1. વિક્રમ સારાભાઇ ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ વાતાવરણ સવારથી જ બહુ ખરાબ હતું. સવારે છ વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બપોરના બે વાગવા આવ્યાં હતાં પણ વરસાદ અટકવાનું નામ લે એવા કોઇ અણસાર ન હતાં. આજે રવિવાર હતો એટલે અર્જુન ઘરે હતો. વરસાદના રૌદ્ર સ્વરૂપને અર્જુન એક સંશોધકની નજરે સવારનો જોઇ રહ્યો હતો પણ વરસાદ તો એનાથી બેખબર એનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યે જ જતો હતો. ધોધમાર વરસતા વરસાદમાં વચ્ચે વચ્ચે ઝડપી પવન ફુંકાઇ જતો. અર્જુન બારીમાંથી આ બધુ નિહાળી રહ્યો હતો ત્યાં જ અત્યંત તેજ લીસોટા સાથે વીજળી થઇ. વીજળીનો પ્રકાશ આંખો અંજાઇ જાય એટલો તીવ્ર હતો.

Full Novel

1

ચુંબકીય તોફાન

1. વિક્રમ સારાભાઇ ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ વાતાવરણ સવારથી બહુ ખરાબ હતું. સવારે છ વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બપોરના બે વાગવા આવ્યાં હતાં પણ વરસાદ અટકવાનું નામ લે એવા કોઇ અણસાર ન હતાં. આજે રવિવાર હતો એટલે અર્જુન ઘરે હતો. વરસાદના રૌદ્ર સ્વરૂપને અર્જુન એક સંશોધકની નજરે સવારનો જોઇ રહ્યો હતો પણ વરસાદ તો એનાથી બેખબર એનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યે જ જતો હતો. ધોધમાર વરસતા વરસાદમાં વચ્ચે વચ્ચે ઝડપી પવન ફુંકાઇ જતો. અર્જુન બારીમાંથી આ બધુ નિહાળી રહ્યો હતો ત્યાં જ અત્યંત તેજ લીસોટા સાથે વીજળી થઇ. વીજળીનો પ્રકાશ આંખો અંજાઇ જાય એટલો તીવ્ર હતો. ...વધુ વાંચો

2

ચુંબકીય તોફાન - (ભાગ-૨)

2. ગરમ પાણીના ઝરા ૭મી જુલાઇ, ૨૦૩૦ની એ વરસાદી ઢળવા આવી હતી. નેપાળમાં આવેલા ૮.૬ રિક્ટર સ્કેલના ભુકંપના સમાચારે અર્જુનને બેચેન બનાવ્યો હતો એટલે ધોધમાર વરસતા વરસાદમાં અર્જુન VSGWRI (Vikram Sarabhai Global Warming Research Institute) જવા નીકળ્યો. અર્જુન રસ્તામાં ઠેર ઠેર ભરાઇ ગયેલા પાણી આશ્ચર્યથી જોઇ રહ્યો. ગાંધીનગર જેવા સારામાં સારી ડ્રેઇનેજ સિસ્ટમ ધરાવતા અને વિશ્વના ટોચના સ્માર્ટ સીટીસમાં સ્થાન પામેલા શહેરમાં આમ પાણી ભરાવું એ ભુતકાળ થઇ ગયો હતો, પરંતુ આજે એ ભુતકાળ ફરીથી તાદ્દશ થઇ ગયો. અર્જુનના ઘરેથી VSGWRI બહુ દુર ન હોઇ એ ઓછી તકલીફે ઓફીસ પહોંચી ગયો. VSGWRI માં એક ઇમર્જન્સી ...વધુ વાંચો

3

ચુંબકીય તોફાન (ભાગ-૩)

3. યલોસ્ટોન નેશનલ પાર્ક VSGWRI પહોંચીને અર્જુને વિડીયો કોન્ફરન્સીંગથી સહયોગી સંશોધન સંસ્થાઓના ભારતભરમાં ફેલાયેલા સંશોધકોને ભારતના અલગ અલગ રાજ્યોના કુલ ૧૪ ભુગર્ભ ગરમ પાણીના ઝરાઓના અવલોકનો લેવાનું કામ આપી દીધું હતું. અર્જુનને એમના ડેટાનો ઇંતેજાર હતો. અર્જુન VSGWRI પહોંચ્યો ત્યારે ૧૪ માંથી ૨ ઝરાઓના ડેટા આવ્યાં હતાં. એમાંનો એક હતો ગુજરાતના ગીરમાં આવેલ તુલસીશ્યામનો ઝરો જેનું તાપમાન સામાન્ય કરતાં ૭ ડીગ્રી વધ્યું હતું. બીજો હતો ઓરીસ્સા રાજ્યમાં આવેલો તપ્તાપાનીનો ઝરો જેનું તાપમાન સામાન્ય કરતાં લગભગ ૧૦ ડીગ્રી વધ્યું હતું. બંનેમાં ગરમ પાણીના ઝરાનું તાપમાન ખાસ્સું વધ્યું હોવાનું સ્પષ્ટ થતું હતું. અર્જુનના મગજમાં હવે એ બાબતે શંકા ન ...વધુ વાંચો

4

ચુંબકીય તોફાન (ભાગ-૪)

4. ચુંબકીય ધ્રુવોનો પલટો આજે ૧૩ જુલાઇ, ૨૦૪૦નો દિવસ અમેરિકાના પ્રેસિડન્ટ સાથે દુનિયાના ટોચના ૧૦૦ વૈજ્ઞાનિકોની મીટિંગ ચાલુ હતી. અમેરિકાના પ્રેસિડન્ટ એમની સ્પીચ આપવા ઉભા થયા. પ્રેસિડન્ટ ઉભા થયા કે તરતજ તેમની આજુબાજુની ત્રણેય બાજુની દિવાલો પર મોટી સાઇઝની ૨૫ થી વધુ સ્માર્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન ઝબકી ઉઠી. પ્રેસિડન્ટ અને બધા વૈજ્ઞાનિકો એક વિશાળ કોન્ફરન્સ રૂમમાં હતાં. અચાનક બધી સ્માર્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન્સ પર વિશ્વના ટોચના ૨૫ દેશોના પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર હાજર હતાં. અર્જુને ફટાફટ બધી સ્ક્રીન્સ પર નજર નાખી. તેના જમણા હાથની દિવાલે ત્રીજા નંબરની સ્ક્રીન પર ભારતના પ્રાઇમ મિનિસ્ટર પણ આ વિડિયો કોન્ફરન્સીંગમાં હાજર હતાં. હજી ...વધુ વાંચો

5

ચુંબકીય તોફાન (ભાગ-૫)

5. તબાહી પરના મંતવ્યો ‘ચુંબકીય ધ્રુવોનો પલટો’ (Geomagnetic Reversal) શબ્દ સાંભળતા જ કોન્ફરન્સ હોલમાં હાજર તમામ વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા. અર્જુનની ચુંબકીય ધ્રુવોનો પલટો સમજાવતી થિયરીનું લોજીક પર્ફેક્ટ હતું પરંતુ હજી સુધી નાસાના કે બીજી કોઇપણ અવકાશી સંસ્થાના ઉપગ્રહોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં હલચલ માપી ન હતી. જોકે ઋતુપ્રવાસી પંખીડાઓ વર્ષોના ઇતિહાસમાં પ્રથમ વખત ગોથે ચડતાં હતાં એટલે ચુંબકીય ક્ષેત્રના ફેરફારોને વૈજ્ઞાનિકો નકારતાં ન હતાં. પરંતુ વાન-એલન બેલ્ટમાં હજી નોંધપાત્ર ફેરફાર પકડાયો ન હતો. વૈજ્ઞાનિકોની અંદર અંદરની થોડી ચર્ચાઓ પછી અર્જુને ફરીથી બોલવાનું શરૂ કર્યું. “ચુંબકીય ધ્રુવોના પલટા (Geomagnetic Reversal) માં પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ...વધુ વાંચો

6

ચુંબકીય તોફાન (ભાગ-૬)

6. VSGWRI બન્યું આખા ભારતનું હેડક્વાર્ટર બન્યું પ્રાઇમ મિનિસ્ટર મીટિંગ પુરી કરી અર્જુન બહાર આવ્યો. વિશ્વ ઉપર આવી પડેલ આ સમસ્યાનો તોડ કાઢવાની જવાબદારી ભારત દેશના પ્રતિનિધી તરીકે અર્જુનના શિરે હતી અને અર્જુનનું મગજ સતત એ બાબત વિશે જ વિચારવામાં વ્યસ્ત હતું. પ્રાઇમ મિનિસ્ટર ઓફીસના એ વિશાળ કમ્પાઉન્ડમાંથી એ ચાલતો ચાલતો ઓટોમેટીક ફ્લાઇંગ કાર પાર્કીંગ તરફ જઇ રહ્યો હતો. પ્રાઇમ મિનિસ્ટરની ઓફીસેથી જ એને સ્પેશ્યલ ફ્લાઇંગ કાર આપવામાં આવેલી. આમ તો તમારી પાસેથી કોઇપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, જે પહેલેથી તમારી ફ્લાઇંગ કાર સાથે પેર કરેલી હોય, તેનું એક બટન દબાવતાં જ કાર એની મેળે એના માલિક સુધી આવી ...વધુ વાંચો

7

ચુંબકીય તોફાન (ભાગ-૭)

7. મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સ એણે તાત્કાલીક કડી તાલુકાના એ સ્થળની રૂબરૂ મુલાકાત લેવાનું નકકી કર્યું. અર્જુને એનાં સાથી વૈજ્ઞાનિકોને બનતી ધટનાઓ સાથે અપડેટ રહેવાનું તેમજ વિશ્વના અન્ય વૈજ્ઞાનિકો તરફથી મળતી રજેરજની માહિતી પર સતત નજર રાખવાની સુચનાઓ આપી દીધી. એ ફટાફટ બહાર આવ્યો, ત્યાં એની ફલાઇંગ કાર પાર્કીંગ પ્લેસમાંથી બહાર આવીને એની રાહ જોતી ઉભી હતી, એમાં એ બેઠો અને પુરઝડપે મહેસાણા જીલ્લાના કડી તાલુકા તરફ ગાડીને હંકારી મુકી. લગભગ વીસ મિનિટમાં તો એ કડી પહોંચી ગયો. એક વિશાળ મેદાન જેવી ખુલ્લી જગ્યામાં એણે કારનું લેન્ડીંગ કર્યું. એ નીચે ઉતર્યો ત્યાં તો કાર એની રીતે જગ્યા શોધી ઓટો પાર્ક ...વધુ વાંચો

8

ચુંબકીય તોફાન (ભાગ-૮)

8. અરોરા (Aurora) કલોલની એ રહેણાંક વસાહતમાં ટોઇલેટ, બાથરૂમ રૂમમાંની ટાઇલ્સો વચ્ચેની તિરાડોમાંથી ભુગર્ભ ગેસ નીકળી રહ્યો હતો. અર્જુન અને ડૉ.રાધાકૃષ્ણન એ સોસાયટીના લગભગ તમામ ઘરોનું ચેકીંગ કરી આવ્યાં હતાં. સરકારના કેમીકલ વિભાગ તથા ઓઇલ અને નેચરલ ગેસ વિભાગના સરકારી પ્રતિનિધિઓ પણ ત્યાં મોજુદ હતાં. એ લોકો પણ આ કુદરતી વાયુનું પરિક્ષણ કરી રહ્યાં હતાં. આ સમયે અર્જુનનું મગજ કંઇક અલગ જ થિયરી વિચારી રહ્યું હતું. અમેરિકામાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસનું તળીયું નીચું ગયું હતું જ્યારે અહીં ભારતમાં તળીયું એટલું બધું ઉંચુ આવી ગયું હતું કે ખનિજ તેલ સ્વયંભૂ ઓવરફ્લો થઇ રહ્યું હતું. શું આનો સીધો એવો ...વધુ વાંચો

9

ચુંબકીય તોફાન (ભાગ-૯)

9. એન્ટી-એટમીક બ્લાસ્ટ છેક ગાંધીનગર સુધી ધ્રુવીય પ્રકાશ – દેખાવું અતિ આશ્ચર્યજનક પરંતુ ખતરાની ઘંટડી સમાન હતું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઝડપથી બદલાઇ રહ્યાનું એ સુચક હતું. VSGWRI ના બધા વૈજ્ઞાનિકો VSGWRIના કેમ્પસમાંથી આ નજારાને જોઇ રહ્યાં હતાં. પરંતુ અર્જુન સીધોજ કંટ્રોલ રૂમ તરફ દોડ્યો. સમાચાર માધ્યમો દ્વારા આ સમાચાર ફેલાઇ રહ્યાં હતાં પરંતુ ઓફીશીયલી એને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વોશિંગ્ટનના મુખ્ય કંટ્રોલ મથક અને અન્ય દેશોના વૈજ્ઞાનિક મથકો સુધી પહોંચાડવા જરૂરી હતાં. અર્જુને ઓનલાઇન બોલવાનું શરૂ કર્યું. “માનનીય મિત્રો, મને એ કહેતા ખરેખર અફસોસ થાય છે કે, ચુંબકીય ક્ષેત્ર હવે ખરેખર આપણા કહ્યામાં નથી. આજે અરોરાનું છેક ગાંધીનગર સુધી ...વધુ વાંચો

10

ચુંબકીય તોફાન (ભાગ-૧૦)

10. ભુકંપ અર્જુન ઘરમાં બેઠો બેઠો શાંતિથી ન્યુઝ જોઇ હતો. કામ કરવાનો ઉત્સાહ અર્જુન ખોઇ બેઠો હતો. એનું મગજ હવે શાંતિ ઝંખી રહ્યું હતું. એની ઇચ્છા હવે VSGWRI જવાની બિલકુલ ન હતી. એ આસ્થા અને તનિશ્કાની સાથે રહીને શાંતિ અનુભવવા ઇચ્છતો હતો. VSGWRI ના અન્ય વૈજ્ઞાનિકો અર્જુનના આ બદલાવથી પરેશાન હતાં. જોકે ડૉ.રાધાકૃષ્ણન બધાને એવું કહીને સમજાવી રહ્યાં હતાં કે અર્જુન આ બધી પરિસ્થિતિથી ખુબ કંટાળ્યો છે એટલે એને થોડો સમય પરિવાર સાથે શાંતિથી પસાર કરવા દઇએ. જોકે અંદરથી બધા વૈજ્ઞાનિકોને એ ભય સતાવી રહ્યો હતો કે એ થોડા સમયમાં કોઇ મોટી નવાજૂની થઇ ન જાય! ...વધુ વાંચો

11

ચુંબકીય તોફાન (ભાગ-૧૧)

11. વાદળો જ વાદળો ભુકંપ ચાલુ હતો અને અર્જુન થવા ગયો પણ સંતુલન ન જળવાતા પડી ગયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ ભુકંપ ધાર્યા કરતાં વધુ તીવ્રતાથી ચાલી રહ્યો છે. રિક્ટર સ્કેલ પરના આંકડા સતત વધે જતાં હતાં. રિક્ટર સ્કેલ છેક ૯.૫ સુધી અને થોડીવાર પછી ૯.૬ સુધી પહોંચ્યો. આ ૯.૬નો ભુકંપ સતત અગિયાર મિનિટ પચાસ સેકન્ડ સુધી ચાલ્યો. વિશ્વના ઇતિહાસનો આ સૌથી લાંબો ચાલનારો ભુકંપ હતો. ૨૨ મે, ૧૯૬૦ના રોજ ચિલીમાં આવેલ ભુકંપ વિશ્વના ઇતિહાસનો સૌથી ભયાનક ભુકંપ હતો જેનો રિક્ટર સ્કેલ ૯.૫ હતો. એ લગભગ ૧૦ મિનિટ સુધી ચાલ્યો હતો. ગુજરાતના આજના આ ભુકંપે ...વધુ વાંચો

12

ચુંબકીય તોફાન (ભાગ-૧૨)

12. અંત ૫ મી ઓગષ્ટથી શરૂ થયેલો વરસાદ ચાર સતત વરસી રહ્યો હતો. આજે ૯ મી ઓગષ્ટ હતી. વરસાદ અનરાધાર વરસી રહ્યો હતો. આખી દુનિયામાં એકસાથે શરૂ થયેલા આ વરસાદે સૌને અચરજમાં તો નાંખ્યા જ હતાં પણ વધુ તો ચિંતા કરતાં કરી દીધા હતાં. આખી દુનિયાના બધા વૈજ્ઞાનિકો તો એકબીજાના સતત સંપર્કમાં હતાં પણ દુનિયાના તમામ દેશોના નેતાઓ પણ એકબીજાના તેમજ તમામ વૈજ્ઞાનિકોના સંપર્કમાં હતાં. શું થઇ રહ્યું હતું એ સ્પષ્ટ હતું પણ એને રોકવું કેમ એ બાબતમાં કોઇને કંઇ ગતાગમ પડતી ન હતી. વરસાદે દુનિયાભરના દેશોમાં અફરાતફરી પેદા કરી દીધી હતી. બીજી તરફ અહીં VSGWRIમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો