ઝંખના - એક સાચા પ્રેમની..

(30)
  • 25.6k
  • 5
  • 12.9k

આ ધારાવાહિક સંપૂણૅ કાલ્પનિક કથા છે.કોઈ વ્યકિત કે સ્થળ સાથે એનો કોઈ જ સંબંધ નથી. પ્રેમ શું છે? દરેક ની એક ઝંખના હોય છે. પ્રેમ ને પામવાની.પ્રેમ ને માણવાની,પ્રેમ ને મેળવવાની ,પ્રેમ માં જીવવાની,પ્રેમ જોડે જીવવાની,પ્રેમ માં ગળાડુબ થવાની ને પ્રેમ ને પી ને તૃપ્ત થવાની, બધા ને પ્રેમ જોઈએ જ છે .ખરું ને?? પણ આ પ્રેમ છે શું?ખબર નહીં પણ કંઈક તો ખાસ છે જેના લીધે જ આ દુનિયા ચાલે છે‌. કહેવાય છે કે સાચો પ્રેમ હર એક ના નસીબ માં હોતો નથી.એવુ કેમ હશે ???એ તો ખબર નહીં, પણ કદાચ દિલ માં થતો એ ખાસ અહેસાસ ગમે બહુ છે.સા

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-1

(આ ધારાવાહિક સંપૂણૅ કાલ્પનિક કથા છે.કોઈ વ્યકિત કે સ્થળ સાથે એનો કોઈ જ સંબંધ નથી. ‌ ઝંખના - એક પ્રેમની.... પ્રસ્તાવના :- પ્રેમ શું છે? દરેક ની એક ઝંખના હોય છે. પ્રેમ ને પામવાની.પ્રેમ ને માણવાની,પ્રેમ ને મેળવવાની ,પ્રેમ માં જીવવાની,પ્રેમ જોડે જીવવાની,પ્રેમ માં ગળાડુબ થવાની ને પ્રેમ ને પી ને તૃપ્ત થવાની, બધા ને પ્રેમ જોઈએ જ છે .ખરું ને?? પણ આ પ્રેમ છે શું?ખબર નહીં પણ કંઈક તો ખાસ છે જેના લીધે જ આ દુનિયા ચાલે છે‌. કહેવાય છેકે સાચો પ્રેમ હર એક ના નસીબ માં હોતો નથી.એવુ કેમ હશે ???એ તો ખબર નહીં, પણ કદાચ દિલ ...વધુ વાંચો

2

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-2

ગતાંકથી...... એક્ટિવા ની સીટ પર બેસતા ની સાથે જ હેલી વરસી પડી: "વાયડી,નકામી, આ તારૂં રોજ નું થયું કાયમ ભગાવવાનું !!! "મેડમ ,અઠવાડિયા ના ત્રણ દિવસ તો મોડું જ હોય?ને પછી એક્ટિવા હવા માં ઉડતું હોય, એ તો હું છું કે બેસું તારી પાછળ બાકી તો વિમો હોય તો જ રિસ્ક લેવાય‌." હેલી એક શ્વાસે બોલી ગઈ ; "હા હવે આજ નો દિવસ હો"નિત્યા બેધ્યાનપણે બોલી; "શું ? શું ? કે તો ફરી" "કંઈ નહીં"એક્ટિવા ને લીવર દેતા નિત્યા ધીમે થી બોલી. ઓ મેડમ લાગણી હવે જો આજે ટ્રેન ગઈ ને તો તારૂં આવી બન્યું સમજ." હેલી ; ખાટી ...વધુ વાંચો

3

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-3

ગંતાક થી... ટ્રેન માંથી ઉતરી ને એ શાળા એ જવા નીકળી ત્યારે રસ્તા માં એકલી પડતા જ એના થી જવાયું. એક વષૅ માં તેને શાળા પરિવાર ને આ ગામ જોડે આત્મીયતા બંધાઈ ગઈ હતી. ગામ માં પણ એનુ ખુબ જ માન હતું .શાળા ના બાળકો ને એણે ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલવામાં ખુબ જ મદદ કરેલી ગામ માં સહાય યોજના હેઠળ મળતી સગવડો લાવવા માટે તેમજ સ્રી ઓને પગભર થવા સિવણ ના નિઃશુલ્ક વગૅ પણ એ ગામ સુધી લાવી હતી.ગામ ના ના મુક કામ એની સલાહ લઈ ને કરતા.વાદી લોકો કે જેને ભણતર નું મહત્વ ન હતું ને બાળકો ...વધુ વાંચો

4

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-4

રાત પડી છતાં નિત્યા (લાગણી) ને ડાયરી યાદ આવી નહીં.. ટ્રેન માં પણ ડાયરી એમની એમ સીટ પર પડી છે. ટ્રેન વાંકાનેર સ્ટેશન છોડી આગળ વધે છે.આગળ ના સ્ટેશન પર થી એક દસ બાર વષૅ નો છોકરો એની મમ્મી સાથે ટ્રેન માં ચડે છે.ટ્રેન માં ચડતા ની સાથે જ એ મમ્મી નો મોબાઈલ ખેંચી ઉપર ની સીટ પર બેસે છે.મોબાઈલ માં મગ્ન હોય તેને ખુણા માં પડેલ ડાયરી તરફ ધ્યાન પણ જતું નથી. અમદાવાદ આવવાની તૈયારી હોય છે‌.અચાનક જ એ છોકરા નું ધ્યાન આકષિતૅ ગુલાબી રંગ નુ કવર પેજ ધરાવતી એ ખુણા માં પડેલી ડાયરી દેખાય છે.તે કંઈક વસ્તુ ...વધુ વાંચો

5

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-5

"નિત્યા કાલે જ પેકિંગ શરૂ કરી દે .શનિવારે આપણે ત્યાં શિફ્ટ થવાનું છે.રવિવારે શાંતિ થી સામાન ગોઠવાય જશે .તારે તો જોબ પર હાજર થવાનુ છે.મારે પણ સોમવારે ત્યાં પહોચી જવુ અનિવાયૅ છે.ત્યાં ફ્લેટ રેડી જ છે.બધો સામાન પણ ગોઠવાય ગયો છે.ને આજે સફાઈ પણ કરાવી દીધી છે એટલે જઈને તરત અગવડ ન પડે. આપણે માત્ર આપણા કપડા ને જરૂરી ચીજવસ્તુ જ લઈ જવાની છે." જમતા જમતા પ્રથમ બોલ્યો; નિત્યા એ વાત સાંભળી ન સાંભળી ને હકાર માં માથુ હલાવ્યું.તેનુ મન અને મગજ ડાયરી ના વિચારો માં જ હતુ. થોડીવાર બધા જોડે ટી.વી.જોઈ ને તે પથારી માં પડી.થાકીને લોથ થયેલી ...વધુ વાંચો

6

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-6

ગતાંકથી...... ઝળહળતી લાઈટો નો પ્રકાશ દુર થી જ બરોડા ના આગમન ની અણસાર આપી રહ્યું હતું. અમુક મુસાફરો સામાન એકઠો કરવા ને ઉતરવા માટે ની તૈયારી કરવા લાગ્યા .ડબ્બા માં ચહલ પહલ શરૂ થઈ ગઈ . લવ ઉંડા વિચારો માં ડુબેલો હતો.બારી બહાર ના અંધકાર કરતા તેના મન અને હ્દય માં ફેલાયેલ અંધકાર વધુ ગુઢ હતો. દુનિયા ને લોકો થી દુર એકલતા માં ખોવાય જવાની એને ઉતાવળ થઇ રહી હતી.બરોડા સ્ટેશન ઉતરી ને સીધી જ ટેક્સી કરી એ બરોડા સીટી થી પાંચ કિમી દુર આવેલા એમના ફામૅ હાઉસ પર પહોચ્યોં. સામાન રૂમ માં મુકતા ની સાથે જ એ બેડ ...વધુ વાંચો

7

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-7

ગતાંકથી ........ ક્રિના એક ની બે ન થઈ.લવ ને મળવા માટે પણ એણે મનાઈ ફરમાવી દીધી.ફોન પર પણ બહુ કરવાનું એ ટાળવા લાગી.લવ ક્રિના ના ગળાડુબ પ્રેમ માં હતો .તે ક્રિના વગર રહી શકશે નહીં એવું તેને લાગ્યા કરતું ક્યાંય ચેન નહોતું પડતું ને શું કરવુ એ પણ સમજાતું નહોતું.ઘરે પપ્પા એ ઓફિસ જોઈન્ટ કરવાનું કહી દીધું હતુ. "બેટા લવ ,હવે ભણવાનું પુરૂં થઈ ગયું છે તો તું ઓફિસ જતો જા .""તારા પપ્પા ને થોડી રાહત રહેશે કામ થી તને પણ કામનો અનુભવ થશે,આમ પણ હવે તો તારે જ આ બિઝનેસ ને સંભાળવાનો છે‌." મમ્મી એ સોફા પર સહેજ ...વધુ વાંચો

8

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-8

ગતાંકથી..... સાંજ ના છ વાગ્યા આસપાસ બન્ને બરોડા ની નજીક પહોચવા આવ્યા હતા. સુયૅ ના ઢળતા કિરણો સૃષ્ટિ માં ફેલાવી રહ્યા હતા .સંધ્યા ઢળતા જ વાતાવરણ એકદમ આહલાદક લાગી રહ્યું હતું .પંખી ઓ નીજ સ્થાને પાછા ફરી રહ્યા હતા ને પ્રથમ ને નિત્યા પણ એના બરોડા ના નવા નિવાસ સ્થાન પર પહોંચવા માં હતા .રસ્તા પર ગાડી પૂરપાટ દોડી રહી હતી .નવા જુના ગીતો નો સંગમ ગાડી ને જીવંત કરી રહ્યો હતો. "યે હસીન વાદિયા,યે ખુલ્લા આસમાન આ ગયે હમ કહાં....."ગીત વાગી રહ્યું હતું પ્રથમ પણ સાથે સાથે ગીત ગુનગુનાવી રહ્યો હતો. નિત્યા વિચારો માં ખોવાયેલી હતી.મન ક્યાંક બીજે ...વધુ વાંચો

9

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-9

ગતાંકથી...... ડાયરી ના બીજા પાને લખાયેલી કવિતા એ લવ ને ઝંઝોળી નાખ્યો .જીવન નૈયા ને ડુબાડવાને જઈ રહેલ આ ને જાણે જિંદગી નું એક સુકાન મળી ગયું આંધી માં અટવાયેલા ને એક વહાણ મળી ગયું. જ્યારે જીવન ના તમામ રસ્તા બંધ દેખાય ત્યારે એક નાનકડું આશા નું કિરણ પણ જિંદગી માં નવો જોમ ભરી જાય. લવ પ્રથમ પાના પર દોરેલ એ સુંદર ચિત્ર ને મન ભરીને નિહાળતો રહ્યો અને વારંવાર" જિંદગી "કવિતા વાંચતો રહ્યો તેના દિલ દિમાગમાં છવાયેલા અંધકારને જાણે નવો આશાનું કિરણ મળ્યું અને તેમના માં આ જિંદગીની હારી ગયેલી બાજીને ફરી નવા જોમ સાથે જીવી લેવા માટેનો ...વધુ વાંચો

10

ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-10

ગતાંકથી થી...... પ્રેમના બાહુપાશ ને છોડાવી એક મીઠી સ્માઈલ સાથે નિત્યા રૂમ ની બહાર આવી મન ને તન પ્રેમ થી તૃપ્ત હતું એ ફટાફટ કિચન માં ગઈ ને ટિફિન ની રોટલી બનાવવા લાગી એક ગેસ ના ચુલા પર ચા મુકી ચા ને ચાહત ની સોડમ થી નિત્યા ને ઘર મઘમઘી ઉઠ્યું પ્રથમ તૈયાર થઈ ને નીચે આવ્યો ને સીધો જ નાસ્તા ના ટેબલ પર ગોઠવાય ગયો.નિત્યા એ પ્રેમભરી નજર એના પર કરી ને નાસ્તો પીરસ્યો પણ એનુ ધ્યાન તો કાને રાખેલ ફોન પર ની વાત સાંભળવામાં હતું.ઓફિસ ના કામ ની વાતો ને ચચૉ કરતા કરતા એ યંત્રવત્ રીતે નાસ્તો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો