આ વાર્તામાં જનરલ કયાનીને એક મહત્વપૂર્ણ ફોન કોલ મળે છે, જેમાં મેજર કુફરત અલી જણાવે છે કે પીઓકેમાં હિન્દુસ્તાની ફૌજ દ્વારા મોર્ટાર હુમલો કરવામાં આવ્યો છે. ત્રણ ચોકીઓને ઉડાવી દેવામાં આવી છે, અને 14 જવાનો શહીદ થયા છે, જ્યારે ચાર અન્ય જખમી થયાં છે. જનરલ કયાની આ સમાચાર સાંભળીને ચિંતિત થાય છે અને પૂછે છે કે શું તેમના સિપાહીઓએ દુશ્મનને ઉશ્કેર્યું હતું કે નહીં. મેજર જણાવે છે કે દુશ્મન દ્વારા પહેલા ફાયરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ જનરલ અને તેમના કાર્યાલયમાં તાણ અને ચિંતા ઊભી કરી છે. ઓપરેશન ગોલ્ડન ઈગલ 13 Pratik D. Goswami દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 61 2.1k Downloads 6.1k Views Writen by Pratik D. Goswami Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પણ વિશ્વ બિરાદરીમાં જવાબ મારે આપવો પડે છે જનરલ ! મારી ચાર દિવસની ઇસ્લામિક દેશોની મુલાકાતમાં મેં જોયું કે આપણી આ નીતિ પ્રત્યે અનેક દેશોમાં અણગમો છે. હવે આપણે મજહબના નામે આવા ધંધા કરીશું તો કદાચ ઇસ્લામી દેશો આપણો બહિષ્કાર પણ કરી શકે. તમારા પગલાંથી ચીનાઓ પણ નારાજ છે. અત્યારે આપણી પાસે ચીન સિવાય બીજો કોઈ શક્તિશાળી સાથીદાર નથી એ તમે જાણો છો... એમને નારાજ કરવું આપણને ન પોસાય ! ઇકબાલ સાહેબ ! જનરલ કયાનીનો અવાજ ઊંચો થયો. વિદેશનીતિનો અમલ કરીને વિશ્વમાં પાકિસ્તાનની શાખ જાળવી રાખવાનું કામ તમારું છે, તમારી ડિપ્લોમેસીની નિષ્ફળતા પાકિસ્તાની ફૌજ પર ન ઢોળો.” “તમે દરરોજ બિનજરૂરી ફસાદ કર્યા રાખો, તો સરકાર શું કરે એના કરતાં બલુચિસ્તાનમાં શાંતિ કઈ રીતે જાળવી રાખવી એના વિશે વિચારો.. ભારત સાથે દુશ્મની આપણને મોંઘી પડી શકે છે, જનરલ !” “ પાકિસ્તાની ફૌજને ન શિખવાડો જનાબ, અમે અમારું કામ સારી રીતે કરીએ જ છીએ. ચીનને અને આપણાં બીજા મિત્રદેશોને કઈ રીતે સમજાવવા એ તમારે જોવાનું છે, જો તેમ ન કરી શકતા હોવ, તો રાજીનામુ આપી દો ! હા, રાજીનામાંથી યાદ આવ્યું કે તમારા પનામા અને સ્વિસ બેંકોના એકાઉન્ટ્સની બેહિસાબી મિલકત વિશે આજકાલ ઘણી વાતો થઇ રહી છે. એટલે જો તમે વડાપ્રધાન નહીં રહો, તો એ ગુના સંદર્ભે ખટલો ચલાવવામાં અને તમારી ધરપકડ કરવામાં પોલીસને સરળતા રહેશે એવું મારા એક વકીલ મિત્રનું માનવું છે ! જનરલ કયાની સીધી ભાષામાં, એકદમ ઠંડા અવાજે ઇકબાલ શાહીદને-પાકિસ્તાનના વડાપ્રધાનને ધમકાવી રહ્યા હતાં. Novels ઓપરેશન ગોલ્ડન ઈગલ સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય સિદ્ધાંતોમાં ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામા... More Likes This બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા