" નહીં..નહીં..! મારે હોસ્પિટલ નથી જવું. ના..મને હોસ્પિટલ ન લઈ જા...પ્લીઝ પ્રદીપ..! તમે તો મને સમજવાની કોશિશ કરો..!" બેડરૂમના એક ખૂણે ટૂંટિયુંવાળીને બેઠેલી નંદિની રડે જતી હતીને માથું ધુણાવી ગભરાયેલા સ્વરે બોલે જતી હતી. તેના શબ્દે શબ્દે ડરની ભાવના વર્તાતી હતી. તેની આંખોનું કાજળ અશ્રુઓમાં ભળી તેનાં ગોરા ગોરા ગાલો પરથી સરકતું હતું. તેનો લાંબો, કાળો, ગૂંથાયેલો ચોટલો વીંખાઈ ગયો હતો. તેની કેટલીક લટો તેના અશ્રુભીનાં ગાલોને ચોંટી ગઈ હતી. " તારે હોસ્પિટલ તો આવવું જ પડશે નંદિની..! આપણા ભુવાજીએ કહ્યું છે તે સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે હોસ્પિટલ જવું પડશે." નંદિનીને સમજાવતાં પ્રદીપે કહ્યું. રાજવી પરિવારનો એકનો એક દીકરો પ્રદીપ. બાપદાદા દ્વારા વારસામાં પ્રદીપને અઢળક સંપત્તિ અને જાહોજલાલી મળેલી.

નવા એપિસોડ્સ : : Every Sunday

1

આત્મજા - ભાગ 1

આત્મજા ભાગ 1 " નહીં..નહીં..! મારે હોસ્પિટલ નથી જવું. ના..મને હોસ્પિટલ ન લઈ જા...પ્લીઝ પ્રદીપ..! તમે તો મને સમજવાની કરો..!" બેડરૂમના એક ખૂણે ટૂંટિયુંવાળીને બેઠેલી નંદિની રડે જતી હતીને માથું ધુણાવી ગભરાયેલા સ્વરે બોલે જતી હતી. તેના શબ્દે શબ્દે ડરની ભાવના વર્તાતી હતી. તેની આંખોનું કાજળ અશ્રુઓમાં ભળી તેનાં ગોરા ગોરા ગાલો પરથી સરકતું હતું. તેનો લાંબો, કાળો, ગૂંથાયેલો ચોટલો વીંખાઈ ગયો હતો. તેની કેટલીક લટો તેના અશ્રુભીનાં ગાલોને ચોંટી ગઈ હતી. " તારે હોસ્પિટલ તો આવવું જ પડશે નંદિની..! આપણા ભુવાજીએ કહ્યું છે તે સાચું છે કે ખોટું તે જાણવા માટે આપણે હોસ્પિટલ જવું પડશે." નંદિનીને સમજાવતાં પ્રદીપે ...વધુ વાંચો

2

આત્મજા - ભાગ 2

આત્મજા ભાગ 2રાતો ચોળ થઈ ગયેલા ગાલને પંપાળતી નંદિની પ્રદીપની સામે જ જોઈ રહી. ગુસ્સાથી લાલ થઈ ગયેલી આંખોમાંથી બોર જેવડાં આંસુઓ પડી રહ્યા હતા. પ્રદીપનો આવો વ્યવહાર પહેલીવાર નહોતો. છેલ્લા ત્રણ વર્ષમાં નંદિની ઘણીવખત પ્રદીપના ગુસ્સાનો શિકાર બનેલી. ગરીબ માતા પિતાએ આપેલ સંસ્કારોને વળગી રહી નંદિની મૂંગા મોઢે બધું સહન કરે જતી. પણ આ વખતે તો સવાલ હતો તેના સંતાનને બચાવવાનો.કમને નંદિની ઊભી થઈ. બે હાથ વડે આંખો પોછાતી તે બાથરૂમ તરફ ગઈ.વૉશ બેસીનમાં પાણીની છાલક મારીને તેણે પોતાનો ચહેરો ધોયો અને અરીસા સામે જોયું. રડી રડીને લાલ થયેલા આંખોમાં હજુ પણ ગુસ્સો હતો. ગુસ્સો હતો સમાજ પર.. ...વધુ વાંચો

3

આત્મજા - ભાગ 3

આત્મજા ભાગ 3“એ વાત તો તમે જાણો જ છો કે અત્યારે ગર્ભ પરીક્ષણ કરવું અને કરાવવું બંને ગુનો છે. આ જોખમ ન લઈ શકું.” ડોક્ટરે કહ્યું. “કેવી વાત કરો છો બેન..? ગર્ભ પરીક્ષણની વાત તમારા અને અમારા સિવાય ત્રીજાને ક્યાંથી ખબર પડશે..? તમે બસ એટલું અમને જણાવો કે નંદિનીના પેટમાં દીકરો છે કે દીકરી..?” પ્રદીપએ કહ્યું. “ગર્ભ પરીક્ષણ કરવું અમારા માટે જોખમકારક છે. જો કોઈને ખબર પડી જાય તો અમારો ડોક્ટરનો વ્યવસાય પણ છીનવાઈ જાય. હું ગર્ભ પરીક્ષણ નહીં કરું.” ડોક્ટરે પ્રદીપ સામે જોઈ કહ્યું. પ્રદીપ એ પોતાની બેગમાંથી 10000 નુ બંડલ કાઢ્યું અને ટેબલ પર મૂક્યું. ડોક્ટર નોટોના ...વધુ વાંચો

4

આત્મજા - ભાગ 4

આત્મજા ભાગ 4“મારી સાથે આવી રીતે વાત ન કરો.મને શોખ નથી થતો ગર્ભ પરીક્ષણ કરવાનો..! તમે જ લોકો તો છો ગર્ભ પરીક્ષણ કરવા માટે..! અને મેં રૂપિયા લીધા છે તો મારે સાચું તો કહેવું જ પડશે કે તમારા ગર્ભમાં દીકરી છે.” ડોક્ટરે હાથ છોડાવી કહ્યું."એક સ્ત્રી થઈ સ્ત્રીની વેદનાને નહિ સમજી શકો તમે ? તમે બહાર એમ કહેશો કે મારા પેટમાં દીકરી છે, તો આ લોકો મારા સંતાનને મારા પેટમાં જ મારી નાખવા તમને મજબૂર કરશે. તમે આવું કરશો તો તમને પાપ લાગશે,મારી દીકરીની હત્યા કરવાનું." નંદિનીએ ડૉક્ટર સામે જોઈને કહ્યું. પણ ડૉક્ટર પર તેની વાતોની કોઈ જ અસર ...વધુ વાંચો

5

આત્મજા - ભાગ 5

આત્મજા ભાગ 5એવાંમાં નંદિની આવી. ઘર આંગણે લોકોને ટોળે વળેલાં જોઈ તે પણ ગભરાઈ ગઇ. દોડતી તે અંદર આવી. શું થયું બાપુને..? કેમ બધા ટોળે વળ્યાં છે ?" સસરા પાસે આવીને બેસતા નંદિનીએ ચિંતિત સ્વરે કહ્યું. " કાળમુખી..! આ બધું તારા લીધે જ થાય છે. ભુવાજીએ ચોખ્ખા શબ્દોમાં કહેલું કે તારી છોડી ઘરનો વિનાશ નોટરશે. જો અભાગી..! વિનાશની શરૂઆત થઈ ગઈ. હજુ સમય છે સમજી જા.!" કંચનબેને નંદિની પર ગુસ્સો ઠાલવતા કહ્યું. " બા, એવું ના હોય, તમે ચિંતા ન કરો..! બાપુને હું કંઈ નહીં થવા દઉં..!" આટલું કહી જાણે આખી ઘટનાનો ચિતાર મેળવી નંદિની દોડતી ઘરમાં ગઈ અને ...વધુ વાંચો

6

આત્મજા - ભાગ 6

આત્મજા ભાગ 6થોડીવારમાં હરખસિંગને ભાન આવી ગયું. પ્રદીપ અને કંચનબેનના જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે સૌ હરખસિંગના ખબરઅંતર પૂછી ઘરે જવા રવાના થયા. પ્રદીપ તેનાં ધંધે ગયો ને કંચનબેન પોતાના પતિની સેવામાં લાગી ગયા. પણ મનમાં તો એક જ વિચાર આવતો હતો કે, " આ અશુભ..નંદિનીના પેટમાં છોકરી હોવાનાં લીધે જ થયું છે. ભુવાજીએ કહેલ વેણ ક્યારેય ખોટું ન જ પડે..! કંઈ પણ કરીને કસુવાવડ કરવા નંદિનીને સમજાવી જ પડશે." બપોરના સમયે હરખસિંગ સૂતાં હતા ત્યારે કંચનબેન નંદિની પાસે ગયા. નંદિની પણ સૂતી હતી. કંચનબેન નંદિની પાસે જઈ બેઠાં. પોતાની પાસે કોઈ આવીને બેઠું હોવાનો અણસાર થતાં નંદિનીની આંખ ...વધુ વાંચો

7

આત્મજા - ભાગ 7

આત્મજા ભાગ 7" મને ખબર જ હતી. તમે પણ મારી વાત નહિ જ સમજો. મને હતું જ કે તમે જ સાથે આપશો. પણ એ વાત ન ભૂલો કે ભુવાજીએ કહેલ અત્યાર સુધીના બધાં વેણ સાચા પડ્યાં છે. તમે જ વિચારો, હોસ્પિટલમાં નંદિનીના પેટમાં છોકરી છે તે વાતની હજુ ખબર જ પડી છે ને ઘરે તમને સાપ ડંખી ગયો. મતલબ સમજ્યા તમે..? આપણા ઘરમાં અશુભ થવાની શરૂઆત થઈ ગઈ. આ એક સંકેત છે કે નંદિનીનું આવનાર બાળક આપણા ઘરનો કાળ બની જશે. નંદિનીની કાળમુખી છોકરી ઘરનો વિનાશ નોતરશે." કંચનબેનએ ગુસ્સાથી મોઢું બગાડતાં કહ્યું." અરે બસ બસ કંચન..! તું બહુ દૂરનું ...વધુ વાંચો

8

આત્મજા - ભાગ 8

આત્મજા ભાગ 8" ઓહ..! તો તેના શુભ આગમનથી તું કરોડોની મિલકતની માલકીન બની તેથી તને કીર્તિ વધુ વ્હાલી લાગે એમ ને ? હું હવે સમજ્યો કીર્તિ પ્રત્યેના તારા આટલા બધા સ્નેહ પાછળનું સાચું કારણ..!" કટાક્ષ કરતાં હરખસિંગે કહ્યું." તમે આજ બધું અવળું કેમ બોલો છો ? એવું બિલકુલ નથી કે તેનાં કારણે મને મિલકત મળી આથી મને તેના પ્રત્યે સ્નેહ વધુ છે. હું પણ માં છું. મારામાં પણ મમતા જેવું કંઈક હોય કે નહીં..? " કંચનબેને દલીલ કરતાં કહ્યું. " જો તારામાં ખરેખર મમતા જેવી કોઈ લાગણી હોત તો કદાચ તું પણ નંદિનીની મમતાને સમજી શકતી. આજ તારો નંદિની ...વધુ વાંચો

9

આત્મજા - ભાગ 9

આત્મજા ભાગ 9હરખ સિંગના ઠાઠમાઠ અને જાહોજલાલીના કારણે તથા કીર્તિના સારા નસીબને કારણે કીર્તિના લગ્ન અમેરિકાના એક ઉદ્યોગપતિ સાથે હતા. પૈસે ટકે કીર્તિને કોઈ વાતનું દુઃખ ન હતું.લગ્ન પછી ઘણા દિવસે કીર્તિ તેના પિયરમાં આવી હતી. તેના આવવાથી ઘરમાં ખુશી છવાઈ ગઈ. તેના બે જોડિયા બાળકોના તોફાનથી આખા ઘરમાં રોનક આવી ગઈ. કીર્તિના આવવાથી કંચનબેન તો હરખમાં આવી ગયા હતા. હરખસિંગના ચહેરા પર પણ દીકરીને ઘણા દિવસે મળતા આનંદ છવાઈ ગયો હતો. “ભાભી એક વાત કહું..! હું આવી ત્યારથી તમને જોવું છું. તમે કોઈ ચિંતામાં લાગો છો. શું વાત છે..? મને નહી કહો..?” કીર્તિએ રસોડામાં રસોઈ બનાવતી નંદિનીનો ચહેરો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો