ડરામનો રાત્રિનો ઘોર અંધકાર, ક્યાંક પણ દૃષ્ટિગોચર થતું નાં હતું, સૂનકાર નાં સૂસવાટામાં વિલય થતો ગહન શૂન્યાવકાશ. અંધકાર પ્રકાશને શોધતો ક્ષિતિજ તરફ ડગ માંડતો ક્યાંક ક્ષિતિજમાં જ વિલીન થતો ઓગળી ગયો. તોપણ અંધકાર ગહન અને ગહન ઊંડી કાળી ડીબાંગ રાત્રિ ની ગુફામાં સંતાઈ ગયો. હવે અંધકારને ચીરતો સૂર્યનો પ્રકાશ પૃથ્વીને અજવાળતો ધીમે ધીમે પૃથ્વી પર પ્રકાશના કણક કિરણો પાથરતો આગળ વધી ગયો. દીપ્તિ નિંદ્રામાંથી જાગી ઘડિયાળમાં જોયું અરે ! સવારના ૭ વાગી ગયા છે, દીપ્તિ ઝડપથી રસોડામાં ગઈ. આજે બહુજ મોડું થઈ ગયું દીપ્તિ થી બોલી જવાયું. નિત્ય કર્મથી પરવારી દીપ્તિ ચા પીવા બેઠી ચા ની ચુસ્કીઓ લેતા એ અંતરના ઊંડાણમાં સરી પડી. ઘરમાં એકલી અટૂલી રહેતી દીપ્તિ જાણે એકજ ક્ષણમાં ૨૨ વર્ષ ની જીંદગી જીવી ગઈ. બચપણના સંસ્મરણો એના મનના ઊંડાણમાં વિખેરાઈ ગયા. મમ્મી પપ્પાનો ચહેરો તેના માનસપટ પર દેખાતો જ ન હતો, દીપ્તિ કારણ શોધવા બેઠી ત્યારે તેને ખબર પડી કે મારો જન્મ થતાંની સાથે જ મમ્મી પપ્પા જીવનની અંતિમ ક્ષણોમાં પ્રભુનાં ધામમાં વિદાય થયાં હતા. નાણીને સહારે જીવન પાંગળ્યું, યૌવનને આંગણે આવતા સુધીમાં નાણી પણ કાળધર્મ પામી.

1

અજાણતો દિવ્યપ્રકાશ - ભાગ 1

ડરામનો રાત્રિનો ઘોર અંધકાર, ક્યાંક પણ દૃષ્ટિગોચર થતું નાં હતું, સૂનકાર નાં સૂસવાટામાં વિલય થતો ગહન શૂન્યાવકાશ. અંધકાર પ્રકાશને ક્ષિતિજ તરફ ડગ માંડતો ક્યાંક ક્ષિતિજમાં જ વિલીન થતો ઓગળી ગયો. તોપણ અંધકાર ગહન અને ગહન ઊંડી કાળી ડીબાંગ રાત્રિ ની ગુફામાં સંતાઈ ગયો. હવે અંધકારને ચીરતો સૂર્યનો પ્રકાશ પૃથ્વીને અજવાળતો ધીમે ધીમે પૃથ્વી પર પ્રકાશના કણક કિરણો પાથરતો આગળ વધી ગયો.દીપ્તિ નિંદ્રામાંથી જાગી ઘડિયાળમાં જોયું અરે ! સવારના ૭ વાગી ગયા છે, દીપ્તિ ઝડપથી રસોડામાં ગઈ. આજે બહુજ મોડું થઈ ગયું દીપ્તિ થ ...વધુ વાંચો

2

અજાણતો દિવ્યપ્રકાશ - ભાગ 2

પૃથ્વીની ક્ષિતિજ પર ભાસ્કરના કોમળ કિરણો સોનેરી રંગની ચાદર પાથરી ને ક્ષિતિજની સોભા વધારતા અને નયનરમ્ય દ્રશ્યો આકાર લેતી જાણે નવીનવેલી દુલ્હન જેવી સુંદર દેખાતી હતી. ઠંડકની ધીમી લહેર તો શાંત સુર-તાલ નાં પરીનીવેશ માં વિખેરાઈ ને વાતાવરણને સુંદર બનાવતી હતી. પંખીઓનો મીઠડો કલરવ ગનધર્વ સંગીતને પણ સર્માવે તેવો લાગતો હતો. કોઈ અગમ્ય દિવ્ય સ્પંદનો અનેક હૈયાઓ ને પુલકિત કરતા હતા. સુગંધી સમીર આણંદે હરખતાં હૈયે હરેક નાં હૈયાને આનંદથી ભરી દેતો હતો. સુસંસ્કૃત સ્પંદનો લહેરાઈ રહ્યાં હતા. ગાય નાં ધન અને બાંસુરી ની મીઠી સુરાવલીની મોહિની મોહિત કરતી હતી.સવારના ૬:૦૦ વાગ્યા હતા. દીપ્તિ જલ્દીથી ફ્રેશ થઈને ઘરની બહાર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો