વાચક મિત્રો.. થોડા સમયના વિરામ બાદ ફરી આપને મળવાનો મોકો મળ્યો છે. આપે હમણાં સુધી મારી બધી લવ સ્ટોરીઝ જ વાંચી છે. આ લવ સ્ટોરી નથી, આ એક ક્રાઇમ થ્રિલર છે, જે તમને એક અલગ જ દુનિયામાં લઇ જશે. ક્રિમિનલ્સ એવા ફટકેલાં દિમાગના લોકોની ટોળી કે જેમનાથી તમને પ્રેમ થઇ જશે... વધારે નથી લખતો, વાંચીને તમારો પ્રતિભાવ આપજો એજ વિનંતી... ક્રાઇમ મારો ફેવરિટ વિષય છે, એમ કહોકે હમદર્દી છે. ક્રિમિનલ્સ પેદા નથી થતા, બને છે, બનવું પડે છે.. અને તે માટે આપણી સામાજિક અસમાનતા જવાબદાર છે.

Full Novel

1

ધ ક્રિમીનલ્સ - 1

વાચક મિત્રો.. થોડા સમયના વિરામ બાદ ફરી આપને મળવાનો મોકો મળ્યો છે. આપે હમણાં સુધી મારી બધી લવ સ્ટોરીઝ વાંચી છે. આ લવ સ્ટોરી નથી, આ એક ક્રાઇમ થ્રિલર છે, જે તમને એક અલગ જ દુનિયામાં લઇ જશે. ક્રિમિનલ્સ એવા ફટકેલાં દિમાગના લોકોની ટોળી કે જેમનાથી તમને પ્રેમ થઇ જશે... વધારે નથી લખતો, વાંચીને તમારો પ્રતિભાવ આપજો એજ વિનંતી... ક્રાઇમ મારો ફેવરિટ વિષય છે, એમ કહોકે હમદર્દી છે. ક્રિમિનલ્સ પેદા નથી થતા, બને છે, બનવું પડે છે.. અને તે માટે આપણી સામાજિક અસમાનતા જવાબદાર છે. ...વધુ વાંચો

2

ધ ક્રિમિનલ્સ - 2

રાજુ હિંસા તો નહિ થાય ને કેમ, તું તો શેઠનું ખૂન કરવાની હતીને... કહીને હું મૉટે થી હસ્યો અને બેડ પર પટકીને બોલ્યો ત્યાંની તો ખબર નથી, પણ જો તું ના પાડીશ કે નખરા કરીશ તો હમણાં જરૂર હિંસા થશે.... ...વધુ વાંચો

3

ધ ક્રિમિનલ્સ - 3

અમરને લાગતું હતું કે લગન પછી મારુ ફોકસ અમારા પ્લાન પરથી હટી ગયું છે, અને તે ઉતાવળ અને ચડ-ભડ રહેતો હતો. હકીકતે એવું કશું નહોતું, લગનને કારણે અમારો પ્લાન લંબાયો હોય એવું મને લાગતું નહોતું. પણ હવે શશીની જવાબદારીનો ભાર પણ હું અનુભવી રહ્યો હતો, અને એટલે જ હું ખૂબ જ સાચવીને પગલું ભરવા માંગતો હતો. ...વધુ વાંચો

4

ધ ક્રિમિનલ્સ - 4

અમે બધા સાબદા થયા, મેં થેલો ખોલ્યો, દરેકે ડોક્ટર ઓપરેશન વખતે પહેરે તેવા ગ્લોવ્ઝ પહેર્યા અને બુકાનીઓ પહેરી જે અને નાક પાસેથી જ કાણી હતી. શશી તેની જગ્યાએ બેસી રહી, હું ગોઠણ પર, ને હાથ અને હડપચી બાઉન્ડરી વોલ પર ટેકવીને બેઠો. અમર અને શકીલ વોલ કૂદીને ફાર્મ-હાઉસની ડાબી દીવાલ તરફ આગળ વધ્યા. તેઓ બંને કેમેરા પોલની સીધમાં અને એકબીજાની પાછળ જઈ રહ્યા હતા. અમર થોડો આગળ હતો. શકીલ પાછળ અને ધીરે જતો હતો. ...વધુ વાંચો

5

ધ ક્રિમિનલ્સ - 5

શકીલે કારની હેડ લાઈટ ચાલુ કર્યા વગર જ ધીરે ધીરે સડક તરફ હંકારી. પાછળ હું અને શશી અમરની બાઈક ગોઠવાયા અને મેં પણ લાઈટ ચાલુ કરી નહિ. સડક પર આવ્યા છતાં મેં લાઈટ વગર જ બાઈક ભગાવી. ફાર્મ-હાઉસ પસાર થયું, અમને બહારથી કોઈ હિલ-ચાલ પકડાઈ નહિ. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો