પોતાનાં વાછરડાં માટે ભાંભરી રહેલી ગાયો-ભેસોની લાંબી બાંગો કૂલદિપના ધરમાં ચા પી રહેલાં સુધા ઠક્કર, કુલદિપનાં મમ્મી-પપ્પા, સુધીર અને ખુદ કુલદિપને પણ સંભળાતી હતી. ક્યાંક આળસુ કૂકડાની કૂક પણ એમને કાને પડી જતી હતી. વહેલાં-વહેલા સુધાઠક્કરે કૂલદિપનાં મમ્મી-પપ્પાને જે વાત કરી, તેનાથી એમની બેચેની વધી ગયેલી. શુ ખરેખર આવુ બન્યુ હશે.. પોતાના દિકરાએ ખરેખર પ્રેત સામે બાથ ભીડી હશે.. ઓહ..મા..! પરોપકાર કરવા જતાં વારંવાર બહાર ધસી જતા પૂત્ર પર નિયંત્રણ નહી રાખે તો પોતે દિકરો ઘુમાવી નાખશે..! એવી ભીતિથી કુલદિપનાં મમ્મીનુ અંતર ભરાઈ આવ્યુ. પોતાના દિકરાને કિચનમાં બોલાવી એમને સંભળાવી દિધુ. બસ ધણો થયો પરોપકાર.. હવે મને પૂછ્યા વિના તારે ક્યાંય ડગ માંડવાનુ નથી. તારી પરોપકારી ભાવનાથી હું મારો દિકરો.! કુલદિપે મમ્મીના મોઢા પર હાથ દાબી દિધો. મમ્મીના ભાવભીના શબ્દો એના સીનામાં ઉતરી ગયા. મમ્મીનો ડર એ સમજી ગયો. મમ્મીને સમજાવવાનો પ્રયાસ એણે કર્યો. ઓહ.. મમ્મા..! હું જાણતો હતો...! તુ કંઈક આવુ કહીશ..! પરંતુ મારા જેવા ભોળાજીવનુ પ્રભુ હમેશાં રક્ષણ કરે છે. મને કંઈ નહી થાય મમા..! આ.. જો..! કુલદિપે પોતાના જમણા હાથની ઉંગલીમાં રહેલી મુદ્રા બતાવી.. આ મુદ્રા ધણી પવિત્ર છે.! એક મહાન તપસ્વી બાબા એ તે આપેલી. એ મારુ રક્ષણ કરે છે પગલી.. ! મા, દિકરાના જિદ્દી સ્વભાવને સારી પેઠે જાણતી હતી. તેથી એ કશુ ના બોલી. કુલદિપ પેલી મુદ્રાને પસવારતો સુધિર અને સુધા ઠક્કર જોડે આવ્યો. રાતની નિષ્ક્રિયતાથી આ મુદ્રા પર કુલદિપને ધણી ખીજ ચડી. સુધીર દિગ્મૂઢ હતો. પોતાના મિત્રએ પિશાચ સામે બાથ કેવી રીતે ભરેલી.. શુ કુલદિપ જાણતો હતો કે પિશાચ એને કશી ઈજા નહી કરે.. કે પછી કુલદિપ જોડે પિશાચને મહાત કરે એવી કોઈ ચમત્કારી શક્તિ તો નહી હોયને.. સુધીરને પોતાનો મિત્ર હવે ખૂબ રહસ્યમય લાગ્યો. કુલદિપ એની પડખે આવી બેઠો એટલે હિમ્મત કરી એને પૂછી નાખ્યુ. યાર મને એક વાત સમજાતી નથી આજના દિ એ બનેલી ત્રણેય કમનસીબ ધટનાઓ જુદા-જુદા સમયે સ્થળે બને છે. પ્રથમ ધટનામાં કમલની હત્યા સાડાબારના સમય ગાળા દરમ્યાન થાય છે. ઈન્દ્રનિલના કહેવા પ્રમાણે ,એ સમયે બે બિલાડા નજરે પડે છે. ત્યાર બાદ દોઢથી બે વાગ્યાના સમયગાળામાં બે દુર્ધટના બીજી ઘટે છે. ત્રણેય હૂમલા દરમ્યાન કમલ અને મલ્હાર ઠક્કરનુ શૈતાનો ઢીમ ઢાળી દે છે.. ઉત્કંઠા અને સુધા ઠક્કર સદનસિબે બચી જાય છે. બન્ને બિલાડા પરસ્પર જુદા પડી હત્યાઓ આરંભે છે એતો સમજ્યા.. પણ કુલદિપ મને એક વાત નથી સમજાતી. જો આવી આત્માઓ ધંમાડાના ગોટાઓમાં પરિવર્તિત થઈ ઉડી જતી હોય, તો પછી એમને બિલાડા સ્વરુપે ભાગવાની શી જરુર પડે.. અને નવાઈની વાત એ છે કે ભૂત-પિશાચના હૂમલામાં મરનારનો ચહેરો પણ પિશાચ જેવો થઈ ગયો હોય. એવુ આજતક બન્યુ નથી. Novels અંધારી રાતના ઓછાયા એક એવી કથા લખવી હતી જે આરંભ થી અંત સુધી તમારા શ્વાસ અધ્ધર રાખે એનુ દરેક પ્રકરણ એક નવા રહસ્યનાં પડળ ઉધાડતુ હોય અને ભય એવો કે તમને અડધી રાત્રે પણ બેચેન... More Likes This ઉર્મિલા - ભાગ 1 દ્વારા Aarti Garval Ghost Cottage - 1 દ્વારા Real પ્યારનો ખૌફનાક અંજામ - 1 દ્વારા Hitesh Parmar ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 1 દ્વારા Hitesh Parmar ડર હરપળ - 1 દ્વારા Hitesh Parmar કોણ હતી એ ? - 1 દ્વારા Mohit Shah મુક્તિ - ભાગ 1 દ્વારા Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા