કરામત કિસ્મત તારી

(930)
  • 59.3k
  • 59
  • 32.5k

અચાનક ટીવી માં બધી ચેનલો પર એક ટ્રેન અકસ્માત ના ન્યુઝ ચાલુ થઈ ગયા. બ્રેકિંગ ન્યૂઝ બધે આ જ હતા કે અમદાવાદ - બાન્દ્રા જતી ટ્રેન માં પાટા પર કંઈક પ્રોબ્લેમ થવાથી આખી ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો. ન્યુઝમાં ઘણા લોકો મરતાં અને તેમની ડેડબોડીઝ લાવતા બતાવતા હતા. ઘણા માણસો બેભાન અને ડટાયેલા પણ જોવા મળતા હતા. ઈમરજન્સી સેવા પણ ચાલુ થઈ ગઈ હતી. જવાનોની ટીમ પણ આવી ગઈ હતી બધાને બચાવવા અને બહાર નીકાળવા માટે. આ ન્યૂઝ જોતા જ વિહાન ને જાણે ચક્કર આવી ગયા અને તે પરસેવે રેબઝેબ થઈ ગયો. અને ફટાફટ ઘટના સ્થળે પહોચવા માટે નીકળ્યો....

Full Novel

1

કરામત કિસ્મત તારી -1

અચાનક ટીવી માં બધી ચેનલો પર એક ટ્રેન અકસ્માત ના ન્યુઝ ચાલુ થઈ ગયા. બ્રેકિંગ ન્યૂઝ બધે આ જ કે અમદાવાદ - બાન્દ્રા જતી ટ્રેન માં પાટા પર કંઈક પ્રોબ્લેમ થવાથી આખી ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો. ન્યુઝમાં ઘણા લોકો મરતાં અને તેમની ડેડબોડીઝ લાવતા બતાવતા હતા. ઘણા માણસો બેભાન અને ડટાયેલા પણ જોવા મળતા હતા. ઈમરજન્સી સેવા પણ ચાલુ થઈ ગઈ હતી. જવાનોની ટીમ પણ આવી ગઈ હતી બધાને બચાવવા અને બહાર નીકાળવા માટે. આ ન્યૂઝ જોતા જ વિહાન ને જાણે ચક્કર આવી ગયા અને તે પરસેવે રેબઝેબ થઈ ગયો. અને ફટાફટ ઘટના સ્થળે પહોચવા માટે નીકળ્યો.... ...વધુ વાંચો

2

કરામત કિસ્મત તારી -2

હવે જે લોકો ના સગાં સંબંધી નો રેઈલ અકસ્માત માં કોઈ પતો નહોતો તેમના સગાઓ જેમણે નામ નોધાવ્યા હતા સિવિલ હોસ્પિટલ અને પોલીસ તંત્ર કંઈ સમાચાર મળે તો ફોન કરે છે. દસ દિવસ થઈ ગયા છે આજે આ અકસ્માતના પણ વિવાન હજુ પણ ઉદાસ છે. તે સાવ એકલો થઈ ગયો છે. તેને દિલના ઉડાણ મા હજુ એક આશા છે કે તેની બહેન આસિકા હજુ જીવે છે. આ વિચારતો જ હોય છે ત્યાં પોલીસ સ્ટેશનથી ફોન આવે છે. કોઈ સામે થી ઘેરા પડછંદ અવાજ માં બોલે છે તમે નોંધાવેલી કમ્પલેઈન પ્રમાણે અહી અમને રેલવે સ્ટેશન પાસે ઘટના સ્થળ નજીક એક ...વધુ વાંચો

3

કરામત કિસ્મત તારી -3

અસિત ના ઘરે હવે આ અજનબી છોકરી ત્યાં જાય છે એટલે ત્યાં અસિત એનું નવુ નામ નવ્યા આપે છે. એમને એમ થોડા દિવસો જાય છે. નવ્યા બધા સાથે સેટ થઈ ગઈ છે . વળી અસિત ની નાની બહેન વીરા તો તેને તેની મોટી બહેન ની જેમ જ રાખે છે. તે બધી વાત તેની સાથે શેર કરે છે. તે બધી વાત માં હવે પહેલા નવ્યા ને પુછે છે. જ્યારે અસિત પણ નવ્યાનુ બહુ ધ્યાન રાખે છે સાથે તેને યાદદાસ્ત પાછી આવે તેવા પ્રયત્ન પણ કરે છે. નવ્યા નુ નેચર અને સ્માઈલ જ એવી છેકે કોઈમાં પણ ભળી જાય !!! નવ્યા ...વધુ વાંચો

4

કરામત કિસ્મત તારી -4

અસિત મોડા સુધી આમ તેમ ફરી રહ્યો છે. તેને મનમાંથી નવ્યા ખસતી નથી. તે રૂમમાં થી બહાર આવે છે નવ્યા બહાર ગેલેરી માં હિચકામાં બેઠી બેઠી સુઈ ગઈ છે. તેની આંખો માં આસું છે. અસિત આવીને જુએ છે. તે ધીમેથી આવીને નવ્યા ને ઉઠાડે છે કે તે કેમ અહીંયા આમ સુતી છે. અને કેમ રડે છે. તને કોઈએ કંઈ કહ્યું?? નવ્યા આસુ છુપાવવાનો પ્રયત્ન કરીને કહે છે કંઈ નહી એમ વીરા શિવાય સાથે વાત કરતી હતી તો હુ બહાર બેઠી મને આમ પણ ઉઘ નહોતી આવતી. અસિત તેના રડવા નુ કારણ પુછે છે તો કહે છે મને મારો ભુતકાળ ...વધુ વાંચો

5

કરામત કિસ્મત તારી -5

આજે વીરા ના લગ્ન છે. જાન આવવાની તૈયારી માં છે. દુલ્હન પણ તૈયાર થઈ ગઈ છે. વીરા આજે રેડ વાઈટ કલરના પાનેતર માં સરસ ઢીંગલી જેવી લાગી રહી છે. પછી જાન આવે છે. અને થોડી વાર માં વિધિ શરૂ થતા નવ્યા અને અસિત વીરા ને લઈને મંડપમાં ચોરી માં લઈ આવે છે. ત્યાંથી આવતા સુધી અસિત નુ ધ્યાન ફક્ત નવ્યા પર હતુ. તેને આજે અસિતે પસંદ કરેલા ચોલી પહેર્યા હતા. અને સાથે મેચિંગ ઈયરિગ્સ , ડોકમા નાજુક સેટ, થોડી હેરસ્ટાઇલ અને હળવા મેકઅપ માં આજે તે અપ્સરા જેવી સરસ દેખાતી હતી..અસિત નુ ધ્યાન જાણે તેના તરફથી હટતુ જ નહોતું. ...વધુ વાંચો

6

કરામત કિસ્મત તારી -6

હવે અસિત ધીમે ધીમે નવ્યા ને પ્રેમ કરવા લાગ્યો છે. પણ તે તેને કહેતો નથી. પણ તે વિચારે છે તેને એવું કેવી રીતે કહે. તેને એવું લાગશે કે હુ તેને સહારો આપવા લઈ આવ્યો અને હવે તેને પ્રેમ કરૂ છુ તો કંઈ ઉધો મતલબ નીકાળશે. અને વળી તે જ્યારે હોસ્પિટલમાં મળી ત્યારે તેના હાથમાં દુલ્હન જેવી મહેદી હતી એટલે એના મેરેજ થઈ ગયા હોય અને તેની યાદદાસ્ત પાછી આવી જાય તો શુ થશે??? આમ વિચારી તે વિચારો ના ઝંઝાવાત ને રોકી દે છે અને તેને કંઈ જ કહેતો નથી. બીજી બાજુ નવ્યા પણ હવે વીરા ના જવાથી એકલી થઈ ...વધુ વાંચો

7

કરામત કિસ્મત તારી -7

અસિતને આખી રાત ઉઘ આવતી નથી. નવ્યા ક્યાં હશે ?? શુ થયું હશે?? એમનેમ પડખા ફેરવવા માં સવાર પડી છે. તે સવારે ઉઠીને તેના બેડની ચાદર સરખી કરવા જાય છે ત્યાં ઓશિકા નીચે થી એક ચીઠ્ઠી મળે છે. તે નવ્યા એ લખી હોય છે ," અસિત, તુ મારો ખાસ દોસ્ત છે ,અને હંમેશાં રહીશ. જિંદગી માં તારા જેવા માણસો મળવા મુશ્કેલ હોય છે. મુશ્કેલી માંતો પોતાના પણ સાથ છોડી દે છે જ્યારે તે તો મારી જિંદગી બચાવી છે. તમારા બધાનો ઉપકાર હુ જિંદગીભર નહી ભુલુ. પણ હુ હવે તમારા પર વધારે બોજ બનવા નથી ઈચ્છતી. માટે મને શોધવાનો પ્રયત્ન ...વધુ વાંચો

8

કરામત કિસ્મત તારી -8

આજે ડૉ. ખુશી બહુ ખુશ હોય છે તે સરસ તૈયાર થઈને આવી છે કંઈક અલગ જ મુડમાં છે. કારણ આજે વેલેન્ટાઈન ડે છે. તેને સંકલ્પ ને સાજે બહાર ડીનર માટે જવાનું કહ્યું છે. એટલે બંને ફટાફટ જઈને હોસ્પિટલમાં કામ પતાવે છે.અને સાજે ડિનર માટે જવા નીકળે છે. ત્યાં એક હોટલમાં જાય છે ત્યાં પહોચતા જ તેમના બુક કરેલા ટેબલ પાસે ત્યાં લાઇટ્સ ચાલુ થાય છે અને ત્યાં બધી કેન્ડલ્સ અને બલુન્સ નુ ડેકોરેશન કરેલું હોય છે. આ બધુ જોઈને સંકલ્પ સરપ્રાઈઝ થઈ જાય છે. પછી બંને ત્યાં જાય છે અને ખુશી સામેથી તેને પ્રપોઝ કરે છે. સંકલ્પ પણ થોડું ...વધુ વાંચો

9

કરામત કિસ્મત તારી -9

નવ્યા આખી રાત વિચારે છે શુ કરવુ તેને કંઈ જ સમજાતું નથી. તેનુ મગજ હવે કંઈ કામ નથી કરતુ અચાનક તે સવારે ઉઠીને વીરાને ફોન કરે છે. તે અસિત ની બહેન ની સાથે તેની ખાસ ફ્રેન્ડ પણ હોય છે. તેને તે બધી જ વાત કરતી હોય છે. તે વીરાને રાત્રે અસિતે કહેલી બધી વાત કરે છે. અને કહે છે મને શુ કરવુ એ કંઈ જ સમજાતુ નથી. વીરા કહે છે ભવિષ્ય નુ નસીબ પર છોડી દે.... અત્યારે તુ તારા દિલનુ કહેલુ માન. તને જે યોગ્ય લાગે તેમ કર . હુ અસિત મારો ભાઈ છે એટલે તેને તુ હા પાડ ...વધુ વાંચો

10

કરામત કિસ્મત તારી -10

આજે અસિત અને નવ્યા ની સગાઈ છે. અમુક સંજોગાવશાત સગાઈ અને બીજા જ દિવસે મેરેજ રાખ્યા છે. નવ્યા સરસ થઈ છે. બધા મહેમાનો અને પરિવારજનો વચ્ચે સગાઈ ની શરૂઆત થવાની છે. અહીં તો અલગ માહોલ છે. સામાન્ય રીતે તો દુલ્હા ને દુલ્હન ને જોવાનો બેસબરીથી ઈતજાર હોય પણ અહીં તો બંને સાથે જ છે. અસિત તૈયાર થઈને નવ્યા પાસે જાય છે. ત્યાં વીરા અને તેની એક બે કઝિન હોય છે. નવ્યા ના રિલેટિવ માં તો કોઈ હોતુ નથી. અસિત ત્યાં જઈને જુએ છે તો નવ્યા પીન્ક એન્ડ રામા કલરની ચોલી પહેરીને તૈયાર થઈ છે. તે સિમ્પલ પણ બહુ નમણી ...વધુ વાંચો

11

કરામત કિસ્મત તારી -11

ગ્લોબલ હોસ્પિટલ માં ઓપરેશન થિયેટર ની બહાર અસિત તેના મમ્મી પપ્પા અને થોડા સગા સંબંધીઓ છે. ઓપરેશન પુરૂ થવાની જોવાઈ રહી છે... અસિત બહુ ટેન્શનમાં છે તેની આખોમાથી આવતા આસું ને તે છુપાવવા ના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો છે. એના મમ્મી નવ્યાના જીવન માટે ઝોળી ફેલાવી ને આખમા આસુ સાથે ત્યાં ભગવાનની મૂર્તિ સામે બેઠા છે. અસિત ને બધુ યાદ આવી રહ્યુ હતુ કે આજે નવ્યા ફરી કાળનો કોળિયો બનતા બચી છે??? કારણ કે એ બધુ જ ઓપરેશન ની સફળતા પર આધારિત હતુ. તેને શિવાય ની વાતો યાદ આવી કે તેઓ કેમ બચી શક્યા..... ટ્કને સામે ધસમસતી આવતી જોઈ ...વધુ વાંચો

12

કરામત કિસ્મત તારી -12

અસિત પાચ -છ વાર ફોન કરે છે ત્યારે છેલ્લી વારમાં ફોન ઉપાડે છે કોઈ... આજુબાજુ બહુ અવાજ આવી રહ્યો કોઈ ફંક્શન હોય એવું લાગી રહ્યું છે. અસિત કહે છે, તમારી કોઈ બહેન હતી જેનો નવ મહિના પહેલા ટ્રેન એક્સિડન્ટ થયો હતો...તેને અવાજ માં બહુ સંભળાયુ નહી એટલે એ બહાર જઈને વાત કરે છે. પછી અસિત ફરીથી કહે છે બધુ. આ સાંભળીને સામેવાળી વ્યક્તિનો અવાજ ધીમો થઈ જાય છે...અને તે કહે છે પણ તે તો આ દુનિયામાં નથી હવે...!!! સામે અસિત કહે છે તેનુ સાચુ નામ તો મને નથી ખબર પણ તેને જ મને આ નંબર આપ્યો અને તે આપને ...વધુ વાંચો

13

કરામત કિસ્મત તારી -13

આસિકા ઘરે આવી ગઈ છે તે તેના ભાભીને મળે છે અને તે ફોઈ બનવાની છે તેવા સમાચાર સાભળીને ખુશ જાય છે. પછી એટલા માં સંકલ્પ ત્યાં આવે છે...તેના મોઢા પરથી રોનક ઉડી જાય છે....સામે સંકલ્પનુ પણ એમ જ હતુ. નવ મહિના પહેલા ની વાત અલગ હતી..બંને ને અરેન્જ મેરેજ હતા અને એટલા મળ્યા પણ નહોતા છતાં એકબીજા માટે લાગણી હતી. અને થોડો પ્રેમ પણ હતો....પણ હવે વાત અલગ છે. બંને ને બીજા કોઈ અલગ વ્યક્તિ ઓ માટે હવે પ્રેમ છે. વિહાન વિચારે છે સારૂ છે હજુ સુધી સંકલ્પ ની લાઈફમાં બીજું કોઈ આવ્યું નથી...આસિકા હવે તેની સાથે તેનો સુખી ...વધુ વાંચો

14

કરામત કિસ્મત તારી -14

આસિકાની તબિયત હવે સારી થઈ ગઈ છે. એટલે વિહાન સારો દિવસ જોઈને બે દિવસ પછી સંકલ્પ અને આસિકા ના માટે સંકલ્પ ના ઘરે જણાવે છે ત્યાં તો બધા ખુશ થઈ જાય છે. અને તૈયારી કરવા લાગે છે લગ્નની. પણ ઉદાસ છે સંકલ્પ અને આસિકા બંને. એ દિવસે રાત્રે પ્રિયા રાત્રે બારેક વાગે ઉઠે છે તે કિચનમાં પાણી લેવા જાય છે. તેને આસિકા ના રૂમમાં તેના વાત કરવાનો અને સાથે રડવાનો અવાજ આવી રહ્યો છે. તે ચિંતા માં આવી જાય છે અને વિહાન ને જોવા કહે છે.વિહાન પણ સાભળે છે અને તે કહે છે સવારે તેની સાથે શાતિથી વાત કરીશ... ...વધુ વાંચો

15

કરામત કિસ્મત તારી -15 ( સંપુર્ણ )

વિહાને આજે બધા નજીકના સગા સંબંધીઓને લગ્ન માટે આમંત્રણ આપ્યું છે. પણ એ એક મેરેજ હોલ છે અને એડ્રેસ સવારે જ બધાને મેસેજ કરીને કહે છે. એટલે બધા સમયસર ત્યાં પહોંચે છે. ત્યાં બધા અલગ અલગ રૂમમાં તૈયાર થાય છે. આસિકા સરસ તૈયાર થઈ છે પણ તેનો ચહેરો સાવ મુરજાયેલો છે. તે આ લગ્ન કરવા જાણે તૈયાર નથી. બાજુ ના બીજા રૂમમાં પણ કોઈ તૈયાર થઈ રહ્યું છે પણ બધાની સરપ્રાઈઝ વચ્ચે બે ચોરી બાધેલી છે. બધા એકબીજા ની સાથે અંદરોઅંદર વાત કરી રહ્યા છે. સંકલ્પ અને આસિકા સિવાય બીજા કોના લગ્ન છે. એટલામાં જ બે વરરાજા મંડપમાં આવે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો