ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

(268)
  • 55.3k
  • 23
  • 22.4k

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા- મીતલ ઠક્કર આજના સમયમાં વજન ઉતારવાનું ઝનૂન જોવા મળે છે. પેટને પીપ જેવું બનતું અટકાવવા માટે ઠેરઠેર વજન ઉતારી આપવાની ખાતરી સાથેના સેન્ટરો ખૂલી ગયા છે. પણ બધા માટે એવો ખર્ચ કરવાનું પરવડે એમ નથી. ઘરઘથ્થુ નુસ્ખા અને ઉપાયથી વજન ઘટાડી શકાય છે. જેનો રોજબરોજના જીવનમાં અમલ કરવાનો છે. પેટ ઓછું કરવાથી બીમારીઓને આવતી રોકી શકાય છે. કહ્યું છે ને કે પેટ અંદર તો બીમારી બહાર. જો નિતંબ, સાથળ અને પગના ભાગમાં ચરબી બહુ હોય તો તે એટલું જોખમકારક નથી. પણ પેટની ચરબી વધે તો તે તમારા હદય, લીવર અને કીડનીને અસર કરી શકે છે. ઘરગથ્થુ ઇલાજમાં મધ

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - 1

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા- મીતલ ઠક્કર આજના સમયમાં વજન ઉતારવાનું ઝનૂન જોવા મળે છે. પીપ જેવું બનતું અટકાવવા માટે ઠેરઠેર વજન ઉતારી આપવાની ખાતરી સાથેના સેન્ટરો ખૂલી ગયા છે. પણ બધા માટે એવો ખર્ચ કરવાનું પરવડે એમ નથી. ઘરઘથ્થુ નુસ્ખા અને ઉપાયથી વજન ઘ ...વધુ વાંચો

2

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - 2

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૨ - મીતલ ઠક્કરવજન ઘટાડવું એ ખાવાનો ખેલ નથી એ સમજી લેવું જોઇએ. વજન ઉતરી જતું નથી. શરીરનું વજન વધી જાય ત્યારે એકદમ ગભરાઈ જવું નહીં. અને એકદમ ખોરાક ઘટાડી દેવો નહીં. આ રીતે વજન ઘટાડવા જતાં શરીર અશક્ત બની જાય છે. એ માટે વ્યવસ્થિત સારવાર અને ખોરાકનું આયોજન કરવાથી સ્થુળતા જરૂર ઘટે છે. વજન ઉતારવા જાતજાતની ભ્રામક જાહેરખબરો આવે છે અને દાવાઓ પણ થાય છે. તેમાં પૂરી સચ્ચાઇ હોતી નથી. વજન ઘટાડવા માટે તમે તમારા ભોજન અને વ્યાયામની આદતો બદલશો તો વધારે ફાયદો થશે. ઉંઘવા અને ખાવાની આદતો પણ વજન વધારે છે. જો તેમાં થોડા ...વધુ વાંચો

3

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૩

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૩ - મીતલ ઠક્કરવજન ઘટાડવાની ઈચ્છા રાખતાં લોકોએ ઘણી બધી નાની બાબતોનું પણ ધ્યાન રાખવું છે. ઘણા લોકો વજન ઓછું કરવા માટે દરેક પ્રયત્ન કરવા તૈયાર થઈ જાય છે. છતાં વજન ઘટતું નથી. અને વધતું વજન તેની સાથે ઘણી બીમારીઓ લઈને આવે છે. હેલ્ધી ડાયટ, કસરત, યોગ વગેરેથી વજન કાબૂમાં કરી શકાય છે અને રોગોથી પણ બચી શકાય છે. ક્યારેક સમયના અભાવને કારણે, ક્યારેક આળસમાં તો ક્યારેક કામના અતિભારને કારણે વજન ઘટાડવા માટે કોઈ વિશેષ ઉપાયો કરવાનો સમય મળતો નથી. ત્યારે આ સાથે આપેલા નાના નાના નુસ્ખા ઉપયોગી બનશે.* લીંબુપાણીનું સેવન આરોગ્ય માટે ઘણી બધી રીતે જરૂરી છે. તેમાં વજન ઓછું કરવાનો ગુણ ...વધુ વાંચો

4

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૪  

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૪ - મીતલ ઠક્કરભારે વજન ઘટાડવું હોય તો એવી ભારે મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિ છે. બહુ ઓછા લોકો નિયમિત વ્યાયામ, પરેજી અને પ્રયોગોથી વજન ઘટાડી શકે છે. વજન ઘટાડવા માટે કસરત એ પહેલી શરત છે. ડાયટીંગ સાથે કસરત એટલી જ જરૂરી ગણાય છે. શરૂઆતમાં ઓછી કસરત કરવાની. પછી એનો સમય વધારતા જવાનું. ભલે જીમમાં ના જાવ કે ઘરમાં બહુ પરસેવો ના પાડો. ચાલવાનું જરૂર રાખો. સ્ત્રીઓ ઘરકામ સિવાય કે પુરુષો નોકરીમાં આવ-જા સિવાય કોઇપણ પ્રકારનો વધારાનો પરિશ્રમ કે કસરત કરતા ના હોય હોય તો વજન જલદી ઘટે કે વધે પણ નહીં એવી આશા વધારે પડતી ...વધુ વાંચો

5

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૫

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૫- મીતલ ઠક્કર વજન ઘટાડવા માટેનું એક કારણ પ્રકારની થતી બીમારીઓથી બચવાનું પણ હોવું જોઇએ. આમ કરવાથી વજન ઘટાડવાનો સંકલ્પ વધારે મજબૂત બનશે. હાઇબ્લડપ્રેસર, ડાયાબીટીસ જેવી બીમારીઓની શરૂઆત માટે વધારે વજન જવાબદાર બને છે. જાડાપણું જ હવે તો એક પ્રકારની બીમારી મનાય છે. ઘણી મહિલાઓ વજન ઉતારવા ડાયેટીંગમાં ઓછું ખાય છે. પણ આ કારણે મોટાપો દૂર થવાની વાત બાજુ પર રહી જાય છે અને શરીર કમજોર થાય છે. આ કમજોરીથી બીજી કેટલીક બીમારીઓનો શિકાર બની જવાય છે. એટલે ડાયટ શરૂ કરતા પહેલાં સાચો ડાયટ ચાર્ટ બનાવવો જરૂરી છે. સામાન્ય રીતે ૧૫૦૦ કેલોરીવાળો ચાર્ટ પસંદ કરવો ...વધુ વાંચો

6

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૬

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૬- મીતલ ઠક્કર કોઇ પણ વ્યક્તિ વજન ઘટાડવા ડાયટ પર હોય ત્યારે તે ચોખા પર નિયંત્રણ મૂકી દે છે. મોટાભાગના લોકોની એવી માન્યતા છે કે ચોખા એટલે કે ભાત ખાવાથી વજન વધે છે. પણ મોટાભાગના ડાયેટિશિયન કહે છે કે માત્ર ચોખાથી વજન વધતું નથી. ખૂબ જાણીતા ડાયેટિશિયન રુજુતા દિવેકર કહે છે કે હંમેશા સફેદ ચોખાનો ઉપયોગ કરવો જોઇએ. કેમકે બ્રાઉન ચોખાને પકાવવા કૂકરમાં પાંચથી છ સીટી વગાડવી પડે છે. જો તેને પકાવવામાં સમય લાગતો હોય તો પચાવવા પણ એટલો જ વધારે સમય લાગે છે. સફેદ ચોખા પ્રાકૃતિક હોય છે. ચોખામાં ઘણા પોષક તત્વો હોય છે. અને તે ...વધુ વાંચો

7

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૭

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૭ - મીતલ ઠક્કર એમ કહેવાય છે કે રોગને નિવારવો હોય તો પહેલાં તેનું કારણ શોધવાનું અને એ પછી નિવારણ વિશે વિચારવાનું. એ જ વાત વધુ વજન માટે લાગુ પડે છે. વજન વધવાના કારણો શોધીને કોઇપણ પ્રયત્ન વગર પણ અમુક વજન ઘટાડી શકાય છે. તણાવ, વારસાગત કારણ, ગર્ભાવસ્થાનો ગાળો, હાઇપોથાઇરોડિઝમ, વધારે પડતી કસરત, દવાઓની આડઅસર, પૂરતી ઊંઘ ના લેવી, શારિરીક શ્રમ ન કરવો, વધારે પડતું ખાવું જેવા ઘણા કારણો વજન વધારવા માટે જવાબદાર ગણાય છે. બાળક, સ્ત્રી અને પુરુષના વજન વધવાના કારણો અલગ હોય શકે છે. પણ ખોરાકમાં કેલેરી વધારે હોય એવા તળેલા અને ફાસ્ટ ફૂડ ...વધુ વાંચો

8

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૮

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૮ - મીતલ ઠક્કરભારે વજન ઘટાડવા માટે આ સીરિઝમાં આપણે હળવા નુસ્ખા જોઇ રહ્યા પણ એટલું યાદ રાખશો કે ભારે વજનને હળવાશથી લેશો નહીં. કેમકે આપણે જે વિચારીએ છીએ એનાથી વધારે નુકસાન આ વધુ વજનથી થઇ રહ્યું છે. હવે મોટાપો એ ભારતમાં પણ ઝડપથી બીમારી તરીકે ફેલાઇ રહ્યો છે. આર્થિક રીતે સંપન્નતા વધ્યા પછી બહારનું અને જંકફૂડનું વધુ પડતું સેવન એ માટે વધારે જવાબદાર ગણાય છે. ભોજન જરૂર કરતાં વધુ કરવામાં આવી રહ્યું છે એ કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી રહ્યું છે. ભોજન પર નિયંત્રણ જરૂરી બની ગયું છે. અને આજના જમનામાં માણસો ટેકનોલોજી પર આધારિત ...વધુ વાંચો

9

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૯

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ- ૯ - મીતલ ઠક્કરભારે વજન ઘટાડવા કેટલાક એકદમ સરળ અને હળવા નુસ્ખા આપણે જોઇ રહ્યા છે, કેમકે આજે કોઇની પાસે નિયમિત પ્રયોગ કરવાનો સમય નથી. આપણે અનેક વખત વાંચ્યું અને સાંભળ્યું છે કે વજન ઘટાડવા દરરોજ સવારે ઊઠીને હૂંફાળા પાણીમાં મધ નાખીને પીવું જોઇએ. એટલો સાદો અને સરળ પ્રયોગ પણ નિયમિત થતો નથી. આથી વજન ઘટાડવાનું મિશન એની મંઝિલ પર પહોંચતું નથી. હવે એનાથી પણ સરળ પ્રયોગ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો ભોજન લેવાના અડધા કલાક પહેલાં અડધો લીટર પાણી પીવામાં આવે તો વજન અચૂક ઘટે છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે ...વધુ વાંચો

10

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૧૦

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ- ૧૦ - મીતલ ઠક્કરવજન ઘટાડવા માટે આપણું મગજ પણ મહત્વની ભૂમિકા ભજવે છે ભૂલવું ન જોઇએ. વજન ઓછું કરવા મગજનો લાગણીશીલ ભાગ છે એના પર નિયંત્રણ મેળવવું જરૂરી બને છે. મગજનો લાગણીશીલ ભાગ વધારે કેલેરી અને ચરબીયુક્ત પદાર્થની ઇચ્છાને વધારતો હોવાથી આહાર અને કસરત નિયમિત કરી શકાતા નથી. વધુ વજન ધરાવતા લોકો મગજના લાગણીશીલ પક્ષના દબાણ હેઠળ આવી જતા હોય છે. એ માટે દરરોજ દસ મિનિટ માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો જોઇએ. ધ્યાન ભાવનાત્મક મગજ પર નિયંત્રણ મેળવે છે. ધ્યાન કરવાથી મગજના લાગણીશીલ ભાગ પર નિયંત્રણ મેળવી શકાશે અને વજન ઘટાડવાનો સંકલ્પ દ્રઢ બનશે. વજન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો