આ નવલકથામાં કૅપ્ટન દિલીપનું એક નવું જ...એક કેદી તરીકેનું રૂપ આપને જોવા મળશે. રોનાં બે જાસૂસો વિનાયક બેનરજી તથા પ્રભાત રાઠોડને એક ખાસ મિશન પાર પાડવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી મિશનની સફળતા બાદ પ્રભાત ભારત પાછો ફરીને મિશન નિષ્ફળ થયું હોવાનું જણાવે છે અને મિશનની સફળતાના દસ્તાવેજો સરકારને સોંપતો નથી. પણ તે ખોટું બોલે છે એની ખબર પડતાં જ તેને બેલાપુરની અભેદ કિલ્લા જેવી જેલમાં ધકેલી દેવામાં આવે છે. બીજી તરફ એણે વિનાયક સાથે જે મિશન પાર પાડ્યું હોય છે તેના દસ્તાવેજો કબજે કરવા માટે પાકિસ્તાનથી પણ આઈ.એસ.આઈ.ના અનવર તથા રૂખસાના નામના બે એજન્ટો ભારત આવે છે. પરંતુ ભારત સરકારને તેમના આગમનની અગાઉથી જ ખબર પડી ગઈ હોય છે. ત્યાર બાદ શરૂ થાય છે દિલીપ તથા એ બંને એજન્ટોની ચાલબાજી અને દિલો-દિમાગને હચમચાવી મૂકનારા દિલધડક પ્રસંગોની હારમાળા..! દિલીપ પોતાની સામે આવતી તમામ મુશ્કેલીઓનો પૂરી દિલેરી અને નિડરતાથી સામનો કરીને સફળતાપૂર્વક પોતાનું મિશન પાર પાડે છે.

Full Novel

1

સૈલાબ - 1

। સનસનાટીભરી રહસ્યકથા । કનુ ભગદેવ આ નવલકથામાં કૅપ્ટન દિલીપનું એક નવું જ...એક કેદી તરીકેનું રૂપ આપને જોવા મળશે. બે જાસૂસો વિનાયક બેનરજી તથા પ્રભાત રાઠોડને એક ખાસ મિશન પાર પાડવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી મિશનની સફળતા બાદ પ્રભાત ભારત પાછો ફરીને મિશન નિષ્ફળ થયું હોવાનું જણાવે છે અને મિશનની સફળતાના દસ્તાવેજો સરકારને સોંપતો નથી. પણ તે ખોટું બોલે છે એની ખબર પડતાં જ તેને બેલાપુરની અભેદ કિલ્લા જેવી જેલમાં ધકેલી દેવામાં આવે છે. બીજી તરફ એણે વિનાયક સાથે જે મિશન પાર પાડ્યું હોય છે તેના દસ્તાવેજો કબજે કરવા માટે પાકિસ્તાનથી પણ આઈ.એસ.આઈ.ના અનવર ...વધુ વાંચો

2

સૈલાબ - 2

૨. ખૂની નાટક રોયલ કેસિનો... ! વિશાળગઢના ધોબીઘાટ વિસ્તારમાં આવેલાં મામૂલીથી માંડીને ઉચ્ચ સ્તરનાં જુગાર રમાતા હતા. ત્યાં હંમેશા ભીડ રહેતી હતી. બપોરનાં એક વાગીને ઉપર પાંચ મિનિટ થઈ હતી. કેસિનોમાં હંમેશની માફક ભીડ હતી. એ જ વખતે દિલીપ અંદર પ્રવેશ્યો. અત્યારે એ પોતાનાં પૂર્વ પરિચિત વસ્ત્રોમાં સજ્જ હતો. લાંબો- કાળા કલરનો ઑવરકોટ, અને મસ્તક પર ફેલ્ટ હેટ... ! અલબત્ત, એનો ચહેરો ક્લિન શેવ્ડ હોવાને બદલે દાઢી-મૂંછવાળો હતો. કેસિનોમાં ઘૂસતાં જ એણે સ્ટાફના એક માણસને પકડ્યો. ‘ચીનુ ક્યાં છે...?’ એ રીઢા ગુંડા જેવા અવાજે બોલ્યો. ‘ચીનુ... ?’ સ્ટાફનો કર્મચારી હેબતાયો, ‘કોણ ચીનુ... ?’ જવાબમાં દિલીપે ગજવામાંથી એક ફોટો કાઢીને ...વધુ વાંચો

3

સૈલાબ - 3

૩. શિકાર અને શિકારી દિલીપ જોર જોરથી બંગલાનો દરવાજો ખટખટાવતો હતો. સાથે જ તે ઊંચા અવાજે દરવાજો ઉઘાડવા માટે પણ પાડતો હતો. વળતી જ પળે દરવાજો ઊઘડ્યો. દરવાજો ઉઘાડનાર બીજું કોઈ નહીં, પણ ગણપત પાટિલ જ હતો... ! ‘કોણ છો તું... ?’ એણે કર્કશ અવાજે પૂછ્યું, આટલી મોડી રાત્રે શા માટે...’ એની વાત અધૂરી રહી ગઈ. ‘મારું નામ શંકર છે શંકર... !' કહેતાં કહેતાં દિલીપે સ્ફૂર્તિથી રિવૉલ્વર કાઢીને તેની નળી ગણપતની છાતી પર ગોઠવી અને પછી તેને હડસેલીને અંદર લઈ ગયો. અંદર પ્રવેશ્યા પછી એ દરવાજો બંધ કરીને સ્ટોપર ચડાવવાનું નહોતો ભૂલ્યો. ‘શ...શંકર... !' ગણપતનો અવાજ તરડાઈ ગયો, ‘તું... ...વધુ વાંચો

4

સૈલાબ - 4

૪ શંકાનાં વમળ... અનવર હુસેન તથા રૂખસાનાના ચહેરા પર પરમ તૃપ્તિનાં હાવભાવ છવાયેલાં હતા. થોડી વાર પહેલાં જ તેમણે સુખ માણ્યું હતું. ત્યાર બાદ ટી.વી. પર સમાચાર જોયા પછી રૂખસાનાએ ટી.વી. બંધ કર્યું અને પલંગ પર અનવરની બાજુમાં બેઠાં પછી ટેબલ પર પડેલી કીટલીમાંથી કૉફીનાં બે કપ તૈયાર કરવા લાગી. ‘અનવર... !’ તે એક કપ અનવરના હાથમાં મૂકતા બોલી, ‘આ સમગ્ર મામલામાં મને એક વાત ખૂબ જ વિચિત્ર અને અજુગતિ લાગે છે.’ ‘કઈ વાત...?’ અનવરે પ્રશ્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહેતાં પૂછ્યું. ‘આપણે આપણા મિશનથી ગણપતને વાકેફ કર્યો, એ વાતને વધુ દિવસો નથી થયા. તને યાદ છે ?' પહેલી ...વધુ વાંચો

5

સૈલાબ - 5

૫. નાનો ઝગડો, મોટી ચાલ... ! બપોરે જમ્યા પછી દિલીપ આરામથી ખુરશી પર બેસીને સગારેટનાં કશ ખેંચતો હતો. જ્યારે સોફાચર પર બેઠેલો ગણપત આશાભરી નજરે તેની સામે તાકી રહ્યો હતો. પોતે જાણે દિલીપને નહીં, પણ પચીસ લાખ ડૉલરનાં ઢગલાને જોતો હોય, એવા હાવભાવ એનાં ચહેરા પર ફરકતા હતા. ‘મારા પ્રસ્તાવ વિશે તે કંઈ વિચાર્યું શંકર ?' છેવટે હિંમત કરીને એણે પૂછ્યું. ‘હા, વિચાર્યું... ઘણું વિચાર્યું છે મિસ્ટર ગણપત.' દિલીપ સહમતિ સૂચક ઢબે હલાવતાં બોલ્યો. ‘તો પછી તારો શું નિર્ણય છે?' ‘નિર્ણય જણાવતાં પહેલાં હું મારા મગજમાં ઉદ્ભવેલા અમુક સવાલોના જવાબ જાણવા માંગુ છું.' ‘કેવા સવાલ ?’ દિલીપનો દેહ ખુરશી ...વધુ વાંચો

6

સૈલાબ - 6

6 બેરેક નં-૫ પાંચ નંબરની બૅરેકમાં પહોંચીને દિલીપે રાહતનો શ્વાસ લીધો. હવે એ પોતાનાં નિર્ધારિત સ્થળે આવી ગયો હતો. જ તેને આ જેલ તોડવાની પોતાની યોજના આગળ ધપાવવાની હતી. પાંચ નંબરની બૅરેકમાં પ્રભાત રાઠોડને શોધવામાં પણ એને મુશ્કેલી ન પડી. થોડી વારમાં જ પ્રભાત એની નજરે ચડી ગયો. તે પોતાના દેહ ફરતે ધાબળો વિંટાળીને એક ખૂણામાં બેઠો બેઠો જાણે પોતાનું ભાવિ જાણવાનો પ્રયાસ કરતો હોય, એ રીતે પોતાની હથેળી સામે જોતો હતો. એનો ફૌજી જેવો દેખાવ હજુ યથાવત હતો. અલબત્ત એનાં ચહેરા પર દાઢી વધી ગઈ હતી. દિલીપ તેનાંથી થોડે દૂર જઈને બેસી ગયો. ત્યાર પછીના બે કલાક એણે ...વધુ વાંચો

7

સૈલાબ - 7

૭. પ્રભાતનો ખુલાસો... ! બેલાપુરની જેલમાંથી ફરાર થવા માટે દિલીપે ખૂબ જ બારીકાઈથી જેલની એક એક વસ્તુનું નિરીક્ષણ શરૂ દીધું હતું. ફરાર થવાની કોઈ પણ યોજના બનાવતાં પહેલાં તમામ વિગતો જાણી લેવી જરૂરી હતી.. એ જ દિવસે એક વિચિત્ર બનાવ બન્યો. દિલીપ તથા પ્રભાતને કેદીઓનાં એઠાં વાસણ સાફ કરવાની કામગીરી સોંપવામાં આવી. પીતાંબર તરત જ દિલીપ પાસે દોડી ગયો. ‘શંકર.' એ ઉતાવળા અવાજે બોલ્યો, ‘જો તું કહેતો હો તો આ કામ માટે હું તારી જગ્યાએ કોઈક બીજાંને ગોઠવી દઉં.' ‘ના...’ દિલીપે નકારમાં માથું હલાવ્યું, ‘એવું કરવાની કંઈ જરૂર નથી.' ‘પણ….' ‘તુ સમજતો કેમ નથી પીતાંબર ?' દિલીપ ધીમા પણ ...વધુ વાંચો

8

સૈલાબ - 8

૮: રોકડાની માયા... ! પ્રભાતની વિદાય થયાં પછી દિલીપ તાબડતોબ ટૉયલેટમાં પહોંઓ અને એણે તરત જ ટ્રાન્સમીટર પર નાગપાલનો સાધ્યો. 'બોલ, પુત્તર' સામે છેડેથી નાગપાલનો વ્યાકુળ અવાજ સંભળાયો, ‘શું રિપોર્ટ છે ?’ ‘મારી શંકા બિલકુલ સાચી હતી અંકલ.’ દિલીપ ધીમા અવાજે બોલ્યો, 'પ્રભાતે દેશ સાથે જે દ્રોહ કર્યો છે તેની પાછળ ખરેખર એક ઘટના બની હતી. આજે મેં એ ઘટનાની વિગતો પણ મેળવી લીધી છે.’ 'કેવી ઘટના.’ ‘અંકલ, પ્રભાત પાકિસ્તાનમાં એક પરિણીત યુવતીનાં પ્રેમમાં પડ્યો છે અને એનાં માટે જ એણે દેશદ્રોહ કર્યો છે.' કહીને દિલીપે ટૂંકમાં પણ મુદાસર બધી વિગતો જણાવી દીધી. ‘ઓહ... તો પ્રભાત પાકિસ્તાનમાં રૂખસાના નામની ...વધુ વાંચો

9

સૈલાબ - 9

૯ : નિષ્ફળ વાકુપટૂતા... ! ગણપત પાટિલ ફરીથી એક વાર શેરેટોન હોટલમાં જઈ અનવર હુસેનને મળ્યો. અનવર અને રૂખસાના વાર પહેલાં જ બહારથી પાછા ફર્યા હતા. બંને ખૂબ જ ખુશ હતાં. પરંત ગણપતને જોતાં જ એમનાં ચહેરાં પરથી આનંદ અદૃશ્ય થઈ ગયો. ‘શું રિપોર્ટ છે?' અનવરે ઉત્સુક અવાજે પૂછ્યું. 'રિપોર્ટ તો જોરદાર છે બોસ.' ગણપત ખુરશી ખેંચીને તેમની સામે બેસતા ખુશખુશાલ અવાજે બોલ્યો, 'આજે સવારે જ પતાંબર સાથે મારે વાત થઈ હતી. એણે બહ સારા સમાચાર આપ્યા છે.' 'કેવા સમાચાર?' 'પીતાંબરના કહેવા મુજબ શંકરે જેલમાંથી ફરાર થવાની યોજના બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વાતના અનુસંધાનમાં એણે ગઈ. કાલે ...વધુ વાંચો

10

સૈલાબ - 10

૧૦ : પ્રભાતની શંકા...! દિલીપની કાર્યવાહીમાં હવે ઝડપ આવી ગઈ હતી. એનું દિમાગ એકદમ સક્રિય બની ગયું હતું. અને પળે પળે નવી નવી વાતો વિચારતો હતો. એણે ગણપતને મોટરબોટ તથા હથિયારોની વ્યવસ્થા કરવાનું જરૂર કહી દીધું હતું. પરંતુ એના પ્રયાસો હજુ પણ જેલમાંથી ફરાર થવાની જરૂર ન પડે, એવા જ હતા. શક્ય હોય તો તે એમ ને એમ જ પ્રભાત પાસેથી ફાઈલ તથા પેઈન્ટિગ વિશે જાણી લેવા માંગતો હતો. અલબત્ત, આ કામ સરળ નથી એ હકીકતથી પણ તે પૂરેપૂરો વાકેફ હતો. પરંતુ તેમ છતાંય એ દિવસે એણે તક મળતાં જ આ બાબતમાં પ્રભાત સાથે વાત કરી. બપોરના બે વાગ્યા ...વધુ વાંચો

11

સૈલાબ - 11

૧૧.માઇક્રોફોનનો ભેદ... ! ગણપત મોટરબોટ ચાલકની વ્યવસ્થા માટે ખરે ખૂબ જ દોડાદોડ કરતો હતો. હવે તો એણે આ કામ પોતાનાં કેટલાંય માણસોને પણ કામે લગાડી દીધા હતા. પરંતુ આટલા આટલા પ્રયાસો પછી પણ એને નિષ્ફળતા જ સાંપડી હતી. શનિવારની રાત સુધી પણ એ કે એનાં માણસો કોઈ મોટરબોટ ચાલકની વ્યવસ્થા ન કરી શક્યા. ગણપત એકદમ નિરાશ થઈ ગયો. પોતાનો સંઘ કાશીએ નહીં પહોંચે એવો ભાસ એને થવા લાગ્યો. પરંતુ રવિવારે સવારે એણે અખબારમાં એક સનસનાટીભર્યા સમાચાર વાંચ્યા. આ સમાચાર વાંચતા જ એનું અશક્ય કામ અચાનક જ શક્ય બની ગયું. અખબારમાં છપાયેલા એ સમાચાર મનમોહન નામના એક માણસ વિશે હતા. ...વધુ વાંચો

12

સૈલાબ - 12

૧૨ : મોતની સફર... ! અનવર તથા રૂખસાના ગણપત પાટીલનાં બંગલે પહોંચ્યા ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. અત્યારે ક-સમયે બંનેને આવેલાં જોઈને ગણપતના આશ્ચર્યનો પાર ન રહ્યો. 'શું વાત છે બોસ...?' એણે ડધાયેલાં અવાજે પૂછ્યું, ‘આટલી મોડી રાત્રે શા માટે આવવું પડ્યું...? મને ફોન કર્યો હોત હું. પોતે આવી જાત... !' 'પહેલાં નિરાંતે બેસી જા... પછી વાતો કરીએ... !' અનવરે કહ્યું. એ પોતાની જાત પર કાબૂ મેળવી ચૂક્યો હતો. ત્રણેય બંગલાનાં વિશાળ ડોઈંગ રૂમમાં આવીને બેઠા. બંગલાનો રસોયો પીટર પણ ત્યાં હાજર હતો અને અનવર તથા રૂખસાનાનું આગમન થયું ત્યારે તે ગણપતની સાથે બેસીને ટી.વી. જોતો હતો. ગણપતે તેને ...વધુ વાંચો

13

સૈલાબ - 13 - છેલ્લો ભાગ

૧૩ : આંધળો પ્રેમ અને અંજામ ઘાસ પર પડેલાં દિલીપે ચિત્કાર સાથે પોતાની આંખો ઉઘારી ગણપત વિગેરેનાં વિદાય થયા પંદરેક મિનિટ પછી જ તે ભાનમાં આવી ગયો હતો. એનાં ખભા પર બે ગોળીઓ વાગી હતી. એટલું સારું હતું કે બેમાંથી એકેય ગોળી, જીવલેણ પુરવાર થાય. એવી જગ્યાએ નહોતી વાગી. મનમોહનનો મૃતદેહ હજુ પણ અવળા મોંએ એનાંથી થોડે દૂર પડ્યો હતો. પછી અનાયાસે જ દિલીપને પોતાનાં ગળામાં રહેલું શંકર ભગવાનનું લોકેટ યાદ આવ્યું. લોકેટમાં માઈક્રોફોન તથા દિશા સૂચક યંત્ર, બંને ફીટ કરેલાં હતાં. આવું જ એક લોકેટ પ્રભાતનાં ગળામાં પણ હતું. દિલીપે બધી પીડા ભૂલીને લોકેટ ઉઘાડ્યું તથા માઈક્રોફોન અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો