એવરગ્રીન ફ્રેન્ડશીપ

(335)
  • 30.1k
  • 56
  • 12.8k

એવરગ્રીન ફ્રેન્ડશીપ                             પાર્ટ-1           હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ???           સ્ટોરીનું નામ જોઈને તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ સ્ટોરી છે ફ્રેન્ડશીપ વિશે, હવે તમે વિચારશો કે કોઈ કોલેજ ફ્રેન્ડસની વાતો હશે અથવા કોઈ પાકા મિત્રો કે સાહેલીઓની વાતો હશે અહીં..          ના, હું અહી વાત કરવાની છું બે એવા ફ્રેન્ડસની જેઓ ના તો બાળપણના ફ્રેન્ડ્સ છે ના તો સ્કૂલ કે કોલેજના, અહીં વાત છે પ્રગતિ અને વૈશ્વની, જેઓ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે...   

Full Novel

1

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 1

એવરગ્રીન ફ્રેન્ડશીપ પાર્ટ-1 હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ??? સ્ટોરીનું નામ જોઈને તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ સ્ટોરી છે ફ્રેન્ડશીપ વિશે, હવે તમે વિચારશો કે કોઈ કોલેજ ફ્રેન્ડસની વાતો હશે અથવા કોઈ પાકા મિત્રો કે સાહેલીઓની વાતો હશે અહીં.. ના, હું અહી વાત કરવાની છું બે એવા ફ્રેન્ડસની જેઓ ના તો બાળપણના ફ્રેન્ડ્સ છે ના તો સ્કૂલ કે કોલેજના, અહીં વાત છે પ્રગતિ અને વૈશ્વની, જેઓ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે... ...વધુ વાંચો

2

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 2

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 2 સવારે ઉઠીને રેડી થઈને મેં અને નીકકીએ સાથે નાસ્તો કર્યો, મારા ફેવરિટ બટેટાપૌઆ બનાવ્યા હતા."સોરી નીક્કી, તે એકલા બધું કામ કરી નાખ્યું, મેં તને કોઈ હેલ્પ પણ ના કરી.""કઈ વાંધો નહિ, ધીરે ધીરે તને પણ આદત પડી જશે."નાસ્તો કરીને હું કોલેજ જવા નીકળી ગઈ, કોલજનો પહેલો દિવસ હોવાથી હું ખૂબ જ એક્સાઇટેડ હતી કોલેજ જવા માટે, નવી કોલેજ જોવા માટે, હું બીઆરટીએસ માં યુનિવર્સિટી પોહચી ગઈ, મારો ડિપાર્ટમેન્ટ અને કલાસ શોધીને હું ક્લાસમાં જઈને બેઠી, ધીરે ધીરે બીજા સ્ટુડન્ટ્સ પણ આવવા ...વધુ વાંચો

3

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 3

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 3મારી સામે લેપટોપમાં માથું નાખીને બેસેલા યુવકે જ્યારે તેનું ફેસ ઉપર કર્યું ત્યારે હું તેને જોઈને થઈ ગઈ, આમને તો ક્યાંક જોયેલા છે પણ ક્યાં તે યાદ નોહતું આવી રહ્યું, તે યુવકે પણ મને જોઈ અને મને બેસવા માટે કહ્યું."આજે પણ તમારું ધ્યાન ક્યાંક બીજે જ છે." તેની વાત સાંભળીને મને નવાઈ લાગી."સોરી, હું કઈ સમજી નહિ." મેં અસમંજસમાં કહ્યું."તે રાત્રે રોડ ક્રોસ કરતી વખતે પણ તમારું ધ્યાન ક્યાંક બીજે હતું જેના કારણે તમે મારી બાઇક સાથે અથડાતા અથડાતા બચી ગયા હતા, આજે પણ તમે કઈક વિચારમાં ...વધુ વાંચો

4

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 4

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 4હું રડમસ ચહેરે સર સામે ઉભી રહી અને મારી જાતને તૈયાર કરતી હતી કે જેથી સર તો હું તેને સાંભળી શકું, હું થોડીવાર એમ જ ઉભી રહી પણ સર કઈ બોલ્યા નહિ આથી હિંમત કરીને મેં કહ્યું," લાવો હું મારી ભૂલ છે એ સુધારી લઉં અને કરેકશન કરી આપું.""તમે અત્યારે આ કરી આપશો?" તેમના આવા સવાલથી મને નવાઈ લાગી."હા" મેં પ્રત્યુતર આપ્યો."તમે વોચમાં ટાઈમ જોયો કેટલો થયો એ?" તેમને વોચ તરફ ઈશારો કરતા કહ્યું.મેં સામે લટકતી વોલક્લોક પર નજર ફેરવી, તેના કાંટા સાત વાગ્યાનો સમય દર્શાવી રહી ...વધુ વાંચો

5

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 5

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 5ઓફિસથી લેટ થવાથી હું બહાર આવી ઓટોની રાહ જોતી ઉભી હતી, ત્યાં જ એક બાઇક ફૂલ મારી સામે આવી ઉભી રહી.થોડીવાર માટે તો હું ડરી ગઈ, પરંતુ જ્યારે બાઇક સવારે તેનું હેલ્મેટ ઉતાર્યું ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો."ઓહહ વૈશ્વ તમે?, હું તો ડરી જ ગઈ""હું ઓફિસમાં તને શોધતો હતો, તું તો મને સરે બોલાવ્યો એટલી વાર માં ગાયબ પણ થઈ ગઈ""મને લાગ્યું સર ને તમારું કામ હશે તો તમને વાર લાગશે""તું ઓટોમાં જાય છે?""ના, ડેઇલી તો હું મારી ફ્રેન્ડ નીક્કી સાથે જ જાવ છુ, આજે ઓફિસમાં લેટ ...વધુ વાંચો

6

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 6

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 6 મારે તને એક વાત કહેવી છે.. વૈશ્વનું આ વાક્ય સાંભળીને મારા ધબકારા વધી ગયા, જ્યારે છોકરાના મોઢેથી આ વાક્ય નીકળે એટલે પછીની ક્ષણે એ છોકરીને પ્રપોઝ કરે જ. હા બોલ ને હું માત્ર એટલું જ બોલી શકી. જો મને નથી ખબર તને આ વાત સાંભળીને કેવું લાગશે પણ પ્લીઝ તું ખોટું ના લગાડતી, મને નથી ખબર તને ગમશે કે નહીં પણ.. જે કેવું હોય તે ક્લિયર કે ને વૈશ્વ, વાત ને આમ ગોળ ગોળ નહિ ફેરવ પ્લીઝ.. એની વાતો સાંભળીને મારી હાર્ટબીટ એકદમ વધી ગઈ હતી. હમણાં એક મુવી આવ્યું છે તો તું ...વધુ વાંચો

7

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 7

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 7"હવે મને મેસેજ ના કરતી.." વૈશ્વનો આ મેસેજ જોઈને હું ચોંકી ગઈ, હું વિચારવા લાગી, 'અચાનક શુ થઈ ગયું, શું થયું હશે? કઈ પ્રોબ્લેમ તો નહીં થઈ હોય ને'"શું થયું? અચાનક આવો મેસેજ? બધું ઠીક તો છે ને?" મેં વૈશ્વને સામે મેસેજ કર્યા.વૈશ્વનું પ્રોફાઈલ હજુ બતાવતા હતા આથી મને નિરાંત થઈ કે તેને મારો નમ્બર બ્લોક નૉહતો કર્યો.મેં થોડીવાર રાહ જોઈ પણ તે ઓફલાઇન હતો આથી તેનો કોઈ આન્સર ના મળ્યો, મેં વોચમાં ટાઈમ જોયો પણ લેટ થઈ ગયું હોવાથી તેને કોલ કરવો પણ મને ઉચીત ના ...વધુ વાંચો

8

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 8

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 8મારો બર્થ ડે મેં ખૂબ એન્જોય અને મસ્તી સાથે પસાર કર્યો, હું ખુશ હતી, થોડા દિવસો મારી ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી આથી હું તેની પ્રિપેરેશન કરવામાં વ્યસ્ત થઈ ગઈ.કોઈની ખુશીઓ ઝાઝો સમય રહેતી નથી એવું જ મારી સાથે પણ થયું, મારી લાસ્ટ એક્ઝામના આગલા દિવસે અચાનક ઘરેથી કોલ આવ્યો, મારી મમ્મીની તબિયત બગડી ગઈ હતી આથી મને બીજા દિવસે તરત ઘરે આવવાનું કહેવામાં આવ્યું.હું બીજા દિવસે મારી એક્ઝામ આપીને તરત જ ઘરે જવા નીકળી ગઈ, નીક્કી મને સ્ટેશન મુકવા આવી હતી."પ્રીતું, ચિંતા ના કરતી, બધું ઠીક થઈ ...વધુ વાંચો

9

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 9

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 9હું સુરત આવી ત્યારે મને જાણવા મળ્યું કે વૈશ્વ અમેરિકા જતો રહ્યો છે એ વાતથી હું થઈ ગઈ હતી."શુ? ક્યારે? કેમ આમ અચાનક?" નિકકીની વાત સાંભળીને મેં તેને એકસાથે સવાલ કર્યા."એને ઓફિસમાં બોસ સાથે ઝગડો થયો હતો આથી તે અમેરિકા જતો રહ્યો" નીકકીએ મને ટૂંકમાં કારણ જણાવ્યું."ઓહહ" મારાથી નિસાસો નખાઈ ગયો."અમે તને કોન્ટેક્ટ કરવાની બહુ ટ્રાઈ કરેલી બટ તારો કોન્ટેક્ટ ના થઇ શક્યો, મને પણ એ અમેરિકા જતો રહ્યો છે એની જાણ આ લેટર વડે થઈ" નીકકીએ મારા હાથમાં એક લેટર આપ્યો."પણ એ તો તને ફેસ ટુ ફેસ પણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો