આ વાર્તા અહિં Ahmedabadના મણીનગર વિસ્તારમાં, પ્રણય અને તેની કુટુંબની વાત કરે છે. પ્રણય, તેની પત્ની અને તેઓની પાંચ મહિના નાની દીકરી કવિ સાથે રહે છે. એક રાત્રે, જ્યારે પ્રણય અને તેની પત્ની કવિને રમાડતા હોય છે, ત્યારે કવિ પોતાના પગે ચાલતા-ચાલતા પ્રણયના રૂમમાં પ્રવેશી જાય છે. પ્રણય કવિને પોતાના ખોળામાં બેસાડે છે, અને તેની પત્ની કવિને રમાડવા માટે તેને લલચાવે છે. જ્યારે કવિ તેના પપ્પા વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે રડવા લાગે છે, કારણ કે તેના પપ્પા ત્યાં નથી. પ્રણયની પત્ની તેને શાંતિ આપવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન, પ્રણય મોબાઈલમાં મેસેજ જોવે છે. વાર્તા અંતે, જ્યારે કવિ ઊંચા થવા પ્રયત્ન કરે છે, ત્યારે તે સંતુલન ગુમાવે છે અને ગાદલાં પર પાથરી જાય છે. આ વાર્તા પરિવારના ઘરમાં થયેલા નાનકડી મોજ-મસ્તી અને બાળપણની innocenceને દર્શાવે છે. સાડા સાત મિનિટ Anya Palanpuri દ્વારા ગુજરાતી વાર્તા 59 1.3k Downloads 4.2k Views Writen by Anya Palanpuri Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “કવિ...કવિ...” કહીને તેની મમ્મી બુમો પાડવા લાગી. પ્રણયે અને તેની પત્નીએ તે તરફ જોયું. કવિની આંખો ચકરાવો લેતી હતી અને તેણે તેની ડોક છોડી દીધી હતી. તેની ડોક આમતેમ ઝોલા ખાતી હતી. આ બધું અચાનક જ બન્યું હતું. ઘરમાં અચાનક જ અશાંતિ અને ક્ષોભનું વાતાવરણ સર્જાવા લાગ્યું. “કવિ...કવિ...શું થયું બેટા. ઉઠ...” કવિની મમ્મી અને કાકી બુમો પાડવા લાગ્યાં.પ્રણયને તો કાઈ સુઝતું જ નહોતું કે આવી પરિસ્થિતિમાં શું કરવું ને શું ન કરવું. તે ઉભો થઇ આમતેમ આંટા મારવા લાગ્યો. “પાણી લાવો...પ્રણયભાઈ પાણી...” કવિની મમ્મી બોલી અને પ્રણય તરત જ રસોડા તરફ દોડ્યો અને ગ્લાસભરી પાણી લઇ આવ્યો. પ્રણયની મમ્મીના આંખમાંથી આંસુ સરવાના ચાલુ થયાં. પ્રણયની પત્નીએ હળવેકથી તેના ગાલ પર “કવિ...કવિ...” કહીને થાપો મારવાની ચાલુ કરી. કવિની મમ્મીએ તેના મોં પર પાણી છાંટ્યું પણ તેને કાઈ અસર જ ન થઇ. તેની આંખો હજુ ભમે જતે હતી. બધાં જ ગભરાઈ ગયા. “પ્રણય...હવે...” પ્રણયની પત્ની ગભરાયેલાં અવાજે બોલી. તે વધુ ગભરાઈ હતી કારણકે કવિ તેની પાસે હતી અને આ બધું થયું. ‘પ્રણય...તમે ડોક્ટર પાસે જાઓ...પ્લીઝ...પ્લીઝ” તે રોતા અવાજે ફરીથી બોલી. “હા...હા. ડોક્ટર પાસે. ચાલો ડોક્ટર પાસે” પ્રણય અચાનક બોલ્યો અને બાઈકની ચાવી શોધવા લાગ્યો. More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા