વર્ણન
મને કૈંક મગજ માં ક્લિક થયું, મેં તરત જ સમીરા નું પૂછ્યું, “સમીરા તું પીરીયડ માં છો ”
“હા પણ એવું શા માટે પૂછે છે ”
હું ખડખડાટ હસી પડ્યો અને મેં કહ્યું, “ગાંડી તું પીરીયડમાં હોય છે અને પ્રેસર મારા વધી જાય છે,, તેજ કહ્યું હતું મ કે તું પીરીયડ માં હોય ત્યારે તારો સ્વભાવ ચીડચીડિયો થઇ જાય છે,”
“સલીમ હું મજાક નથી કરતી, અને મારી આ વાત મજાક માં નહી લેતો, હજુ આપણી સગાઈ જ થઇ છે,”
“સમીરા તું કહેવા શું માંગે છે ” મેં પૂછ્યું,
“હા તો મારી વાત પણ સાંભળી લે હું પણ વિમાસણ માં છું, આ અંગે મારે મારા અબુ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે,”સમીરા એ કહ્યું,
“કેમ શું થયું મેં પૂછ્યું,
“કશું નહી તું મારા ફોન નહોતો ઉપાડતો,હું તારા કારણે ખુબ ગુસ્સામાં હતી ત્યારે મારા અબુ એ મને ખુબ સંભળાવ્યું, મેં તને પસંદ કર્યો એ મારો અંગત નિર્ણય હતો, અને છે, બસ મને અફસોસ ન થવો જોઈએ કે મેં કોઈ ખોટો નિર્ણય લઇ લીધો છે,”સમીરા એ કહ્યું,
“ આવતા વિક માં રૂકસાનાના સસરા નો ફોન આવે એટલે આપના નિકાહ થવાના છે, ને તું આવું બોલી રહી છે પ્લીઝ આમ મો ના ચડાવ, મને સારું નથી લાગતું,”મેં કહ્યું,