કૃષ્ણ.... એક પ્રેમ

(3)
  • 13.7k
  • 1
  • 6.2k

કૃષ્ણ કોણ છે.? તમારા માટે કૃષ્ણ કોણ.? -ભગવાન થઇ ને માનવ બની જીવેલા ઈશ્વર.! કે -માનવ જે પોતાના પ્રયત્ન થકી બનેલા ઈશ્વર.! કૃષ્ણ ની એમના જેવી જ અલગ અલગ પરિભાષા છે. કોઈ કહેશો કે કૃષ્ણ ભગવાન છે., કોઈ કહેશે કૃષ્ણ શ્રેષ્ઠ માર્ગદર્શક છે, કોઈ કહે કે કૃષ્ણ ત્રિકાળદરશી છે., કોઈના માટે ગુરુ છે, તો કોઈના માટે મિત્ર.!! મારાં માટે કૃષ્ણ એટલે પ્રેમ......!!અખૂટ, અનુપમ પ્રેમ.!!!એ પછી સુદામા ને એમનો મૈત્રી પ્રેમ હોય કે પછી રાધા જોડે નો યુગલ પ્રેમ હોય, એ દ્રૌપદી ના સખા તરીકે નો વિશાલ પ્રેમ હોય કે, અર્જુન ના સારથી થઇ ગીતા ના જ્ઞાન ને આપનારો પ્રેમ હોય.!!કલ્યાવન ને પીઠ બતાઈ ભાગી જય રણછોડ થવાનો પ્રેમ હોય કે પછી ગંધારી ના દૂખી હૈયાનો શ્રાપ પર હસતા મોયે સ્વીકાર કરવાનો પ્રેમ હોય.! શિવ પાસે થી તમને સમાધિ મળે, શિવત્વ મળે..!!બુદ્ધ પાસેથી તમને જ્ઞાન મળે, પરશુરામ પાસેથી તમને આદર્શ અને યુદ્ધવિદ્યા મળે, વામન પાસે થી તમને નિખાલસ પરંતુ જ્ઞાની બાળક મળે, રામ પાસે થી મર્યાદા અને મૌન મળે.!! પરંતુ કૃષ્ણ પાસેથી પ્રેમ કૃષ્ણ સાથે ને,કૃષ્ણ ને ફક્ત પ્રેમ જ થાય ને પ્રેમ જ કહેવાય.!! એની સાથે તો છે ને મુક્ત મને લડી લેવાય, રિસાઈ જવાય, મસ્તી કરાય, વાતો કરાય.!!

નવા એપિસોડ્સ : : Every Tuesday & Saturday

1

કૃષ્ણ.... એક પ્રેમ - 1

કૃષ્ણ કોણ છે.?તમારા માટે કૃષ્ણ કોણ.?-ભગવાન થઇ ને માનવ બની જીવેલા ઈશ્વર.! કે-માનવ જે પોતાના પ્રયત્ન થકી બનેલા ઈશ્વર.!કૃષ્ણ એમના જેવી જ અલગ અલગ પરિભાષા છે. કોઈ કહેશો કે કૃષ્ણ ભગવાન છે., કોઈ કહેશે કૃષ્ણ શ્રેષ્ઠ માર્ગદર્શક છે, કોઈ કહે કે કૃષ્ણ ત્રિકાળદરશી છે., કોઈના માટે ગુરુ છે, તો કોઈના માટે મિત્ર.!!મારાં માટે કૃષ્ણ એટલે પ્રેમ......!!અખૂટ, અનુપમ પ્રેમ.!!!એ પછી સુદામા ને એમનો મૈત્રી પ્રેમ હોય કે પછી રાધા જોડે નો યુગલ પ્રેમ હોય, એ દ્રૌપદી ના સખા તરીકે નો વિશાલ પ્રેમ હોય કે, અર્જુન ના સારથી થઇ ગીતા ના જ્ઞાન ને આપનારો પ્રેમ હોય.!!કલ્યાવન ને પીઠ બતાઈ ભાગી જય ...વધુ વાંચો

2

કૃષ્ણ.... એક પ્રેમ - 2

‘હા અથવા ના’ માં જ જીવે છે ,એ ક્યાં એનામાં જ જીવે છે ?હતો , હશે ને છે ની અફવામાં જ જીવે છે.સાદ પડે કે હાજર તુર્ત જજોયું ? પડઘામાં જ જીવે છે.કાંઠા સાથે માથા ફોડે-એતો મોજામાં જ જીવે છે,.પડછાયો પણ ના અડવા દે,એવા તડકામાં જ જીવે છે,.હોવાનો છે આ હોબાળો,ને એ હોવામાં જ જીવે છે.– કૃષ્ણ દવેક્યારેક આ કવિતા વાંચું ને એટલે કૃષ્ણ ની જ છવી ઉભરી આવે મારાં મન મસ્તિક માં.!!કે કૃષ્ણ શું નથી.????જે જેવું ઈચ્છે છે એની સામે એ એવા જ થઇ જાય છે.એમને સમજવા એટલા પણ સેહલા નથી જેટલાં સરળ લોગો સમજે છે.!!એક વાર એક ...વધુ વાંચો

3

કૃષ્ણ.... એક પ્રેમ - 3

"छुम छुम बजे घुघरिया....!मुख मलकावे कान्हा..!!मेरे घर आये कान्हा मेरे घर आये.!!"રમેશભાઈ ઓઝા.!!એટલે કે ભાઈશ્રી નું મનગમતું અને એમના મુખે ગવાયેલું ભજન છે...!!એમાં એટલો બધો પ્રેમ છે ને કૃષ્ણ માટે, એટલો ભાવ કે નજરે તારતો કાન્હો તમને દેખાય જ.!!!એક કોઈક ભક્ત ને મોઢાથી સાંભળેલી વાત છે..!!બનારસ માં એક પાન નો ગલ્લો હતો.ત્યાં રોજ ના કેટલાય ગ્રાહક આવતા.!!એક વાર એક રસખાન નામક મુસ્લિમ ગવૈયા ત્યાં આવ્યા.!!રસખાન જી બનારસ કે વેશ્યા ઓ માટે ગાતા હતા.!!તેમની નજર એ ગલ્લા માં ગઈ જ્યાં નન્હા સરખા કૃષ્ણ નો ફોટો હતો.!!એનું બાલ સ્વરૂપ રસખાન જી ને બહુ જ ગમ્યું પર એક વાત હતી જે ખટક ...વધુ વાંચો

4

કૃષ્ણ.... એક પ્રેમ - 4

*હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ 6. નિષ્ક્રમણ સંસ્કાર 7. અન્નપ્રાશન સંસ્કાર 8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 9. કર્ણવેધ સંસ્કાર10. ઉપનયન સંસ્કાર11. વેદારંભ સંસ્કાર 12. કેશાન્ત સંસ્કાર 13. સમાવર્તન સંસ્કાર 14. વિવાહ સંસ્કાર 15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 16. અગ્નિ સંસ્કાર*(2) હિન્દુધર્મના ઉત્સવો :*1. નૂતન વર્ષારંભ 2. ભાઈબીજ 3. લાભપાંચમ 4. દેવદિવાળી 5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 7. વસંત પંચમી8. શિવરાત્રી 9. હોળી10. રામનવમી 11. અખાત્રીજ 12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 13. અષાઢી બીજ 14. ગુરુ પૂર્ણિમા 15. શ્રાવણી-રક્ષાબંધન 16. જન્માષ્ટમી 17. ગણેશ ચતુર્થી 18. શારદીય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો