સંબંધ નામે અજવાળું

(473)
  • 95.9k
  • 161
  • 41.6k

‘બદલાતા સમય સાથે માણસ બદલાઈ રહ્યો છે, માણસ સંવેદન બાબતે બુઠ્ઠો થઈ રહ્યો છે !’ આવું બુધ્ધીજીવીઓ અને વિદ્ધાનો માની રહ્યા છે. ચલો માની લઈએ કે સાવ ખોટું નથી તો સાવ સાચું પણ નથી જ ! બદલાતા સમય સાથે માણસની સંવેદનાઓ વ્યક્ત કરવાના માધ્યમો બદલાયા છે પણ એથી કાંઈ ફિલિંગ્સ સાવ મરી પરવારી નથી. હા એટલે કાગળ લખવાનો જે રોમાન્સ હતો એ કદાચ અમારી પેઢી નથી જાણતી પણ સામાવાળી વ્યક્તિ તમારો વ્હોટસેપ મેસેજ વાંચી લે છે,

નવા એપિસોડ્સ : : Every Wednesday & Friday

1

સંબંધ નામે અજવાળું - 1

‘બદલાતા સમય સાથે માણસ બદલાઈ રહ્યો છે, માણસ સંવેદન બાબતે બુઠ્ઠો થઈ રહ્યો છે !’ આવું બુધ્ધીજીવીઓ અને વિદ્ધાનો રહ્યા છે. ચલો માની લઈએ કે સાવ ખોટું નથી તો સાવ સાચું પણ નથી જ ! બદલાતા સમય સાથે માણસની સંવેદનાઓ વ્યક્ત કરવાના માધ્યમો બદલાયા છે પણ એથી કાંઈ ફિલિંગ્સ સાવ મરી પરવારી નથી. હા એટલે કાગળ લખવાનો જે રોમાન્સ હતો એ કદાચ અમારી પેઢી નથી જાણતી પણ સામાવાળી વ્યક્તિ તમારો વ્હોટસેપ મેસેજ વાંચી લે છે, ...વધુ વાંચો

2

સંબંધ નામે અજવાળું - 2

‘’ હું બધ્ધું ભૂલાવીને મારા જીવનમાં આગળ વધી ગયો છું વધી ગઈ છું. વિતેલા સમયની કોઈ યાદ મારી છાતીમાં નથી રાખી. પાછળ રહી ગયેલો સંબંધ કાયમ માટે પાછળ છોડી દીધો છે. એ સંબંધમાં હોવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મને હવે એ વ્યક્તિ સાથે જોડાયેલી એક પણ બાબતમાં રસ નથી !’’ આવું કદાચ આપણે બધા ક્યારેક કોઈક તબક્કે બોલી ગયા છીએ, જીવી ગયા છીએ કે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ...વધુ વાંચો

3

સંબંધ નામે અજવાળું - 3

‘’જ્યારે તમને કોઈ ગમે ને, ત્યારે તમને બધું જ ગમવા લાગે....’’ ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’નો આ સંવાદ છે. કેટલો છે આ સંવાદ ! જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે આખું આખું જગત વન્ડરફૂલ લાગતું હોય છેય. એક એક મોમેન્ટને હેશટેગ અને સ્ટેટસમાં કેદ કરી લેવાની જીદ. અને પછી એ જ સંબંધ જ્યારે તૂટે છે ત્યારે ? ત્યારે આખું જગત ડાર્ક પ્રોફાઈલ જેવું લાગે ! ...વધુ વાંચો

4

સંબંધ નામે અજવાળું - 4

‘બેટી બચાવો’, ‘બેટી પઢાઓ’, ‘અમારા ઘરની વહુ અમારી દીકરી છે’, ‘અમે તો દીકરો અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખતા નથી.’ આ બધા સૂત્રો, નારાઓ અને પોરસાતા પોંખાતા વાક્યો અને વાતો વચ્ચે આઠમી માર્ચ આવીને જતી રહે છે. તુરંત મોટા મોટા હોર્ડિંગ્સ લાગી જાય અને ઉતરીય જાય, કોકટેલ પાર્ટીઓ ગોઠવાય અને ઓવર ડ્રીંકીંગ થઈ ઉલટીમાં સાફ થઈ જાય, ...વધુ વાંચો

5

સંબંધ નામે અજવાળું - 5

બંગાળી મહાન ફિલ્મ નિર્દેશક, લેખક અને અભિનેતા એવા રીતુપર્ણો ઘોષની સુંદર ફિલ્મ ‘મેમરીસ ઈન માર્ચ’ નું એક ગીત ઘર કે કોને મેં એક પોસ્ટબોક્સ હોતા હૈ.....’’ વાત તો સાચી. પોસ્ટબોક્સ તો હોય જ છે. માણસના મનની અંદર પણ પોસ્ટબોકસ હોય છે. રોજ કંઈકેટલીય ચીઠ્ઠીઓ મનોમન એ લખતો હોય છે, ...વધુ વાંચો

6

સંબંધ નામે અજવાળું - 6

બહઝાદ લખનવીની ગઝલ જે શમશાદ બેગમના સ્વરે ગવાઈ છે, ‘’ ન આંખોમેં આંસુ, ન હોઠો પે હાયે, મગર ઈક મુદ્દત હુઈ મુસ્કુરાયે ઈક બુંદ આંસુ જો આંખો મેં આયા, કહી એ ભી ગીરકર, ન હાથો સે જાયે ! ‘’ રાજ કપૂર અને નરગીસ અભિનિત ફિલ્મ આગ ( 1948) માં આ ગઝલ નરગીસ પર ફિલ્માવાઈ છે. ...વધુ વાંચો

7

સંબંધ નામે અજવાળું - 7

સંસ્કૃત નાટકોથી માંડીને ભવાઈ અને ભવાઈથી લઈને આજના નાટકો, ફિલ્મ, સાહિત્ય અને ચિત્ર કે નૃત્યમાં રીસાયેલી નાયિકા કે રીસાયેલો હંમેશા રસપ્રદ રહ્યા છે. કોઈ કોઈથી રીસાઈ જાય એ વાતમાં અકળામણ હોય પણ એ અકળામણનીય મજા તો છે જ. કોઈ તમારાથી રીસાઈ જાય છે કારણ કે એ તમારા પ્રેમ પર, તમારા ગમા અણગમા પર, તમારી હૂંફ પર એ પોતાનો અધિકાર સમજે છે. ...વધુ વાંચો

8

સંબંધ નામે અજવાળું - 8

અખબારો, ન્યુઝ ચેનલ્સ, સોશિયલ મીડીયા અને ચાર રસ્તે આખું ભારત આઠ વર્ષની બાળકી આસિફા સાથે થયેલા પાશવી બળાત્કારની વાતો રહ્યું હતું. જમ્મુ કશ્મીરના કઠુઆ જીલ્લાની આઠ વર્ષની બાળકી આસિફા પર અઠવાડિયા સુધી સતત ગેંગરેપ થતો રહ્યો. છેવટે પથ્થર મારી મારીને એની હત્યા કરવામાં આવી. એ નરાધમોએ માનવતાને ક્યારેય માફ ન કરી શકાય એવા કઠેરામાં ઉભી કરી દીધી છે. અપરાધીઓ પકડાશે, એને સજા થશે આ બધી હવે ક્રમાનુસાર ગોઠવાયેલી ઘટનાઓ છે, ...વધુ વાંચો

9

સંબંધ નામે અજવાળું - 9

એક છોકરી જે બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆત કરી રહી છે. કરિયરની પહેલી ફિલ્મમાં એને ધમાકેદાર એન્ટ્રી મળે અને ફિલ્મ થઈ જાય. પછી એ પ્રેમમાં પડે, ગળાડૂબ પ્રેમમાં પડે. પ્રેમમાં એટલી તો પાગલ થાય કે પોતાના શરીર પર પ્રેમીના નામનું ટેટુ ચીતરાવે. ખુલ્લા મને જીવવા ટેવાયેલી એણે ક્યારેય પોતાનો સંબંધ ઢાકી ન રાખ્યો. છોકરાની મમ્મીને આ સંબંધ મંજૂર નહોતો. ઝઘડા, વિવાદ અને અંતે બ્રેકઅપ. સંબંધો બાબતે વધુ પડતી સંવેદનશીલ બનેલી એ છોકરી માટે આ પ્રેમભંગનો સમય પચાવવો અઘરો થઈ પડ્યો. ...વધુ વાંચો

10

સંબંધ નામે અજવાળું - 10

આપણા પુરાણોમાં વર્ણવાયેલા ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંનો એક મહત્વનો અવતાર છે, વામન અવતાર. દેવોને પરાસ્ત કરી ત્રણેય લોકની સત્તા દૈત્યરાજ બલી જ્યારે મહાયજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાને વામન અવતાર ધારણ કર્યો. બલીના યજ્ઞમાં જઈ ચતુરાઈથી ત્રણ ડગ જમીન માંગીને ત્રણેય લોકો પાછા મેળવ્યા. આ કથામાં જે વામન ભગવાન હતા એ ઠીંગણા હતા. મતલબ કે ઈશ્વરે પણ ઠીંગણા હોવાની લીલા ભજવી છે. આ ઠીંગણા બનીને જ ઈશ્વર ત્રણેય લોકને દૈત્યની સત્તામાંથી પાછા મેળવી શક્યા હતા. ...વધુ વાંચો

11

સંબંધ નામે અજવાળું - 11

અમૃતા પ્રીતમ. કવિયત્રી, વાર્તાકાર અને નવકથાકાર. આ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભારતની એ પહેલી લેખિકા હતી જેને અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હોય.અમૃતા પ્રીતમ એક એવા સર્જક હતા જે ખરા અર્થમાં દંતકથા જેવું જીવન જીવી ચૂક્યા છે. 100 થી વધારે પુસ્તકો આપનાર આ સર્જકનું સર્જન અને અંગત જીવન અખબારનો મસાલો રહ્યું હતું. એ એવો સમય હતો જ્યારે સ્ત્રી પોતાના સ્વતંત્ર અવાજની કલ્પના પણ કરી શકતી નહોતી અને એવા સમયે એમણે વિચાર વર્તનથી ‘બોલ્ડ’ જીવી બતાવ્યું હતું. ભાગ્યે જ એવા સર્જકો હોય છે કે જેમનું લખાણ અને જીવન બંને એકસરખું હોય. અમૃતા જીવનપર્યંત જેવું જીવી ગયા એવું લખી ગયા અને જેવું લખી ગયા એવું જ જીવી ગયા. ...વધુ વાંચો

12

સંબંધ નામે અજવાળું - 12

ક્ષીપ્રા નદી. રામાયણ વાંચતી વખતે પહેલીવાર આ નદીનું નામ વાંચેલું. સાવ નાનપણમાં, કહો કે પ્રાથમિક શાળાના સમયે. એ પછી સાગરની સિરિયલમાં આ નદી જોઈ. વાંચી ત્યારે અલગ જ કલ્પેલી અને સિરિયલમાં જોઈ ત્યારે પણ અલગ લાગી. એ પછી યાત્રા શોમાં જોઈ ત્યારે તો નખશીખ અલગ દેખાઈ. મારા માટે ઉજ્જૈન એટલે મહાકાલ ક્યારેય નહોતું પણ ઉજ્જૈન એટલે હંમેશા ક્ષીપ્રા જ હતી નાનપણથી. ક્યારેય એવું બન્યું નહોતું કે ક્ષીપ્રા જોઈ શકું એકદમ સામે અને સાચું કહું તો એવી કલ્પના પણ નહોતી કરી કે ક્ષીપ્રા પાસે જઈશ ક્યારેય ! ...વધુ વાંચો

13

સંબંધ નામે અજવાળું - 13

મેડતાની ચાર વર્ષની એક બાળકી રાજમહેલની અટારીએથી ઉભી બજારે પસાર થતા વરઘોડાને જુએ છે. નાનકડી કોડીલી આંખો પર ઓઢણીએ ઘુઘરીઓ જેવી પાંપણો સ્થિર થઈ વરરાજાને જુએ છે. પોતાના લાંબા ચોટલાને હવામાં ફંગોળી રેતી પર ચડેલા કાચા કુંવારા વંટોળા જેવી એ છોકરી રજવાડી મોજડીએ ઉંબરો ઠેકતી પોતાની ધાવમાતા પાસે પહોંચે છે. માસાહેબ તો જન્મ દીધાના ગણતરીના દિવસોમાં સ્વર્ગે સીધાવી એ પછી આ વ્રજથી આવેલી ધાવમાતાએ એને મોટી કરી. ...વધુ વાંચો

14

સંબંધ નામે અજવાળું - 14

હિંદુસ્તાન અને પાકિસ્તાન. ધરતી છાતી પર પડેલો લોહીયાળ ચીરો. એક માના ધાવણે વળગેલા બે બાળકો. એક મેળામાં ખોવાયું છે બીજું ભૂખે ટળવળે છે. આંગળીથી વિખુટા પડેલા બાળકને શોધતી માના ધાવણમાંથી નિરાંતના રસકસ ખૂટ્યા... હવે જે છાતીએ વળગ્યું છે એને નસીબ પણ કાંઈ નથી ને જે મેળામાં ટલ્લે ચડ્યું છે એને નસીબ પણ કંઈ નથી. વિભાજનનો સમય જે તો સમયે ભારતીય સાહિત્ય અને સિનેમામાં એવો તો ગોરંભાયો કે એની પીડાના ગડગડાટ આવનારા યુગો સુધી સંભળાતા રહે છે. ...વધુ વાંચો

15

સંબંધ નામે અજવાળું - 15

ગિરનાર સાથે સીધો સંબંધ એ છે કે મારા જન્મનું કારણ ગિરનાર છે. બા કહેતી કે એ સાસરિયે આવી એ પાંચ વરસેય સંતાન નહોતું થતું ત્યારે પાણિયારે દીવો કરીને સાડીના પાલવનો ખોળો બનાવી એણે માનતા માનેલી, ‘ હે ગિરનાર, હે દત્તબાવા, મને સંતાન દે. સંતાન થશે તો એને હું તારી ટુંક સુધી તારા ધુણાએ પહોંચાડીશ.’ એ પછી મારો જન્મ. મારી બા જ્યારે બાર વર્ષની હતી ત્યારથી એને ગિરનારનો વિશિષ્ટ લગાવ. ...વધુ વાંચો

16

સંબંધ નામે અજવાળું - 16

મુંબઈ ધારાવીની બેઠી દડીની ચાલ. ઝૂંપડપટ્ટીઓના મહાઢગ વચ્ચે પ્લાસ્ટીક અને પતરા ઓઢીને બેસેલું એક ઘર. ઘરના સદસ્યોમાં રાત દિવસ મજૂરી કરતી એક સ્ત્રી અને બે દીકરાઓ અને એક વૃદ્ધ ડોશી. પતિ કોઈ કારણસર વાંક વગર જેલમાં છે. પેલી સ્ત્રી રાતદિવસ પૈસા એકઠા કરી કરીને પોતાના પતિ છોડાવવા મથી રહી છે. વકીલ પૈસા માગી રહ્યો છે અને ને પેલી બાઈ રાત દિવસ પૈસા કમાવવા તુટી રહી છે. એ બાઈ ચાલના એક રાજકારણમાં જોડાયેલા પાવરફૂલ અન્નાની મદદ માંગવા જાય છે પણ અન્નાના માણસો અન્ના સુધી આ બાઈને પહોંચવા જ નથી દેતા. ...વધુ વાંચો

17

સંબંધ નામે અજવાળું - 17

આંખ બંધ કરીએ અને નાનપણની અમુક ક્ષણોને વિચારીએ એટલે ચહેરા પર આપોઆપ અમુક સ્મિત અકબંધ થઈ જાય. બાળપણ કોરા જેવું હોય છે. સમય અને અનુભવના રંગો એ કોરા કેનવાસ પર સંબંધોની નવી નવી ભાત પાડે અને એ રંગોની પાછળ કોરા કેનવાસ જેવું બાળપણ ઢંકાઈ જાય. એ મિત્રો જેની સાથે ખેતરમાંથી કાચી કેરી ચોરીને ખાધી હોય, નદીમાં નહાયા હોઈએ, સાથે બેસીને લેસન કર્યા હોય, ખુલ્લા ખેતરમાં કલાકો સુધી દોડ્યા હો, ...વધુ વાંચો

18

સંબંધ નામે અજવાળું - 18

ગામડા ગામમાં અને નાના શહેરોમાં એક સર્વ સામાન્ય કહી શકાય એવા અમુક દ્રશ્યો અને ઘટનાઓ એટલે કે બે પાડોશીઓની ફાટાફાટ. એક મા જણ્યા બે ભાઈઓ હોય એટલી મીઠાશ અને હૂંફ. વારેતહેવાર પરિવાર સહિત ચોવીસ કલાકની પૂરેપૂરી હાજરી. જો કે દરેક વખતે ફાટાફાટ હોય એવું જરૂરી નથી કેટલાક પાડોશીઓ એટલા કંકાસિયા હોય છે કે એની આસપાસ રહેનારા લોકો સાક્ષાત નર્કનો અનુભવ કરતા હોય છે. પણ આજે આપણે વાત કરવી છે ...વધુ વાંચો

19

સંબંધ નામે અજવાળું - 19

નાગરી નાતમાં એક સમયે ચોરેચૌટે જેના નામ પણ હસાહસ અને તાળિયોની આપલે થતી એવું એક નામ નરસિંહ મહેતા. જુનાગઢની કોઈ મોટા મનના શેઠ કે જે હુંડી લખી આપે એની શોધખોળ કરતા જાત્રાળુઓ. મશ્કરીમાં નરસૈયા શેઠના નામની પેઢી છે એમ કહી નરસિંહ મહેતાના દ્નારા ભોળા જાત્રાળુઓને મોકલી અપાયા. રાધે ક્રિષ્ન રાધે ક્રિષ્ન જપતા જપતા નરસૈયાએ શામળશા શેઠના નામની હુંડી લખી આપી. હુંડી એટલે આમ તો અરજ ભલામણ. કાગળની ચબરખી પર લખાયેલી નોંધ કે હું તમને ભલામણ કરું છું ...વધુ વાંચો

20

સંબંધ નામે અજવાળું - 20

ગોધુલીવેળા થઈ ગઈ છે. આથમતી સાંજના શુકનવંતા રતાશભર્યા અજવાસમાં વઢિયારા બળદના ઘમ્મરિયાળા ગાડામાં બેસીને જાન ગામમાં પ્રવેશી ચુકી છે. લાંબા સાદે વહુની આગતાસ્વાગતની ઠઠ્ઠામશ્કરીના ગીતો ગાઈ રહી છે. એ ગીતોને તાલ પુરાવતા હોય એમ બળદને શણગારેલા ભરતના છેડે હારબંધ ગુંથાયેલી ઘુંઘરીઓ રણકી રહી છે. ધ્રબાંગ ધ્રબાંગ ધ્રબાંગ ધ્રબાંગ ઢોલ પર હરખઘેલી દાંડી પીટાઈ રહી છે. લાલલીલી બંગડીઓ પહેરેલા મહેંદીવાળા કન્યાના હાથ ઘરચોળાના ઘુંઘટને સહેજ ઉંચો કરી પહેલી વખત પોતાના સાસરિયાને જોઈ રહી છે. ફૂલદડોને ઓખણ પોખણની વિધિ પૂરી થાય છે. નવોઢા કંકુ પગલા પાડીને ઘરમાં પ્રવેશી. ...વધુ વાંચો

21

સંબંધ નામે અજવાળું - 21

- હું મરી જઈશ પણ હવે આ સંબંધમાં પાછું ફરીને નહીં જોઉં ! - તને ઓવર રીએક્ટ કરવાની ટેવ પડી દરેક પરિસ્થિતિને એક્સટ્રા લાર્જ કરીને જોયા વગર તને નથી ચાલતું સો કેરી ઓન - જીંદગી આખી મને બ્લેમ કરવા સિવાય તેં કશું કર્યું જ નથી - તો પણ એ આખી જીંદગીમાં તને ન સમજાયું કે આપણી વચ્ચે શું પ્રોબ્લેમ છે. - ફાઈન. હવે મને સમજાઈ ગયું છે. ઈટ્સ નોટ વર્કીંગ. તું મને કે આ સંબંધને લાયક જ નથી - આઈમ હેપ્પી કે આટલા વર્ષે પણ તને આ વાત સમજાઈ ...વધુ વાંચો

22

સંબંધ નામે અજવાળું - 22

તાજેતરમાં ટીવી પર એક રીયાલીટી શોમાં શાહરૂખ ખાન ગેસ્ટ તરીકે આવેલા. શાહરુખે એક વાત કરી હતી કે, ‘’ હું બાળકોનો નસીબદાર પિતા છું. જીવનમાં એવી બહુ જ ઓછી ક્ષણો આવતી હોય છે જ્યારે તમારા બાળકો તમને કહેતા હોય કે મોમ ડેડ આઈ લવ યુ. જ્યારે પણ એ ક્ષણ આવે ત્યારે એક પેરેન્ટસ તરીકે અમને થાય કે એ મોમેન્ટને જીવી લઈએ કારણ કે બાળકો માબાપ માટે પોતાનો પ્રેમ ક્યારેય એક્સપ્રેસ નથી કરતા. આજે પાછળ ફરીને જીવાયેલી જીંદગીને જોઉં છું તો એવું સમજાય છે કે હું પણ મારા માબાપને ક્યારેય કહી શક્યો નહોતો કે હું તમને કેટલો પ્રેમ કરું છું !’’ આંખ બંધ કરીને ઉંડા શ્વાસ લઈને એકવાર આ વાત પોતાના તરફથી વિચારો તો સમજાશે કે આપણે કોઈ આ વાતમાંથી બાકાત નથી. ...વધુ વાંચો

23

સંબંધ નામે અજવાળું - 23

સવારે ઉઠીને આંખો ચોળતા ચોળતા મોબાઈલ ખોલો તો જય શ્રી કૃષ્ણ ‘JSK’ બનીને તમારા ઘરમાં આવશે, આવજો એ ‘BYE’ કેમ છો એ ‘HI’ ‘Hello’ બનીને તમારા ઘરના ઉંબરે ઉભા છે. મોબાઈલમાં ભાષા બદલી શકાશે અને જો સેટીંગ ફિચર્સમાં જઈને ભાષા ગુજરાતી કરશો તો પછી વંચાતી બધી જ સૂચનાઓ ગુજરાતીમાં લખાયેલી હશે તો પણ અજાણી લાગશે. નાના બાળકોને વાર્તા કહેવા બેસશો તો એ વાર્તામાં છોટા ભીમ, મોગલી અને ક્રિષ્ના ગૃહકાર્ય કરતા હશે તો બાળકોને નહીં સમજાય પણ ‘HOME WORK’ કરતાં હશે તો એ વાત બાળકોને જલદી સમજાશે. ...વધુ વાંચો

24

સંબંધ નામે અજવાળું - 24

ઉંમરમાં અને ઘરના ઉંબરમાં દીકરાનું વીસમું વર્ષ બેઠું હતું. ઓણસાલ તો પટેલે દીકરાના લગન કરી નાખવાનું નક્કી કરેલું. ઈ અને હરખમાં પટલાણીએ મેડીવાળા મકાનની પશીતને ત્રણવાર ગાર્ય અને ચૂનાથી ધોળેલી. નીસરણીના છેલ્લા ઉપરના ભાગ સુધી પહોંચીને પટલાણીએ હાથ લાંબો થાય ત્યાં સુધી હાથ લાંબો કરી કરીને ગાર્યમાં પાંચ આંગળીયુંના ભાતની અંકોળીયો કરેલી. મેડાવાળા ઉપરના ઓરડામાંથી વધારાનો સામાન ડેલીમાં નીચેના ઓરડીમાં ફેરવાઈ ગયો હતો. પટલાણી મેડીએ ચડીને આભની છાતીએ હડીયું કાઢતા કાળા ડિબાંગ વાદળાઓને જોતા અને મનમાં હરખાતા. ...વધુ વાંચો

25

સંબંધ નામે અજવાળું - 25

‘’ તને એવું કેમ લાગે છે કે દરેક વખતે હું જ ઝઘડા કરું છું ?’’ ‘’ હા, તું જ કરે તું હંમેશા ઝઘડવા માટેના કારણો શોધે છે.’’ ‘’ મને શોખ નથી ઝઘડવાનો પણ તું દરેક વખતે એવું કરે છે કે મારાથી સહન નથી થતું.’’ ‘’ આપ મને તું એક નક્કર કારણ આપ ઝઘડા માટેનું. આ છેલ્લી એક કલાકથી આપણને લડી રહ્યા છીએ પણ શું કામ લડીએ છીએ એનું કારણ તને કે મને ખબર છે ?’’ ‘’ તે સાથે આવવાની ના પાડી એટલે.’’ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો