ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની...

(22)
  • 26.7k
  • 9
  • 14.3k

નોંધ : આપણા ધારાવાહિકના ઘણા પાત્રો ગુજરાતી નથી પણ અન્ય રાજ્યના એટલે કે હિંદી બોલવાવાળા છે પણ વાંચનમાં ખલેલ ન પહોંચે અને એક રસ જળવાય રહે તેના માટે બધા સંવાદો ગુજરાતીમાં જ રાખેલ છે. તેમજ આ ધારાવાહિક કે ધારાવાહિક લખનારને કોઈ પ્રદેશ સાથે કોઈ વાંધો નથી. જે સવાંદો કે રમૂજ પ્રદેશ માટે વપરાયેલ છે તે ફકત વાર્તા માટે જ છે. તેમજ અહીંયા દરેક પાત્રો કોઈ રહસ્ય સાથે જોડાયેલ છે એટલે પાત્ર પરિચય વિના સીધા જ જોડાઈએ આપણા ગેંગસ્ટરની પ્રેમ કહાનીમાં.....

1

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 1

ૐ નોંધ : આપણા ધારાવાહિકના ઘણા પાત્રો ગુજરાતી નથી પણ અન્ય રાજ્યના એટલે કે હિંદી બોલવાવાળા છે પણ વાંચનમાં ન પહોંચે અને એક રસ જળવાય રહે તેના માટે બધા સંવાદો ગુજરાતીમાં જ રાખેલ છે. તેમજ આ ધારાવાહિક કેધારાવાહિક લખનારને કોઈ પ્રદેશ સાથે કોઈ વાંધો નથી. જે સવાંદો કે રમૂજ પ્રદેશ માટે વપરાયેલ છે તે ફકત વાર્તા માટે જ છે. તેમજ અહીંયા દરેક પાત્રો કોઈ રહસ્ય સાથે જોડાયેલ છે એટલે પાત્ર પરિચય વિના સીધા જ જોડાઈએ આપણા ગેંગસ્ટરની પ્રેમ કહાનીમાં.....(study અને further works ની વચ્ચે ખાસ સમય કાઢીને આ ધારાવાહિક લખું છું તો please તમારા પ્રતિભાવ આપી પ્રોત્સાહિત જરૂથી કરજો. ...વધુ વાંચો

2

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 2

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ રેલવે સ્ટેશન પર ઉભો હોય છે ત્યારે તે યુવતી સાથે ટકરાય છે. તેની બોલાચાલી થાય છે ત્યાં યુવતી તેને ગળે લાગી જાય છે અને ખબર પડે છે કે તે યુવતી પાછળ ગુંડાઓ પડ્યા હોય છે યુવતી ત્યાંથી નીકળવા જાય છે કે ધ્રુવ તેને રોકી લે છે ત્યાં ગુંડાઓ યુવતીને જોઈ લે છે એટલે બંને ભાગીને ટ્રેઇનમાં ચઢી જાય છે. ધ્રુવ આ બધું જોઇને ડરી જાય છે અને ડરીને યુવતીને ત્યાં જ છોડીને જતો રહે છે.હવે આગળ....)ત્યાં ટ્રેઇનનું હોર્ન સંભળાયું. યુવતી ધ્રુવને જતા જોઈ રહી, ત્યાં તેને ગુંડાઓનો આવવાનો અવાજ સંભળાયો. યુવતીએ એક કપલ ...વધુ વાંચો

3

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 3

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે એક કપલ યુવતીને ગુંડાઓથી બચાવી લે છે. તે યુવતીનું નામ વંશિકા હોય છે.વંશિકા પાસે ના હોવાથી તેને સમસ્તીપુર સ્ટેશન ઉતરી જવું પડ્યું ત્યાં તેને ફરીથી ધ્રુવ મળી ગયો. ધ્રુવને તેની પરિસ્થિતિની જાણ થતા તેને પોતાની ફ્રેન્ડની સીટ આપી દે છે અને વંશિકાને પૂછે છે કે તે ક્યાં જશે ત્યારે વંશિકા કઈક વિચારીને અમદાવાદ આવવાનું નક્કી કરે છે અને ધ્રુવને જણાવે છે. હવે આગળ.....)બપોરનો સમય હતો. વંશિકા હજુ બારી પાસે બેઠી હતી પણ ધ્રુવ! ધ્રુવ સખણો બેસે તો ધ્રુવ થોડી કેહવાય. વંશિકા ભલે તેની જોડે વાત નહતી કરતી પણ તેણે તો ત્યાં બીજી સીટોમાં જે ...વધુ વાંચો

4

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 4

ૐ (આગળના ભાગમાં તમે જોયું હતું કે ધ્રુવ અને વંશિકા એક આખો દિવસ ટ્રેઇનમાં પસાર કરે છે. રાત્રે વંશિકાને ના હોવા છતાં બધા તેને આગ્રહ કરતા તે ગુસ્સામાં થાળીનો ઘા કરી દે છે આ ઘટનાથી બધા ચોંકી જાય છે જ્યારે ધ્રુવ શાંત થઈ જાય છે. રાત્રે વંશિકા ધ્રુવની માંફી માંગવા જાય છે ત્યારે અચાનક ટ્રેઇનમાં બ્રેક લાગતા તે પડી જાય છે અને ધ્રુવ જમીન પર હથોનો ટેકો લઈ વંશિકા પર પડતાં બચી જાય છે પણ તેના હાથમાં વંશિકાની ઓઢણી ફસાતા વંશિકાના ચહેરા પરથી ઓઢણી ખસી જાય છે. હવે આગળ....)ધ્રુવની આંખો પહોળી થઇ ગઈ કારણકે ધ્રુવ આખો દિવસ ઓઢણી હટાવવાનો ...વધુ વાંચો

5

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 5

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે વંશિકા પર ધ્રુવ પડી જતાં વંશિકા ઝડપથી ત્યાંથી જતી રહે છે, ધ્રુવ તેનો ચહેરો નથી શકતો. બીજો દિવસ હસી મજાકમાં વીતી જાય છે. ત્રીજે દિવસે સવારે જ્યારે અમદાવાદ પહોંચવા આવ્યા હોય છે ત્યારે બધા ઉઠી ગયા હોય છે પણ વંશિકા સૂતી હોય છે. ધ્રુવ સ્ટેશન આવતા તેને ઉઠાડવાનું વિચારી સુવા દે છે ત્યાં વંશિકા ઊંઘમાં કઈક એવું બોલે છે જે સાંભળીને ધ્રુવ નવાઈ પામે છે અને વંશિકાને ઊંઘમાંથી ઉઠાડે છે અને પૂછે છે. વંશિકા શું જવાબ દેવો તે વિચારમાં પડી જાય છે. હવે આગળ.....)વંશિકાએ આંખો ખોલી અને પોતાનો દુપટ્ટો સરખો કરતા ઊભી થઈ."હું નીચે ...વધુ વાંચો

6

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 6

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ અને વંશિકા અમદાવાદ ઉતરી એક બીજાથી છુટા પડે છે. વંશિકા શહેર માં જાય શું કરે તેને ખબર નહતી અને તેની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. તે જે ચ્હાની લારી પર બેઠી હતી ત્યાંથી તેના માલિકે તેને ઊભી કરી ત્યારે ત્યાં ચ્હા પીવા આવેલ શહેરના નવા dgp એ વંશિકાને પોતાના તરફથી ચ્હા ઓફર કરી પણ વંશિકા તેને ના પાડવા તેના તરફ ફરી ત્યારે તેણે dgp નો ચહેરો જોયો અને ચોંકી ગઈ. તે dgp પર ઢળી પડી અને ત્યાં ધ્રુવ આવી જતા તેણે વંશિકાને તેની બાંહોમાં લઈ લીધી. હવે આગળ....)વંશિકા બેભાન હોસ્પિટલના રૂમમાં ...વધુ વાંચો

7

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 7

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ વંશિકાની હોસ્પિટલમાં સારવાર કરાવે છે અને ડોકટર તેના રિપોર્ટ કરી ધ્રુવને જણાવે છે ચિંતા જેવી વાત તો છે. બીજી તરફ dgp ધ્રુવ અને વંશિકા વિશે વિચારે છે અને બિહારનો સહુથી મોટો ગેંગસ્ટર યશરાજ સિંહ વંશિકા ના મળતા આગબબુલો થાય છે. હવે આગળ...)રાતનો સમય હતો. વંશિકાને હોસ્પિટલમાંથી ડિસચાર્જ મળી ગયું હતું. ધ્રુવ કાઉન્ટર પર બિલ ભરી રહ્યો હતો અને વંશિકા દરવાજા પાસે ઊભી હતી. ધ્રુવ બિલ ભરીને જેવો દરવાજા પાસે આવ્યો તો તેને ત્યાં કોઈ દેખાયું નહિ. ધ્રુવ ચિંતામાં આવી ગયો, તેણે અંદર લોબીમાં આસપાસ બધે નજર કરી પણ વંશિકા ક્યાંય ના દેખાઈ એટલે ...વધુ વાંચો

8

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 8

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ હોસ્પિટલની બહાર નીકળે છે તો તેને વંશિકા ક્યાંય દેખાતી નથી એટલે તે શોધે છે. વંશિકા મળતા તેને ખિજાઈને પોતાના ઘરે લઈ જાય છે. ધ્રુવને કોઈ પોતાના રૂમમાં આવે તે પસંદ નહતું માટે વંશિકા બિલ્લુના રૂમમાં સુવે છે. બીજી તરફ dgp નું નામ ધૈવત હોય છે. તે ઉદાસી સાથે રૂમમાં બેઠો હોય છે, આ જોઈ ગુલાબોને પણ નવાઈ લાગે છે પણ તે કશું બોલતી નથી. ત્યાં ધૈવતના મમ્મી - પપ્પાનો કોલ આવતા વાત કરે છે. બીજી તરફ સવાર પડતા રૂમમાં કોઈ આવે છે અને વંશિકાને જોઇને ડરી જાય છે. હવે આગળ....) સવારે વંશિકા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો