નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ

(373)
  • 33.9k
  • 18
  • 14.6k

ભાગ - ૧ ‘મારા દાંડિયા ક્યાં મુક્યાં છે મમ્મી ?....’ સ્વરાના મુખેથી શબ્દો તો નીકળી ગયા પણ તે પછી સાવ સૂનમૂન બની પોતાના રુમના બેડ પર ફસડાઇ પડી. સ્વરાના મુખેથી નીકળેલો ‘મમ્મી’ શબ્દ તેના મનોતરંગને હલબલાવી ગયો. જ્યાંથી કાયમ વાત્સલ્ય, કરુણા અને સ્નેહની સરવાણી નીકળતી હતી તે શબ્દ ઉચ્ચારણથી આજે સ્વરા ફરી તેની યાદમાં ગરકાવ થઇ ગઇ. મમ્મી શબ્દ પછી તેનો શબ્દ પ્રવાહ અને વિચારપ્રવાહ તો એકાએક થંભી જ ગયો.... પણ તેની અંદર ભરાયેલી લાગણીઓનો પ્રવાહ એમ અટકી શકે તેમ નહોતો.... ! નિ:શબ્દ બનીને સંકોચાઇને બેડના ખૂણામાં બેસી ગયેલી સ્વરાએ પોતાનું માથું પોતાના બન્ને હાથ વચ્ચે દબાવી દીધું. તે આંગળીઓથી

Full Novel

1

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ

ભાગ - ૧ ‘મારા દાંડિયા ક્યાં મુક્યાં છે મમ્મી ?....’ સ્વરાના મુખેથી શબ્દો તો નીકળી ગયા પણ તે સાવ સૂનમૂન બની પોતાના રુમના બેડ પર ફસડાઇ પડી. સ્વરાના મુખેથી નીકળેલો ‘મમ્મી’ શબ્દ તેના મનોતરંગને હલબલાવી ગયો. જ્યાંથી કાયમ વાત્સલ્ય, કરુણા અને સ્નેહની સરવાણી નીકળતી હતી તે શબ્દ ઉચ્ચારણથી આજે સ્વરા ફરી તેની યાદમાં ગરકાવ થઇ ગઇ. મમ્મી શબ્દ પછી તેનો શબ્દ પ્રવાહ અને વિચારપ્રવાહ તો એકાએક થંભી જ ગયો.... પણ તેની અંદર ભરાયેલી લાગણીઓનો પ્રવાહ એમ અટકી શકે તેમ નહોતો.... ! નિ:શબ્દ બનીને સંકોચાઇને બેડના ખૂણામાં બેસી ગયેલી સ્વરાએ પોતાનું માથું પોતાના બન્ને હાથ વચ્ચે દબાવી દીધું. તે આંગળીઓથી ...વધુ વાંચો

2

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ - 2

ભાગ -૨ થોડીવારમાં ફરીથી ડોરબેલ વાગી એટલે બહાર ડોરબેલ વગાડનારને ઉતાવળ હોય તેમ લાગ્યું. શ્રૃજલે ઝડપથી દરવાજો ખોલ્યો સામે રાજકુંવર જેવો સોહામણો યુવાન ઉભો હતો. એકદમ ગોવાળીયા જેવા વેશમાં અને માથે મોરપિચ્છ લગાવેલી એક પાતળી રીંગ આકર્ષક લાગતી હતી. ‘અંકલ, હું રિધમ, સ્વરાનો ક્લાસમેટ...’ તેને ખૂબ શિસ્તપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો. અને તેની સાથે એક પછી એક સાત કોલેજીયન ગ્રુપ અંદર આવ્યું. તેમાં માધ્વી, પ્રિયંકા, વિશ્વા જાણીતા હતા અને બીજા અપરિચિત ચહેરાઓ હતા. ‘તમે બેસો સ્વરા આવે જ છે...!’ શ્રૃજલે બધાને બેસવા ઇશારો કર્યો. ‘ના અંકલ અમારે મોડું થાય છે.... રસ્તામાં ટ્રાફીક વધારે છે... અને તમને ખબર છે’ને અત્યારે પાર્કિંગની ...વધુ વાંચો

3

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ ભાગ – ૩

નવ રાતની નવલકથા દાંડિયાની જોડ ભાગ – ૩ એ વર્ષો પછીનો આંગળીના ટેરવે અનુભવાયેલો સ્પર્શ શ્રૃજલને રોમાચિંત કરી રહ્યો કે તેના ખાલીપાને ભરી રહ્યો હતો તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો પણ આજે તે લાગણીના પ્રવાહમાં વહીને ઇતિહાસમાં ખેંચાઇ રહ્યો હતો. શ્રૃજલને ખ્યાલ આવ્યો કે આજે ઘણા વર્ષો પછી તેને પોતાનું પર્સનલ લોકર ખોલ્યું છે..... એ યાદો અને એ સંવેદનાઓને તેને કેટલાય વર્ષો સુધી સુષુપ્ત અવસ્થામાં પોઢાડી દીધી હતી. પણ આજે ફરી તે જુની યાદો તેને સુંવાળી બનીને પોતાને સથવારો આપી રહી હતી કે જ્વાળામુખી બનીને તેને દઝાડી રહી હતી તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો. પણ સુનયના વિનાની ...વધુ વાંચો

4

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૪

ભાગ - ૪ સ્વરા અને રિધમનું ગ્રુપ ઝડપથી પાર્ટીપ્લોટમાં દાખલ થયું. નોરતાની રમઝટ જામી હતી અને સાથે સાથે હૈયાંઓ હિલોળે ચઢ્યા હતા. જો કે હવે નવરાત્રિ એટલે શક્તિ આરાધના અને દુર્ગાપૂજાની મહિમા ભૂલી સૌ હિંદી ગીતોના સૂરે નાચી રહ્યાં હતા. બે તાલી, ત્રણ તાલી, હિંચ જેવા પરંપરાગત ગરબાના સ્ટેપો બદલાઇને ગરબા તો સાવ જુદા જ બની ગયેલા. પાર્ટી પ્લોટમાં પોતાના જોડીદાર સાથે કે ગ્રુપ સાથે મનફાવે તેમ અથવા બધાથી સાવ જુદી જ સ્ટાઇલથી ગાવું તે ફેશન બની ગઇ હતી. આ બધાની વચ્ચે સ્વરાએ દેશી પધ્ધતિનો ગરબો માથે લઇ તેમાં દિવા પ્રગટાવી સાવ નોખી ભાત પાડી... !!! રિધમ પણ તેની ...વધુ વાંચો

5

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૫

ભાગ – ૫ ‘પપ્પા હું થાકી ગઇ છું, ગુડ નાઇટ’ એટલું કહી સ્વરા પોતાના બેડરૂમમાં ચાલી.. ડ્રોઇંગરૂમમાં એકલા શ્રૃજલની આંખો સ્વરા અને રિધમને મળેલા બેસ્ટ ગરબા જોડીના એવોર્ડ પર સ્થિર થઇ અને તે એક એવા ભૂતકાળમાં ખોવાઇ ગયો જે તેને વર્ષો પહેલા દફનાવી દીધો હતો... એ નવરાત્રિની યાદ... કોલેજની ભવ્ય ગરબા કોમ્પિટિશન અને તે ગરબાની એક જોડી, જેના તરફ બધાનું ધ્યાન વારંવાર ખેંચાઇ રહ્યું હતું.... રાધા-કૃષ્ણ જેવી તે જોડ અદભૂત સ્ટેપ લઇને કોલેજના બધા ગ્રુપ કે જોડીઓને પાછળ રાખીને આગળ નીકળી જતા હતા. રાધા જેવી જ સુંદર, ગોરી ત્વચાવાળી યુવતી પાછળ તો કોલેજ આખી પાગલ હતી. જો કે તે ...વધુ વાંચો

6

નવ રાતની નવલકથા, દાંડિયાની જોડ, ભાગ – ૬

ભાગ – ૬ કોલેજમાં સ્વરાને રિધમ સામે દેખાતા જ તે ઝડપથી તેની પાસે ગઇ અને કેન્ટીન પાસે જ ઉભો રિધમ દરરોજ દાંડિયા લાવવાનું ભૂલી જતો અને બહાના બનાવતો હતો. ‘રિધમ... તું મને પેલી દાંડિયાની જોડ આપી દે...’ સ્વરાએ રિધમ પાસે આજે તો પઠાણી ઉઘરાણી કરી. ‘સ્વરા... એ દાંડિયાની જોડ તો અદ્ભૂત છે, તને નવરાત્રિ પછી આપું તો ન ચાલે...?’ રિધમે એ રીતે કહ્યું કે તેને દાંડિયા આપવાની ઇચ્છા ન હોય. ‘મારા પપ્પા કેમ જાણે રોજ પુછે છે... !! મારે શું કરવું....? અને તને તે જોડ કેમ ગમવા લાગી...? શું છે તે દાંડિયાની જોડમાં...?’ સ્વરા તો ગુસ્સે થઇ અને રિધમને ...વધુ વાંચો

7

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૭

ભાગ – ૭ ‘પપ્પા, આ તમારી પ્યારી દાંડિયાની જોડ...!’ રાત્રે ઘરે પહોંચીને સ્વરાએ દાંડિયાની જોડ તેના પપ્પાને હાથમાં આપતા શ્રૃજલે કાંઇ પણ પુછ્યા વિના તે જોડ હાથમાં લીધી અને થોડીવાર તેની સામે જોઇને ‘ગુડ નાઇટ’ કહી પોતાના રૂમમાં ચાલ્યાં ગયા. સ્વરાને પણ આશ્ચર્ય થયું કે આજે પપ્પાએ મારી સાથે કેમ કોઇ વાત પણ ન કરી. જો કે રાત્રે ઘણું મોડું થઇ ગયું છે એટલે પપ્પાએ વાત નહી કરી હોય એમ માની સ્વરા પણ પોતાના રૂમમાં ચાલી ગઇ. શ્રૃજલે તે દાંડિયાની જોડને સાચવીને તેની જગ્યાએ પાછી મુકી દીધી, જો કે એ પણ નહોતો જાણતો કે આજે દાંડિયાની જોડ ત્યાં ટકરાઇને ...વધુ વાંચો

8

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૮

ભાગ – ૮ સ્વરાના કહ્યા મુજબ સવારે રિધમ આવી ગયો અને સ્વરાએ તેના મોબાઇલમાં જીપીએસ પર ડાયરેક્શન મુકી કહ્યું, લઇ લે...!’ ‘શું વાત કરે છે, આમ એકાએક...!’ રિધમે ૧૧૫ કિમી અંતર જોઇને તરત જ કહ્યું. ‘તારે આવવું છે કે નહી? સ્વરાના કડક શબ્દો સામે રિધમે ગાડીને ફર્સ્ટ ગીયરમાં જ રેસ આપી અને સ્પીડ વધારી. સ્વરા તેની સામે જોઇને હસી પડી. ‘સ્વરા તું હસે છે તો એમ થાય છે કે તને લઇને ક્યાંક દૂર દૂર ચાલ્યો જાઉં અને....!’ ‘અત્યારે માત્ર બરોડા....!’ સ્વરાએ તેની આંખોમાં ઉભરાતા પ્રેમને રોકી રાખતા કહ્યું. ‘પણ છે શું આમ અચાનક...?’ ‘મારે દાંડિયાની જોડનું રહસ્ય જાણવું છે.. ...વધુ વાંચો

9

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૯

ભાગ – ૯ સ્વરાએ કોલેજમાં પોતાને જોઇતી માહિતી એકઠી કરી લીધી અને સૌનો આભાર માની રિધમ સાથે પાછી ફરી... સ્વરાને રસ્તામાં અનેક પ્રશ્નો કર્યા પણ સ્વરાએ કોઇ જવાબ ન આપ્યાં... પણ એટલું કહ્યું, ‘આજે છેલ્લા નોરતામાં પાર્ટી પ્લોટમાં તેને બધા જવાબ મળી રહેશે.... તું સાથે તારી વાંસળી લેતો આવજે..’ લીઝાએ આપેલા ત્રણ પાસ સ્વરા પાસે હતા તેમાંથી એક પાસ રિધમને આપ્યો અને રાત્રે જરુર આવવાનું કહ્યું. સ્વરાએ પપ્પાને ફોન કરીને કહી દીધું રાત્રે સાથે પાર્ટી પ્લોટમાં જવાનું છે એટલે વહેલા આવજો. સ્વરા ઘરે પહોંચી. શ્રૃજલ પણ ઘરે વહેલો આવી ગયો. જો કે સ્વરાએ કહ્યું નહી કે આજે પોતે ક્યાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો