પ્રાર્થી ધમધમતી ચાલે રસોડામાં ગઈ.લાઈટર પણ આજે મિજાજ પારખી ગયું હોય તેમ એક વારમાં ચાલી ગયું.પપ્પા માટે સુપ , ખીચડીને પોતાનાં માટે ટીફીન બનાવતાં જ નવ વાગ્યા.રસોડાનાં અવાજો એનાં મિજાજ સાથે તાલ મિલાવતાં હતાં. ધીરજલાલ પથારીમાં પડ્યાં પડ્યાં વિચારતાં હતાં કે હંમેશા શાંત પ્રેમાળ અને દ્રઢ મનોબળવાળી એની પુથ્થુ કેમ બે ચાર દિવસથી આટલી પરેશાન છે, નહીંતો બાપદીકરીએ પાંચેક વર્ષમાં ક્યાં ઓછાં ઝાંઝવાત જોયા હતાં! રસોડામાંથી પરવારતાં જ નવ વાગ્યા એ ઉતાવળે ધૂંધવાયેલાં મને તૈયાર થઈ.આછાં ગુલાબી રંગની કુર્તી લાઈટ બ્લુ ડેનીમ ખભ્ભાથી નીચે સુધી લહેરાતાં સહેજ ભુખરી છાંટવાળા વાળ, ,કથ્થઈ ભાવવાહી આંખો, ઘાંટી ભ્રમર સાવ ધોળો ફક્ક નહીં પણ ખીલતો ગુલાબી વાન. રોજ અરીસામાં ખુદને જોઈ એને આછેરૂ ગર્વ થતું , આજે ગુસ્સો આવતો હતો.એ બબડી " આ ચહેરાએ જ જિંદગી મુશ્કેલ કરી છે .." ઘડિયાળમાં સાડાનવનો ટકોરો વાગ્યો ને એ રીતસર ભાગી. " જિંદગી પણ આ બાબા આદમનાં વખતની ઘડીયાળ જેવી છે વાગ્યા જ કરે".

1

પ્રેમનો વહેમ - ભાગ 1

ભાગ 1ભાગ1 પ્રાર્થી ધમધમતી ચાલે રસોડામાં ગઈ.લાઈટર પણ આજે મિજાજ પારખી ગયું હોય તેમ એક વારમાં ચાલી ગયું.પપ્પા માટે , ખીચડીને પોતાનાં માટે ટીફીન બનાવતાં જ નવ વાગ્યા.રસોડાનાં અવાજો એનાં મિજાજ સાથે તાલ મિલાવતાં હતાં. ધીરજલાલ પથારીમાં પડ્યાં પડ્યાં વિચારતાં હતાં કે હંમેશા શાંત પ્રેમાળ અને દ્રઢ મનોબળવાળી એની પુથ્થુ કેમ બે ચાર દિવસથી આટલી પરેશાન છે, નહીંતો બાપદીકરીએ પાંચેક વર્ષમાં ક્યાં ઓછાં ઝાંઝવાત જોયા હતાં! રસોડામાંથી પરવારતાં જ નવ વાગ્યા એ ઉતાવળે ધૂંધવાયેલાં મને તૈયાર થઈ.આછાં ગુલાબી રંગની કુર્તી ...વધુ વાંચો

2

પ્રેમનો વહેમ - ભાગ 2

ભાગ 2 પ્રાર્થી ક્યારની પડખાં ઘસતી હતી.શિયાળાની નિરવ શાંતિ વાળી રાત, આખું શહેર નિદ્રાધીન હતું ખાલી ઘડિયાળમાં કાંટા એનો કરતાં હતાં.આગળ શું કરવું એ સુઝતું ન હતું "કાલે પાછો સોમવાર વળી પાછી એ ઓફીસનાં પગથિયાં ચડવાં પડશે. હવે તો એની હિંમત ખુલતા જાય છે..માનસી કહેતી હતી તારી પહેલા જે છોકરી હતી ..તેણે પ્રતિકાર કર્યો તો કોઈ બહાનાં હેઠળ નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું.. અને આવા સદગૃહસ્થને હેરાન કરવાની બદનામી અલગ.. છે પણ એવો જોતાં જરાપણ ખંધો ન લાગે.હંમેશા સફેદ વસ્ત્રો, રીમલેશ ચશ્માં હાથમાં નંગની વીંટીઓ સિવાય કોઈ આભૂષણ નહીં ન કોઈ વ્યસન..ન વાતની સફેદીને રંગોથી ઢાંકે. પંચાવન વર્ષનાં સીધાં સાદા ...વધુ વાંચો

3

પ્રેમનો વહેમ - ભાગ 3

ભાગ 3 આજ એકદમ ખુશમિજાજ અને હસતાં ચહેરે પ્રાર્થીને આવતાં જોઈ , માનસી પણ ખુશ થઈ ," શું વાત આજ પહેલાં દિવસે ઓફીસ જોઈન કરી તેવી ખુશ લાગે છે." હા એવું જ સમજ હવે મારી મુશ્કેલીઓનો અંત આવી જશે અને એની શરૂઆત થઈ ગઈ છે." એણે મોઘમ જવાબ આપ્યો. "આજથી એ ખંધો તો મારાથી દૂર જ ભાગશે ખોટી રીતે તો હેરાન નહીં જ કરે" ." એમ એવો તો તે શું ઉપાય કર્યો?" માનસીની ઉત્સુકતા વધી. એવામાં જ શ્રીકાંતનું આગમન થયું એટલે સહું ચુપચાપ કામે વળગ્યાં. બે ત્રણ કલાક વિત્યાં તોય શ્રીકાંતે પ્રાર્થીને એકપણ વાર બોલાવી નહીં તેથી સહુંને નવાઈ ...વધુ વાંચો

4

પ્રેમનો વહેમ - ભાગ 4

સુશીલા વિહાગનાં કમરામાં હુંફાળું તેલ લઈને ગઈ, આ તેનો નિત્યક્રમ જ્યારે તે થાકેલો કે ઉદાસ જણાય એ વાળમાં તેલ દે અને અંતરમુખી દિકરા સાથે વાત કરી એનાં મનનો તાગ મેળવે , એને કંઈ કહેવું હોય સમજાવવું હોય તો આ ઉત્તમ સમય . એની ડાયરીમાં કંઈક ટપકાવતાં વિહાગને ખલેલ ન પહોંચે એમ સુશીલા એને ગમતી આર્મચેર પર બેસી ગઈ થોડીવાર પછી લખવાનું પુરું થયું એટલે વિહાગ એનાં પગ પાસે બેસી ગયો. મા દીકરા વચ્ચે અલગ જ ટ્યુનિંગ હતું. આદર અને પ્રેમનું આગવું સંયોજન.એનાં ઘુંઘરાળા વાળમાં માની હેતાળ આંગળીઓ ફરતી એ એનાં માટે થેરાપી જેવું. સુશીલાએ શબ્દો ચોર્યા વિનાં સીધું જ ...વધુ વાંચો

5

પ્રેમનો વહેમ - ભાગ 5

ભાગ 5 ભાગ 5 અભ્યાસક્રમ ચાલું થવાને અઠવાડિયાની વાર હતી , ત્યાં એણે રાજીનામું મુકી દીધું, એને હતું શ્રીકાંત મહિનાનો નોટિસ પિરીયડ ભરવાનું કહેશે.પણ એણે તો તુરંત જ રાજીનામું મંજુર કરી દીધું.એને મનમાં હાશકારો થયો " હવે સુશિલાનો આ બલા સાથે પનારો નહીં પડે. એનાં મનમાંથી વાત નીકળી જશે". બીજી તરફ પ્રાર્થી પ્રત્યે અપાર લાગણી રાખનાર મગનકાકાનેય રાહત થઈ, "સારું થયું એ ઘરમાં એને ઝાંઝવાનાં જળ પાછળ ભાગવું પડત".. એ વિહાગની હાલતનાં સાક્ષી હતાં" એનું મન એવાં રણ જેવું એમાં ક્યારેય ફુલ ન ઉગત." પ્રાર્થીનાં મન તોય ચિંતાઓનાં પહાડ હેઠળ દબાયેલું હતું.પપ્પાએ જિદ્ કરી નોકરી છોડાવી, ફી પણ મમ્મીનાં ...વધુ વાંચો

6

પ્રેમનો વહેમ - ભાગ 6

વિહાગે આવતાંની સાથે જ ઓફીસે જવાનું ચાલું કરીદીધું.સુશીલાએ જ્યારે થોડાં દિવસ પછી પુછ્યું હવે તોઓફિસ પણ ચાલું કરી દીધી..હવે આગળ શુંવિચાર્યું છે? ત્યારે એણે કહ્યું" મા મેં મારા નસીબનેસ્વિકારી લીધું છે. હવે લડવાથી હાર જ છે, તને મારાંમાટે જે યોગ્ય હોય તે કરો. સુશીલાનું ચાલે તો તરત જ પ્રાર્થીને વહું બનાવીને ઘરે લાવી દે. પ્રાર્થી માટેની એની લાગણી એને રોકી હતી.પોતાનાં દિકરા માટે પ્રાર્થી દુઃખી થાય એ એને મંજુર નહતું. એણે એક બે મહિના રાહ જોવાનું વિચાર્યું. વિહાગને ખુદથી ડર લાગતો હતો , એ સમજતો જોએ આ બધાંમાંથી જલ્દી બહાર નહી આવે તો .આગુસ્સો આ જખ્મો એને ડીપ્રેશનની એવી ...વધુ વાંચો

7

પ્રેમનો વહેમ - ભાગ 7

ભાગ 7 પ્રાર્થી નચિંત હતી.વિહાગ સાથેની મુલાકાત અને સ્પષ્ટતાં પછી એને ભવિષ્ય સુરેખ લાગતું હતું. પપ્પા પાસે અઠવાડિયું વિચારવાનો માગ્યો ત્યારે મનમાં ક્યારેકજાગેલું આકર્ષણ નિર્ણય પર હાવી ન થાય એનું ખાસ ધ્યાન રાખેલું. ક્યારેક સ્મિતનો વિચાર આવતો તેમાં સહાનુભૂતિ વિશેષ હતી.વિહાગનાં વર્તન પરથી અંદાજો હતો કે એ ચોટ ખાયેલી વ્યક્તિ છે, પરંતું બીજી યુવતીઓની જેમ એણે ક્યારેય પ્રીન્સ ચાર્મીંગનાં ખ્વાબ નહોતાં સજાવ્યાં એ સન્માન અને સમજણ ઈચ્છતી. વિહાગને મળી ત્યારે એ એની ખુબસૂરતીથી થોડો આકર્ષાયેલો હતો, એને મનમાં થોડી શરમાળ મધ્યમવર્ગીયયુવતીનું ચિત્ર હતું જે પોતાનાં માટે એક અહોભાવ રાખે અને વિહાગમય બની જાય.એનાં મનની અસુરક્ષા આવિચારને પોષતી.પાર્થી એ માતા ...વધુ વાંચો

8

પ્રેમનો વહેમ - ભાગ 8

ભાગ 8પ્રાર્થીએ મનને ટટોળ્યું અને નક્કી કર્યું.આ બધી મુંઝવણોમાં હું મારાં જીવનનું ધ્યેય નહીં ભુલાવી દઉં.એણે નવા સંબંધને થોડો આપવાનું નક્કી કર્યું. સાથે પોતાનું સંપુર્ણ ધ્યાન ભણવામાં કેન્દ્રિત કર્યું.થોડાં સમયમાં સુશિલા શેઠાણીનાં મા મરણ પથારીએ હોવાથી તેમને તેમનાં વતન જવાનું થયું. એ પ્રાર્થીને ભલામણ કરતાં ગયાં" અઠવાડિયાં માં એક વખત આંટો મારજે".શ્રીકાંત આ તકની જ રાહ જોતો હતો .એણે મનમાં પાસા ગોઠવવાં માંડ્યાં.એણે વિહાગને એક સાંજે પુછ્યું" તું પ્રાર્થીનું ધ્યાન તો રાખે છે ને? મારા મિત્રની દિકરી છે , એને જરાય ઓછું ન આવવું જોઈએ. મારાં માટે એ દિકરી સમાન જ છે."વિહાગે કહ્યું " તમારી અને મમ્મીની પસંદનું માન ...વધુ વાંચો

9

પ્રેમનો વહેમ - ભાગ 9

પ્રકરણ 9પ્રાર્થી સીધી પોતાનાં રૂમમાં ગઈ એને અપમાનિત થવાં કરતાં વધારે ભયંકર ગુસ્સો આવતો હતો.ધીરજલાલને નવાઈ લાગી પ્રાર્થી હંમેશા આવીને હાલચાલ પુછતી.જ્યાં કે નહીં દવા લીધી કે નહીં.રૂમમાં જઈ પ્રાર્થી થોડીવાર એમ જ બેસી રહી પછી એને ખ્યાલ આવ્યો પપ્પાને તો જમવાનું પુછ્યું જ નહીં.એ ફટાફટ કપડાં બદલી બહાર આવી.ચહેરાનાં ભાવ સાવ સામાન્ય રહે એવી સભાનતાંપૂર્વક કોશીશ કરી ને એણે ધીરજલાલને જમવાનું પુછ્યું અને પીવાની બાકી રહેલી દવા આપી.અચાનક એને અહેસાસ થયો જેમ મને મારાં પપ્પામાટે લાગણી છે એમ એને પણ હશે જ ને! હું એને હમણાં મળી એવામાં દેખીતાં જ એ એનાં પપ્પા જે કે તે માની જ ...વધુ વાંચો

10

પ્રેમનો વહેમ - ભાગ 10

ભાગ 10 શ્રીકાંત ને મનમાં ગુસ્સો આવતો હતો.સુશીલાનાં મનમાંથી એ છોકરીનું ભૂત ઉતરતું નથી કંઈક કરવું પડશે.આ છોકરી મને ડુબશે. એણે બહું મનોમંથનનાં અંતે સુશીલા સાથે સીધી વાત કરવાનું નક્કી કર્યું. સવારમાં મંદિરે જતાં એણે દાણો દાબ્યો" કેમ તારી વહું મંદિરે નથી આવતી? તારી જોડે પણ નહીં." " તને ભલે મારાં માટે પુર્વાગ્રહ હોય માન કે ન માન એ છોકરી પ્લાન કરીને જ આપણાં પરિવારમાં આવી છે." તે દિવસે એ પ્લાન મુજબ જ તને પહેલીવાર મળવાં મંદિરે આવી હતી, પછી ક્યારેય જોઈ છે, એકવાર પણ?" સુશીલા શ્રીકાંતની ફીતરત અને એનાં વિચાર બંનેથી સારી પેઠે વાકેફ હતી.છતાં, આ વાતે એને ...વધુ વાંચો

11

પ્રેમનો વહેમ - ભાગ 11

પ્રાર્થી પેનથી નોટબુકનાં છેલ્લાં પાનાં પર આમતેમ લીધાં કરતી હતી.આ સેમેસ્ટર પુરું થવાનું હતું હવે છેલ્લું સેમેસ્ટર ચાલું થાય કંઈક તો નિર્ણય લેવો પડશે. સુશીલાની વાપશીએ એનાં મન પર બોજ વધારી દીધો હતો.એ ગમે તેમ પણ એક મા હતી પોતાનાં દીકરાનું તો હીત પહેલાં જ રાખે....પ્રાર્થી વિચારોમાં એટલી મગ્ન હતી કે સ્મીતક્યારે આવીને બાજુમાં બેસી ગયો એનો ખ્યાલ જ ન રહ્યો." વાહ, સરસ મોર્ડન આર્ટ ચિતર્યું છે, તારાં મનની જેમ ગુંચવાયેલું." " ના..ના એ તો એમ ...જ". " હું તને નાનપણથી ઓળખું છું જ્યારે તું ચિંતામાં હોય કેમુંઝવણમાં ત્યારે આમ લીટા કરવાં અને પેન ચાવવી એ તારી આદત છે.સ્મિતે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો